તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મંગળવાર, 17 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ SEVEN OF SWORDS
તમારે કામ અને મહત્વકાંક્ષાને વધારે પ્રાધાન્ય આપી તેના પર જ ફોકસ કરવાનું રહેશે. અન્ય લોકોની વાતો સાંભળી નિર્ણય ન લો. પૈસાના વ્યવહારમાં તમને કોઈ ફસાવી શકે છે. કોઈ સંબંધી તમારો ફાયદો ઉઠાવી શકે છે. કોઈ પણ વ્યવહાર કરતા પહેલાં સાવચેતી રાખો.
કરિયર: તમારા કામનો બોજ વધવાથી તમે વધારે ગંભીર થઈ લક્ષ્ય પૂરું કરવાનો પ્રત્યન કરશો.
લવ: નવા વ્યક્તિ સાથે વધેલી ઓળખાણને તરત રિલેશનશિપમાં પરિવર્તિત કરવાની કોશિશ ન કરો.
સ્વાસ્થ્યઃ પીઠ અને પગની માંસપેશીઓમાં તણાવ મહેસૂસ થઈ શકે છે.
શુભ રંગ: લીલો
શુભ અંક: 8
---------
વૃષભઃ THE EMPEROR
તમારા પિતાના રસ્તે જ જવા પર સફળતા મળશે. પિતા દ્વારા ઊભા કરાયેલા બિઝનેસને આગળ વધારવાની તમારી મહત્ત્વકાંક્ષા પૂરી થશે. દિવસની શરૂઆત થોડી મુશ્કેલ બનશે. તેને દૂર પણ તમે જ કરશો.
કરિયરઃ બિઝનેસમાં અનુભવી વ્યક્તિની સલાહ લઈ આગળ વધો.
લવઃ પાર્ટનર સાથે કઠોર વ્યવહાર ન કરો. જો તેમનાથી કોઈ ભૂલ થાય તો પ્રેમથી સમજાવો.
સ્વાસ્થ્યઃ શરીરમાં વિટામિનની ઊણપ થાક ઉત્પન્ન કરી શકે છે.
શુભ રંગ: મરૂન
શુભ અંક: 3
-------------
મિથુનઃ THE CHARIOT
પરિવાર સાથે યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે. આ યાત્રા દ્વારા તમને આનંદ અને સમાધાન પ્રાપ્ત થશે. પરિવાર સાથે પસાર કરેલો સમય તમને આનંદ આપશે. કામ માટેની યાત્રા સફળ નહિ થાય તો પણ તમારો પ્રયાસ ચાલુ રાખો.
કરિયરઃ યુવાનોને વિદેશમાં કામ મળવાની તક છે.
લવઃ રિલેશનશિપની શરૂઆતમાં મતભેદ બની શકે છે પરંતુ તો પણ રિલેશનશિપ સારું રહેશે.
સ્વાસ્થ્યઃ સ્ત્રીઓને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે.
શુભ રંગ: પીળો
શુભ અંક: 4
-----------
કર્કઃ THE DEVIL
તમારા કામમાં અવરોધ આવી શકે છે. તમારા ધ્યાનને ભટકવા ન દો. ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે કરેલા પ્રયાસોમાં ફેરફાર કરી વધારે ધ્યાન આપી કામ કરો. તમારી અંદર ફેરફાર લાવો.
કરિયરઃ સ્વાસ્થ્યમાં આવી રહેલો ફેરફાર તમારા કામ પર અસર કરશે.
લવઃ વિવાહ સંબંધિત નિર્ણયમાં વિલંબ થશે.
સ્વાસ્થ્યઃ ઓછી ઈમ્યુનિટીના કારણે વાઈરલ ફીવર અને થાકની સમસ્યા થઈ શકે છે.
શુભ રંગઃ નારંગી
શુભ અંકઃ 1
---------
સિંહઃ JUDGEMENT
તમારા દિવસની શરૂઆત કોઈ સારા સમાચારથી થશે. પ્રયાસોમાં સફળતા મળશે. પરિવારમાંથી કોઈ ખુશખબર મળી શકે છે. જૂના ઝઘડા અને કોર્ટ કેસનો ઉકેલ આવશે.
કરિયરઃ કરિયરમાં સફળતા મળશે.
લવઃ મતભેદ ભૂલી નવી શરૂઆત કરવાના પ્રયાસ કરો.
સ્વાસ્થ્યઃ બદલાતા વાતાવરણને લીધે શરદી અને ઉધરસની સમસ્યા થઈ શકે છે.
શુભ રંગઃ વાદળી
શુભ નંબરઃ 7
------------
કન્યાઃ THE HIEROPHANT
વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રગતિ થશે. પરિવાર સાથે તમારો સંબંધ વધુ સારો થશે. તમારી પ્રગતિને કારણે માતા-પિતાને આનંદ પ્રાપ્ત થશે. કેટલાક વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે કામ કરવાની પણ તક મળશે.
કરિયરઃ તમારા બોસ દ્વારા પ્રશંસા મળશે.
લવઃ અપરિણીત લોકોના લગ્ન અચાનકથી થવાની આશંકા છે.
સ્વાસ્થ્યઃ વાળ સંબંધિત સમસ્યા વધી શકે છે.
શુભ રંગઃ સફેદ
શુભ અંકઃ 3
----------
તુલાઃ SIX OF CUPS
આજે આખો દિવસ ઘરે મહેમાનોની અવર-જવર રહેશે. મિત્ર પરિવાર અને સંબંધીઓની સાથે પસાર કરેલો સમય તમને ખુશીઓ આપશે. સંબંધીઓ દ્વારા અમુક કામને સંપૂર્ણ કરવાના પ્રયાસમાં સફળળા મળી શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે વાત પ્રોપર્ટી સંબંધિત હોય.
કરિયરઃ રિયલ એસ્ટેટ સંબંધિત લોકોના કામનું પ્રેશર વધશે. અત્યારે ચાલી રહેલા કામથી નજીકના ભવિષ્યમાં મોટો ફાયદો થઈ શકે છે.
લવઃ પાર્ટનર દ્વારા કોઈ સરપ્રાઈસ મળશે.
સ્વાસ્થ્યઃ એક્યુપ્રેશર દ્વારા ઘણી બીમારીઓથી છૂટકારો તમને મળી શકે છે.
શુભ રંગઃ પીળો
શુભ અંકઃ 1
-----
વૃશ્ચિકઃQUEEN OF WANDS
ઘર પરિવાર અને કામની જગ્યાએ બંને પર મહિલાઓને પકડ મજબૂત રહેશે. મહિલાઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણય તમામ માટે ફાયદાકારક રહેશે. બાળકોના ભવિષ્યની ચિંતા માતા-પિતાને સતાવી શકે છે. જો તમે નવી પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા છો તો પ્રોપર્ટીના રજિસ્ટ્રેશનના સમયે તમારી સાથે ઘરની કોઈ મહિલાનું નામ લગાવવું તમારા માટે ફાયદાકારક રહેશે.
કરિયરઃ કામની જગ્યાએ ચાલી રહેલા રાજકારણનો અંત લાવવાનો તમારો પ્રયાસ સફળ રહેશે.
લવઃ રિલેશનશિપમાં ચાલી રહેલા વિવાદોને ઘરના લોકો સુધી ન પહોંચવા દો.
સ્વાસ્થ્યઃ વધારે થાકના કારણે ચિંડીયાપણું અનુભવી શકો છો.
શુભ રંગઃ લાલ
શુભ અંકઃ 5
------------
ધનઃ KING OF WANDS
પરિવારના લોકો દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી તમે નારાજ થઈ શકો છો. તમારા જીદ્દી સ્વભાવના કારણે વાદ-વિવાદ થશે જેની તકલીફ તમારે અને તમારી સાથે આસપાસના લોકોને પણ થશે. જો તમે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છો તો તમારા પાર્ટનરની સાથે વાત કરતા સમયે અપશબ્દોનો ઉપયોગ ન કરવો.
કરિયરઃ અપેક્ષિત મોટી ડીલ ન થવાને કારણે તમે અસ્વસ્થતા અનુભવશો પરંતુ આ કામ જલ્દી પૂરું થશે.
લવઃ તમારા અંહકાર અને જીદના કારણે સંબંધો ટૂટી શકે છે.
સ્વાસ્થ્યઃ વજન વધવાથી શારીરિક તકલીફ પણ વધી શકે છે.
શુભ રંગઃ લીલો
શુભ અંકઃ 7
--------
મકરઃPAGE OF CUPS
આજે તમારો મોટાભાગનો સમયે અધ્યાત્મ સંબંધી વાતો શીખવામાં અને તમારી કળાને વધારે સારી બનાવવામાં જશે. રોજિંદા કામમાંથી બ્રેક લઈને તમારી હોબીને પ્રાધાન્ય આપવું. તમારા લેખન અને કળા ગુણો દ્વારા તમે તમારી અંદર દબાયેલી લાગણીઓને યોગ્ય દિશામાં વ્યક્ત કરી શકશો.
કરિયરઃ યુવાનોને મિત્ર દ્વારા કામ સંબંધિત નવી તક પ્રાપ્ત થઈ શકે છે.
લવઃ રિલેશનશિપમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે.
સ્વાસ્થ્યઃ બાળકોને એલર્જી સંબંધિત તકલીફ થઈ શકે છે.
શુભ રંગઃ ગુલાબી
શુભ અંકઃ 9
------
કુંભઃ DEATH
પૈસા સંબંધિત તમારી તકલીફ વધી શકે છે. અત્યારની પરિસ્થિતિ માટે દરેક નિર્ણય ખોટા સાબિત થશે. તેથી મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનું આજના દિવસે ટાળવું. તમારે માનસિક અસ્થિરતા અને ચંચલતાનો સામનો કરવો પડશે. દરેક વ્યક્તિ પ્રત્યે તમારો વધતો શક તમને માનસિક રીતે તકલીફ આપી શકે છે.
કરિયરઃ નોકરીમાંથી અચાનક કાઢી મૂકવાને કારણે તમે તણાવમાં રહેશો.
લવઃ પાર્ટનર એક બીજાની ભૂલોને માફ કરીને આગળ વધવાનું શીખશે.
સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્યની તરફ ધ્યાન ન આપવાને કારણે તકલીફ વધી શકે છે.
શુભ રંગઃ વાદળી
શુભ અંકઃ 6
----------
મીનઃ ACE OF PENTACLES
પૈસાની આવક વધશે. આવનાર પૈસાનું રોકાણ યોગ્ય રીતે કરવા માટે યોજના બનાવવી પડશે. આર્થિક પરિસ્થિતિ સુધરવાને કારણે તમારી અંદર સકારાત્મક રહેશે. જીવનને યોગ્ય બનાવવાના પ્રયાસ અને દરેક પાંસામાં પ્રગતિ પ્રાપ્ત કરવાની તમારી ઈચ્છા પૂરી થશે.
કરિયારઃ નોકરી કરતા લોકોને બોનસ અથવા ઓવર ટાઈમના પૈસા મળશે.
લવઃ પાર્ટનરની પ્રગતિ તમને આનંદ આપશે.
સ્વાસ્થ્યઃ પીઠની તકલીફ થઈ શકે છે.
શુભ રંગઃ ગ્રે
શુભ અંકઃ 1
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.