તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:શનિવારે સિંહ જાતકો બાળકોના વ્યવહારને લઇને ચિંતામાં રહેશે, ઘરમાં બાળકોને લઇને મનમુટાવ થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

17 જુલાઈ, શનિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THREE OF SWORDS

અનપેક્ષિત ઘટનાઓની અસર તમારી ઉપર થઇ શકે છે. જે તમને ભાવનાત્મક રૂપથી નબળા બનાવશે. પરિવારનું કોઇ સભ્ય તમારા અંગે ખોટી વાતો ફેલાવી શકે છે. વ્યક્તિગત જીવન અંગે કોઇ સાથે વધારે ચર્ચા કરશો નહીં.

કરિયરઃ- કામને તમારી ક્ષમતા પ્રમાણે ન કરી શકવાને લીધે તમે દુઃખી થઇ શકો છો.

લવઃ- રિલેશનશિપને બગાડવા કે સુધારવામાં માત્ર એક જ વ્યક્તિ જવાબદાર હોતો નથી.

સ્વાસ્થ્યઃ- દાંત સાથે જોડાયેલી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9

----------------------------------

વૃષભઃ- SIX OF WANDS

તમારું ફોકસ આજે સંપૂર્ણ રીતે કામ પર લગાવો. કામમાં વ્યવસ્થા લાવવાની જરૂરિયાત રહેશે. યોજના પ્રમાણે કામ કરવાના કારણે તમારી સાથે કામમાં જોડાયેલાં લોકોને ફાયદો થઇ શકે છે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી આત્મનિર્ભરતા તમારું સ્થાન કાયમ કરવામાં મદદગાર સાબિત થશે.

લવઃ- પાર્ટનરની જિદ્દ આગળ નમવું પડશે.

સ્વાસ્થ્યઃ- યાત્રા કરતી સમયે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

----------------------------------

મિથુનઃ- KNIGHT OF SWORDS

સરકારી કાર્યોમાં પ્રગતિ થશે. યોગ્ય વ્યક્તિના માર્ગદર્શનથી અટવાયેલાં કામ પૂર્ણ થવા લાગશે. તમને ગતિ સાથે-સાથે તમારા ફોકસ ઉપર પણ ધ્યાન રાખવું પડશે. ભાઈ-બહેનમાં થઇ રહેલો ઝઘડો પરિવારને અસ્થિર બનાવી શકે છે.

કરિયરઃ- કામ પ્રત્યે જવાબદારી વધી શકે છે.

લવઃ- લગ્નને અંગે લેવામાં આવેલાં નિર્ણયમાં મોડું કરશો નહીં.

સ્વાસ્થ્યઃ- વાહનને સંભાળીને ચલાવવાની જરૂરિયાત છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

----------------------------------

કર્કઃ- PAGE OF PENTACLES

તમારી પોતાના પ્રત્યે ગેર જવાબદારી સ્વાસ્થ્યને લગતી થોડી પરેશાની ઊભી કરી શકે છે. સ્વાસ્થ્યની પરેશાની 1 દિવસમાં શરૂ થઇ નથી. તેવી જ રીતે આપણે તેને એક દિવસમાં ઠીક કરી શકીએ નહીં.

કરિયરઃ- અટવાયેલું ધન મળવાના કારણે આર્થિક ચિંતા દૂર થશે.

લવઃ- રિલેશનશિપ સાથે જોડાયેલાં નિર્ણય અંગે પાર્ટનર સાથે ચર્ચા કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂત રહો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1

----------------------------------

સિંહઃ- KNIGHT OF CUPS

બાળકોનો વ્યવહાર તમારી ચિંતાનો વિષય રહેશે. તમને તમારા બાળકો ઉપર વિશ્વાસ છે, પરંતુ તમે તેમને દરેક પરેશાનીથી બચાવવા માંગો છો. તે સંભવ નથી. આજે તમે તેમનું માર્ગદર્શન કરો.

કરિયરઃ- કામ ધીમે-ધીમે આગળ વધશે અને તમારા સંયમની પરીક્ષા લઇ શકે છે.

લવઃ- તમારા દ્વારા મોકલવામાં આવેલાં પ્રપોઝલને માન્યતા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- મસાલેદાર ભોજનનુ સેવન કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

----------------------------------

કન્યાઃ- DEATH

ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર કામ કરવાનું શરૂ કરો. આજે તમારી વધારે પરેશાની વધારે ભાવનાત્મક થવાના કારણે રહી શકે છે. તમે ભાવનાઓ ઉપર કાબૂ કરી શકો છો અને આ અંગે જવાબદારી લેતાં શીખો.

કરિયરઃ- નોકરીમાં ફેરફાર લાવવાની કોશિશ કરો.

લવઃ- પરિવાર સાથે જોડાયેલી સમસ્યાઓની અસર તમારા રિલેશનશિપ ઉપર થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- પરિવારના સભ્યોના સ્વાસ્થ્યમાં કોઇને કોઇ તકલીફ રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

----------------------------------

તુલાઃ- FOUR OF CUPS

પરિવારના બાળકો પાસેથી સુખ પ્રાપ્ત થશે. જો તમે યુવાન છો અને રૂપિયા અંગે આત્મનિર્ભર થવા માંગો છો તો આજે તમને યોગ્ય માર્ગ અને પ્રેરણા પ્રાપ્ત થઇ શકે છે. તમને તમારા કામ સાથે શિક્ષણ ઉપર પણ ધ્યાન આપવું પડશે.

કરિયરઃ- નોકરીમાં ફેરફાર લાવવા માટે એકથી વધારે અવસર પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનરથી અંતર નિરાશ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઊંઘ પૂર્ણ ન થવાના કારણે ચિડીયાપણું રહેશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

----------------------------------

વૃશ્ચિકઃ- THE HIGH PRIESTESS

તમારા ઉત્સાહમાં કામને લઇને થોડો ઉતાર-ચઢાવ આવી શકે છે. ઘરના કોઇ વ્યક્તિ સાથે થયેલો વાદ-વિવાદ એકબીજાના તાલમેલથી ઉકેલાઇ જશે. આજે તમે એકલા રહેવાનું પસંદ કરશો.

કરિયરઃ- યુવાઓ માટે આજનો દિવસ ખાસ રહેશે.

લવઃ- પાર્ટનરને સમજવો મુશ્કેલ સાબિત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ચાંદીનો પ્રયોગથી શરીરની ગરમી ઘટાડી શકાય છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

----------------------------------

ધનઃ- FOUR OF SWORDS

ઘર માટે લીધેલું દેવું આજે તમને અસ્વસ્થ કરી દેશે. ભવિષ્ય સાથે જોડાયેલી રૂપિયાની ચિંતા તમને પરેશાન કરશે. આર્થિક પ્રગતિ તમારી જ થઇ રહી છે. બધી જ સમસ્યાનો 1 દિવસમાં ઉકેલ લાવવો તમારા માટે તણાવ વધારનાર સાબિત થશે.

કરિયરઃ- નોકરી કરતાં લોકો જરૂરી દસ્તાવેજ ન મળવાના કારણે ચિંતિત રહેશે.

લવઃ- પાર્ટનર માટે તમારો સાથ મહત્ત્વપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- ડિપ્રેશન સાથે જોડાયેલાં વ્યક્તિ થેરાપિસ્ટની મદદ લઇ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

----------------------------------

મકરઃ- FIVE OF SWORDS

કામ સાથે જોડાયેલા નિર્ણયની સફળતાનું ફળ આજે મળશે. એટલે વ્યક્તિગત જીવન અને વ્યવહારિક જીવનમાં આનંદ અને આત્મવિશ્વાસ રહેશે. લોકો સાથે મેલજોલ વધારે રહેશે.

કરિયરઃ- કામને લઇને યાત્રાનો અવસર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- રિલેશનશિપ સાથે જોડાયેલાં નિર્ણય તમે જ લેશો.

સ્વાસ્થ્યઃ- જીવનની ભાગદોડના કારણે સ્વાસ્થ્ય ઇગ્નોર થઇ શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 5

----------------------------------

કુંભઃ- KING OF SWORDS

શરીરમાં થયેલો કોઇ ઘાવ કે તકલીફ આજે તમને પરેશાન કરી શકે છે. આજે તમારે આખો દિવસ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. મહત્ત્વપૂર્ણ કામ તમે ટાળી શકતાં નથી તો કોઇની મદદ કરવાથી કોશિશ કરો.

કરિયરઃ- તમારા કામમાં તમે નિષ્ણાત છો જેના કારણે તમારું સ્થાન નોકરીમાં અડગ રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં તાલમેલ જળવાશે.

સ્વાસ્થ્યઃ- ઊંઘમાં બેચેની રહેશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 1

----------------------------------

મીનઃ- THE EMPEROR

તમે તમારી ભાવનાઓને લઇને આજે સજાગ રહેશો. કોની સાથે શું વાત કરવી છે અને શું નહીં, તે વાતની તમને જાણ રહેશે. પરિવારથી વધારે આજે તમે કામ અંગે ધ્યાન આપશો.

કરિયરઃ- આકરી મહેનત કરવા છતાંય આર્થિક ફાયદો થશે નહીં.

લવઃ- પાર્ટનર પાસેથી મળેલી સૂચનાઓને ઇગ્નોર કરશો નહીં.

સ્વાસ્થ્યઃ- જીવનશૈલીમાં સુવ્યવસ્થા પ્રસ્થાપિત કરવાની જરૂરિયાત છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4