ટેરો રાશિફળ:શનિવારે TWO OF CUPS કાર્ડ પ્રમાણે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

17 એપ્રિલ, શનિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- TWO OF CUPS

વ્યક્તિગત સંબંધ જાળવી રાખવા માટે તમારે વધારે કોશિશ કરવાની જરૂર રહેશે. નાની સમસ્યાના કારણે પણ એકબીજા અંગે ગેરસમજ પેદા થઇ શકે છે જેની અસર નજીકના લોકો સાથે બનેલાં સંબંધ ઉપર થઇ શકે છે.

કરિયરઃ- મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે.

લવઃ- પાર્ટનર એકબીજા સાથે વાતચીત કરતી સમયે સાવધાન રહે

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી પરેશાની દૂર થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

-------------------------------

વૃષભઃ- QUEEN OF SWORDS

દિવસની શરૂઆતમાં થોડા નિર્ણય લેતી સમયે તમારે કન્ફ્યૂઝનનો સામનો કરવો પડી શકે છે. મનમાં ચાલી રહેલા વિવિધ વિચાર અને તમારા દ્વારા લેવામાં આવેલાં નિર્ણયના કારણે હોઇ શકે છે. તમે થોડો ભય અનુભવ કરી શકો છો.

કરિયરઃ- કામની જગ્યા બદલવાની કોશિશ અસફળ રહી શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા લગાવવામાં આવેલાં આરોપનું ખંડન કરવું મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- શુગરને લગતી તકલીફ નજરઅંદાજ ન કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

-------------------------------

મિથુનઃ- THE HANGEDMAN

તમને પરિવાર અને કામની જગ્યાએ પોતાનું સ્થાન જાળવી રાખવા માટે થોડી મહેનત કરવાની જરૂરિયાત રહેશે. જાતે જવાબદારી લેવું તે તમારે શીખવું પડશે. અન્યને આપેલાં વચનનું પાલન કરવું આજે ખૂબ જ જરૂરી રહેશે.

કરિયરઃ- એક જગ્યાએ ઘણાં દિવસોથી નોકરી ઉપર ટકી રહેવાના કારણે તમને કામમાં એકલયતા અનુભવાશે.

લવઃ- પાર્ટનર સાથે સંબંધ સુધરવા લાગશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો રાતે થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

-------------------------------

કર્કઃ- PAGE OF CUPS

ધીમે-ધીમે તમને તમારા સ્વભાવમાં સ્થિરતા અનુભવ થવા લાગશે. છતાંય ભૂતકાળને લગતી થોડી વાતો અચાનક ફરી સામે આવવાથી આજે તમને થોડું અસ્થિર અનુભવ થશે. ભૂતકાળને લગતી વાતો સાથે જોડાયેલી ભાવનાઓને સંતુલિત કરવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- કામને લગતા નવા અવસર પ્રાપ્ત કરવા માટે થોડો સમય લાગી શકે છે.

લવઃ- લવ લાઇફમાં ધીમે-ધીમે ફેરફાર આવી રહ્યા છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વધતી ગરમીને ઓછી કરવાની કોશિશ કરો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

-------------------------------

સિંહઃ- NINE OF CUPS

આજે તમારા ઉપર કામનો ભાર અચાનક વધશે જેના કારણે તમારી બનાવેલી યોજના ઉપર કામ કરવું મુશ્કેલ રહેશે. મિત્ર પરવારમાં કોઇ વ્યક્તિ સાથે જૂના વ્યવહાર કે જૂની વાતોને લઇને ફરીથી વાદ-વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- કોલેસ્ટ્રોલ અને વધતા વજનના કારણે તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

-------------------------------

કન્યાઃ- FIVE OF SWORDS

તમારા ચીડિયા સ્વભાવના કારણે લોકો સાથે તમારે વિના કારણે વિવાદ થઇ શકે છે. કામને લગતા લોકો સાથે જેટલી જરૂરી છે, તેટલી જ વાત કરો. તમને મળી રહેલાં યશના કારણે તમારી અંદર અહંકાર પેદા થઇ શકે છે.

કરિયરઃ- કરિયરને લગતું કોઇ અચીવમેન્ટ આજે તમને મળશે.

લવઃ- તમારી અંદર વધતા ઇગો રિલેશનલશિપમાં અંતર લાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- લોહીને લગતી બીમારી ઠીક કરવા માટે ડોક્ટરની સલાહ લો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

-------------------------------

તુલાઃ- THE SUN

કામને લગતો કોઇ ખાસ ટાર્ગેટ ન હોવાના કારણે આજે તમે આખો દિવસ આનંદ કરી શકોછો. ઘણાં દિવસો પછી તમને તમારા રસના કાર્યો માટે સમય મળી શકશે. તમારાથી ઉંમરના નાના પરિવારના સભ્યો દ્વારા કોઇ નવી વસ્તુ શીખવા મળી શકે છે.

કરિયરઃ- વેપારીઓને ફાયદો જોવા મળી શકે છે.

લવઃ- પરિવાર સાથે વિતાવેલો સમય તમને અને પાર્ટનરને એકબીજાની નજીક લાવશે.

સ્વાસ્થ્યઃ- બાળકોના સ્વાસ્થ્યમાં સુધાર આવશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

-------------------------------

વૃશ્ચિકઃ- TEN OF WANDS

ભૂતકાળમાં થયેલું રૂપિયાનું નુકસાન ફરીથી આજે તકલીફ આપી શકે છે. તમારી ઉપર રહેલાં દેવાને દૂર કરવું સંભવ છે, પરંતુ તમારી અપેક્ષાથી થોડો વધારે સમય લાગી શકે છે એટલે જલ્દી નિરાશ થશો નહીં.

કરિયરઃ- નવા શરૂ કરેલાં વેપારના કારણે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પાર્ટનર સામે કોઇપણ વાત ખુલીને ન કરી શકવાના કારણે તમારા સંબંધ ખરાબ થશે.

સ્વાસ્થ્યઃ- પગ અને કમરમા તકલીફ રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

-------------------------------

ધનઃ- THREE OF PENTACLES

તમે તમારા વિચારોની સીમાથી બહાર આવીને પરિસ્થિતિને બદલવા માટે કોશિશ કરતા રહો. આજે તમને માનસિકતામાં પોઝિટિવ ફેરફાર જોવા મળશે. નવા લોકો સાથે થયેલી મુલાકાત તમારી અંદર આત્મવિશ્વાસ અને પોઝિટિવિટીની ભાવના જગાડશે.

કરિયરઃ- કામને લગતી જે વાતો રૂપિયાના કારણે અટવાયેલાં હતી તે વાતોમાં થોડી પ્રગતિ જોવા મળશે.

લવઃ- લગ્નને લગતો નિર્ણય હાલ લેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સાયનસ કે એલર્જી જેવી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

-------------------------------

મકરઃ- THE TOWER

નજીકના વ્યક્તિ દ્વારા તમને ફસાવવામાં આવી શકે છે. એટલે ઘર કે વ્યક્તિગત વાતોને લગતી વધારે જાણકારી કોઇપણ બહારના વ્યક્તિને ન આપો. જમીનને લગતા વ્યવહારના કારણે કોર્ટના મામલાઓ ઊભા થઇ શકે છે.

કરિયરઃ- કામને લગતા નિર્ણય તમારા મન વિરૂદ્ધ હોવાના કારણે નિરાશાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- જે પણ ફેરફાર તમે જીવનમાં લાવવા માંગો છો, તેને લગતી વાતોમાં પાર્ટનરનો સહયોગ પ્રાપ્ત કરવો મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહનને સાવધાની પૂર્વક ચલાવવાની જરૂરિયાત છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

-------------------------------

કુંભઃ- THE WORLD

વ્યક્તિગત વાતોમાં નક્કી કરેલાં લક્ષ્યને ફરીથી એકવાર પારખવાની જરૂરિયાત રહેશે. તમારી ક્ષમતા અને તમારા લક્ષ્ય પ્રત્યે તમે કેટલા ડેડીકેશન બતાવી રહ્યા છો તે જાણવું જરૂરી છે.

કરિયરઃ- વિદેશ જવા માટે હાલ સમય યોગ્ય નથી.

લવઃ- પરિવારનો સહયોગ ન મળવાના કારણે લગ્નને લગતો નિર્ણય લઇ શકવો મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં ઉત્સાહ અને સાદગી જાળવી રાખવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4

-------------------------------

મીનઃ- THE CHARIOT

તમારી આસપાસ બનેલી પરિસ્થિતિથી બહાર આવવું તમારા માટે શક્ય છે છતાંય તમારી ઇચ્છા શક્તિને વધારે પ્રબળ બનાવવાની કોશિશ કરતાં રહો. પરિવારમાંથી યોગ્ય લોકો સાથે જોડાવાની કોશિશ તમારે કરવી પડશે.

કરિયરઃ- કામને લગતી યાત્રા તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

લવઃ- પાર્ટનર્સમાં વિવાદ વધતા રહેશે.

સ્વાસ્થ્યઃ- યૂરિનને લગતી તકલીફ નજરઅંદાજ ન કરો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8