તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:THE SUN કાર્ડ પ્રમાણે રવિવાર વૃષભ જાતકો માટે નવી કારકિર્દી શરૂ કરવા શુભ દિવસ છે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રવિવાર, 15 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષ: TEMPERANCE
વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર રહેશે. જાતે કરેલા પ્રયત્નોથી સફળતા મળશે. તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે જે તમને નિર્ણય લેવામાં સક્ષમ બનાવી શકે છે. માનસિક શાંતિની અનુભૂતિને લીધે તમે વર્તમાનથી સંબંધિત દરેક ઘટનાઓનો આનંદ લઈ શકશો.

કરિયર: તમારે જાતે જ કામ કરીને આગળ વધતાં શીખવું પડશે.

લવ: પાર્ટનર્સમાં તાલમેળ જળવાઈ રહેશે.

હેલ્થઃ સ્નાયુમાં દુખાવો થઈ શકે છે.

શુભ રંગ: લીલો

શુભ અંક: 4

વૃષભ: THE SUN
કામને લગતી સમસ્યાઓ દૂર કરવામાં કોઈની મદદ મળી શકે છે. તેના માર્ગદર્શનની મદદથી જે વિચારોના કારણે તમને તકલીફ પડી રહી હતી તેને દૂર કરવા તમારા માટે સરળ રહેશે. તમે બાળકો સાથે વિતાવેલા સમયનો આનંદ માણશો. પરિવાર સાથેના તમારા સંબંધોને સુધારવા પર ધ્યાન આપવું પડશે.

કરિયર: નવી કારકિર્દી શરૂ કરવા માટેનો દિવસ શુભ રહેશે.

લવ: પાર્ટનરમાં એકબીજા પ્રત્યે નિષ્ઠા અને આદર વધશે.

હેલ્થ: પેટની સમસ્યાને અવગણની નહીં.

શુભ રંગ: પીળો

શુભ અંક: 2

મિથુન : NINE OF CUPS
એકાગ્રતાના અભાવને લીધે નાની-નાની વાતો પણ ભૂલોનું કારણ બની શકે છે. માઇન્ડફુલનેસની અસર દિવસભર તમારા પર રહેશે. મહત્ત્વપૂર્ણ કામો આજે જ પતાવવાનો પ્રયાસ કરો નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે. મિત્રતા-પરિવાર સાથે સારા સંબંધો જળવાઈ રહેશે.
કરિયર: સમયસર કામ પૂર્ણ ન થઈ શકવાને કારણે તમારી સમસ્યાઓ વધી શકે છે.

લવ: પાર્ટનરની પ્રકૃતિને લીધે તમારે તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

સ્વાસ્થ્ય: ઘૂંટણ અને સ્નાયુમાં દુખાવો થઈ શકે છે.

શુભ રંગ: સફેદ

શુભ અંક: 1

કર્ક : ACE OF CUPS
દિવસની શરૂઆતમાં તમે ભાવનાત્મક રૂપે થોડા નબળા હોઈ શકો છો. તમારી ભાવનાઓને તમારી નિર્ણય લેવાની ક્ષમતા પર અસર ન થવા દો. તમે લાલચ તરફ આકર્ષિત થઈ શકો છો. પરંતુ તમારું ધ્યાન તમારા માર્ગથી ન હટવા દો. કામ પર આજે તમારે વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે.

કરિયર: કામમાં મન ન લાગવાને કારણે તમે કાર્ય પૂર્ણ કરી શકશો નહીં, જેનાથી તમારા કામનો ભાર અને ગિલ્ટ વધશે.

લવ: રિલેશનશિપને સુધારવાના પ્રયત્નો તમે કરેલી ભૂલને કારણે નિષ્ફળ થઈ શકે છે. તમારી વર્તણૂક પ્રત્યે જાગૃત રહેવું.

હેલ્થ: પાણીનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવાની જરૂર છે.

શુભ રંગ: ગુલાબી

શુભ અંક: 8

સિંહ: ACE OF SWORDS
આજે મોટા અને મહત્ત્વપૂર્ણ કાર્યોમાં વિશેષ પ્રગતિ જોવા નહીં મળે. જે બાબતો તમારા માટે મહત્ત્વપૂર્ણ છે તેના પર જ તમારું વધારે ધ્યાન આપવું પડશે. દૂરનું વિચારીને લીધેલા નિર્ણય પર કામ કરવાનો આજનો દિવસ અયોગ્ય છે. તેથી તમારા ધ્યેયને લગતી નાની નાની વાતો પર વધુ ધ્યાન આપો.
કરિયર: આજે કામના લક્ષ્યાંકને પહોંચી વળવું મુશ્કેલ થઈ શકે છે, ખાસ કરીને વેચાણ અને માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકો માટે.

લવ: તમારે કામ અને અંગત બાબતોને બાજુ પર મૂકીને પરિવારનું ધ્યાન રાખવાની જરૂર રહેશે.

હેલ્થ: શુગર સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.

શુભ રંગ: ગ્રે

શુભ અંક: 6

કન્યા: JUSTICE
પરિવારમાં ચાલતા કોર્ટ કચેરીના કામમાં પ્રગતિ જોવા મળશે. યોગ્ય વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શનથી ચાલી રહેલા કેસનું પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે. જમીન સંબંધિત બાબતો પર આજે કોઈ નિર્ણય ન લેશો. કોઈની વાત સાંભળીને તમારા મમાં તમારા પરિવાર માટે કડવાશ પેદા થઈ રહી છે. અંધશ્રદ્ધા તમારા માટે હાનિકારક હોઈ શકે છે.

કરિયર: તમારી મહેનત મુજબ ફળ મળશે.

લવ: જીવનસાથીની વર્તણૂકના કારણે સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે.

હેલ્થ: ખોરાકમાં લીલાં શાકભાજીનું સેવન વધારવાની જરૂર રહેશે.

શુભ રંગ: લાલ

શુભ અંક: 1

તુલા: THREE OF CUPS
મિત્ર અને પરિવાર સાથે પસાર કરેલો સમય આનંદમય રહેશે. તમારો આજે મોટાભાગનો સમય મોજ મસ્તીમાં જ પસાર થઇ જશે. સ્ટ્રેસ ઓછો રહેશે અને મિત્રો સાથેનો સમય વધુ મજબૂત બનશે.

કરિયરઃ- ટીમમાં એકબીજાના સાથથી મોટા પ્રોજેક્ટમાં સફળતા મળશે

લવઃ- રૂટીન લાઈફથી દૂર રહીને પાર્ટનર સાથે અમુક સમય પસાર કરવાના પ્રયત્નો કરો.

સ્વાસ્થ્યઃ- શરીર માં ઈમ્યુનિટી સુધરવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.

શુભ રંગઃ- બ્રાઉન

શુભ અંકઃ- 3

વૃશ્ચિક: EIGHT OF SWORDS
પરિવારમાં બાળકોની ભૂલ સુધારવાના પ્રયત્નો તમે કરી શકો છો જેને લીધે તમારા અને પરિવાર વચ્ચે તણાવ બની શકે છે. બીજાએ કહેલી વાતની અસર તમારા પર દેખાશે.

કરિયરઃ- કરિયરમાં ફેરફાર લાવવા માટે તમારા કન્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની જરૂર છે.

લવઃ- પાર્ટનરે તમારી પર મૂકેલા બંધનોથી માનસિક રીતે નબળાઈ લાગી શકે છે.

સ્વાસ્થ્યઃ- માથા અને આંખમાં પીડા થઇ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 9

ધન: SEVEN OF CUPS
તમે શરુ કરેલા નવા કામને તેના અંત સુધી પહોંચાડવામાં તમને તકલીફ થઇ શકે છે પરંતુ જેમ સમય જશે તેમ તમારો અનુભવ અને જ્ઞાન વધતા તે તમને સફળતા તરફ લઇ જઈ શકે છે. લોકોએ આપેલી સલાહ પર ધ્યાન આપો અને તમારું કામ કરો.

કરિયરઃ- રૂપિયાની અછતને લીધે થોડી અડચણ આવી શકે છે.

લવઃ- પરણ્યા ના હોય તેવા લોકોને લગ્નની ચિંતા થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- અપચોની તકલીફ દૂર થતા સમય લાગી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

મકર: THE WORLD
આજનો દિવસ તમારા માટે ખુશીઓ ભરેલો રહેશે. બાળકો અને પરિવારની પ્રગતિ જોઈને તમને શાંતિ અને આનંદ મળશે. લોકો સાથે મળવાનું થવાથી ઓળખાણ વધી શકે છે/

કરિયરઃ- કામમાં રુચિ વધી શકે છે.

લવઃ- તમને ગમતા વ્યક્તિને દિલની વાત કહેવી સરળ બનશે.

સ્વાસ્થ્યઃ- હેલ્થની તકલીફો અચાનક દૂર થઇ જશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

કુંભ: NINE OF SWORDS
રિલેશનશિપ સાતેહ જોડાયેલી તકલીફો દૂર થતા પરિવારમાં સુખ-શાંતિ રહેશે. ઘણા સમય પછી હળવું અનુભવશો. તમારી અંદર થઇ રહેલા ફેરફારો તમને આધ્યાત્મિક પ્રગતિ તરફ લઇ જઈ શકે છે.

કરિયરઃ- કામનો ભાર હળવો થશે.

લવઃ- અલગ થયેલા કપલ રિલેશનશિપમાં દુઃખમાંથી બહાર આવી શકશે.

સ્વાસ્થ્યઃ- ઊંઘની તકલીફ દૂર થશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

મીન: WHEEL OF FORTUNE

આખો દિવસ ઊર્જા અને ચંચળતાને લીધે તમારા કામમાં પ્રગતિ અને તકલીફ બંનેનો સામનો થઇ શકે છે. મોટી સમસ્યાનું નિરાકરણ મળી શકે છે. જૂના વિવાદોને ઉકેલવામાં સફળતા મળશે.

કરિયરઃ- ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોને મોટી તક મળી શકે છે.

લવઃ- રિલેશનશિપમાં તકલીફ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- પીઠનો દુખાવો એક્યુપ્રેશરથી દૂર થઇ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો