ટેરો રાશિફળ:ACE OF SWORDS કાર્ડ પ્રમાણે સિંહ રાશિના જાતકોને વેપારમાં જૂના ક્લાઈન્ટ દ્વારા મોટો ઓર્ડર મળી શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

17 ડિસેમ્બર,શુક્રવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- SIX OF SWORDS

ઘરના ઝઘડાની અસર તમારા મન પર ના થવા દો. હાલ તમે ગમે તેટલા પ્રયત્નો કરશો તો પણ સોલ્યુશન નહીં મળે. સમયની સાથે તમારી તકલીફ ઓછી થતી જશે.

કરિયરઃ- કરિયરની સરખામણી કોઈ બીજા સાથે કરવાથી તમને નેગેટિવિટીનો અનુભવ થશે.

લવઃ- પરિવાર સાથે સમય પસાર કરવો.

સ્વાસ્થ્યઃ- ગભરામણ થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 6

-----------------------------

વૃષભઃ- THE SUN

કોઈ મોટા કામની પોઝિટિવ વાત ખબર પડવાને લીધે સ્ટ્રેસ ઓછો થશે. જે લોકોને લીધે માનસિક સ્ટ્રેસ રહે તેમનાથી દૂર રહેવું.

કરિયરઃ- કામમાં ભાગદોડ રહેશે પરંતુ થોડા દિવસમાં સ્થિતિ કન્ટ્રોલમાં આવી જશે.

લવઃ- વિવાહિત લોકોએ ફેમિલી પ્લાનિંગ વિશે વિચારવું જોઈએ.

સ્વાસ્થ્યઃ- બાળકોની ઇમ્યુનિટી પર ધ્યાન આપવું.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 3

-----------------------------

મિથુનઃ- THREE OF WANDS

કામ પર વધારે ધ્યાન આપવાને લીધે પરિવારની તકલીફ વિશે ખબર નહીં રહે. પરિવાર સાથે સમય પસાર કરવા પ્રયત્નો કરો. વ્યક્તિગત જીવનમાં ચેન્જ લાવવા માટે વધારે મહેનત કરવી પડશે.

કરિયરઃ-ટૂંક સમયમાં કરિયરમાં કોઈ મોટી તક મળશે.

લવઃ- જાણ્યા-અજાણ્યામાં કોઈ ભૂલ થઈ હોય તો તમારા પાર્ટનર સાથે શૅર કરો.

સ્વાસ્થ્યઃ- હાથ અને પગમાં સોજા આવશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

-----------------------------

કર્ક:- THE STAR

આકરી મહેનત પછી તમને કામમાં સફળતા મળશે. થોડા દિવસમાં તમને નવા કામની ગુડ ન્યૂઝ મળશે. દરેક કામ કરતી વખતે સંયમ રાખવો.

કરિયરઃ-ટૂંક સમયમાં કરિયરમાં કોઈ મોટી તક મળશે.

લવઃ- વ્યક્તિગત જીવન અને રિલેશનશિપ બેલેન્સ કરીને જીવવું.

સ્વાસ્થ્યઃ- અપચો અને ઉલટીની તકલીફ થશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

-----------------------------

સિંહઃ- ACE OF SWORDS

તમારી ભૂલ ન હોય તો પણ તમારે નુક્સાન ભોગવવું પડી શકે છે. લોકોની તકલીફોની સમસ્યા લાવવામાં પોતાને નુક્સાન ન થવા દો.

કરિયરઃ- વેપાર સંબંધિત તકલીફો દૂર થઈ શકે છે. જૂના ક્લાઈન્ટ દ્વારા મોટો ઓર્ડર મળી શકે છે.

લવઃ- વિવાદ થતો હોય તે વાતોનું સ્પષ્ટીકરણ પાર્ટનરને આપો.

સ્વાસ્થ્યઃ- પેટમાં દુખાવો અથવા ઈન્ફેક્શન થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

-----------------------------

કન્યા:- THE EMPEROR

પોતાના વિચાર સાચા સાબિત કરવાથી વિવાદો ઉત્પન્ન થઈ શકે છે.

કરિયરઃ- મન પ્રમાણે કાર્ય ક્ષેત્રે કામ ન થવાથી નારાજ રહેશો.

લવઃ- લગ્ન સંબંધિત નિર્ણય લેવામાં શરૂઆતમાં ટેન્શન થશે પરંતુ પાર્ટનરનો વિશ્વાસ રહેશે.

સ્વાસ્થ્યઃ- પગ અથવા ઘૂંટણનો દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4

-----------------------------

તુલા: EIGHT OF CUPS

વારંવાર જૂની વાતો યાદ કરવાથી તમે દુખી થઈ શકો છો. ભૂતકાળની વાતો વધારે યાદ ન કરો.

કરિયરઃ- કાર્ય ક્ષેત્રે સહયોગ ન મળવાથી તમારા પર વધારે જવાબદારી રહેશે.

લવઃ- પાર્ટનરના સ્વભાવને કારણે રિલેશનશિપમાં મુશ્કેલી આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્કિન એલર્જી થઈ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 5 -----------------------------

વૃશ્ચિક: NINE OF SWORDS

જે વાતો તમારા નિયંત્રણમાં નથી તેની સાથે સમાધાન કરી લેવું જોઈએ. જિદ્દ કરવાથી તમે વધારે મુશ્કેલીમાં મુકાશો.

કરિયરઃ- કાર્ય ક્ષેત્રે લોકોની અપેક્ષાને બદલે પોતાના વિચારોનું ધ્યાન રાખો.

લવઃ- પાર્ટનર સાથે ગેરમસજણ થવાથી તણાવ સર્જાઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- યોગ અને વ્યાયામ કરી શરીરનો દુખાવો ઓછો કરી શકો છો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7 -----------------------------

ધનઃ- TEN OF SWORDS

આજે અનેક પ્રકારના વિચારો તમારા મનમાં ઉત્પન્ન થતા રહેશે. જીવનમાં જે ફેરફાર આવી રહ્યા છે તેના કાકરણે તમે થોડું ઈન સિક્યોર મહેસૂસ કરશો. જૂની વાતોને ભૂલીને આગળ વધવું.

કરિયરઃ- અપેક્ષા પ્રમાણે કરિયરમાં પ્રગતિ જોવા મળશે.

લવઃ- રિલેશનશિપ સંબંધિત બાબતોમાં સ્થિરતા લાવવા માટે પાર્ટનરની અપેક્ષાને સમજો.

સ્વાસ્થ્યઃ- હિમોગ્લોબિનની ઊણપ ઉત્પન્ન થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 6

-----------------------------

મકરઃ- FOUR OF PENTACLES

દિવસની શરૂઆતમાં ખર્ચા વધશે. પૈસાનો હિસાબ સારી રીતે રાખવો. મિત્ર અથવા નજીકની વ્યક્તિના જીવનમાં આવી રહેલી સમસ્યાના કારણે તમને દુઃખ થશે. પરંતુ તમે તેમની મદદ નહીં કરી શકો.

કરિયરઃ- કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને નવા કામની શોધ કરવાની જરૂર છે.

લવઃ- પાર્ટનર તમને તમારી નકારાત્મક વાતોનો અહેસાસ કરાવશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટીની સમસ્યા સતાવશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 9

-----------------------------

કુંભઃ- THREE OF SWORDS

જાણતા અજાણતા તમારા દ્વારા કરવામાં આવેલી નવી વાત કોઈ વ્યક્તિ પર અસર કરી શકે છે અને તમને આ વાતનો અહેસાસ થશે.

કરિયરઃ- સ્ટોક માર્કટ સંબંધિત લોકોને નુકસાન થઈ શકે છે.

લવઃ- પાર્ટનરની સાથે ઓછી વાત થશે.

સ્વાસ્થ્યઃ- બીપીની સમસ્યા વધી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 5
-------
મીનઃ-QUEEN OF SWORDS

જો કોઈ વ્યક્તિ તમારા પર બાધા કરવાનો પ્રયાસ કરશે તો તરત તમારા દ્વારા વિરોધ કરવામાં આવશે. કોઈપણ વ્યક્તિની સાથે ચર્ચા કરતા સમયે ગુસ્સામાં નિર્ણય ન લેવો.

કરિયરઃ- તમારા પ્રયાસોમાં સફળતા મળશે.

લવઃ- પાર્ટનર્સ તમારી જવાબદારી સારી રીતે નિભાવશે.

સ્વાસ્થ્યઃ-શરીરને ડિહાઈડ્રેટ બિલ્કુલ ન કરો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 3

અન્ય સમાચારો પણ છે...