ટેરો રાશિફળ:JUDGEMENT કાર્ડ પ્રમાણે મંગળવારે મેષ જાતકોએ તેમના કાર્યોમાં ફેરફાર અંગે વિચારવું પડશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

16 નવેમ્બર, મંગળવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- JUDGEMENT

જીવનમાં એક સમાન ઘટતી ઘટનાઓની શ્રૃંખલાને તોડવા માટે તમારે તમારી ઊર્જામાં ફેરફાર લાવવાની કોશિશ કરવી પડશે. જો તમે અલગ પરિણામ પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખો છો તો તમને કામમાં પણ ફેરફાર અંગે વિચારવું પડશે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી જવાબદારીઓને શરૂઆતમાં ટાળી શકાય છે પરંતુ છેલ્લે આ જવાબદારીઓનો સ્વીકાર કરીને તમારે જ નિભાવવી પડશે.

લવઃ- લગ્નને લગતી તકલીફ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1

-----------------------------

વૃષભઃ- ACE OF SWORDS

અન્ય લોકોની મદદ કરવાના સ્વભાવના કારણે લોકો તમારી સાથે સરળતાથી જોડાઈ શકશે અને જ્યારે પણ મુશ્કેલીઓનો સામનો તમે કરશો ત્યારે તે લોકો તમારી સમસ્યાનું સમાધાન શોધવામાં મદદ કરશે.

કરિયરઃ- હાલ કામને લગતા નાના ટાર્ગેટ જ બનાવીને રાખો

લવઃ- પાર્ટનર સાથે પ્રેમથી વ્યવહાર કરવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં કોઈને કોઈ પ્રકારનો દુખાવો રહેશે,

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

-----------------------------

મિથુનઃ- FOUR OF PENTACLES

જીવનના જે સ્તર અંગે તમને માર્ગદર્શનની જરૂરિયાત છે તે સ્તરના પારંગત વ્યક્તિ સાથે ચર્ચા કરો અને પોતાના જ્ઞાનનો વિસ્તાર કરવાની કોશિશ કરો

કરિયરઃ- કાને લગતું ફોકસ જળવાયેલું રહેશે.

લવઃ- નવા વ્યક્તિ સાથે થયેલાં પરિચયના કારણે તે વ્યક્તિ પ્રત્યે આકર્ષિત અનુભવ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરની ઇમ્યુનિટી વધારવા અંગે ધ્યાન આપો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

-----------------------------

કર્કઃ- SIX OF SWORDS

મિત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહેલો સાથ તમને આનંદિત કરશે. પરંતુ થોડી વાતોમાં લોકોનો સાથ મળી શકશે નહીં અથવા પ્રાપ્ત થવા છતાંય તમને સંપૂર્ણ મદદ મળી શકશે નહીં

કરિયરઃ- કરિયરને લગતા થોડા મોટા નિર્ણય આજે જ લેવા પડી શકે છે.

લવઃ- વ્યક્તિગત સમસ્યાઓ ઓછી થવાના કારણે રિલેશનશિપ અને પાર્ટનર ઉપર ધ્યાન આપી શકશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી થતી તકલીફ ઓછી થશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

-----------------------------

સિંહઃ- THE STAR

થોડા લોકોને કામને લગતા શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે છતાંય કામ અપેક્ષા પ્રમાણે પૂર્ણ ન થવાના કારણે ચિંતા રહેશે. પરિવારના લોકો અને સંબંધીઓ સાથે મેલજોલ જળવાયેલું રહેશે.

કરિયરઃ- લોકો મેટલના વેપાર સાથે જોડાયેલાં છે તેમણે મોટું રિસ્ક લેવાનું ટાળવું.

લવઃ- પાર્ટનર અને તમે પરિવારના સુખ માટે કોશિશ કરતા રહેશો.

સ્વાસ્થ્યઃ- લિક્વિડ ડાયટ દ્વારા શરીરમાં વધતું ડિહાઇડ્રેશન ઘટશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

-----------------------------

કન્યાઃ- THE MOON

આજનો દિવસ ભાવનાત્મક મુંજવણ વધારવાનો રહેશે. કોઇ વિષય ઉપર કેટલું પણ ધ્યાન આપવું છે અને માનસિક રૂપથી વાતોમાં કેટલા ગુંચવાયેલાં છો તે અંગે તમને જાણવા મળશે.

કરિયરઃ- સહકર્મીઓ દ્વારા મળી રહેલો સહયોગ આજે તમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે.

લવઃ- પાર્ટનરની વાતોને યોગ્ય સમજી શકવી તમારા સંબંધમાં તણાવ વધારશે

સ્વાસ્થ્યઃ- લોહીને લગતી બીમારી ઠીક કરવાની કોશિશ કરો

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

---------------------------

તુલાઃ- JUSTICE

સરકારી કાર્યોમાં આજે તમને પ્રગતિ જોવા મળી શકે છે. પેપર્સને લગતું કોઇ મહત્ત્વપૂર્ણ કામ આજે પૂર્ણ થઇ શકે છે. પરિવારના લોકો સાથે આજે ઓછી વાતચીત રાખો. વિના કારણે ઝઘડો થવાની સંભાવના બની રહી છે.

કરિયરઃ- વિદ્યાર્થીઓને તેમની મહેનત પ્રમાણે ફળ પ્રાપ્ત થશે.

લવઃ- પ્રેમ સંબંધો પ્રત્યે રાખવામાં આવેલ દૃષ્ટિકોણ આજે બદલાઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી અને કફને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9

---------------------------

વૃશ્ચિકઃ- NINE OF WANDS

ભૂતકાળમાં જે લોકો દ્વારા તમને ફસાવવામાં આવ્યાં હતાં, એવા લોકો સાથે ફરીથી એકવાર તમે પરિચયમાં આવી શકો છો. તેમનાથી દૂર રહેવાની કોશિશ કરો, પરંતુ જો લોકોને ટાળવામાં આવી શકે નહીં તો તેમના વ્યવહારને યોગ્ય રીતે ઓળખો.

કરિયરઃ- કામને લગતી જવાબદારીઓ અચાનક વધી શકે છે.

લવઃ- વ્યક્તિગત જીવન અને કામને લગતી વાતોમાં સંતુલન જાળવી રાખવાના કારણે સંબંધને સમય આપવો મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો તકલીફ આપી શકે છે

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

---------------------------

ધનઃ- KNIGHT OF CUPS

તમારા વ્યક્તિત્વ પ્રત્યે કોઇ નજીકનું વ્યક્તિ આકર્ષિત થઇ રહ્યું છે આ વાતનો અંદાજો તમને લાગશે. તમારે તમારો વ્યવહાર તેમની સાથે કેવી રીતે રાખવો છે આ વાતને નક્કી કરવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- જે લોકો ઉચ્ચ શિક્ષણની કામના રાખે છે તેઓએ પોતાના લક્ષ્યને ફરીથી પારખવો પડશે.

લવઃ- પૂર્વ પ્રેમી સાથે અચાનક મુલાકાત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- પાણીનો ઉપયોગ યોગ્ય રીતે કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

---------------------------

મકરઃ- QUEEN OF CUPS

કામને લગતી એકાગ્રતામાં આજે તમને ફેરફાર જોવા મળશે. લોકોથી થોડું દૂર રહીને તમે તમારા વ્યક્તિગત જીવનને સારું બનાવવાની કોશિશ આજે કરી શકો છો. જો તમને તમારી માનસિક પરિસ્થિતિ કે ભાવનાઓ પ્રકટ કરવામાં તકલીફ થઇ રહી છે તો તેને લગતી વાતો અંગે જરૂરિયાત કરતાં વધારે વિચારશો નહીં.

કરિયરઃ- કામને લગતી યોજના જ્યાં સુધી તમે વાસ્તવમાં લાવવાની કોશિશ નહીં કરો ત્યાં સુધી કોઇ સાથે પણ ચર્ચા ન કરો

લવઃ- પાર્ટનરને તમારી મદદની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- કિડનીને લગતી તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

---------------------------

કુંભઃ- WHEEL OF FORTUNE

દિવસની શરૂઆતથી જ તમને પોઝિટિવિટી અનુભવ થશે. જરૂરી વાતોને પૂર્ણ થતી જોઇને તમને આનંદ મળશે. પરિવાર સાથે સમય વિતાવવા માટે તમે વધારે ઉત્સુક રહેશો.

કરિયરઃ- વૈદ્યકીય ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો ઉચ્ચ શિક્ષણ માટે કોશિશ કરી શકે છે.

લવઃ- પાર્ટનરના સ્વભાવમાં જે પણ નકારાત્મક વાતો છે, તેના તરફ ધ્યાન આપો.

સ્વાસ્થ્યઃ- કરોડરજ્જુની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

---------------------------

મીનઃ- THE HIGH PRIESTESS

તમારા મનમાં જે પણ વાતો ચાલી રહી છે આ વાતનો અંદાજો લગાવવો કોઇપણ વ્યક્તિ માટે મુશ્કેલ સાબિત થઇ શકે છે. પરંતુ તમે યોગ્ય માર્ગ ઉપર છો એટલે જ્યાં સુધી તમને યોગ્ય ન લાગે ત્યાં સુધી તમારી વાતને કોઇ સામે જાહેર ન કરો.

કરિયરઃ- કામને લગતી યોજના જલ્દી જ તમને ફાયદો આપી શકે છે.

લવઃ- પાર્ટનર સાથે એકાંતમાં વિતાવેલો સમય પાર્ટનરના સ્વભાવના અંગે નવી જાણકારી આપશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક થાક અનુભવ થશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2