તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:મંગળવારે JUSTICE કાર્ડ પ્રમાણે તુલા રાશિના લોકોએ પરિવારના લોકો ઝઘડો ન થાય તે વાતનું ધ્યાન રાખવું પડશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 16 ફેબ્રુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THE FOOL

આજે તમે તમારી ક્ષમતાથી વધારે રિસ્ક લેવાની ભૂલ ન કરો. તમારા દ્વારા લેવામાં આવેલાં નિર્ણયને મિત્ર અને પરિવારના લોકો દ્વારા સહયોગ પ્રાપ્ત થવો મુશ્કેલ સાબિત થઇ શકે છે. તમારા નિર્ણય ઉપર ફરીથી એકવાર વિચાર કરીને જ આગળ વધો.

કરિયરઃ- મોજ-મસ્તી ઉપર વધારે ધ્યાન આપવાના કારણે કામ ઉપર અસર થશે.

લવઃ- પાર્ટનર સાથે યોગ્ય સંવાદ ન થવાના કારણે માનસિક તકલીફનું કારણ બની રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક સ્ટેમિના વધારવાની જરૂરિયાત છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

---------------------------

વૃષભઃ- KING OF PENTACLES

રૂપિયાને લગતો મોટો ફાયદો આજે તમને જોવા મળી શકે છે. થોડા લોકોને બોનસ પણ પ્રાપ્ત થઇ શકે છે. પરિવારને લગતી કોઇ મહત્ત્વપૂર્ણ જવાબદારી તમારા દ્વારા પૂર્ણ કરવામાં આવી શકે છે.

કરિયરઃ- કરિયરને લગતો મોટો નિર્ણય લેતા પહેલાં જાણકાર વ્યક્તિ સાથે ચર્ચા કરી લેવી.

લવઃ- પરિવારના લોકોની મંજૂરી વિના રિલેશનશિપને લગતી વાતોને આગળ વધારવી તમારા માટે તકલીફનું કારણ રહેશે.

સ્વાસ્થ્યઃ- યુવાઓએ પોતાના સ્વાસ્થ્ય ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

---------------------------

મિથુનઃ- THREE OF SWORDS

આજે થોડી વાતો તમારા મન પ્રમાણે થશે અને થોડી મન વિરૂદ્ધ પરંતુ જે વાતો મન વિરૂદ્ધ થઇ રહી છે તે વાતની અસર તમારા ઉપર વધારે થવા દેશો નહીં. તમારી અંદર વધી રહેલી નિરાશા અને ચીડિયાપણુ તમને લોકોથી દૂર કરી રહ્યું છે. કરિયરઃ- માર્કેટિંગને લગતો ટાર્ગેટ પૂર્ણ કરી શકશો.

લવઃ- પ્રેમ સંબંધોના કારણે આજે તમને નકારાત્મકતા અનુભવ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- બીપીને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

---------------------------

કર્કઃ- EIGHT OF SWORDS

તમે તમારી વ્યક્તિગત સીમાને વધારવાની કોશિશ કરશો. આ સમયે તમે તમારા સીમિત વિચારોથી બહાર આવવાની કોશિશ પણ કરી શકો છો. જે લોકોને માનસિક સ્વાસ્થ્યની પરેશાની થઇ રહી હતી તે લોકોને યોગ્ય મદદ પ્રાપ્ત થવાના કારણે તકલીફનો સામનો કરવાનું બળ મળશે.

કરિયરઃ- કામને લગતી વાતોમાં ઉત્સાહ બતાવીને તમારી એકાગ્રતા વધારવાની જરૂરિયાત રહેશે.

લવઃ- નવા વ્યક્તિની ઓળખ દ્વારા તમને રિલેશનશિપને લગતો નવો દૃષ્ટિકોણ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- કમરને લગતી તકલીફને ઇગ્નોર કરો

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 5

---------------------------

સિંહઃ- KNIGHT OF SWORDS

જીવનમાં કઇંક કરી બતાવવાની ઇચ્છા આજે વધારે રહેશે. જેના દ્વારા તમે દરેક વાત ઉપર વર્ચસ્વ અને નિયંત્રણ રાખવાની કોશિશ કરશો. થોડા લોકોને પોતાના નેતૃત્વ ગુણને દેખાડવાની સંધી પ્રાપ્ત થશે.

કરિયરઃ- દિવસની શરૂઆતમાં મહત્ત્વપૂર્ણ કામ જલ્દી પૂર્ણ થવાના કારણે અટવાયેલાં કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે.

લવઃ- તમારા વ્યક્તિત્વ પ્રત્યે કોઇ આકર્ષિત થઇ રહ્યું છે પરંતુ જો તમને તેમના માટે ભાવનાઓ નથી તો આ વાતનો ઉલ્લેખ કરો

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવો થઇ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

---------------------------

કન્યાઃ- THE MOON

આજનો દિવસ ભાવનાત્મક મુંજવણ વધારવાનો રહેશે. કોઇ વિષય ઉપર કેટલું પણ ધ્યાન આપવું છે અને માનસિક રૂપથી વાતોમાં કેટલા ગુંચવાયેલાં છો તે અંગે તમને જાણવા મળશે.

કરિયરઃ- સહકર્મીઓ દ્વારા મળી રહેલો સહયોગ આજે તમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે.

લવઃ- પાર્ટનરની વાતોને યોગ્ય સમજી શકવી તમારા સંબંધમાં તણાવ વધારશે

સ્વાસ્થ્યઃ- લોહીને લગતી બીમારી ઠીક કરવાની કોશિશ કરો

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

---------------------------

તુલાઃ- JUSTICE

સરકારી કાર્યોમાં આજે તમને પ્રગતિ જોવા મળી શકે છે. પેપર્સને લગતું કોઇ મહત્ત્વપૂર્ણ કામ આજે પૂર્ણ થઇ શકે છે. પરિવારના લોકો સાથે આજે ઓછી વાતચીત રાખો. વિના કારણે ઝઘડો થવાની સંભાવના બની રહી છે.

કરિયરઃ- વિદ્યાર્થીઓને તેમની મહેનત પ્રમાણે ફળ પ્રાપ્ત થશે.

લવઃ- પ્રેમ સંબંધો પ્રત્યે રાખવામાં આવેલ દૃષ્ટિકોણ આજે બદલાઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી અને કફને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9

---------------------------

વૃશ્ચિકઃ- NINE OF WANDS

ભૂતકાળમાં જે લોકો દ્વારા તમને ફસાવવામાં આવ્યાં હતાં, એવા લોકો સાથે ફરીથી એકવાર તમે પરિચયમાં આવી શકો છો. તેમનાથી દૂર રહેવાની કોશિશ કરો, પરંતુ જો લોકોને ટાળવામાં આવી શકે નહીં તો તેમના વ્યવહારને યોગ્ય રીતે ઓળખો.

કરિયરઃ- કામને લગતી જવાબદારીઓ અચાનક વધી શકે છે.

લવઃ- વ્યક્તિગત જીવન અને કામને લગતી વાતોમાં સંતુલન જાળવી રાખવાના કારણે સંબંધને સમય આપવો મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો તકલીફ આપી શકે છે

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

---------------------------

ધનઃ- KNIGHT OF CUPS

તમારા વ્યક્તિત્વ પ્રત્યે કોઇ નજીકનું વ્યક્તિ આકર્ષિત થઇ રહ્યું છે આ વાતનો અંદાજો તમને લાગશે. તમારે તમારો વ્યવહાર તેમની સાથે કેવી રીતે રાખવો છે આ વાતને નક્કી કરવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- જે લોકો ઉચ્ચ શિક્ષણની કામના રાખે છે તેઓએ પોતાના લક્ષ્યને ફરીથી પારખવો પડશે.

લવઃ- પૂર્વ પ્રેમી સાથે અચાનક મુલાકાત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- પાણીનો ઉપયોગ યોગ્ય રીતે કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

---------------------------

મકરઃ- QUEEN OF CUPS

કામને લગતી એકાગ્રતામાં આજે તમને ફેરફાર જોવા મળશે. લોકોથી થોડું દૂર રહીને તમે તમારા વ્યક્તિગત જીવનને સારું બનાવવાની કોશિશ આજે કરી શકો છો. જો તમને તમારી માનસિક પરિસ્થિતિ કે ભાવનાઓ પ્રકટ કરવામાં તકલીફ થઇ રહી છે તો તેને લગતી વાતો અંગે જરૂરિયાત કરતાં વધારે વિચારશો નહીં.

કરિયરઃ- કામને લગતી યોજના જ્યાં સુધી તમે વાસ્તવમાં લાવવાની કોશિશ નહીં કરો ત્યાં સુધી કોઇ સાથે પણ ચર્ચા ન કરો

લવઃ- પાર્ટનરને તમારી મદદની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- કિડનીને લગતી તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

---------------------------

કુંભઃ- WHEEL OF FORTUNE

દિવસની શરૂઆતથી જ તમને પોઝિટિવિટી અનુભવ થશે. જરૂરી વાતોને પૂર્ણ થતી જોઇને તમને આનંદ મળશે. પરિવાર સાથે સમય વિતાવવા માટે તમે વધારે ઉત્સુક રહેશો.

કરિયરઃ- વૈદ્યકીય ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો ઉચ્ચ શિક્ષણ માટે કોશિશ કરી શકે છે.

લવઃ- પાર્ટનરના સ્વભાવમાં જે પણ નકારાત્મક વાતો છે, તેના તરફ ધ્યાન આપો.

સ્વાસ્થ્યઃ- કરોડરજ્જુની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

---------------------------

મીનઃ- THE HIGH PRIESTESS

તમારા મનમાં જે પણ વાતો ચાલી રહી છે આ વાતનો અંદાજો લગાવવો કોઇપણ વ્યક્તિ માટે મુશ્કેલ સાબિત થઇ શકે છે. પરંતુ તમે યોગ્ય માર્ગ ઉપર છો એટલે જ્યાં સુધી તમને યોગ્ય ન લાગે ત્યાં સુધી તમારી વાતને કોઇ સામે જાહેર ન કરો.

કરિયરઃ- કામને લગતી યોજના જલ્દી જ તમને ફાયદો આપી શકે છે.

લવઃ- પાર્ટનર સાથે એકાંતમાં વિતાવેલો સમય પાર્ટનરના સ્વભાવના અંગે નવી જાણકારી આપશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક થાક અનુભવ થશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો