ટેરો રાશિફળ:JUDGEMENT કાર્ડ પ્રમાણે સિંહ જાતકોને ગુરુવારે તેમની પ્રાર્થનાનું યોગ્ય ફળ મળી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 17 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THE HERMIT

જીવનમાં આવેલી મુશ્કેલીઓ તમને આત્મ પરીક્ષણ કરવા માટે મજબૂર કરશે. તમારી ભૂલોનો અહેસાસ થવો ખૂબ જ જરૂરી છે. પિતા સાથે વાદ-વિવાદ ટાળો. તમારો અને તેમનો વસ્તુઓની જોવાનો દૃષ્ટિકોણ અલગ-અલગ હોઇ શકે છે.

કરિયરઃ- કરિયરને યોગ્ય દિશામાં લઇ જવા માટે યોગ્ય વ્યક્તિ સાથે ચર્ચા કરો

લવઃ- લવ લાઇફમાં વધારે રસ રહેશે નહીં.

સ્વાસ્થ્યઃ- ઘરના વડીલ વ્યક્તિ માનસિક રીતે નબળાઇનો અનુભવ કરશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 7

---------------------------------

વૃષભઃ- QUEEN OF CUPS

ઘરમાં આજે વર્ચસ્વ સ્ત્રીઓનું રહેશે. ઘર અને કામ વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખો. બાળકોને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા તેમની માતા પાસેથી પ્રાપ્ત થશે. જો તમારી પત્ની કે ઘરની કોઇ સ્ત્રી તમારી સાથે વેપારમાં ભાગીદારી છે તો તેમની સલાહથી તમને ફાયદો થશે.

કરિયરઃ- સ્ત્રીઓની પ્રગતિ થશે.

લવઃ- મહિલાઓ પોતાના પાર્ટનરને માનસિક રૂપથી સક્ષમ બનાવવાનો પ્રયાસ કરશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં થયેલાં ઇન્ફેક્શનને નજરઅંદાજ કરશો નહીં.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

---------------------------------

મિથુનઃ- THE WORLD

પરિવાર સાથે જોડાયેલી મહત્ત્વકાંક્ષા જલ્દી જ પૂર્ણ થશે. વેપાર સાથે જોડાયેલી વ્યક્તિ ઝડવથી પ્રગતિ કરશે. આજે તમને તમારા પ્રત્યે ગર્વ અનુભવ થશે. કામ અને વેપાર બંનેમાં મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ સફળ રહેશે.

કરિયરઃ- મનગમતાં ક્ષેત્રમાં કામનો અવસર મળશે.

લવઃ- લગ્નજીવન સારું ચાલશે.

સ્વાસ્થ્યઃ- પ્રકૃતિમાં સુધાર આવશે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 4

---------------------------------

કર્કઃ- 5 OF SWORDS

જેટલી પણ મુશ્કેલીઓ આવે, આજે તમે બધા જ કામને પૂર્ણ કરશો. આજે તમારા વ્યક્તિગત અને કામ બંનેમાં પ્રગતિની કોશિશ કરશો અને ઘણી હદ સુધી તમે સફળ પણ થઇ જશો.

કરિયરઃ- તમારો સમગાળો બદલાઇ રહ્યો છે.

લવઃ- કામની વ્યસ્તતા તમને લવ લાઇફથી દૂર કરશે.

સ્વાસ્થ્યઃ- વાળ સાથે જોડાયેલી સમસ્યાનો ઉકેલ લાવો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 5

---------------------------------

સિંહઃ- JUDGEMENT

કામ સાથે જોડાયેલાં યોગ્ય સ્ત્રોત આજે ઉપલબ્ધ થશે. પરિવારને ફેરફારની જરૂરિયાત છે. નાની પિકનિક અથવા પરિવાર સહિત કોઇ કાર્યમાં રમતને જોડી શકો છો. તમારી પ્રાર્થનાનું યોગ્ય ફળ તમને પ્રાપ્ત થશે.

કરિયરઃ- સમય પહેલાં કાર્ય પૂર્ણ થશે.

લવઃ- પારિવારિક જીવન સુખી રહેશે.

સ્વાસ્થ્યઃ- વડીલોના સ્વાસ્થ્યમાં સુધાર આવશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 8

---------------------------------

કન્યાઃ- TEMPERANCE

કામ સાથે જોડાયેલી વાતો તરફ ધ્યાન આપવાની જરૂરિયાત છે. પહેલાં લીધેલાં નિર્ણયમાં ફેરફાર કરવો પડશે. જો તમારો અભ્યાસ અથવા કોઇ કોર્સ અધૂરો રહી ગયો છો તો તેને પૂર્ણ કરવા માટે યોગ્ય સમય છે.

કરિયરઃ- કરિયરમાં સ્થિરતા આવશે.

લવઃ- લગ્નજીવનમાં સારો ફેરફાર આવશે.

સ્વાસ્થ્યઃ- પેટ સાથે જોડાયેલી બીમારી વધી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

---------------------------------

તુલાઃ- THE DEVIL

જીવનને ભૌતિક રૂપથી સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો. ભૌતિક સુખ અને સમાધાન તમારા માટે આજે મહત્ત્વપૂર્ણ રહેશે. ઘર માટે યોગ્ય વસ્તુની ખરીદારી થશે. પારિવારિક જીવનમાં સુખ વધશે.

કરિયરઃ- ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે જોડાયેલાં વેપારમાં ગતિ આવશે.

લવઃ- પતિ-પત્નીમાં પ્રેમ રહેશે.

સ્વાસ્થ્યઃ- કોઇપણ પ્રકારના વ્યસનથી દૂર રહો

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 8

---------------------------------

વૃશ્ચિકઃ- 6 OF CUPS

નવા પરણિતા લોકો માટે સમય સારો છે. તમને તમારા પરિવાર પાસેથી પૂર્ણ સહયોગ મળશે. વેપાર સાથે જોડાયેલાં લોકો પોતાના જીવનસાથીની મદદથી નવું કામ શરૂ કરી શકે છે.

કરિયરઃ- જમીન કે ઘર સાથે જોડાયેલાં વેપારમાં વૃદ્ધિ થશે.

લવઃ- પાર્ટનર્સ વચ્ચે સંવાદ ઠીક રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણનું નાનું ઓપરેશન થઇ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

---------------------------------

ધનઃ- 5 OF SWORDS

તમારા કામ પ્રત્યેની નિષ્ઠા અને તમારું સાહસ આજનો દિવસ સરળ બનાવશે. વરિષ્ઠ લોકો સાથે વાત કરતી સમયે ધ્યાન રાખો. જરૂરિયાત કરતાં વધારે વાતો માટે મંજૂરી દેખાડવી તમારા કામને ભવિષ્યમાં વધારી શકે છે.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણની કામના રાખતાં વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરશે.

લવઃ- પાર્ટનર્સમાં નાની વાતોને લઇને નિરાશા રહેશે.

સ્વાસ્થ્યઃ- આંખ સાથે જોડાયેલી બેચેની રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

---------------------------------

મકરઃ- 8 OF WANDS

કર્મ અને વિચારોનો સંબંધ અને તમારું કામ સપળ બનાવી દેશે. આજે બધા કામમાં આનંદ મળશે. પોઝિટિવ ઊર્જાનો પ્રભાવ તમારા ઉપર રહેશે. આજે બનાવેલી બધી યોજનાઓને સફળતા મળશે.

કરિયરઃ- કરિયરમાં પ્રગતિ અને પ્રશંસા મળશે.

લવઃ- રિલેશનશિપમાં પરિપક્વતા આવશે.

સ્વાસ્થ્યઃ- ફરસાણ અને મસાલેદાર પદાર્થનું સેવન ઓછી માત્રામાં કરો.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 9

---------------------------------

કુંભઃ- THE LOVERS

પ્રેમ સંબંધ સાથે જોડાયેલી મુશ્કેલીઓ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. ખોટી વાતોમાં વધારે ગુંચવાશો નહીં. સંબંધોના ભારના કારણે જો તમારા જીવન ઉપર નકારાત્મક અસર થઇ રહી છે તો તેનાથી દૂર રહેવુ જ સારું છે.

કરિયરઃ- નેચરલ પ્રોડક્ટ સાથે જોડાયેલાં વેપારીને બ્રાંડનું સ્વરૂપ આપવાની કોશિશ કરો.

લવઃ- પાર્ટનર માટે દિવસ મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટની તકલીફ રહેશે

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4

---------------------------------

મીનઃ-

હાર ન માનવી તે તમારા વ્યક્તિત્વની વિશેષ વાત છે. જો તમે પ્રાણી પ્રેમી છો તો પ્રાણીઓ સાથે જોડાઇ રહેવું. તેમની સાથે જોડાયેલી સમસ્યાઓનો લોકો સુધી પહોંચાડવાનું કામ તમારા લેખન દ્વારા થઇ શકે છે.

કરિયરઃ- કામની જગ્યાએ પોતાના બળે મુશ્કેલીઓનો સામનો કરો

લવઃ- રિલેશનશિપમાં આજે તમારું વર્ચસ્વ વધશે.

સ્વાસ્થ્યઃ- એલર્જીથી બચવું.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1