ટેરો રાશિફળ:THE FOOL કાર્ડ પ્રમાણે સોમવારે સિંહ રાશિના જાતકોને વેપારમાં નામ અને પૈસા બંનેની પ્રાપ્તિ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 16 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃSEVEN OF WANDS
તમારા પર જવાબદારીઓનું ભારણ વધશે જેની અસર તમારા જૂના અને નવા કામ પર થશે. બંને બાબતોમાં તાલમેલ બનાવી રાખવા માટે તમારા મનને એકાગ્ર કરવાની યોજના બનાવો અને તેના પર અમલ કરવાનો પ્રયાસ કરો. વૃદ્ધો દ્વારા તમારા વિશે કરવામાં આવેલી ટિકાની અસર તમારા આત્મવિશ્વાસ પર ન થવા દો.

કરિયર: માર્કેટિંગ સંબંધિત કામમાં અડચણો આવી શકે છે.
લવ: પતિ પત્નીમાં એક બીજાને સમજવાનો પ્રયાસ ચાલુ રહેશે.
સ્વાસ્થ્યઃ પેટ અને એસિડિટી સંબંધિત સમસ્યા અયોગ્ય ખાવાપીવાને કારણે થઈ શકે છે.
શુભ રંગ: લીલો
શુભ અંક: 2
---------
વૃષભઃTHE HIGH PRIESTESS
શિક્ષણ પ્રત્યે તમારો રસ વધશે. નવા કાર્યોને સારી રીતે સમજવાનો તમારો પ્રયાસ સફળ રહેશે. પરિવારમાં સ્ત્રી દ્વારા તમને યોગ્ય માર્ગદર્શન મળી શકે છે. તમારાથી મોટા લોકો તમારા નિર્ણય ક્ષમતાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશે જે તમને તકલીફ આપી શકે. તમારી ભાવનાઓને વ્યક્ત કરતા સમયે શાંત રહો અને આત્મવિશ્વાસની સાથે બોલો.

કરિયરઃ મેડિકલ ક્ષેત્ર સંબંધિત લોકોને ઉચ્ચ શિક્ષણ વિશે વિચારવું પડશે.
લવઃ પાર્ટન અને પરિવારની વચ્ચે સંબંધ ખરાબ થઈ શકે છે જેની અસર તમારી માનસિક શાંતિ પર થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ વાતાવરણમાં આવી રહેલા ફેરફારના કારણે ગળામાં બળતરા અને શરદી જેવી તકલીફ થઈ શકે છે.
શુભ રંગ: વાદળી
શુભ અંક:1
-------------
મિથુનઃ KNIGHT OF SWORDS
તમારા આગળ વધવાનો પ્રયાસ સફળ રહેશે પરંતુ નિર્ણય ક્ષમતામાં પણ સકારાત્મક ફેરફાર જોવા મળશે જેના કારણે જીવનમાં પ્રગતિ તમને પ્રાપ્ત થઈ શકે છે. રિલેશનશિપ સંબંધિત નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી કેમ કે, અત્યારે તમામ પાસાઓ જાણી શકશો નહીં અને માત્ર વર્તમાન વાતોનું ધ્યાન રાખીને લેવામાં આવેલા નિર્ણયથી આગળ જઈને તમારા માટે તકલીફ ઊભી કરી શકે છે.

કરિયરઃ મુશ્કેલ કામને પતાવવાનો તમારો પ્રયાસ ચાલુ રહેશે
લવઃ દરેક વાત પર જાતે નિર્ણય લેવાથી તમારા અને પાર્ટનરની વચ્ચે તણાવ પેદા થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ ગેસ સંબંધિત સમસ્યા થઈ શકે છે.
શુભ રંગ: લાલ
શુભ અંક: 3
------------
કર્કઃ QUEEN OF SWORDS
કામ અને વ્યક્તિગત જીવનમાં સંતુલન ન બનાવી શકવાને કારણે તમને બંને બાબતોમાં પ્રગતિ જોવા નથી મળી રહી. જેટલી મહેનતથી તમે આગળ વધી રહ્યા હતા, એટલી ઝડપે તમે પાછળ હટી રહ્યા છો. તેથી પરિસ્થિતિ સંબંધિત થોડો બ્રેક લો અને ફરીથી તેનું અવલોકન કરીને જરૂરી વાતોમાં ફેરફાર લાવવાની જરૂર રહેશે.

કરિયરઃ તમારી ક્ષમતા અનુસાર તમે કામ ન કરી શકવાને કારણે પોતાની જાત પર ગુસ્સો આવી શકે છે.
લવઃ મનમાં ચાલી રહેલી મૂંઝવણને સમજવાનો પ્રયાસ કરો નહીં તો તેની અસર તમારા રિલેશનશિપ પર પડશે.
સ્વાસ્થ્યઃ ઓછી ઈમ્યુનિટીના કારણે વાયરલ ઈન્ફેક્શન થઈ શકે છે.
શુભ રંગઃ સફેદ
શુભ અંકઃ 8
---------
સિંહઃ THE FOOL
તમારા પ્રયત્નોમાં સાતત્ય ન હોવાને કારણે, તમે મન ગમતી વસ્તુઓમાં પણ પ્રગતિ જોઈ નથી શકતા. આજે તમારે માનસિક શારીરિક અને બોદ્ધિક સ્તર પર શું ફેરફાર કરવાના છે તે વાતનું અવલોકન કરવું પડશે. તમારી આસપાસની પરિસ્થિતિને બદલવા માટે પહેલા તમારે અંદરથી બદલવું જરૂરી છે.

કરિયરઃ વેપારની શરૂઆતમાં નામ અને પૈસા બંને મળશે.
લવઃ પરણિત લોકોના વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે.
સ્વાસ્થ્યઃ યાત્રા કરતા સમયે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
શુભ રંગઃ પીળો
શુભ નંબરઃ 5
------------
કન્યાઃ THE MAGICIAN
તમને ઉપલબ્ધ થઈ રહેલા સ્રોતનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવાનો છે અને પોતાના માટે નવી તક કેવી રીતે પ્રાપ્ત કરવાની છે તે વાતને સારી રીતે સમજવાથી તમે તેના પર તરત અમલ કરવાનું શરૂ કરશો. જે વ્યક્તિ સામાજીક કાર્યો સાથે સંબંધિત છે તેમને તેમના કાર્યને વધુ આગળ વધારવા માટે મદદ પ્રાપ્ત થશે.

કરિયરઃ નોકરી કરનારા લોકોને કામનું યોગ્ય શ્રેય મળશે જે યોગ્ય તક પ્રદાન કરશે.
લવઃ પાર્ટનર દ્વારા તમારી વાતોને મનાવવી તમારા માટે સરળ રહેશે.
સ્વાસ્થ્યઃ કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનને અવગણશો નહીં.
શુભ રંગઃ ગ્રે
શુભ અંકઃ 4
------------
તુલા: TEN OF SWORDS
તમારા પ્રયત્ન કરવા છતાં સફળતા મુશ્કેલ બનશે. પૈસાના વ્યવહાર અપેક્ષા પ્રમાણે ન થવાથી તણાવ ઉત્પન્ન થઈ શકે છે. લોકોમાં તમારા માટે ગેરમાન્યતા તમને નકારાત્મક બનાવી શકે છે. સ્વાસ્થ્ય સાથ નહિ આપે તેથી તકલીફ વધશે.

કરિયરઃ તમારા માટે વધી રહેલી નેગેટિવિટીથી તમારા કામ પર અસર થશે.
લવઃ તમારા પ્રત્યે વધી રહેલો રોષ તમને સકારાત્મક રિલેશનશિપમાં આવવાથી રોકી રહ્યો છે.
સ્વાસ્થ્યઃ પીઠની માંસપેશીઓમાં તણાવ મહેસૂસ થઈ શકે છે.
શુભ રંગઃ લીલો
શુભ અંકઃ 2
------------
વૃશ્ચિક: SIX OF WANDS
પરિવારનો સાથ મળવાથી મુશ્કેલ પરિસ્થિતિમાં સહારો મળશે. કોલેજ જનારા વિદ્યાર્થીઓને પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે.

કરિયરઃ- તમારા કામમાં અવરોધ લાવનારા લોકો વિશે જાણ થતાં તમે યોગ્ય પગલાં લઈ આગળ વધશો.
લવઃ- તમારા પ્રયાસથી પાર્ટનરને કરિયરમાં મહત્ત્વપૂર્ણ કામ કરવામાં પ્રોત્સાહન મળશે.
સ્વાસ્થ્યઃ- જીવનશૈલીના ફેરફારની અસર તમારા સ્વાસ્થ્ય પર જોવા મળશે.
શુભ રંગઃ- બ્રાઉન
શુભ અંકઃ- 9
------------
ધન: THE HERMIT
તમારા અંદરની એકલાપણાની ભાવના વધવાથી નેગેટિવિટી વધી રહી છે. કોઈ પરિસ્થિતિથી દૂર જવાથી તેનું સમાધાન નહિ આવે. તેનો સામનો કરો. તમારા અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરો.

કરિયરઃ- બ્રેક લઈ નવા ઉત્સાહ સાથે ફરી કામની શરૂઆત થશે.
લવઃ- મનગમતો પાર્ટનર ન મળવાથી અપરિણીત લોકોમાં નિરાશા રહેશે.
સ્વાસ્થ્યઃ- વડીલોને દાંતની સમસ્યા થઈ શકે છે.
શુભ રંગઃ- મરુન
શુભ અંકઃ- 7
------------
મકર: STRENGTH
ઈચ્છા શક્તિની અસર શું થઈ શકે છે તેનો અનુભવ તમને આજે થશે. ગુરુ દ્વારા મળેલા જ્ઞાનનો ઉપયોગ કરી પોતાને અને અન્યને માર્ગદર્શન આપતા રહો. આધ્યાત્મિક પ્રગતિ કરવાનું લક્ષ્ય પૂરું થઈ શકે છે.

કરિયરઃ- ઉચ્ચ પદ પર સ્થિત અધિકારીઓને તેમનાથી કનિષ્ઠ કર્મચારીઓ સાથે તાલમેળ બનાવી રાખવો થોડા પ્રયત્નો બાદ સરળ બનશે.
લવઃ- લગ્ન માટે પરિવારની સંમતિ મેળવવી સરળ બનશે.
સ્વાસ્થ્યઃ- નેચરોપેથી અને આયુર્વેદિક ઔષધિ દ્રારા ઈમ્યુનિટી વધારવાનો પ્રયત્ન કરો.
શુભ રંગઃ- નારંગી
શુભ અંકઃ- 4
------------
કુંભ: THE HANGEDMAN
ઘણા દિવસો સુધી પરિસ્થિતિમાં ફેરફાર ન આવવાથી તમારામાં અસફળતાની ભાવનાઓ આવી શકે છે. પરિવાર સંબંધિત સમસ્યાઓ વધવાથી તમે ભાવનાત્મક રીતે કમજોર મહેસૂસ કરી શકો છો.

કરિયરઃ- સરકારી નોકરી માટે પ્રયત્નો અને તૈયારી હજુ વધારે કરવી પડશે.
લવઃ પાર્ટનરની જિદને કારણે મળેલા અવસરોનો યોગ્ય ઉપયોગ નહિ કરી શકો.
સ્વાસ્થ્યઃ સાયનસ અને માઈગ્રેનની સમસ્યા દૂર કરવા માટે બૈચ ફ્લાવર થેરપી કારગર સાબિત થશે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 5
------------
મીન: PAGE OF SWORDS
તમારી અંદરના કલા ગુણો બહાર લાવવાનો અવસર મળશે. મીડિયા ક્ષેત્રે જોડાયેલા લોકોને ઓછા સમયમાં વધુ પ્રસિદ્ધિ મળશે. યુવાનોએ કરિયર વિશે ગંભીર વિચાર કરવો પડશે.

કરિયરઃ વધારે પડતી જવાબદારીનો તણાવ વધવાથી કામની શરુઆતમાં કન્ફ્યુઝન વધી શકે છે.
લવઃ તમારી અને પાર્ટનરની વાતોમાં એકમત ન હોવાથી મહત્ત્વપૂર્ણ વાતોમાં અવરોધ આવશે.
સ્વાસ્થ્યઃ પંચકર્મ અથવા શરીર શુદ્ધિથી સ્વાસ્થ્ય સારું થશે.
શુભ રંગઃ પર્પલ
શુભ અંકઃ 3

અન્ય સમાચારો પણ છે...