ટેરો રાશિફળ:THE FOOL કાર્ડ પ્રમાણે ગુરુવારે કુંભ રાશિના લોકો તેમના સ્વભાવ અને ઉત્સાહ માટે લોકોમાં પ્રસિદ્ધ રહેશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

18 નવેમ્બર, ગુરુવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- EIGHT OF SWORDS

પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાની ઇચ્છાના કારણે તમારા પોતાના ઉપર જવાબદારીઓ વધારી લેશો. જેના કારણે તમને તણાવ અનુભવ થઈ શકે છે. પરંતુ ઉત્સાહ પણ રહેવાના કારણે તણાવ સાથે કામ કરતા રહેવાની કોશિશ તમે કરશો.

મેષઃ- Ace of wands

દિવસની શરૂઆતમાં શુભ સમાચાર મળશે. આજે કામ કરવાનો ઉત્સાહ રહેશે. કોઇ મુશ્કેલ કામને અંજામ આપી શકો છો. ઘરમાં સુખ-શાંતિ બની રહેશે. ઘરની સ્ત્રી પોતાના કામ સાથે જોડાયેલાં નિર્ણયમાં તમારી મદદની અપેક્ષા કરે છે.

કરિયરઃ- કામમાં ઉન્નતિ પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાનો સહયોગ કરશે.

સ્વાસ્થ્યઃ- ગેસ સાથે જોડાયેલી તકલીફ થશે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 5

---------------------------

વૃષભઃ- 3 of cups

તમારું દેવુ પત્નીની મદદથી તમે ઓછું કરી શકશો. રૂપિયાની આવક અને જાવકમાં મેળ બેસાડવો મુશ્કેલ રહેશે. તમારા સ્વભાવના કારણે ઘરમાં કોઇને માનસિક દુઃખ થઇ શકે છે.

કરિયરઃ- નોકરી કરતાં લોકોને પોતાના કામમાં રસ વધશે.

લવઃ- પત્નીના કારણે મનને શાંતિ મળશે.

સ્વાસ્થ્યઃ- ગળા સાથે જોડાયેલી કસરત કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

---------------------------

મિથુનઃ- 10 of swords

આજે તમારે તમારા કામ અને યોજના પ્રત્યે નિષ્ઠા નિભાવી પડશે. માનસિક સ્વાસ્થ્ય આજે તમને કામમાં પરેશાની આપી શકે છે. વિતેલી વાતોનો ભય અને કામનો તણાવ તમને નિરાશ કરી દશે.

કરિયરઃ- કામનો ભાર ઓછો કરવા માટે યોજના બનાવીને અમલ કરો.

લવઃ- પ્રિય વ્યક્તિની મદદ ન મળવાથી દુઃખી થઇ શકો છો.

સ્વાસ્થ્યઃ- ઊંઘ પૂર્ણ ન થવાના કારણે ઉત્સાહ ઓછો થશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

---------------------------

કર્કઃ- 2 of cups

તમારું કામ વહેંચવા માટે પરિવારના સભ્યો સાથ આપશે. વેપાર કરતાં લોકોને યોગ્ય વ્યક્તિ પાસેથી મદદ મળશે જે કામનું સ્તર વધારે સારું કરવામાં મદદગાર સાબિત થશે. બધા કામ જાતે જ પૂર્ણ કરવાની જિદ્દ કરશો નહીં.

કરિયરઃ- આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળી રહ્યો છે.

લવઃ- કુંવારા લોકો સૂર્યદેવતાની ઉપાસના કરે.

સ્વાસ્થ્યઃ- અપચાથી રાહત મળશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

---------------------------

સિંહઃ- 3 of swords

તમારા સ્વભાવ ઉપર બાળપણમાં કોઇને કોઇ વાતની કે ઘટનાની અસર હાલ પણ છે તે ઘટના કે વાત અંગે નિષ્ણાતની સલાહ લો. તમારા મન ઉપર ભયને હાવી થવા દેશો નહીં.

કરિયરઃ- મનગમતા કામ પ્રત્યે ઉત્સાહ ન હોવાથી તમે ચિંતામાં રહેશો.

લવઃ- પાર્ટનર સાથે વિવાદને ગંભીર સ્વરૂપ પ્રાપ્ત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ચિંતાના કારણે બીપી સાથે જોડાયેલી પરેશાની રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 7

---------------------------

કન્યાઃ- 7 of cups

આજે કામ ધીમી ગતિથી થશે, પરંતુ તમારી અંદરની ધીરજ પણ જળવાયેલી રહેશે. તમને તમારા કામથી વધારે પારિવારિક કામમાં રસ રહેશે. કોઇ નવી યોજના બનાવો અને તેને અમલમાં લાવવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- નર્સરી કે નેચરલ પ્રોડક્ટ સાથે જોડાયેલાં વ્યવસાયને સફળ બનાવવાની યોજના રહેશે.

લવઃ- તમારી અપેક્ષા અંગે પાર્ટનરશિપમાં ખુલ્લીને વાત કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર રહેશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

---------------------------

તુલાઃ- 6 of swords

નવા પ્રાપ્ત કરેલાં જ્ઞાનને તમે જીવન જીવવામાં આગળ વધવા માટે અને તે જ્ઞાનથી રૂપિયા સાથે જોડાયેલાં માર્ગ શોધવાની કોશિશ રહેશે. તમે તમારા જીવનમાં ફેરફાર લાવવાનો પ્રયત્ન યોગ્ય દિશામાં કરી રહ્યા છો.

કરિયરઃ- કરિયરમાં થોડો ફેરફાર આવી રહ્યો છે.

લવઃ- તમારી વાત પાર્ટનરને સમજાવવામાં મુશ્કેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- શરદી તાવ સવારે તકલીફ આપશે.

શુભ રંગઃ- ગ્રીન

શુભ અંકઃ- 1

---------------------------

વૃશ્ચિકઃ- King of cups

જીવનસાથી જોડાયેલી વાતોમાં સંતુલન લાવવું જરૂરી છે. ખર્ચ થયેલાં રૂપિયાનો અફસોસ થશે. તમારી ચિંતા અને પરેશાની તમે વ્યક્ત કરી શકશો નહીં. પરિવારની થોડી વાતો તમને ચિંતિત કરશે.

કરિયરઃ- વિદેશ સાથે જોડાયેલાં કામ થોડાં સમય માટે ટાળી દો.

લવઃ- પાર્ટનર્સમાં તણાવ ઓછો રહેશે.

સ્વાસ્થ્યઃ- કિડની સાથે જોડાયેલી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 6

---------------------------

ધનઃ- The Emperor

તમારા પિતાનો તમારા પ્રત્યે અને તમારો તેમના પ્રત્યે ગુસ્સો જળવાયેલો રહેશે. જે વાતને લઇને મતભેદ થાય છે તે વાતોને આજે ટાળી દો. પિતા પાસેથી રૂપિયાની અપેક્ષા કરશો નહીં.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી અસફળતાથી આત્મવિશ્વાસ ઓછો થવા દેશો નહીં.

લવઃ- કામનો ભાર તમારા લગ્નજીવન ઉપર અસર થાય નહીં તેનું ધ્યાન રાખો.

સ્વાસ્થ્યઃ- આંખ સાથે જોડાયેલી તકલીફ થશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

---------------------------

મકરઃ- Page of wands

કોઇપણ વાતની જડ સુધી જવાનું તમને આવડે છે. તે વાત ભલે કામ સાથે જોડાયેલી હોય કે ઘરની સમસ્યાઓ સાથે. તમે કોઇપણ સવાલનો જવાબ યોગ્ય રીતે શોધી શકશો.

કરિયરઃ- લો સાથે જોડાયેલાં કરિયરમાં આજે ઉતાર-ચઢાવ આવશે.

લવઃ- તમારા પાર્ટનરની ઉન્નતિથી આજે તમે ખુશ રહેશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય અને ઉત્સાહ બંને ઠીક રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

---------------------------

કુંભઃ- THE FOOL

તમે તમારા સ્વભાવ અને સાહસ ઉત્સાહ માટે લોકોમાં પ્રસિદ્ધ છો. આજે તમને નવા કામ શરૂ કરવામાં મદદ મળશે. નવા કામ માટે મિત્ર પાસેથી મદદ અને પ્રોત્સાહન બંને મળશે.

કરિયરઃ- મેટલના વેપાર સાથે જોડાયેલાં લોકો નવા કામનો અવસર શોધવામાં સફળ રહેશે.

લવઃ- પાર્ટનર્સમાં પ્રેમ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- જીવનશૈલીમાં આવેલાં બદલાવને કારણે તમારો ઉત્સાહ વધશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

---------------------------

મીનઃ- Judgement

છેલ્લાં થોડાં દિવસથી તમે તમારી પરિસ્થિતિમાં ઘણો પોઝિટિવ ફેરફાર જોયો છે અને આ ફેરફાર તમારે કાયમ રાખવા માટે કોઇ મિત્ર કે માર્ગદર્શક પાસેથી મળેલી સલાહ યોગ્ય રહેશે.

કરિયરઃ- તમારા કામને જાતે પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ- લવ લાઇફમાં પોઝિટિવ ફેરફાર આવશે.

સ્વાસ્થ્યઃ- પેટ સાથે જોડાયેલી તકલીફ પરેશાન કરશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1