ટેરો રાશિફળ:FOUR OF CUPS કાર્ડ પ્રમાણે કર્ક રાશિના જાતકોને તણાવનો સામને કરવાની ઊર્જા મળશે, લવ મેરેજની ઈચ્છા જલ્દી પૂરી થશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

17 ઓક્ટોબર, રવિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- PAGE OF CUPS

તમારા દરેક પ્લાનમાં ફેરફાર થશે. આ ફેરફારથી તમને તકલીફ દેશે. અત્યારે લીધેલા નિર્ણયથી થોડી-ઘણી તકલીફ થશે પણ ભવિષ્યમાં તેનાથી ફાયદો થશે.

કરિયરઃ- કામમાં આત્મવિશ્વાસ વધારે હોય તો મોટું રિસ્ક લેવું.

લવઃ- રિલેશનશિપમાં તમારે કરવાના હતા એટલા પ્રયત્નો કરી લીધા બાકીનું બધું પાર્ટનર પર છોડીને સંયમ રાખવો.

સ્વાસ્થ્યઃ- સ્ટ્રેસને લીધે હેલ્થ બગડી શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ-5

-------------------------------

વૃષભઃ- KNIGHT OF CUPS

કામમાં તમે મૂકેલા પ્રસ્તાવને મંજૂરી મળી જશે. સરખી રીતે વાત ના કરવાથી ગેરસમજણ વધશે. દરેક વ્યક્તિ સાથે સ્પષ્ટપણે વાત કરવી. તમારા લક્ષ્ય અને ભાવનાઓને મહત્ત્વ આપતી વખતે બીજાને આપેલા વચનનું ધ્યાન રાખવું.

કરિયરઃ- તમારા ફિલ્ડમાં નોલેજ વધારવાના પ્રયત્નો કરવા.

લવઃ- કોઈ વ્યક્તિ માટે તમને પ્રેમનો અનુભવ થશે પણ આ જ અનુભવ સામેવાળી વ્યક્તિમાં નહીં હોય.

સ્વાસ્થ્યઃ- લિક્વિડ ડાયટ વધારે લેવું.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

-------------------------------

મિથુનઃ- TEN OF CUPS

પરિવાર સાથે સમય પસાર કરવાથી સ્ટ્રેસ ઓછો થશે. બાળકો સાથે રહેવાથી તમે ખુશ રહેશો અને એકબીજાને સારી રીતે સમજી શકશો. આ સમય તમારા પરિવારની પ્રગતિ માટે સારો છે.

કરિયરઃ- જે લોકો નોકરી માટે વિદેશમાં વસવા ઈચ્છતા હોય તેમના માટે આ સારો સમય છે.

લવઃ- તમે લીધેલા વિવાહના નિર્ણયને લીધે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.

સ્વાસ્થ્યઃ- યોગ અને પ્રાણાયામ કરવા.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 1
--------------------------------

કર્કઃ- FOUR OF CUPS

તણાવનો સામનો કરવા માટેની આજે સંપૂર્ણ ઊર્જા તમને મળશે. તમારી સ્થિતિ નકારાત્મક નથી પરંતુ સરળ પણ નથી. તમારે માનસિક રીતે મજબૂત બનવાની જરૂર છે.

કરિયરઃ- તમારા કામના ક્ષેત્રે નામના ધરાવતી વ્યક્તિ દ્વારા પ્રેરણા મળશે.

લવઃ- પ્રેમ વિવાહની ઈચ્છા જલ્દી પૂરી થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં ધીરે ધીરે સકારાત્મક ફેરફાર જણાશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

--------------------------------

સિંહઃ- ACE OF SWORDS

તમારી કાર્યક્ષમતા અને નિર્ણય ક્ષમતા બંને સાબિત કરવાનો અવસર મળશે. પૈસાની તકલીફ થઈ શકે છે. કેટલાક લોકોનો સાથ ન મળવાથી માનસિક રીતે નબળાં રહેશો.

કરિયરઃ- અવોર્ડ અને નામ બંને પ્રાપ્ત થશે. પોતાની સ્કિલ્સ વધારવા પર ધ્યાન આપો.

લવઃ- રિલેશનશિપમાં માત્ર તમે જ જવાબદારી રાખશો તો પાર્ટનર બેદરકારી રાખશે.

સ્વાસ્થ્યઃ- ડાયાબિટીસની સમસ્યા તરત સુધારવાનો પ્રયાસ કરો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 8

--------------------------------

કન્યાઃ- THE SUN

વિચારોમાં પરિવર્તન અને સ્પષ્ટતા જણાશે. વિશ્વાસ જેના પર મુક્યો હશે તેનો સાચે ચહેરો સામે આવવાથી દુ:ખ થશે. પોતાના સીમિત વિચારો તોડવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- સ્ટોક માર્કેટથી સંકળાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. માર્કેટિંગના લોકોને મોટો ઓર્ડર મળશે.

લવઃ- લગ્ન જીવનના ઉતાર-ચઢાવ ઓછા થશે.

સ્વાસ્થ્યઃ- સાયનસ અને શરદી જેવી તકલીફ વધી જશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

-------------------------------
તુલાઃ- JUDGEMENT

કોઈ વ્યક્તિની તમારા ઉપર નારાજગીને દૂર કરવા માટે વધારે પ્રયત્ન કરવાની જરૂર પડશે. ઓછી મહેનતમાં વધારે યશ પ્રાપ્ત કરવાની તમારી અપેક્ષા તમારા માટે તકલીફ દાયક સાબિત થઈ રહી છે. વર્તમાન સંબંધિત દરેક પ્રકારની વાત પર ધ્યાન આપવું જરૂરી હશે. જીવન માટે જે વાતો જરૂરી નથી એવી વાતોમાં ફેરફાર લાવવો શક્ય થઈ શકે છે.

કરિયરઃ- હીલિંગ અને મેડિકલ ક્ષેત્ર સાથે સંબંધિત લોકો માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ હશે. અનુભવી વ્યક્તિ દ્વારા આજે તમને યોગ્ય દિશા પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પરિવારની તરફથી જે લોકોનો રિલેશનશિપ માટે વિરોધ થઈ રહ્યો હતો, તે દૂર થશે.

સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 9
-------------
વૃશ્ચિકઃ- EIGHT OF SWORDS

તમારી અપેક્ષાના અનુસાર ઘટી રહેલી ઘટનાઓના કારણે જીવનના પ્રત્યે સકારાત્મકતા રહેશે. મનમમાં ઉત્પન્ન થઈ રહેલી દુવિધા પણ ઓછી થશે. દેવું દૂર કરવા માટે કરવા માટે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નમાં સાતત્ય રાખવી જરૂર રહેશે. જે મુશ્કેલ પ્રશ્નોના કારણે જીવનમાં અડચણ મહેસૂસ થઈ રહી હતી, તે દૂર થશે.

કરિયરઃ- કામ સંબંધિત બાબતોમાં પ્રગતિ જોવા મળશે. પરંતુ કામ સંબંધિત દસ્તાવેજને સારી રીતે વાંચવા નહીં તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવી શકે છે.

લવઃ- પાર્ટનર્સમાં પ્રેમ વધશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વિટામિનની ઊણપને દૂર કરવાનો પ્રયાસ કરવો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

-------------------------------

ધનઃ- DEATH

જે લોકો પર નિર્ભરતા હતી તેઓ દૂર થતા જોવા મળશે. પરંતુ તમારા કામમાં અવરોધ નહીં આવે. તમે માનસિક રીતે નબળાઈ અનુભવી શકો છો. પરંતુ તમારે તમારામાં રહેલા ગુણોની સાથે મનની તાકાતને સમજવાની જરૂર છે.

કરિયરઃ- કોન્ટ્રાક્ટ પર કામ કરનારાઓએ કામ સંબંધિત જાગૃતિ દર્શાવવી જરૂરી રહેશે. નાની ભૂલ પણ તમારો કોન્ટ્રાક્ટ રદ કરાવી શકે છે.

લવ:- જીવનસાથીની જીદ અને જીદ્દી સ્વભાવને કારણે તમે લીધેલા ઘણા નિર્ણયો બદલવા પડશે.

સ્વાસ્થ્યઃ: દાંતને લગતી થોડી સમસ્યાઓ રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7

-------------------------------

મકરઃ- THE DEVIL

જે જવાબદારી તમારા પર છે તમારે તેને પૂરી કરવાનો પ્રયાસ કરવો પડશે. ફક્ત પોતાના જીવન પર જ વધુ ધ્યાન કેન્દ્રિત કરવાથી તમે તમારી જવાબદારીઓ ભૂલી રહ્યા છો. પરિવારના વડીલોને તમારા આધારની સખત જરૂર છે. તેમની માનસિક સ્થિતિ જાણવાનો પ્રયત્ન કરો.

કરિયરઃ- કામ સંબંધિત વિદેશ યાત્રા સફળ થશે. તમારા પ્રયત્નોથી વિદેશમાં નવા ગ્રાહકો પણ મળશે.

લવઃ- પાર્ટનર્સનો એકબીજા પ્રત્યે પ્રેમ અને આકર્ષણ વધશે.

સ્વાસ્થ્યઃ- મહિલાઓએ સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ રાખવી પડશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 7

-------------------------------

કુંભઃ- THE TOWER

જીવનમાં કોઈ પણ ઘટના અચાનક બનતી નથી. આપણને સિગ્નલ મળે છે પરંતુ આપણે તેને યોગ્ય રીતે સમજી નથી શકતા. આજે તમે આનો અનુભવ કરશો. તમારા જીવનને અન્ય લોકો સાથે સરખાવવાને બદલે તમારું જીવન શ્રેષ્ઠ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો.

કરિયરઃ- નોકરી કરનારાઓને અચાનક નોકરીમાંથી કાઢવામાં આવી શકે છે અને વ્યવસાય સંબંધિત લોકોના મોટા ઓર્ડર અચાનક રદ થવાની સંભાવના છે.

લવ:- પાર્ટનર્સમાં પેદા થઈ રહેલા વિવાદો મોટાભાગે પૈસાની ચિંતાને કારણે હશે.

સ્વાસ્થ્યઃ- બીપી અને હૃદય સંબંધિત સમસ્યાઓ દૂર કરવા ડોક્ટરની સલાહ લો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

-------------------------------

મીનઃ- KNIGHT OF PENTACLES

હાલ નાણાકીય પક્ષ મજબૂત કરવો મુશ્કેલ લાગી શકે છે. પરંતુ પ્રયત્નો દ્વારા તમારી નાણાકીય આવક વધશે અને નાણાં સંબંધિત ચિંતાઓ ઓછી થવા લાગશે.

કરિયરઃ- રિયલ એસ્ટેટ અને જમીન સંબંધિત વ્યવહાર કરનારાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે એડવાન્સ લીધા વગર કામ આગળ ન વધારવું.

લવ:- જીવનસાથીના જીવન સાથે જોડાયેલી દરેક બાબતો જાણવાનો પ્રયાસ કરીને તમે અજાણતા જીવનસાથીને નુકસાન પહોંચાડી શકો છો.

સ્વાસ્થ્યઃ- આજે તમે શારીરિક અને માનસિક રીતે નબળાઈ અનુભવશો. દિવસના અંતે પરિસ્થિતિ બદલાતી જોવા મળશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1