ટેરો રાશિફળ:મંગળવારે ACE OF SWORDS કાર્ડ પ્રમાણે મીન જાતકોએ દરેક કામને ગંભીરતા સાથે લેવાની જરૂરિયાત છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષઃ- THE HIEROPHANT

હાલના સમયમાં જીવન જે પ્રકારે ચાલી રહ્યું છે તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર લાવવાની કોશિશ ન કરો. તમારા વિચારોમાં પરિવર્તન આવતું જોવા મળી રહ્યું છે. પરિવારના લોકો સાથે સ્પષ્ટ રીતે વાતચીત કરવાના લીધે તમારા વિચારોને સમજવા તમારા માટે સરળ રહેશે.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણને લગતી કોશિશ કરવા માટે હાલ સમય લાભદાયી નથી

લવઃ- લગ્નને લગતો નિર્ણય પાક્કો થવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર લાવવા માટે તમારી કોશિશ થોડી હદે સફળ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

--------------------------------------

વૃષભઃ- QUEEN OF SWORDS

સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની જરૂર છે. કોઈપણ વાતને ગંભીરતાથી ન લેવાના કારણે તમે ભટકતા જોવા મળી શકો છો. તમારી એકાગ્રતાને વધારવાની કોશિશ કરો.

કરિયરઃ- કરિયરને લગતા મુશ્કેલ નિર્ણય લેવાની જરૂરિયાત પડશે.

લવઃ- રિલેશનશિપને લગતી બેકારની વાતોને પાછળ છોડીને આગળ વધવાની કોશિશ કરો

સ્વાસ્થ્યઃ- પેટના દુખાવાની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

--------------------------------------

મિથુનઃ- TEN OF CUPS

વ્યક્તિગત જીવન સાથે પરિવારના સુખને લઈને વિચાર કરવાં આવશે. જે વાતોના કારણે તમને અત્યાર સુધી ભય અનુભવ થઈ રહ્યો હતો તે વાતોમાં ફેરફાર ધીમે-ધીમે જોવા મળી શકે છે. કોઈપણ પ્રકારના નિર્ણય સુધી પહોંચવાની ભૂલ ન કરો

કરિયરઃ- કરિયરને સારું જાળવી રાખવા માટે પરિવારના લોકો સાથે અન્ય વ્યક્તિનો પણ સાથ મળી શકે છે.

લવઃ- રિલેશનશિપને લગતા નિર્ણય શરૂઆતમાં મુશ્કેલ લાગશે.

સ્વાસ્થ્યઃ- કમર દુખાવાની તકલીફ વધવાની શક્યતા છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

--------------------------------------

કર્કઃ- STRENGTH

ઇચ્છા શક્તિ દ્વારા પરિસ્થિતિમાં આવેલાં ફેરફારને યોગ્ય જાળવી રાખવાની કોશિશ કરવી પડશે. હાલ પણ સમય થોડો મુશ્કેલ જોવા મળી શકે છે. પરંતુ મહેનત દ્વારા વાતોને અંજામ સુધી પહોંચાડવા તમારા માટે શક્ય રહી શકે છે.

કરિયરઃ- તમારા કાર્યક્ષેત્રમાં પારંગત થવાની કોશિશ કરો.

લવઃ- રિલેશનશિપને લગતી દરેક વાતને ગંભીરતાથી લેશો.

સ્વાસ્થ્યઃ- પેટમાં બળતરાની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 6

--------------------------------------

સિંહઃ- THREE OF CUPS

કામ સિવાય અન્ય વાતો ઉપર ધ્યાન આપવાના કારણે પોતાની જવાબદારીને નવી દૃષ્ટિએ જોવી શક્ય રહી શકે છે. પરિવારના લોકો સાથે જોડાયેલાં રહેવાની કોશિશ કરી શકો છો. તેમની સમસ્યાઓને દૂર કરતી સમયે તમારું નુકસાન ન થાય તે વાતનું ધ્યાન રાખો.

કરિયરઃ- યુવાઓને અપેક્ષા પ્રમાણે અવસર પ્રાપ્ત થશે.

લવઃ- પરિવારમાં કોઈ વ્યક્તિના લગ્ન નક્કી થવાથી સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- મહિલાઓએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂતતા જાળવી રાખવાની જરૂરિયાત છે

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 4

--------------------------------------

કન્યાઃ- TEMPERANCE

કોઈપણ પ્રકારનો નિર્ણય લેતી સમયે પોતાના વિચારોમાં સરળતા લાવવાની કોશિશ કરવી પડશે. ત્યારે જ અન્ય લોકો સાથે ચર્ચા કરવી શક્ય બની શકે છે. ભાવનાત્મક રીતે લોકો દ્વારા તમારા ઉપર દબાણ કરવાની કોશિશ કરવામાં આવી શકે છે.

કરિયરઃ- કામને લઈને પ્રાપ્ત થઈ રહેલાં દરેક અવસર ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- રિલેશનશિપને લગતી વાતો જટિલ જોવા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- શુગરની તકલીફ વધે નહીં તેનું ધ્યાન રાખો.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 9

--------------------------------------

તુલાઃ- NINE OF WANDS

જૂની તકલીફને દૂર કરવાનો માર્ગ મળી શકે છે, પરંતુ સંપૂર્ણ રીતે ઉકેલ પ્રાપ્ત ન થવાના કારણે બેચેની રહેશે. તમારો સંયમ બિલકુલ પણ ગુમાવશો નહીં. ઉતાવળમાં લીધેલો કોઈપણ નિર્ણય પછતાવાનું કારણ બની શકે છે.

કરિયરઃ- બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે આજનો દિવસ તકલીફ દાયી બની શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા મદદ પ્રાપ્ત થવાના કારણે કોઈને કોઈ વાતને લઈને નિરાશ રહી શકો છો.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

--------------------------------------

વૃશ્ચિકઃ- JUDGEMENT

અન્ય લોકો ઉપર બની રહેલી નિર્ભરતાને દૂર કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે. તમારી અંદર એકલતા વધે નહીં તેનું પણ ધ્યાન રાખવું. થોડાં લોકોનો સાથ પ્રાપ્ત થતો રહેશે અને આ લોકો તમારા માટે મહત્ત્વપૂર્ણ છે તેનો અહેસાસ પણ થશે.

કરિયરઃ- કરિયરને લગતી દરેક વાતને યોગ્ય રીતે સમજવાની કોશિશ કરવી પડશે.

લવઃ- પરિવારના લોકોમાં ઊભા થઈ રહેલાં વિવાદને દૂર કરવા માટે એકબીજા સાથે વાતચીત કરવી જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- બાળકોનું સ્વાસ્થ્ય અચાનક ખરાબ થઈ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 5

--------------------------------------

ધનઃ- THE MOON

તમારી આસપાસના લોકોની જે પ્રકારની ઊર્જા રહેશે તે પ્રકારે તમારા મૂડમાં પણ ફેરફાર આવતો જોવા મળી શકે છે. મહત્ત્વપૂર્ણ કાર્યોને જાતે જ પૂર્ણ કરવાની કોશિશ કરો. સરકારી કાર્યોને લગતી વાતોમાં વિઘ્ન અનુભવ થશે.

કરિયરઃ- કરિયરમાં ફેરફાર લાવતા પહેલાં તમારી અપેક્ષા અને ક્ષમતા બંનેને ઓળખો.

લવઃ- પાર્ટનર કરતા વધારે અન્ય લોકોને મહત્ત્વ આપવાના કારણે નિરાશાનો સામનો કરવો પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઊલટી અને અપચાની સમસ્યા રહી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

--------------------------------------

મકરઃ- THE TOWER

જૂની કોઈ ભૂલના કારણે નાનું-મોટું નુકસાન થવાની શક્યતા છે. પરંતુ પ્રાપ્ત થઈ રહેલ બોધપાઠનો ઉપયોગ કરીને તમે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાની કોશિશ કરશો. ભાવનાત્મક રીતે થોડી વાતોના કારણે ઠેસ પહોંચી શકે છે.

કરિયરઃ- કામની જગ્યાએ ચાલી રહેલાં રાજકારણના કારણે મુશ્કેલીઓ વધી શકે છે.

લવઃ- રિલેશનશિપમાં અચાનકથી ઊભા થઈ રહેલી મુશ્કેલીઓનું કારણ સમજવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો થઈ શકે છે

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4

--------------------------------------

કુંભઃ- THE HANGEDMAN

તમારી પરિસ્થિતિને ઉકેલવા માટે નવા દૃષ્ટિકોણની જરૂરિયાત રહેશે. આધ્યાત્મિક રીતે જે વાતોના કારણે સમાધાન પ્રાપ્ત થાય છે, આવી વાતોને જીવનનો ભાગ બનાવવાની કોશિશ કરો.

કરિયરઃ- સ્ટોક માર્કેટને લગતી વાતોને સંપૂર્ણ રીતે સમજીને જ નિર્ણય લો.

લવઃ- તમારા વિચારોમાં આવી રહેલાં ફેરફારમાં પોઝિટિવ ફેરફાર આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- પગમાં ઈજા પહોંચવાના કારણે તકલીફ ઊભી થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------------------------------

મીનઃ- ACE OF SWORDS

દરેક પ્રકારની જવાબદારી અને કામને ગંભીરતા સાથે લેવાની જરૂરીરિયાત છે. હાલનો સમય તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જેનો ઉપયોગ કરીને જીવનની સમસ્યાને દૂર કરવાની કોશિશ કરવી પડશે.

કરિયરઃ- વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને મોટી તક મળશે.

લવઃ- નવા સંબંધની શરૂઆત જીવનમાં પોઝિટિવિટી લાવશે.

સ્વાસ્થ્યઃ- કોઠની તકલીફ થવાની શક્યતા છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

અન્ય સમાચારો પણ છે...