ટેરો રાશિફળ:મંગળવારે TWO OF CUPS  કાર્ડ પ્રમાણે મકર રાશિના જાતકોને વિદેશ જવાનો મોકો મળી શકે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ રાશિ : KING OF WANDS
તમે જીવનમાં દરેક સમસ્યાનો સામનો કરી રહ્યા છો, પરંતુ જીવનના ઉતાર-ચઢાવને કારણે તમારામાં કડવાશ પણ થઇ શકે છે. જેમ તમે અન્ય લોકોના વિચારોને સ્વીકારતા નથી, તેવી જ રીતે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારા વિચારોનું દબાણ અન્ય લોકો પર ના બને તેનું ખાસ ધ્યાન રાખો.
કરિયર : કાર્યસ્થળ પર તમને માન-પ્રતિષ્ઠા મળશે. તમારા પ્રયત્નો ચાલુ રાખવાથી, મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ સમય ખૂબ જ યોગ્ય રહેશે.
લવ : તમારા પાર્ટનરના સ્વભાવના સકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓને સમજો.
સ્વાસ્થ્ય : થાકની લાગણી થઈ શકે છે. જેને દૂર કરવા માટે પોતાને સંપૂર્ણ આરામ આપવાનો પ્રયાસ કરવો પડશે.
લકી કલર: નારંગી
લકી નંબર: 9
--------------------------
વૃષભ રાશિ : DEATH
જીવનમાં એક નવી પ્રકારની શરૂઆત થતી જોવા મળશે પરંતુ ભુતકાળથી જોડાયેલી ઘણી વાતોને છોડવી જરૂરી છે. અત્યારની પરિસ્થિતિ તમારા માટે મુશ્કેલ છે, પરંતુ તમારા જીવન માટે યોગ્ય સાબિત થનારી વસ્તુઓ સાથે જોડાયેલા રહેવા માટે તમારે આ પરિવર્તનમાંથી પસાર થવું પણ જરૂરી છે.
કરિયર : તમારા કામ સાથે જોડાયેલી કોઈપણ એક વસ્તુ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને સફળતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો.
લવ : રિલેશનશિપને લઈને કોઈ નિર્ણય લઇ શકો છો જેમાં પાર્ટનર તમારો સાથ આપશે.
હેલ્થ : લો બીપી અને ડાયાબિટીસ સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે ડોક્ટરની સલાહ લો.
લકી કલર : લાલ
લકી નંબર : 2
--------------------------
મિથુન રાશિ : TEMPERANCE
છેલ્લા કેટલાક દિવસથી બની રહેલી ઘટનાઓને કારણે જીવનમાં ક્યાં પ્રકારનાં બદલાવ આવ્યા છે તેનું અવલોકન કરવું જરૂરી છે. તમારા સ્વભાવમાં આવી રહેલા બદલાવને તમે અને તમારાથી સંબંધિત લોકોને પણ અનુભવ થશે.
કરિયર : વેપાર સાથે જોડાયેલા લોકોને ભાગીદારીમાં કામ કરવાનો મોકો મળશે.
લવ : કોઈ વ્યક્તિએ કોઈ બાબતની ના પાડી હોય તો તે વિશે જાણવાની કોશિશ કરો.
હેલ્થ : પેશાબ સંબંધિત તકલીફ થઇ શકે છે.
લકી કલર : ગુલાબી
લકી નંબર : 4
--------------------------
કર્ક રાશિ : THE WORLD
જીવન સંબંધિત ઉત્સાહ અને આનંદનો ફરીથી તમને અહેસાસ થશે. કામ અને વ્યક્તિગત જીવનમાં સફળતા મળશે.
કરિયર : કામને લઈને અસુરક્ષા અને વિશ્વાસની કમી તમને મહેસુસ થઇ રહી હતી તે દૂર થશે.
લવ : પાર્ટનર સાથે ભાવનાત્મક સંબંધો રહેશે જેનાં કારણે રિલેશનશિપ અને જીવન સારું રહેશે.
હેલ્થ : વજન અને થાયરોઇડ સંબંધિત તકલીફ દૂર થતી જણાશે.
લકી કલર : બ્લુ
લકી નંબર : 1
--------------------------
સિંહ રાશિ : ACE OF WANDS
મારા જીવનમાં કોઈ મોટી શરૂઆત થઈ રહી છે. આ શરૂઆત અચાનક થશે જે તમને આનંદ આપશે. પરંતુ માનસિક રીતે તૈયાર ન હોવાને કારણે તમે થોડી ચિંતા અનુભવી શકો છો.
કરિયર : વિધાર્થીઓને અપેક્ષા અનુસાર પરિણામ મળશે. વિદેશમાં કામ અથવા શિક્ષણનો મોકો મળી શકે છે.
લવ : પાર્ટનરને રિલેશનશિપમાં કંઈક નવું-નવું મહેસુસ થશે.
હેલ્થ : ગળાનો દુખાવો થઇ શકે છે.
લકી કલર : લીલા
લકી નંબર : 5
--------------------------
કન્યા રાશિ : FOUR OF SWORDS
તમારા વિચારોની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે. અન્ય લોકો દ્વારા કરવામાં આવેલા વર્તનને વ્યક્તિગત બિલકુલ ના લો. તમારું વર્તન જ તમારા વ્યક્તિત્વની ઓળખ છે.
કરિયર : વરિષ્ઠ અધિકારીઓને તમારા વિરુદ્ધ કોઈ કાન ભંભેરણી કરી શકે છે.
લવ : પાર્ટનરને આપેલા વચનો પૂર્ણ કરશો.
હેલ્થ :જીવનમાંથી તણાવને દૂર કરવા માટે યોગાભ્યાસ અને ધ્યાન કરવાની કોશિશ કરો.
લકી કલર : પીળો
લકી નંબર : 6
--------------------------
તુલા રાશિ : EIGHT OF PENTACLES
જીવનમાં જે પ્રકારનો બદલાવ લાવવા ઇચ્છો છો તેનાં માટે તમારે તનતોડ મહેનત કરવી પડશે. હાલમાં કોઈ તમને માર્ગદર્શન આપી શકશે નહીં. જેનાથી તમારી અંદર થોડી એકલતા વધારી શકે છે. પરંતુ આ સંજોગો તમને આત્મનિર્ભર બનાવવા માટે યોગ્ય સાબિત થશે.
કરિયર : તમારી કારકિર્દી સંબંધિત કૌશલ્યો સુધારવા માટે તમારે કામની સાથે પ્રેક્ટિસ પર ધ્યાન આપવું જરૂરી રહેશે.
લવ : પાર્ટનર જ્યાં સુધી રિલેશનશિપને મહેસુસ નહીં કરે ત્યાં સુધી રિલેશનશિપ પર ધ્યાન આપવું સંભવ નથી.
હેલ્થ : એક જગ્યા પર બેસીને વધુ સમય સુધી બેસવાથી પગમાં સોજો અને પગમાં દુખાવાની તકલીફ થઇ શકે છે.
લકી કલર : સફેદ
લકી નંબર : 7
--------------------------
વૃશ્ચિક રાશિ : NINE OF PENTACLES
આર્થિક બાબતમાં સ્થિરતા ભલે જોવા મળે પરંતુ અપેક્ષા અનુસાર પૈસા ના મળવાને કારણે ભવિષ્યની ચિંતા થઇ શકે છે. જે પ્રકારથી તમે પૈસા કમાવવાની કોશિશ કરી રહ્યા છો તે પ્રકારે જ રોકાણ પર ધ્યાન આપવું જરૂરી છે.
કરિયર : વેપાર સંબધીત લેવડ-દેવડ કરતા સમયે કામ પર ધ્યાન આપો.
લવ :પાર્ટનરની આર્થિક પરિસ્થિતિ તમારાથી ભલે મજબૂત હોય પરંતુ માનસિક તણાવ વધુ હોઈ શકે છે.
હેલ્થ : સ્વાસ્થ્ય સંબંધિત કોઈ તકલીફ થઇ શકે છે.
લકી કલર : ગુલાબી
લકી નંબર : 8
--------------------------
ધન રાશિ : KING OF PENTACLES
તમારી અંદર વધી રહેલાં અહંકારને કારણે લોકો સાથે જે વર્તન કર્યું છે તેનાં કારણે તમે એકલા થઇ શકો છો. ભલે તમે લોકો સાથે સંબંધો સુધારવાનું કામ ન કરો, પરંતુ લોકો તમારી વિરુદ્ધ થાય તેવું પણ કામ ના કરો.
કરિયર : નોકરી કરતા લોકોને કમાણીનો વધુ એક રસ્તો મળશે.
લવ : પાર્ટનર સાથે સમય વિતાવવાથી સમાધાન થશે.
હેલ્થ : ઘૂંટણમાં દુખાવો અથવા ઘૂંટણ સંબંધિત તકલીફ થઈ શકે છે.
લકી કલર : પર્પલ
લકી નંબર : 3
--------------------------
મકર રાશિ : TWO OF CUPS
આ રાશિના જાતકોને જે લોકો સાથે ગેરસમજ હતી તે દૂર થશે. તમે અને અન્ય લોકોને તમારી પોતાની ભૂલોનો અહેસાસ થતાં સંબંધોને સુધારવા માટે બંને પક્ષે વધુ પ્રયત્નો કરવામાં આવશે.
કરિયર : વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અથવા ટ્રેનિંગનો મોકો તમને મળી શકે છે.
લવ : પાર્ટનર પાસેથી કમિટમેન્ટ પ્રાપ્ત થશે.
હેલ્થ : અપેક્ષા મુજબ સ્વાસ્થ્યમાં મોટા અને સકારાત્મક ફેરફારો ટૂંક સમયમાં જોવા મળશે.
લકી કલર : લાલ
લકી નંબર : 7
--------------------------
કુંભ રાશિ : TEN OF CUPS
પરિવારનાં લોકો સાથે મળીને મોટાં નિર્ણય લઇ શકો છો. તમે જે પ્રગતિ કરી રહ્યા છો તેના કારણે પરિવારના નાના સભ્યો તમને પ્રેરણાનું સ્થાન બનાવશે. તમારાથી થતા દરેક વ્યવહાર અને વર્તન પર ધ્યાન આપો, નહીંતર વ્યક્તિ પર તમારા ખોટા પ્રભાવને કારણે તે વ્યક્તિ જીવનમાં મોટી ભૂલ કરી શકે છે.
કરિયર : વેપારી વર્ગને ટાર્ગેટ પૂરો થવાને કારણે આર્થિક લાભ થઇ શકે છે.
લવ : પતિ-પત્નીમાં સંબંધોમાં સુધાર આવશે.
હેલ્થ : દાંતની સમસ્યા થઇ શકે છે.
લકી કલર : સફેદ
લકી નંબર : 5
--------------------------
મીન રાશિ : KING OF CUPS
તમારા જીવનના ઉદેશ્ય સ્પષ્ટ હોવાને કારણે તમે તેના પર કામ કરવાનું શરૂ કરી રહ્યા છો, પરંતુ તમે જે ફરજો નિભાવવાના છે તેનાથી તમે વિચલિત થતા જોવા મળશે.
કરિયર :કામને કારણે વિદેશ સંબંધિત યાત્રા જલ્દી જ શરૂ થશે.
લવ : પાર્ટનર સાથે ખરાબ વ્યવહારને કારણે તમે એકલા થઇ જશો.
હેલ્થ : છાતી સંબંધિત વિકાર થવાની સંભાવના છે.
લકી કલર : પીળો
લકી નંબર : 1

અન્ય સમાચારો પણ છે...