ટેરો રાશિફળ:ગુરુવારે ACE OF SWORDS કાર્ડ પ્રમાણે કન્યા રાશિના લોકોને દિવસની શરૂઆતમાં શુભ સમાચાર પ્રાપ્ત થશે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષઃ- SIX OF SWORDS

તમે જીવનમાં આગળ વધો ત્યાં સુધી તમે મેળવેલા દરેક અનુભવનો ઉપયોગ કેવી રીતે કરવો તેની યોજના તમારા માટે જરૂરી રહેશે. તમે અત્યાર સુધી જે માનસિક પીડામાંથી પસાર થઈ રહ્યા હતા તેની અસરને સંપૂર્ણપણે ઘટાડવાનો પ્રયાસ કરતી વખતે તમારે નવી વિચારધારા સાથે આગળ વધવું જરૂરી રહેશે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલા અનુભવનો ઉપયોગ કરીને તમે તમારી જાતને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરશો.

લવઃ- પ્રેમ સંબંધોને વધુ સારા બનાવવા માટે તમને જલ્દી જ કોઈ રસ્તો મળશે.

સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત સમસ્યાઓ ઘણી હદ સુધી દૂર થઈ જશે પરંતુ ખાનપાન પર ખાસ ધ્યાન આપવું પડશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

------------------------------

વૃષભઃ- PAGE OF CUPS

તમારા દ્વારા કરવામાં આવતા દરેક કામ ઉપર દરેક વ્યક્તિની નજર રહેશે. જેના કારણે તમારા ઉપર કામનો ભાર વધી શકે છે. રૂપિયાને લગતો વ્યવહાર કરતી સમયે તમારી ક્ષમતાનો અંદાજો લેવો તમારા માટે જરૂરી રહેશે. જરૂરિયાત કરતા વધારે ખર્ચ થવાના કારણે નિરાશા અનુભવ થશે.

કરિયરઃ- વિદેશમાં અભ્યાસ કરવાની ઇચ્છા રાખનાર વ્યક્તિને જલ્દી જ મદદ અને માર્ગદર્શન મળશે.

લવઃ- પોતાના દ્વારા થયેલી દરેક ભૂલનું અવલોકન ઝીણવટ સાથે કરવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- વિટામિન્સની ખોટના કારણે થાક અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

------------------------------

મિથુનઃ- SEVEN OF WANDS

તમારી પરિસ્થિતિ જટિલ છે, પરંતુ વિચારો સ્પષ્ટ થઈ જશે તો મુશ્કેલ પણ નથી. અનેક પ્રકારના માર્ગ તમને જોવા મળી રહ્યા છે, પરંતુ કઈ વાતો ઉપર ધ્યાન આપવું તે તમારે માટે નક્કી કરવું હાલ મુશ્કેલ રહેશે.

કરિયરઃ- કરિયરને લગતી દરેક વાત ઉપર સંપૂર્ણ રીતે ધ્યાન આપીને આગળ વધવાની કોશિશ કરો.

લવઃ- રિલેશનશિપમાં કોઈ મોટી ભૂલને તમારા દ્વારા ઇગ્નોર કરવામાં આવશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં દુખાવાની તકલીફ થશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

------------------------------

કર્કઃ- TWO OF WANDS

જે સપનાને સાકાર કરવાની કોશિશ તમારા દ્વારા અનેક વર્ષોથી કરવામાં આવી રહી હતી, તે તમારા સામે સ્પષ્ટ જોવા મળશે. પરંતુ હાલ કઇ દિશામાં કોશિશ કરવાની છે અને પોતાનામાં શું ફેરફાર લાવવાનો છે તે સમજવામાં સમય લાગી શકે છે.

કરિયરઃ- કામને લગતી મોટાભાગની વાતોમાં સ્થિરતા જોવા મળી શકે છે.

લવઃ- રિલેશનશિપમાં વિચારેલી વાતો વાસ્તવિકતા છે.

સ્વાસ્થ્યઃ- સાંજે પગમાં દુખાવો રહેશે

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 2

------------------------------

સિંહઃ- TWO OF CUPS

મિત્રો સાથે થયેલી વાતચીતના કારણે અચાનક વિવાદ ઊભો થવાની શક્યતા છે. બંને પક્ષ પોતાની જગ્યાએ અડગ રહેવાના કારણે બેકાર તકલીફ વધી શકે છે. પોતાની ભાવનાઓ ઉપર કાબૂ રાખીને લોકો સાથે વાતચીત કરવાની કોશિશ કરો.

કરિયરઃ- વેપારને લઇને કરવામાં આવેલી લેવડ-દેવડના લીધે ભવિષ્યમાં સાથે કામ કરવું શક્ય બનશે.

લવઃ- પાર્ટનર્સનું એકબીજા પ્રત્યે આકર્ષણ વધતું જોવા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળાની ખરાશ અચાનક તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 5

------------------------------

કન્યાઃ- ACE OF SWORDS

દિવસની શરૂઆતમાં શુભ સમાચાર પ્રાપ્ત થશે જેના કારણે કામને કરવાનો ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો છો. લોકો સાથે હળવા-મળવાનું વધવાના કારણે પણ મનમાં રહેલી નિરાશાને દૂર કરવું તમારા માટે શક્ય રહેશે.

કરિયરઃ- કામનો તણાવ રહેશે.

લવઃ- રિલેશનશિપને લગતી ચિંતા દૂર થઈ જશે.

સ્વાસ્થ્યઃ- મસાની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

------------------------------

તુલાઃ- TWO OF SWORDS

પરિસ્થિતિના પ્રભાવમાં આવીને તમારા દ્વારા સમય પહેલાં દરેક વાતને ઉકેલવાની કોશિશ કરવામાં આવી શકે છે જે તમારી દુવિધા અને સમસ્યા બંનેને વધારતી જોવા મળી રહી છે. પરિસ્થિતિની જાણકારી હાલ તમને યોગ્ય રીતે મળી રહી નથી.

કરિયરઃ- કામને લઈને કોઈપણ પ્રકારના નિર્ણયને લીધે પછતાવું પડી શકે છે.

લવઃ- પાર્ટનરના નિર્ણય ઉપર વિશ્વાસ રાખવાની કોશિશ કરો

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને તાવ જેવી તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

------------------------------

વૃશ્ચિકઃ- THE HIGH PRIESTESS

ધીમે-ધીમે તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છો, પરંતુ માનસિક રીતે હજું સમાધાન ન મળવાના કારણે ક્ષમતા પ્રમાણે કોશિશ કરવી શક્ય રહેશે નહીં. પરિસ્થિતિનો પ્રભાવ માનસિક અવસ્થા ઉપર જોવા મળશે.

કરિયરઃ- કામને લગતી જાણકારી પ્રાપ્ત થવા છતાંય તમે તેનો યોગ્ય ઉપયોગ કરી શકશો નહીં.

લવઃ- દરેક વાતમાં પાર્ટનરને વધારે મહત્ત્વ આપવું સંબંધના સંતુલનને ખરાબ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- શુગરને લગતી તકલીફ વધવાની શક્યતા છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 7

------------------------------

ધનઃ- THREE OF SWORDS

લોકો પ્રત્યે તમે રાખેલાં વ્યવહારને સમજવું શક્ય રહેશે નહીં. પોતાના દ્વારા થયેલી ભૂલને માની લેવું અને પોતાના અહંકારને દૂર રાખીને તરત સુધાર કરવાની કોશિશ કરવી. દરેક વ્યક્તિ વિરૂદ્ધ જઈને વાત કરવાના કારણે એકલતા વધશે.

કરિયરઃ- કરિયરને લગતી કોઈ મોટી સમસ્યા અચાનક ઉકેલાઇ જશે.

લવઃ- રિલેશનશિપમાં ઊભી થઈ રહેલી તિરાડ દૂર થતી જોવા મળશે.

સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક થાકનું કારણ જાણવાની કોશિશ કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

------------------------------

મકરઃ- THREE OF CUPS

અચાનક મોટો ફાયદો પ્રાપ્ત થવાના કારણે જીવનશૈલીમાં ફેરફાર આવવો શક્ય છે. લોકો સાથે હળવા-મળવાનું વધી શકે છે. સાથે જ પરિવારના લોકો સાથે મળીને ઉત્સવ મનાવવામાં આવશે. પરિવારના કોઈ વ્યક્તિની પ્રગતિ થતી જોઈ તમને આનંદ અનુભવ થશે.

કરિયરઃ- સ્ટોક માર્કેટ સાથે જોડાયેલાં લોકોને અચાનક મોટો ફાયદો પ્રાપ્ત થશે.

લવઃ- રિલેશનશિપના કારણે જીવનમાં સુખ વધશે.

સ્વાસ્થ્યઃ- જીવનશૈલી અને ખાનપાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર લાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

------------------------------

કુંભઃ- THREE OF WANDS

જેટલી પણ કોશિશ તમારા દ્વારા કરવામાં આવતાં હતાં, તે તમે કરી ચૂક્યા છો. હાલના સમયમાં સંયમ બતાવીને તકને પોતાની તરફ આકર્ષિત કરો. થોડી વાતો સમય પ્રમાણે જ થાય છે એટલે નિર્ણયને અમલમાં લાવવામાં ઉતાવળ ન કરો.

કરિયરઃ- કરિયરને લઈને મોટી તક મળશે.

લવઃ- પાર્ટનરનો સાથ મળવાના કારણે મુશ્કેલ પરિસ્થિતિને સરળતાથી માત આપી શકો છો.

સ્વાસ્થ્યઃ- માથાના દુખાવાની સમસ્યા વધશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

------------------------------

મીનઃ- PAGE OF PENTACLES

હાલના સમયમાં માનસિક શાંતિ જાળવી રાખવા ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. તમારા દ્વારા કરવામાં આવતી કોશિશનું ફળ મળશે. અપેક્ષા પ્રમાણે દરેક વાત પૂર્ણ થવામાં થોડો સમય લાગશે.

કરિયરઃ- તમારી આવડત અને ક્ષમતાને અન્ય લોકો સામે સાબિત કરવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પાર્ટનરને પોતાની તરફ આકર્ષિત કરવા માટે પોતાની ખોટી છાપ ઊભી કરશો નહીં.

સ્વાસ્થ્યઃ- અપચા અને ઊલટીની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6

અન્ય સમાચારો પણ છે...