તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:શુક્રવારે મેષ જાતકોને KNIGHT OF SWORDS કાર્ડ પ્રમાણે મહેનતનું ફળ મળશે, પેટ સંબંધિત તકલીફો ઓછી થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

18 જૂન, શુક્રવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- KNIGHT OF SWORDS

દિવસની શરુઆતમાં કામની ગતિ ધીમી લાગશે પણ અચાનક ઉત્સાહ વધવાને લીધે કામ ઝડપથી પૂરું કરી શકશો. આજે ઘણા બધા કામ પૂરા થઈ જવાને લીધે આવનારા દિવસોમાં આરામ મળશે. તમારી મહેનતનું ફળ મળશે.

કરિયરઃ- કરિયરમાં આગળ વધવા માટે નવા લોકોને મળતા રહો અને તેમની સાથે વાતચીત કરો.

લવઃ- પાર્ટનર તમારા નજીક આવવાનો પ્રયત્ન કરશે.

સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત તકલીફો ઓછી થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

---------------------------------
વૃષભઃ- QUEEN OF CUPS
ભલે કામમાં ગમે તેટલો સ્ટ્રેસ હોય પણ તમારી આવડત અને કામ પૂરું કરવાના નિશ્ચયથી તે વધારે બર્ડન નહીં લાગે. ભૂતકાળની ભૂલમાંથી સીખ લઇને આવનારા સંકટો દૂર કરવાના પ્રયત્નો કરો.

કરિયરઃ- સમય પર નિર્ણય લેવાને લીધે મહત્ત્વપૂર્ણ કામમાં સફળતા મળશે.

લવઃ- જે વાતોને લીધે તમને તકલીફ થઈ રહી હોય તે વાત પાર્ટનર સામે કરતા પહેલાં ધ્યાન રાખવું.

સ્વાસ્થ્યઃ- સુગરની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 3

---------------------------------

મિથુનઃ- SIX OF WANDS

તમને આપેલી જવાબદારી કપરી લાગી શકે છે. પોતાને પ્રેરિત કરવાના પ્રયત્નો કરતા રહો. કોઈ વ્યક્તિ તમારા કામમાં અડચણ લાવવાનાં પ્રયત્નો કરશે, તેનાથી તમારો આત્મવિશ્વાસ ઓછો થશે અને મોટાભાગના કામ તમે જાતે કરશો.

કરિયરઃ-ક્લાયન્ટ સાથેની મીટિંગ સફળ રહેશે પણ ઓર્ડર મેળવવામાં સમય લાગી શકે છે.

લવઃ- લગ્નનો કોઈ નિર્ણય બધાની અનુમતિ પછી લેવાશે.

સ્વાસ્થ્યઃ- દિવસની શરુઆતમાં માથામાં દુખાવો રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 6
---------------
કર્કઃ- EIGHT OF WANDS

તમારી વાતો પર જ ટકવાનો પ્રયાસ કરો. કામનો ભાર તમને અંતિમ નિર્ણય સુધી લઈ જશે. તમારા ઉધાર દૂર કરવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- પૈસાની આવક વધારવા માટે આર્થિક લક્ષ્યો નાનાં રાખો.

લવઃ- પાર્ટનર સાથે નજદીક આવશો. તમારી ભાવનાઓની કદર થશે.

સ્વાસ્થ્યઃ- ઊંઘ સંબંધિત સમસ્યાની અવગણના ન કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

--------------------

સિંહઃ- TEN OF PENTACLES

પરિવારમાં કોઈ વાતને લઈ તણાવ રહેશે. આ તણાવ એકબીજા સાથે વાતચીત કરી દૂર કરવાનો પ્રયાસ કરો. બાળકો પર ખાસ ધ્યાન રાખો. અભ્યાસમાં બાળકોની ઓછી રુચિ તમારી ચિંતાનું કારણ બની શકે છે.

કરિયરઃ- વેપાર સંબંધિત નિર્ણય લેતાં પહેલાં કાર્યક્ષેત્રના એક્સપર્ટ સાથે ચર્ચા કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે વિવાદ છતાં સારા સંબંધ માટે પ્રયત્નો યથાવત રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે તળેલું અને તીખું ખાવાથી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9

--------------------

કન્યાઃ- PAGE OF PENTACLES

તમારી આર્થિક સ્થિતિ યોગ્ય બની રહેશે. તમને મળતાં પૈસાથી વધારે પૈસા બનાવવાની તક મળશે. કાર્ય ક્ષેત્રે ફેરફાર થવાથી નારાજગી મહેસૂસ થશે, પરંતુ જીવનમાં જે વાતોથી સ્થિરતા બનેલી હોય તેનો આનંદ લો.

કરિયરઃ- સ્ટોક માર્કેટ સંબંધિત લોકો સમજી વિચારી નિર્ણય લો. આમ ન કરવા પર નુક્સાન થઈ શકે છે.

લવઃ- તમારી અને પાર્ટનર વચ્ચે કોઈ કારણોસર મતભેદ થશે પરંતુ વિવાદ નહિ થાય.

સ્વાસ્થ્યઃ- આંખોની તકલીફ તમને હેરાન કરી શકે છે.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ- 1

---------------
તુલાઃ- KNIGHT OF PENTACLES

તમારી વધતી જતી આવક અને વધતા ખર્ચ બંને વચ્ચે સંતુલન જાળવવા તમારે સખત મહેનત કરવાની જરૂર છે. તમારા હાથમાં જે પણ પૈસા આવે તેનું ચોક્કસપણે રોકાણ કરો. તમારે આજથી રોકાણ કરવાની ટેવ પાડવાની જરૂર છે કારણ કે, ક્યાં તો તમે બેદરકાર છો અથવા નાણાં સંબંધિત બાબતો વિશે વધુ ચિંતા કરો છો.

કરિયર:- યુવાનોને નોકરીની નાની-મોટી તક મળી શકે છે પરંતુ તેના દ્વારા મળેલો અનુભવ મહત્ત્વપૂર્ણ રહેશે.

લવ:- તમારા જીવનસાથીને ખુશ કરવા માટે તમારી ક્ષમતા મુજબ પ્રયત્ન કરો.

સ્વાસ્થ્ય:- બાળકોને શરદી અને ખાંસી થવાની સંભાવના વધુ છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2
------------------
વૃશ્ચિકઃ- DEATH

કામ સંબંધિત બાબતોમાં મોટો ફેરફાર લાવવાની જરૂર છે. તમે પરિવારના સભ્યો સાથે પણ કેટલાક ફેરફારોની અનુભૂતિ કરશો. જે બાબતો તમારા અંગત જીવન સાથે સંબંધિત હતી, તમે લાંબા સમયથી તે બાબતોની અવગણના કરી રહ્યા છો. આમાંની કોઈપણ વસ્તુને તમારા સ્વાસ્થ્યને અને આર્થિક આવકને અસર ન થવા દો.

કરિયરઃ- કોઈ મિત્ર તરફથી તમને નોકરીની તક મળી શકે છે. આ નોકરી ભાગીદારીવાળી નહીં હોય પરંતુ સાથે કામ કરવાની તક આપશે.

લવ:- એકબીજાથી થતા વિવાદોને દૂર કરવા માટે પાર્ટનર્સે થોડા દિવસો એકબીજાથી દૂર રહેવું જોઈએ અને તેમની અપેક્ષાઓ વિશે ફરી એકવાર વિચાર કરવો જોઈએ.

સ્વાસ્થ્ય:- વધતા વજનને કારણે ચિંતા અનુભવી શકો છો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4
---------------------------------
ધનઃ- FIVE OF PENTACLES

પૈસાની આવક રહેશે, પરંતુ તમારી બેદરકારી અને બેજવાબદાર વર્તનને લીધે તમારા માટે પૈસાનો હિસાબ રાખવાનું મુશ્કેલ બની રહ્યું છે. તમને મળી રહેલી પ્રસિદ્ધિને લીધે નિશ્ચિતપણે તમારો આત્મવિશ્વાસ વધારશો. પરંતુ તેને અહંકારમાં ફેરવવાને કારણે તમે તમારા માટે નવી સમસ્યાઓ ઊભી કરી રહ્યા છો.

કરિયર:- ક્લાયંટ દ્વારા પૈસા અટકીને મળવાથી કેટલાક કામમાં અસ્થિરતા આવી શકે છે.

લવ:- જીવનસાથી તમારી સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરશે.

સ્વાસ્થ્ય:- શારીરિક નબળાઇ દૂર કરવા માટે આહાર તરફ ધ્યાન આપવું પડશે.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ- 5
---------------

મકરઃ- THREE OF PENTACLES

વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ રહેશે. લોકોની સાથે ચર્ચા કરવાને કારણે તમે તમારી મૂંઝવણને દૂર કરી શકશો અને યોગ્ય વ્યક્તિઓની સાથે જોડાયેલા રહેવાને કારણે તમને યોગ્ય સ્રોત ઉપલબ્ધ થશે. લોકો તમારી મદદ કરવા માટે પ્રયાસ કરશે.

કરિયરઃ- તમારા કાર્યક્ષેત્ર સાથે સંબંધિત જાણકાર વ્યક્તિ સાથે જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો. ઈન્ટર્નશિપ માટે પણ પ્રયાસ કરી શકો છો.

લવઃ- પતિ પત્ની મળીને પરિવાર સંબંધિત નિર્ણય લઈ શકશે. તેના કારણે પરસ્પર સંબંધો સુધરશે અને પરિવારમાં પણ સુખ શાંતિ રહેશે.

સ્વાસ્થ્યઃ- ખભાના દુખાવાની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2
------
કુંભઃ- SEVEN OF CUPS

તમને તમારી ક્ષમતાનો અંદાજ છે અને તમારા જ્ઞાનનો પણ અંદાજ છે પરંતુ આ વાતના કારણે તમે જરૂર કરતાં વધારે આત્મવિશ્વાસ બતાવો છો અને કામ પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છો અને છેલ્લી ક્ષણ સુધી કાર્ય તરફ યોગ્ય ધ્યાન આપી શકતા નથી અને આ આદત તમારી જીવનશૈલીને ખરાબ કરી રહી છે.

કરિયરઃ- આજે તમારું કામ સરળતાથી થઈ જશે તેથી મુશ્કેલ કામ કરવા પર વધારે ધ્યાન આપો.

લવઃ- પાર્ટનર દ્વારા કરવામાં આવી રહેલી જીદને વધારે મહત્ત્વ ન આપો.

સ્વાસ્થ્યઃ- વારંવાર સ્વાસ્થ્ય ખરાબ થતું હોવા છતાં તેનું નિદાન ન થવાથી તમારી ચિંતા વધશે

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6
----
મીનઃ-EIGHT OF CUPS

જેટલા પણ દુઃખ અને વેદનાઓમાંથી તમે પસાર થયા છો તેના પ્રત્યે તમારી અનુભૂતિઓને ઓછી કરીને તમે આગળ વધી શકશો. જીવનમાં ફેરફાર લાવવા માટે કેટલીક વાતો અને વ્યક્તિઓને પાછળ છોડવી પડશે. એ વાતની જાણકારી હોવાને કારણે વાસ્તવિકતાનું ધ્યાન રાખતા યોગ્ય નિર્ણય લઈ શકશો.

કરિયરઃ- નવા કોન્ટ્રાક્ટ મેળવવા માટે તમારે તમારી સ્કિલ્સને વધારવી પડશે.

લવઃ- પાર્ટનર જે તકલીફમાંથી પસાર થઈ રહ્યો છે તે વાતને તમારી સમક્ષ રજૂ કરવી તેના માટે મુશ્કેલ હશે તેથી પાર્ટનરને થોડો સમય આપવો.

સ્વાસ્થ્યઃ- શરદી અને તાવથી બચવું.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

અન્ય સમાચારો પણ છે...