ટેરો રાશિફળ:બુધવારે KING OF PENTACLES કાર્ડ પ્રમાણે વૃષભ જાતકોએ પોતાની ભૂલો સુધારવાની કોશિશ કરવી

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

17 નવેમ્બર, બુધવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- PAGE OF SWORDS

ઉતાવળમાં લીધેલાં નિર્ણયના કારણે થોડો તણાવ તમને અનુભવ થશે પરંતુ હાલના સમયમાં તમને તમારી ક્ષમતાને તપાસવાની જરૂરિયાત છે. તમારી ક્ષમતા અને આવડતને સાબિત તમારે જ કરવી પડશે.

કરિયરઃ- તમારું કામ પ્રત્યે વધતું ડેડીકેશન આર્થિક આવકને વધારવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે

લવઃ- લોકોને મળવાની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાનનો સમય ચોક્કસ કરીને તેનું પાલન કરવાની જરૂરિયાત રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 8

---------------------------

વૃષભઃ- KING OF PENTACLES

પોતાની ભૂલોને તરત સુધારવાની કોશિશ કરવી પડશે. જે લોકોનો સાથ તમને મળી રહ્યો છે તે લોકોના મનમાં તમારી છાપને જાળવી રાખવા માટે તેમની મરજી પ્રમાણે થોડા કામ કરવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- કામનું ફોકસ દૂર થવાના કારણે કામને પૂર્ણ કરવામાં સમય લાગશે.

લવઃ- રૂપિયાના કારણે ઊભા થઈ રહેલાં તણાવ રિલેશનશિપમાં તિરાડ ઊભી કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિર તકલીફ ઓછી થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

---------------------------

મિથુનઃ- THE MOON

મનની ચંચળતા અને બેચેની વધવાના કારણે દરેક નિર્ણયને લઈને મનમાં દુવિધાઓ ઊભી થશે જે તમારું જ નુકસાન કરશે. તમારી ભાવનાઓને કાબૂમાં રાખવા માટે કોઈ વ્યક્તિનું ખાસ માર્ગદર્શન મળશે.

કરિયરઃ- દિવસની શરૂઆતમાં કામ અટવાયેલાં જોવા મળી શકે છે.

લવઃ- પાર્ટનર્સ એકબીજાના વિચારોને સમજી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- ચામડીને લગતા રોગ ઠીક થવામાં સમય લાગશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

---------------------------

કર્કઃ- NINE OF WANDS

કયા વ્યક્તિની કઈ હદ સુધી મદદ કરવાની છે, તે તમારે જ નક્કી કરવું પડશે. હાલ સમયમાં રૂપિયાને લગતો તણાવ તમને અનુભવ થઈ શકે છે. રૂપિયાની આવક અને ખર્ચનું સંતુલન ખરાબ થતું જોવા મળી શકે છે.

કરિયરઃ- કરિયરને લગતી વાતોના કારણે તમને ઓળખ મળી રહી છે પરંતુ તેને જાળવી રાખવાની કોશિશ કરવી.

લવઃ- રિલેશનશિપને લગતી કોઈને કોઈ વાતની ચિંતા તમને થશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

---------------------------

સિંહઃ- TEN OF WANDS

કામને લઈને અનુભવ થઈ રહેલાં તણાવને દૂર કરવા માટે તમારી જવાબદારીને કોઈ વ્યક્તિ સાથે વહેંચો. હાલ દરેક કાર્યને પૂર્ણ કરવાની સંપૂર્ણ કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે.

કરિયરઃ- માત્ર રૂપિયાની પ્રાપ્તિ માટે કોઈપણ પ્રકારના કાર્યોને સ્વીકાર કરવું તમારા માટે તકલીફ આપનાર રહેશે.

લવઃ- રિલેશનશિપ અને પાર્ટનરની જે જવાબદારીઓ તમારા ઉપર રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પેટને લગતું ઇન્ફેક્શન થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

---------------------------

કન્યાઃ- FIVE OF SWORDS

તમારી વાતોને સ્પષ્ટ રીતે લોકો સામે રાખવી તમારા સ્વભાવમાં છે પરંતુ વાતચીત કરીને યોગ્ય શબ્દોનો ઉપયોગ ન કરવાના કારણે તમારી વાત યોગ્ય સાબિત થવા છતાંય લોકો તમારા પ્રત્યે ગેરસમજ ઊભી કરી શકે છે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી વાતોમાં સ્થિરતા જોવા મળી રહી છે.

લવઃ- પાર્ટનર સાથે વાતચીત ઓછી થવાના કારણે તેમના દ્વારા તમને ઇગ્નોર કરવામાં આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- એસિડિટીને નિયંત્રણમાં લાવવા માટે ડોક્ટરની મદદ લો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 5

---------------------------

તુલાઃ- NINE OF CUPS

જે વાત તમારા માટે મહત્ત્વપૂર્ણ છે તેની યાદી બનાવીને તેમને લગતી યોજના બનાવવાની શરૂઆત કરો ત્યારે કયા પ્રકારે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરશો તેનો રસ્તો મળી શકશે.

કરિયરઃ- તમારા કામને યોગ્ય રીતે સાબિત કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે.

લવઃ- લગ્નજીવન સુખ-શાંતિભર્યું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી તકલીફ સંપૂર્ણ રીતે દૂર થતી જોવા મળી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 4

---------------------------

વૃશ્ચિકઃ- DEATH

મોટાભાગની વાતોની નવી શરૂઆત કરવાની તક તમને મળી શકે છે જેના દ્વારા તમે તમારી કાર્યક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરીને હાલ પ્રાપ્ત થયેલાં જ્ઞાન દ્વારા જીવનને યોગ્ય બનાવી શકશો.

કરિયરઃ- સંવાદ કૌશલ્ય અને ભાષા ઉપર પ્રભુત્વ પ્રાપ્ત થવાના કારણે માર્કેટિંગને લગતા લોકોને ફાયદો થશે.

લવઃ- રિલેશનશિપમાં આવી રહેલાં ઉતાર-ચઢાવનું યોગ્ય રીતે અવલોકન કરો.

સ્વાસ્થ્યઃ- બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

---------------------------

ધનઃ- THE HERMIT

તમે લોકો સાથે જોડાયેલાં રહેવા છતાંય મનમાં ઊભી થઈ રહેલી એકલતા માત્ર ભાવનાત્મક તકલીફના કારણે રહેશે. જે લોકો પાસેથી તમે અપેક્ષા રાખી હતી અને તેમના દ્વારા જે અપેક્ષાઓ પૂર્ણ થઈ શકી નથી તેને ભૂલવી અશક્ય રહેશે.

કરિયરઃ- કરિયરને શ્રેષ્ઠ બનાવવાનો ઉત્સાહ તમારા મનમાં ઊભો થઈ શકે છે.

લવઃ- જે પ્રકારનો સાથી તમે ઇચ્છો છો તે પ્રકારના ગુણનો વિકાસ તમારા વ્યક્તિત્વમાં કરવાની કોશિશ કરો

સ્વાસ્થ્યઃ- અપચાની સમસ્યા રહી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 7

---------------------------

મકરઃ- NINE OF PENTACLES

જીવનને લગતી તમારી જરૂરિયાતો અંગે વિચાર કરી અને તે પ્રકારે રૂપિયાનું આયોજન કરીને કામ કરવાની જરૂરિયાત રહેશે. હાલ તમને રૂપિયાની જરૂરિયાત વધારે માત્રામાં નથી.

કરિયરઃ- રિયલ અસ્ટેટ સાથે જોડાયેલાં લોકોને મોટી માત્રામાં ફાયદો જોવા મળી શકે છે.

લવઃ- પાર્ટનર સાથે ભાવનાત્મક રીતે વધતા અંતરનું કારણ જાણવું.

સ્વાસ્થ્યઃ- લો ઈમ્યુનિટી તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

---------------------------

કુંભઃ- TEN OF PENTACLES

તમારા વિકાસ સાથે લોકો પરિવારના લોકોના વિકાસ અંગે પણ તમારા દ્વારા વિચાર કરવામાં આવશે. તમને પ્રાપ્ત થઈ રહેલો આર્થિક ફાયદો પરિવારની જીવનશૈલીને સુધારવા માટે ઉપયોગ કરવામાં આવી શકે છે.

કરિયરઃ- બાળકોનું અભ્યાસથી ધ્યાન હટી શકે છે.

લવઃ- પતિ-પત્નીને એકબીજા સાથે સમય પસાર કરવાની તક મળશે.

સ્વાસ્થ્યઃ- વડીલોના સ્વાસ્થ્ય અંગે ખાસ ધ્યાન આપવું.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 4

---------------------------

મીનઃ- KNIGHT OF WANDS

યુવા વ્યક્તિઓ ઉપર તેમની આસપાસના લોકોનો પ્રભાવ વધારે જોવા મળશે. જે લોકો દ્વારા પ્રભાવિત થાવ છો તેમને યોગ્ય-અયોગ્ય વાતોનું અવલોકન કરીને જ ગુણોને આત્મસાત કરવી પડશે.

કરિયરઃ- રૂપિયાના કારણે ઉચ્ચ શિક્ષણ માટે વિઘ્ન આવી રહ્યા હોય તેવું અનુભવ થઈ શકે છે.

લવઃ- વ્યક્તિગત જીવનમાં ઘટી રહેલી ઘટનાઓના કારણે પાર્ટનરને ઇગ્નોર ન કરો

સ્વાસ્થ્યઃ- કેવા પદાર્થોના સેવનના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે તે જાણવાની કોશિશ કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3