તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:બુધવારે સિંહ જાતકો બાળકોના વ્યવહારને લઇને ચિંતામાં રહેશે, ઘરમાં બાળકોને લઇને મનમુટાવ થશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 16 સપ્ટેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- ACE OF PENTACLES

અત્યાર સુધી કરેલી મહેનતથી તમને આર્થિક લાભ મળી રહ્યો છે. આ લાભ વધારે ઝડપથી આગળ વધશે. આજે તમારા મોટાભાગના નિર્ણયો સાચા સાબિત થશે જેનો અનુભવ તમને તરત જ થઇ જશે.

કરિયરઃ- સોના સાથે જોડાયેલાં વેપારીઓ આજે મોટું રિસ્ક ન લે.

લવઃ- પાર્ટનર પાસેથી સુખના સમાચાર મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- દાંત સાથે જોડાયેલી બીમારી થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

------------------------------

વૃષભઃ- QUEEN OF SWORDS

વાત ભલે કામની હોય કે પરિવારની. તમે તમારું હિત પહેલાં રાખીને જ નિર્ણય લો. આજે તમને વ્યક્તિગત વાતો ઉપર કરેલી ટિપ્પણીથી તણાવ અને ગુસ્સો બંને આવી શકે છે.

કરિયરઃ- વરિષ્ઠ અધિકારી આજે માનસિક તણાવનો સામનો કરશે.

લવઃ- ડિવોર્સ સાથે જોડાયેલી કોશિશ સફળ રહેશે

સ્વાસ્થ્યઃ- ઘૂંટણનો દુખાવો આજે પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

------------------------------

મિથુનઃ- 10 OF PENTACLES

ઉપર ઉપરથી પરિવાર સાતે રહેશે પરંતુ આર્થિક વાત સાથે જોડાયેલાં વિવાદ એકબીજા વચ્ચે રહેશે. જો તમે ઘરના નાના સભ્ય છો તો વડીલોની વાત ઉકેલવાનો પ્રયત્ન ખોટો રહેશે. ઘર કે પ્રોપર્ટીને લગતી વાત કોર્ટ સુધી જઇ શકે છે.

કરિયરઃ- પારિવારિક વ્યપાર સાથે જોડાયેલાં લોકો ઉન્નતિ કરશે.

લવઃ- પતિ-પત્નીમાં સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- વડીલ વ્યક્તિને શ્વાસની અને કફની સમસ્યા રહેશે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 8

------------------------------

કર્કઃ- 7 OF SWORDS

તમારી પોતાના પ્રત્યે ગેર જવાબદારી સ્વાસ્થ્યને લગતી થોડી પરેશાની ઊભી કરી શકે છે. સ્વાસ્થ્યની પરેશાની 1 દિવસમાં શરૂ થઇ નથી. તેવી જ રીતે આપણે તેને એક દિવસમાં ઠીક કરી શકીએ નહીં.

કરિયરઃ- શેરબજારમાં થોડું નુકસાન થઇ શકે છે.

લવઃ- પાર્ટનરની વાતો ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરશો નહીં.

સ્વાસ્થ્યઃ- વાળની સમસ્યા વધારે પરેશાન કરશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

------------------------------

સિંહઃ- THE SUN

બાળકોનો વ્યવહાર તમારી ચિંતાનો વિષય રહેશે. તમને તમારા બાળકો ઉપર વિશ્વાસ છે, પરંતુ તમે તેમને દરેક પરેશાનીથી બચાવવા માંગો છો. તે સંભવ નથી. આજે તમે તેમનું માર્ગદર્શન કરો.

કરિયરઃ- પરિવારની ચિંતાની અસર કામ ઉપર પડી શકે છે.

લવઃ- પાર્ટનર્સમાં બાળકોને લઇને મતભેદ રહેશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટીથી બચવું.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

------------------------------

કન્યાઃ- 8 Of cups

ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર કામ કરવાનું શરૂ કરો. આજે તમારી વધારે પરેશાની વધારે ભાવનાત્મક થવાના કારણે રહી શકે છે. તમે ભાવનાઓ ઉપર કાબૂ કરી શકો છો અને આ અંગે જવાબદારી લેતાં શીખો.

કરિયરઃ- કામમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે.

લવઃ- પાર્ટનર્સમાં સમજાવવું અને સમજવું બંને કોશિશ શરૂ રહેશે.

સ્વાસ્થ્યઃ- કરોડરજ્જુ કે પેટનો દુખાવો રાતે રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

------------------------------

તુલાઃ- PAGE OF PENTACLES

પરિવારના બાળકો પાસેથી સુખ પ્રાપ્ત થશે. જો તમે યુવાન છો અને રૂપિયા અંગે આત્મનિર્ભર થવા માંગો છો તો આજે તમને યોગ્ય માર્ગ અને પ્રેરણા પ્રાપ્ત થઇ શકે છે. તમને તમારા કામ સાથે શિક્ષણ ઉપર પણ ધ્યાન આપવું પડશે.

કરિયરઃ- કોમર્સ ક્ષેત્રના વિદ્યાર્થીઓ વિશેષ પ્રગતિ કરશે.

લવઃ- તમારા સંબંધ પ્રત્યે તમે જવાબદાર રહો.

સ્વાસ્થ્યઃ- બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 5

------------------------------

વૃશ્ચિકઃ- THE MOON

તમારા ઉત્સાહમાં કામને લઇને થોડો ઉતાર-ચઢાવ આવી શકે છે. ઘરના કોઇ વ્યક્તિ સાથે થયેલો વાદ-વિવાદ એકબીજાના તાલમેલથી ઉકેલાઇ જશે. આજે તમે એકલા રહેવાનું પસંદ કરશો.

કરિયરઃ- કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી દુવિધા વધી શકે છે.

લવઃ- પાર્ટનર્સમાં નિરાશા રહેશે.

સ્વાસ્થ્યઃ- છાતિ સાથે જોડાયેલાં વિકારને ઇગ્નોર કરશો નહીં.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 1

------------------------------

ધનઃ- 4 OF PENTACLES

ઘર માટે લીધેલું દેવું આજે તમને અસ્વસ્થ કરી દેશે. ભવિષ્ય સાથે જોડાયેલી રૂપિયાની ચિંતા તમને પરેશાન કરશે. આર્થિક પ્રગતિ તમારી જ થઇ રહી છે. બધી જ સમસ્યાનો 1 દિવસમાં ઉકેલ લાવવો તમારા માટે તણાવ વધારનાર સાબિત થશે.

કરિયરઃ- નવા કામ અંગે માર્ગ મળવામાં સમય લાગશે.

લવઃ- લવ લાઇફમાં તણાવ આર્થિક કારણના લીધે રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

------------------------------

મકરઃ- 3 OF CUPS

કામ સાથે જોડાયેલા નિર્ણયની સફળતાનું ફળ આજે મળશે. એટલે વ્યક્તિગત જીવન અને વ્યવહારિક જીવનમાં આનંદ અને આત્મવિશ્વાસ રહેશે. લોકો સાથે મેલજોલ વધારે રહેશે.

કરિયરઃ- કામમાં પ્રગતિ થશે.

લવઃ- પાર્ટનરની પ્રગતિનો આનંદ ઉજવવામાં આવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

------------------------------

કુંભઃ- 9 OF WANDS

શરીરમાં થયેલો કોઇ ઘાવ કે તકલીફ આજે તમને પરેશાન કરી શકે છે. આજે તમારે આખો દિવસ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. મહત્ત્વપૂર્ણ કામ તમે ટાળી શકતાં નથી તો કોઇની મદદ કરવાથી કોશિશ કરો.

કરિયરઃ- શરીરનો થાક કામ ઉપર અસર કરશે.

લવઃ- પાર્ટનર પાસેથી પ્રેમ મળશે.

સ્વાસ્થ્યઃ- ગરમ પાણી પીવાથી તકલીફમાં રાહત મળશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

------------------------------

મીનઃ- KING OF CUPS

તમે તમારી ભાવનાઓને લઇને આજે સજાગ રહેશો. કોની સાથે શું વાત કરવી છે અને શું નહીં, તે વાતની તમને જાણ રહેશે. પરિવારથી વધારે આજે તમે કામ અંગે ધ્યાન આપશો.

કરિયરઃ- ટ્રેનિંગ સાથે જોડાયેલાં લોકો આજે પ્રગતિ કરશે.

લવઃ- મનગમતા વ્યક્તિ સાથે જોડાયેલી ભાવના પ્રકટ કરવા માટે યોગ્ય દિવસ છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

અન્ય સમાચારો પણ છે...