ટેરો રાશિફળ:સોમવારે THE FOOL કાર્ડ પ્રમાણે તુલા રાશિના લોકોને વેપાર સંબંધિત મોટો ફાયદો થઈ શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

18 ઓક્ટોબર, સોમવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- SEVEN OF SWORDS

લોકો પોતાનાં કામ પૂરા કરવા માટે તમારો ઉપયોગ કરી શકે છે. મદદ કરવાના બદલે તમે ફસાઈ શકો છો. એન્ઝાયટી ઉત્પન્ન કરતી વાતોનો સામનો કરવો પડી શકે છે.

કરિયરઃ- કરિયરને નવી દિશા આપી શકો છો. પ્રતિસ્પર્ધી દ્વારા તમને સારી એવી ટક્કર મળી શકે છે.

લવઃ- રિલેશનશિપમાં વધતી સમસ્યાને કારણે તમે ખોટું પગલું લઈ શકો છો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા ડૉક્ટરની સલાહ લેતાં રહો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

-------------------------------

વૃષભઃ- EIGHT OF CUPS

જે વ્યક્તિ પાસેથી આશા હતી તેની મદદ નહિ મળે. કેટલાક લોકોના મનમાં તમારા માટે ઈર્ષા છે તેમના માટે નકારાત્મક ભાવ ન વધવા દો.

કરિયરઃ- અવસરનો સંપૂર્ણ લાભ લેવા માટે તમારે ઈચ્છા શક્તિ વધારવાની જરૂર છે. નાની તકલીફોને કારણે પોતાનો આત્મવિશ્વાસ ન ખોઈ નાખો.

લવઃ- લગ્નની વાત આગળ ન વધતાં નકારાત્કતા રહેશે. જોકે સમય જતાં રિલેશનશિપ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- લૉ બીપીની સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

-------------------------------

મિથુનઃ- QUEEN OF SWORDS

એકના એક વિચારો અને પેટર્ન બદલવાની જરૂર છે. માનસિક વિકાસ પર ધ્યાન આપો.

કરિયરઃ- જે કામ તમારાથી દૂર થયું હતું તેને ફરી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો.

લવઃ- પાર્ટનર સાથે નીકટતા વધશે.

સ્વાસ્થ્યઃ- લૉ બીપી અને શુગર સંબંધિત સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1 --------------------------------

કર્કઃ- THE EMPEROR

જીવનની તકલીફોથી આજે તમે અવગત થશો. ફોકસ વધશે. હાલ તરત પ્રગતિ મળી શકે છે.

કરિયરઃ- કામની ક્વોલિટી પર ધ્યાન આપો.

લવઃ- રિલેશનશિપમાં રાખેલો સંયમ અપેક્ષા અનુસાર ફળ આપશે.

સ્વાસ્થ્યઃ- હીમોગ્લોબિન અને બીપી સંબંધિત સમસ્યા સ્ટેબલ થવા લાગશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 3

--------------------------------

સિંહઃ- THE HIEROPHANT

દિવસની શરૂઆતમાં કોઈ તકલીફો આવી શકે છે. થોડો ઘણો તણાવ રહેશે. જોકે ઈચ્છા શક્તિ અનુસાર તમને પ્રગતિ જોવા મળશે.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણ સંબંધિત નિર્ણય આગળ વધશે. વિદેશમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી શકે છે.

લવઃ- લગ્ન સંબંધિત નિર્ણય અટકાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણની અસર સ્વાસ્થ્ય પર જોવા મળી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 5

--------------------------------

કન્યાઃ- NINE OF SWORDS

મનમાં નકારાત્મક ભાવ હોવાથી તમામ પરિસ્થિતિ એ પ્રમાણે જ દેખાશે. ક્રોધને કારણે તમને નુક્સાન થઈ શકે છે. અન્ય વ્યક્તિને મહત્ત્વ ન આપો.

કરિયરઃ- કાર્ય ક્ષેત્રના ઓર્ડર પ્રાપ્ત કરવામાં સમય લાગી શકે છે. ઉતાવળે નિર્ણય ન બદલો.

લવઃ- રિલેશનશિપ સંબંધિત ચિંતા સંવાદથી નહિ ઉકેલાય.

સ્વાસ્થ્યઃ- અનિદ્રાની સમસ્યામાં રાહત મળી શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 7

----------
તુલાઃ- THE FOOL

તમારા દ્વારા લેવામાં આવેલા નાના મોટા જોખમ તમને પ્રગતિનો માર્ગ બતાવશે, જેના કારણે તમારો વિશ્વાસ વધશે પરંતુ અહંકાર અને વધુ પડતા વિશ્વાસના કારણે આર્થિક નુકસાન થઈ શકે છે.

કરિયરઃ- વેપાર સાથે સંકળાયેલા લોકોને અચાનક મોટો ફાયદો પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનર્સ એક બીજાની સાથે પિકનિક અથના યાત્રા સંબંધિત યોજના બનાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- સુગર સંબંધિત સમસ્યા વધી શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 4

-------------------------------

વૃશ્ચિકઃ- THE MAGICIAN

આજે તમને તમારી ઉર્જામાં ફેરફાર જોવા મળશે. જેનો સકારાત્મક અનુભવ તમને પ્રાપ્ત થઈ રહ્યો છે, એટલી જ નકારાત્મક ઘટનાઓના કારણે બેચેની મહેસૂસ થઈ શકે છે. કામ પર ધ્યાન રાખવામાં મુશ્કેલી થશે.

કરિયરઃ- કામ સંબંધિત લક્ષ્યાંકોને પૂરા કરવામાં ભાગ-દોડ રહેશે.

લવઃ- પાર્ટનર અને પરિવારની સાથે વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- કમરના દુખાવાની તકલીફ રહેશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2

-------------------------------

ધનઃ- ACE OF CUPS

જીવન સંબંધિત દરેક બાબતમાં તમને સુખ અને સમાધાન મહેસૂસ થશે. જૂના મિત્રોની સાથે સમય પસાર કરવાથી આનંદ મળશે. કામ સંબંધિત બાબતોમાંથી બ્રેક લઈને માનસિક અવસ્થાને સારી કરવાનો પ્રયાસ કરવો.

કરિયરઃ- તમારી કાર્ય સંબંધિત દરેક બાબત સરળતાથી આગળ વધશે.

લવઃ- રિલેશનશિપમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- યુરિન ઈન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

-------------------------------

મકરઃ- QUEEN OF CUPS

એક નાની બાબત અંગે જરૂર કરતાં વધારે વિચાર કરવાના કારણે તમે તમારી સકારાત્મક ઉર્જાને નષ્ટ કરી રહ્યા છો. નિયમ અને સિદ્ધાંતો પર ચાલવા માગો છો તો તેને નિશ્ચર્ય પૂર્વક નિભાવવાનો પ્રયાસ કરો. શરૂઆતમાં લોકો દ્વારા તમારો વિરોધ કરવામાં આવી શકે છે પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિમાં ફેરફાર જોવા મળશે. ​​​​​​​

કરિયરઃ- આવક વધારે નહીં થાય પરંતુ તમને મળી રહેલા ફાયદાના કારણે તમે તમારા કામને સારી રીતે વિસ્તૃત કરી શકશો.

લવઃ- પાર્ટનર વ્યક્તિગત બાબતોમાં વધારે વિવાદના કારણે રિલેશનશિપ સંબંધિત બાબતો પર ધ્યાન નહીં આપી શકે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને કમજોરી વધારે રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

-------------------------------

કુંભઃ- KING OF CUPS

ભલે વાત કામ સંબંધિત હોય કે પરિવાર સાથે સંબંધિત, તમારે ભાવુક થઈને કોઈપણ પ્રકારનો નિર્ણય ન લેવો. લોકો દ્વારા તમારા ઉપર દબાણ કરીને તમારા નિર્ણયને બદલવા માટે તમને મજબૂર કરશે. પરંતુ તમારા માટે જે મહત્ત્વપૂર્ણ હોય તેના પર વધારે ધ્યાન રાખવું. ​​​​​​​

કરિયરઃ- વિદેશ સંબંધિત કામને અત્યારે મૂલતવી રાખવા.

લવઃ- પાર્ટનર અને તમે મળીને એકબીજાની મદદ કરશો તો જીવનમાં પ્રગતિ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- કિડની અને યુરિન સંબંધિત સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 4

-------------------------------

મીનઃ- THE HANGEDMAN

અત્યારે તમે જે પરિસ્થિતિમાં છો તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર આવે તેવી શક્યતા ઓછી છે. જે બાબતમાં પ્રગતિ જોવા મળી રહી છે તેના પર ધ્યાન રાખીને આગળ વધવું. કેટલાક સવાલના જવાબ તમને સમય આવશે ત્યારે મળી જશે તેથી જીવન જે રીતે ચાલી રહી છે તે રીતે ચાલવા દો.

કરિયરઃ- આર્થિક આવક નહીં વધે પરંતુ બીન જરૂરી ખર્ચા ટાળવાથી આર્થિક ચિંતા દૂર થશે.

લવઃ- રિલેશનશિપની બાબત પર વધારે ધ્યાન ન આપવું.

સ્વાસ્થ્યઃ- વજન ઘટાડવાના પ્રયાસમાં સફળતા મળશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2