ટેરો રાશિફળ:THE DEVIL કાર્ડ પ્રમાણે સોમવારે કુંભ રાશિના જાતકોને બધા જ પ્રકારના ભૌતિક સુખની પ્રાપ્તિ થશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

15 નવેમ્બર, સોમવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- ACE OF CUPS

મનમાં તાજગી અને ઉત્સાહના કારણે તમે નવા કામની શરૂઆત આજે કરી શકો છો જે કામ અત્યાર સુધી અટવાયેલું હતું તેને પૂર્ણ કરવાની કોશિશ પણ તમારા દ્વારા કરવામાં આવી શકે છે.

કરિયરઃ- કામને લગતી વાતોમાં પ્રગતિ જોવાના કારણે તમે વધારે ઉત્સાહથી કામ કરશો.

લવઃ- પાર્ટનર અને તમારી વચ્ચે પ્રેમભર્યો સંવાદ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી સમસ્યા તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1

---------------------------

વૃષભઃ- FIVE OF SWORDS

ભૂતકાળને લગતી વાતોને યાદ કરીને તેમના દ્વારા મળેલો બોધપાઠ આજે અપનાવી શકો છો. તમે આજે વધારે સમય તમારી જાતને પરખવામાં લગાવશો. જેના કારણે તમને તમારા વર્તનમાં ફેરફાર અનુભવ કરી થઇ શકે છે.

કરિયરઃ- કોન્ટ્રેક્ટ ઉપર કામ કરનાર લોકોને કાયમી જોબ મળી શકે છે.

લવઃ- દિવસની શરૂઆતમાં પાર્ટનર સાથે થોડા મનમુટાવની સ્થિતિ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- જીવનશૈલીમાં ફેરફાર લાવો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

---------------------------

મિથુનઃ- FIVE OF WANDS

તમારા દ્વારા કહેવામાં આવતી વાતોથી મિત્ર પરિવારમાં વિવાદ ઊભો થઇ શકે છે. એટલે પોતાના શબ્દોનો ઉપયોગ સાવધાની સાથે કરો. ખાસ કરીને જ્યારે અન્યને લગતી વાત હોય.

કરિયરઃ- સહકર્મીઓ સાથે હળવું-મળવું પડશે.

લવઃ- તમે અને તમારા પાર્ટનર બંને મળીને મોટી સમસ્યાનું સમાધાન શોધી શકશો.

સ્વાસ્થ્યઃ- પેટને લગતું ઇન્ફેક્શન થવાની શક્યતા છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 6

---------------------------

કર્કઃ- STRENGTH

આજે તમે તમારી ઇચ્છા શક્તિને વધારીને કામને લગતી વાતોમાં પ્રગતિ પ્રાપ્ત કરવાની કોશિશ કરશો. તમને તમારી ભાવનાત્મક વાતો અંગે વધારે જાગરૂતતા અનુભવ થશે. જેના કારણે પોતાને શ્રેષ્ઠ બનાવવા માટે કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે.

કરિયરઃ- કામને લગતા તણાવને દૂર કરવા માટે મુશ્કેલ કામને પૂર્ણ કરવાની કોશિશ પહેલાં કરો.

લવઃ- રિલેશનશિપને સમય આપવા માટે તમારા દ્વારા કોશિશ કરવામાં આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વધતી ગરમી તકલીફનું કારણ બની શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

---------------------------

સિંહઃ- FIVE OF CUPS

જે વાતોના કારણે તમને નિરાશા પ્રાપ્ત થઇ હતી તે વાતોને પાછળ છોડવી આજે તમારા માટે શક્ય છે પરંતુ તમને અપમાન કેમ મળી રહ્યું છે આ વાત ઉપર આજે તમારે વિચાર કરવાની જરૂરિયાત છે.

કરિયરઃ- કામને લગતો ઉત્સાહ ઓછો થવાના કારણે કામ સમયે પૂર્ણ કરી શકવું તમારા માટે મુશ્કેલ સાબિત થઇ શકે છે.

લવઃ- પાર્ટનરના વ્યવહાર કે કહેલી વાતોના કારણે માનસિક નિરાશા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઊંઘને પૂર્ણ કરવાની કોશિશ કરવી પડશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

---------------------------

કન્યાઃ- ACE OF SWORDS

કામ ઉપર વધારે ધ્યાન આપવાના કારણે પરિવારને લગતી વાતોમાં તમે ધ્યાન આપી શકશો નહીં. કામ કરતી સમયે આજે તમારે અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે એટલે મનોબળ જાળવી રાખો.

કરિયરઃ- કામને લઇને કરવામાં આવતી મહેનતનું યોગ્ય ફળ તમને પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનર સાથે વધારે કઠોર વ્યવહાર ન કરો.

સ્વાસ્થ્યઃ- વધારે મસાલેદાર કે ગરમ ભોજન ખાવાના કારણે શારીરિક તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

---------------------------

તુલાઃ- THE STAR

લોકો દ્વારા કહેલી વાતોની ઊંડી અસર આજે તમારા માનસિક સ્વાસ્થ્ય ઉપર થઇ શકે છે. એટલે જે લોકોના કારણે તમારે પરેશાની ભોગવવી પડે છે, એવા લોકો સાથે થોડું અંતર જાળવી રાખવું તમારા માટે યોગ્ય રહેશે.

કરિયરઃ- કામને લગતી વાતોમાં એકથી વધારે જવાબદારીઓ નિભાવતી સમયે વ્યક્તિગત વાતો અંગે ધ્યાન આપવાનું ભૂલશો નહીં.

લવઃ- જીવનમાં બની રહેલી નિરાશા તમારા સંબંધ ઉપર અસર કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂત રહેવાની જરૂરિયાત છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7

---------------------------

વૃશ્ચિકઃ- THE CHARIOT

પરિવારની વ્યક્તિઓ સાથે આજે તમારે મતભેદ થઇ શકે છે, પરંતુ તેની અસર તમારા સંબંધ ઉપર થશે નહીં. મતભેદ મુખ્યત્વે પ્રોપર્ટીને લગતી વાતોના કારણે જ થશે. તમારો દૃષ્ટિકોણ લોકોને સમજાવવો અને લોકો દ્વારા તમારી ભાવનાઓને સમજવી બંને આજે મુશ્કેલી થઇ શકે છે.

કરિયરઃ- જો તમે કાર્યને લગતી યાત્રા વિદેશમાં કરવા માગો છો તો તેના અંગે પોતાના વડીલો સાથે કરવી પડશે.

લવઃ- પાર્ટનર એકબીજાનો મતભેદ ઉકેલવામાં સફળ રહેશે.

સ્વાસ્થ્યઃ- ખભાને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

---------------------------

ધનઃ- NINE OF PENTACLES

રૂપિયાને લગતા નિયોજન બનાવવા માટે તમે વધારે કોશિશ કરશો. અટવાયેલાં રૂપિયા પાછા મેળવવા માટે આજે તમારા માટે શક્ય રહેશે. હાલ ભવિષ્યને લગતો વિચાર તમારા માટે તકલીફનું કારણ રહી શકે છે.

કરિયરઃ- જેટલી મહેનત તમે લઇ રહ્યા છો તેટલાં રૂપિયા નફો ન જોવાના કારણે કામને લગતી નિરાશા વધી શકે છે.

લવઃ- પાર્ટનર સાથે થોડો સમય પસાર કરવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ- કમરને લગતી તકલીફ સાંજના સમયે તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

---------------------------

મકરઃ- SIX OF PENTACLES

આજે કોઇ સાથે લેવડ-દેવડ કે રૂપિયાને લગતો વ્યવહાર કરશો નહીં. જો કામ બેંક લોનને લગતું હોય તો તેના માટે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીને જ આગળ વધવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો રૂપિયાનો વ્યવહાર કરતી સમયે જાગરૂત રહે.

લવઃ- રિલેશનશિપ પ્રત્યે પાર્ટનર તેમની તરફથી કેટલી કોશિશ કરી રહ્યા છે, તે વાતને જાણવાની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 8

---------------------------

કુંભઃ- THE DEVIL

આજે બધા પ્રકારના ભૌતિક સુખની પ્રાપ્તિ તમને થશે. કરિયરને લઇને લીધેલાં નિર્ણય તમારા માટે સફળ સાબિત થવા લાગશે. પરિવારના લોકોને જે પ્રકારની જીવનશૈલી તમે આપવા ઇચ્છો છો તેના અંગે તમારા જીવનમાં ફેરફાર લાવવો શક્ય નથી.

કરિયરઃ- કામ કરતી સમયે કાગળિયા યોગ્ય રીતે વાંચી લો.

લવઃ- પાર્ટનર અને તમારી વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- વ્યસનોથી દૂર રહેવાની જરૂરિયાત રહેશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 5

---------------------------

મીનઃ- SIX OF SWORDS

જે લોકો પરિવારથી દૂર રહે છે તેઓ પોતાના પરિવારને મળવાની યોજના બનાવી શકે છે અથવા પરિવારના કોઇ વ્યક્તિ સાથે અચાનક મુલાકાત થઇ શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યની ચિંતા આજે તમને પરેશાન કરશે.

કરિયરઃ- કામને લગતી વાતો અટકી-અટકીને આગળ વધશે પરંતુ કામ તમારી અપેક્ષાએ પૂર્ણ થશે.

લવઃ- પતિ-પત્ની મળીને બાળકોને લગતો મોટો નિર્ણય આજે લઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1