તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:શુક્રવારે THE TOWER કાર્ડ પ્રમાણે કર્ક રાશિના જાતકોના તમામ કામ મન મરજી પ્રમાણે થશે, પૈસા ન મળવા પર થોડી ચિંતા રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

16 જુલાઈ, શુક્રવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- KNIGHT OF SWORDS

કોઈ વાત વિશે સંપૂર્ણ માહિતી ના હોવાને લીધે વધારે વિચારો આવ્યા કરશે. આ કારણે કામ પર ફોકસ નહીં કરી શકો. તમારી ભાવનાઓ પર કન્ટ્રોલ રાખવો. પરિવારના અમુક લોકો સાથે અંતર વધી જશે.

કરિયરઃ- તમે કોઈ મોટા કામ માટે રેડી જ છો, તેમ છતાં કામ શરુ કર્યા પહેલાં યોગ્ય પ્લાન બનાવો.

લવઃ- રિલેશનશિપને લઈને મનમાં વધારે ચિંતા રહેશે, પણ નેગેટિવ વિચારો પર વધારે ધ્યાન ના આપવું.

સ્વાસ્થ્યઃ- પેટમાં ગેસ વધવાને લીધે તકલીફ થશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

--------------------------

વૃષભઃ- FOUR OF WANDS

તમારી મરજીના કામ આજે પૂરા થશે. સાંજના સમયે ભવિષ્યની ચિંતા થઈ શકે છે. નવા લોકો સાથે જોડાવાથી નવી વાતો શીખવા મળશે. ઘણા લોકોમાંથી પ્રેરણા મળતી રહેશે.

કરિયરઃ- ક્લાયન્ટ સંબંધિત વ્યવહાર પારદર્શક ના હોવાને લીધે તમને નેગેટિવ વિચારો આવી શકે છે. તેની અસર તમારા કામની ક્વોલિટી અને પ્રોજેક્ટ ડેડલાઈન પર થશે.

લવઃ- પાર્ટનરને આપેલા પ્રોમિસને પૂરું કરવા પ્રયત્નો કરવા.

સ્વાસ્થ્યઃ- દિવસની શરુઆતમાં માથામાં દુખાવો રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

--------------------------

મિથુનઃ- NINE OF CUPS

તમારી વાતચીતથી જ મોટાભાગની તકલીફનું સોલ્યુશન આવી જશે. સ્ટ્રેસ ઓછો લાગશે. પરિવારનો તકલીફ દૂર કરવા પ્રયત્નો કરવા. પરિવાર સાથે સમય પસાર કરવાથી ખુશ રહેશો.

કરિયરઃ- ધંધા સાથે જોડાયેલા લોકોને પોઝિટિવ અનુભવ થશે. આજે રૂપિયાની આવક વધી શકે છે.

લવઃ- જ્યાં સુધી પાર્ટનર સામેથી સલાહ ના આપે ત્યાં સુધી ના આપો.

સ્વાસ્થ્યઃ- વજન પર કંટ્રોલ કરવાની મહેનત વધારવી પડશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 9

--------------------------

કર્કઃ- THE TOWER

તમારાં બધા કામ મન મરજી પ્રમાણે થઈ જશે તો પણ કોઈને કોઈ વાતે ચિંતા રહેશે. કોઈ વ્યક્તિ દ્વારા પૈસા ન મળવા પર તમે ઈન સિક્યોર મહેસૂસ કરશો. પરિવાર પર વધારે પડતાં નિર્ભર રહેવાથી તણાવમાં રહેશો.

કરિયરઃ- કાર્ય ક્ષેત્રેનાં કામમાંથી થોડો બ્રેક લેવાની આવશ્યકતા છે. કયા કામને કેટલું પ્રાધાન્ય આપવાનું છે તે તમારે નક્કી કરવું પડશે.

લવઃ- રિલેશનશિપ સંબંધિત વાતો પર લોકો દ્વારા ટિપ્પણી થવાને કારણે તમે નકારાત્મક મહેસૂસ કરશો.

સ્વાસ્થ્યઃ- પેટમાં બળતરાં તકલીફ આપશે. અપચો થવાની સમસ્યા જટિલ બની શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

--------------------------

સિંહઃ- QUEEN OF CUPS

તમારા મનમાં ઘણી બધી વાતો છે જે કોઈ સાથે શેર કરવાથી તમને માનસિક શાંતિની પ્રાપ્તિ નહિ થાય. માનસિક તકલીફ દૂર કરવા માટે થોડો સમય ખુલ્લી હવામાં પસાર કરો અને પાણી પાસે સમય પસાર કરો. તેનાથી ભાવનાત્મક સંતુલન પ્રાપ્ત થઈ શકે છે.

કરિયરઃ- જે મહિલાઓેએ પોતાના ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેને જાળવી રાખવા માટે વધારે પ્રયત્ન કરવાની જરૂર છે.

લવઃ- પરિવારના કેટલાક લોકો તમારો પાર્ટનર તમારા પર ઉશ્કેરાય તેવા પ્રયાસ કરશે. આ વાત તમને સમજાતા વાર લાગશે. જોકે તેની અસર તમારા રિલેશનશિપ પર નહિ થાય.

સ્વાસ્થ્યઃ- પગનો દુખાવો અથવા પગમાં સોજા આવી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

--------------------------

કન્યાઃ- TEN OF PENTACLES

પરિવારનો સાથ મળી રહેશે. કોઈ નવાં કામની શરૂઆત કરવાનો વિચાર કરી શકો છો. જે વાત તમને નકારાત્મક મહેસૂસ કરાવી રહી છે તેને વડીલો સાથે શેર કરો.

કરિયરઃ- કામનાં પ્રેશર અને ડેડલાઈનને કારણે વધારે તણાવ રહેશે.

લવઃ- પરિવારમાં ખુશહાલ વાતાવરણ રહેશે. પાર્ટનરને કારણે પરિવારના લોકો એકબીજાથી વધારે નજદીક આવશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અથવા સાયનસની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

--------------------------

તુલાઃ- KING OF SWORDS

તમારે સખત મહેનત કરતા સ્માર્ટ વર્ક કરવા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે, તમારી પાસે સમય ઓછો છે અને તમારે આજે ઘણી જવાબદારીઓ નિભાવવાની છે. કોઈપણ વ્યક્તિ સાથે ચર્ચા કરતી વખતે તમારે તમારા ક્રોધને કાબૂમાં રાખવો પડશે. તમારા દ્વારા બોલવામાં આવેલા કેટલાક કઠોર શબ્દોને લીધે કાર્ય કાયમ માટે બગડી શકે છે. તેથી તમારે સાવચેત રહેવું જોઈએ.

કરિયરઃ- જેઓ નવી નોકરીની શોધમાં છે તેમણે વધુ ધીરજ રાખવાની જરૂર છે.

લવ:- પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર મતભેદોને લીધે તેની અસર પાર્ટનર્સ સાથે સંબંધો પર પણ જોવા મળી શકે છે. પરંતુ સંબંધ તૂટશે નહીં.

સ્વાસ્થ્ય:- બીપી સંબંધિત સમસ્યા વધારે રહેશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 6
--------------------------

વૃશ્ચિકઃ- NINE OF WANDS

તમારો નાણાંનો પ્રવાહ વધી રહ્યો છે. પરંતુ પૈસાનું કેવી રીતે રોકાણ કરવા અથવા તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવામાં તમને વધુ સમય લાગશે. જેના કારણે તમારી નાણાકીય સમસ્યા આવકને કારણે બનેલી રહેશે.

કરિયરઃ- ગ્રાહકો સાથે વ્યવહાર કરતી વખતે વધુ રાહત બતાવવી પણ તમને નુકસાન અપાવશે.

લવ:- ભૂતકાળમાં થયેલી સમસ્યાઓના કારણે તમે ફરીથી સંબંધ પ્રત્યે નકારાત્મક અનુભવી શકો છો.

સ્વાસ્થ્ય:- કોઇને કોઈ બાબતે ચિંતિત રહેવાથી તેની અસર ઊંઘ પર જોવા મળી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 7
--------------------------

ધનઃ- THE HERMIT

આજે તમારો મોટાભાગનો સમય લોકોએ શું ભૂલો કરી છે તેનું નિરીક્ષણ કરવામાં પસાર થશે. તમારે લોકોને માફ કરતા શીખવું પડશે કારણ કે, તેમનું વર્તન તમારા નિયંત્રણમાં નથી. તેથી, તમારી ભાવનાઓ અને તમારા વિચારોને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરો અને સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરો અને કામ તરફ વધુ ધ્યાન જાળવશો.

કરિયર:- મહેનત મુજબ તમને ક્રેડિટ મળશે નહીં કે પૈસા પણ નહીં મળે. આના કારણે તમે કામ પ્રત્યે અને તમારી જાતને નકારાત્મક લાગશો.

લવ:- તમારા સંબંધનો પરિવાર દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવશે. તે શા માટે વિરોધ કરી રહ્યો છે તે જાણવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્ય:- લૉ બીપી સંબંધિત સમસ્યાઓ વધારે રહી શકે છે.

શુભ રંગઃ વાદળી

શુભ અંકઃ- 8

--------------------------

મકરઃ- THE HIEROPHANT

જે વિષયમાં તમને વધારે રસ છે તે વિષય સાથે સંબંધિત જ્ઞાન પ્રાપ્ત થશે અને સાથે તે જ્ઞાનનો ઉપયોગ કરવા માટે કામની તક પણ તરત પ્રાપ્ત થશે. પૈસા સંબંધિત વાતોને તમે ગંભીરતા ન લેતા તમારા પર દેવું વધી શકે છે જેને દૂર કરવા માટે તમારે વધારે પ્રયત્ન કરવાની જરૂર પડશે.

કરિયરઃ- કામ સંબંધિત દસ્તાવેજને બરાબર વાંચ્યા બાદ જ કામને આગળ વધારો.

લવઃ- રિલેશનશિપ સંબંધિત કોઈપણ પ્રકારનો નિર્ણય લેવા માટે પાર્ટનર અત્યારે સક્ષમ નથી તેથી રિલેશનશિપમાંથી વધારે અપેક્ષા ન રાખો.

સ્વાસ્થ્યઃ- વૃદ્ધોને ઘુંટણનો દુખાવો અને સાંધામાં દુખાવો સતાવી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1
--------------------------

કુંભઃ- THE MOON

તમારા સ્વભાવમાં વધારે ઉતાર-ચઢાવ આજે જોવા મળી શકે છે જેના કારણે કોઈપણ વાત પર ધ્યાન રાખવું તમારા માટે મુશ્કેલ હશે. લોકોને તમારા કારણે દુર્લક્ષિત મહેસૂસ થશે. મિત્રના કોઈ વર્તણના કારણે પણ તમને વધારે દુઃખ પહોંચી શકે છે. જે વાતની અસર તમારા માનસિક સ્વાસ્થ પર થઈ રહી છે તે વાતનું પરીક્ષણ ઊંડાણપૂર્વક કરો જેથી ભવિષ્યમાં આ પ્રકારની તકલીફ ફરીથી ન થાય.

કરિયરઃ- તમારા મનપસંદ ક્ષેત્રમાં કામ મળવા માટે વધુ સમય લાગી શકે છે તેથી તમારા પ્રયત્નોને છોડશો નહીં.

લવઃ- પાર્ટનરની સાથે થઈ રહેલા ઝઘડાંની ચર્ચા ત્રીજી વ્યક્તિની સાથે કરવાનું ટાળો. સાથે રિલેશનશિપ સંબંધિત વાતોના હલ માટે કોઈની પણ સલાહને માનશો નહીં.

સ્વાસ્થ્યઃ- ડાયાબિટીસની સમસ્યા જે લોકોને છે તેમને સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગૃત રહેવાની જરૂર છે.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ-3
--------------------------

મીનઃ- SIX OF PENTACLES

તમારે તમારી કાર્યક્ષમતા વધારવાની જરૂરિયા છે કેમ કે તમને સારી તક મળી રહી છે. માત્ર તમારી ક્ષમતા ઓછી થવાને કારણે તકને ટકાવી રાખવી તમારા માટે મુશ્કેલ હશે અને તમારા દ્વારા કામ અધૂરું છોડવાથી તમારે બદનામીનો પણ સામનો કરવો પડી શકે છે.

કરિયરઃ- પૈસા સંબંધિત વ્યવહાર કરતાં સમયે કોઈ વ્યક્તિને સાક્ષી રાખો.

લવઃ- કોઈ કારણોસર પાર્ટનર દુર્લક્ષિત મહેસૂસ કરશે જેના કારણે તેની અંદર એકલતા વધશે.

સ્વાસ્થ્યઃ- ડિહાઈડ્રેશન અને શરીરમાં વધતા સોજાને કારણે તમારી સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા વધી શકે છે. ડાયટિશિયનની મદદ જરૂર લો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 2