તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:શુક્રવારે વૃષભ રાશિના લોકોના દરેક પ્રોજેક્ટ પૂર્ણ થશે, વૃશ્ચિક રાશિના જાતકોને નવી તક મળશે

10 મહિનો પહેલા
 • કૉપી લિંક

શુક્રવાર, 15 મેના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- The World
આજે તમે કામમાં ફોકસ રાખો અને પોતાનું કામ ઈમાનદારીથી કરતાં રહો, કોઈની વાતથી વિચલિત થવાની જરૂર નથી. જો કોઈની વાત કે નિયત પર શંકા હોય તો તમારા અંતર્મનનો અવાજ સાંભળો અને તેની પર અમલ કરો. વિરાચો પર કંટ્રોલ રાખો. સ્થિતિઓ સમય સાથે સુધશે. જેટલા પરેશાન થશો એટલી જ સમસ્યાઓ ગુંચવાશે.

કરિયરઃ- કોઈની વાતોથી વધુ પ્રભાવિત ન થશો. જો કોઈની વાત કે નિયત પર શંકા હોયતો તમારા અંતર્મનનો અવાજ સાંભળો અને તેની પર અમલ કરો.
લવઃ- પ્રિયજનની સાથે કોઈ વાતને લઈને ખેંચતાણ રહે, જેનાથી સંબંધમાં કડવાશ આવી શકે, પોતાની વાત ખુલીને રજૂ કરો.
સ્વાસ્થ્યઃ- કોઈ રોગ મટતો ન હોય તો સેકન્ડ ઓપિનિયન લઈ શકો છો.

-------------------------

વૃષભઃ- Ten of Cups
આજનો દિવસ અનેક રીતે સારો રહેશે. કામમાં સફળતા મળશે અને લાંબા સમયથી ચાલતા પ્રોજેક્ટ પૂરાં થશે. આજે ઘણું શીખવા મળશે. પરંતુ પોતાના કામથી પોતાના જીવનની સમસ્યાઓથી ભાગશો નહીં. જે પરેશાની હોય તેનાથી ભાગશો નહીં, સામનો કરો, સ્થિતિ જરૂર અનુકૂળ થશે.

કરિયરઃ- તમારં કૌશલ્ય અને સફળતા અનેક લોકો સુધી તમને લઈ જશે. તેની માટે તમે પોતાને તૈયાર કરો.
લવઃ- આજે કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત થશે, જેની સાથે ભવિષ્યમા સારો સંબંધ બની શકે છે. લગ્નને લગતી આજે વાત થઈ શકે.
સ્વાસ્થ્યઃ- પેટને લગતી સમસ્યા રહેશે. જૂના રોગો દૂર થવાના યોગ છે.

-------------------------

મિથુનઃ- Wheel of Fortune
આજે કોઈ વાતથી ચિંતિત ન થશો. જો કોઈ પરેશાની હોય તો તે ઝડપથી ઉકેલાશે. કોઈ એક્સપર્ટની સલાહ લઈ ચિંતાઓ દૂર કરો. કોઈ જૂના જાણકાર સાથે મુલાકાત થાય જે તમને નવી તકોથી અવગત કરાવશે. આજે કોઈ વાતથી પરેશાનીથી ઘેરાયેલાં રહેશો. આજે ભાવનાઓ પર કંટ્રોલ રાખો.

કરિયરઃ- આજે કામમાં મન નહીં લાગે. કરિયરની પસંદગી માટે કોઈની સલાહ જરૂર લો.
લવઃ- પ્રિયજોની સાથે કોઈ વાતે તણાવ પેદા થઈ શકે. પરેશાન થવાને બદલે કોઈ લવગુરુની મદદ લઈ સમસ્યા દૂર કરો.
સ્વાસ્થ્યઃ- કોઈ રોગ ડોક્ટરને સમજાઈ ન રહ્યો હોય તો સાત શનિવાર સાત અનાજનું દાન કરો, રોગ હળવો થશે.

-------------------------

કર્કઃ- Ace of Swords
કામ સમયસર પૂરાં થશે. કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો તેની સારી રીતે તપાસ કરીને નિર્ણયય લો. સજ્જન સાથે મળવાની તકમ ળે જેનાથી તમારા વિચારોમાં હકારાત્મક પરિવર્તન આવશે. આજના દિવસે મનમાં કેટલીક ચિંતાઓ રહે જેને લીધે કામમાં મન નહીં લાગે.

કરિયરઃ- કોઈની નિંદાથી પ્રભાવિત ન થશો, તમારી યોગ્યતા અને મહેનતમાં કોઈ ખોટ નથી. આત્મવિશ્વાસથી કામ કરો.
લવઃ- જ્યાં સુધી પારદર્શિતા નહીં આવે ત્યાં સુધી તેમાં ઊંડાણ નહીં આવે. સંબંધોમાં કોઈ ખોટ નથી, માત્ર તમારા વિચારો બદલો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખાન-પાન, વ્યાયામનું

-------------------------

સિંહઃ- The Devil
આજે જવાબદારીઓ પ્રત્યે સચેત રહો, તેને સમર્પણથી નિભાવો, તેનાથી અટવાયેલાં કામ પૂરાં થશે, કોઈ પરેશાની હોય તો તે ઉકાલેશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ, પરીક્ષામાં સારું પરિણઆમ આવે. મહેનતમાં કોઈ ખોટ નથી. તમારી જે ઈચ્છાઓ છે તે ઝડપથી પૂરી થશે.

કરિયરઃ- ધનલાભના યોગ બની રહ્યા છે. નોકરીને લીધે સ્થાન પરિવર્તન કરવું પડી શકે જે લાભદાયી રહે.
લવઃ- કુંવારા લોકો માટે આજે દિવસ શુભ છે. કોઈ સંબંધની વાત પાકી થઈ શકે. પરિવારમાં નવી વ્યક્તિનું આગમન થશે.
સ્વાસ્થ્યઃ- કોઈ રોગ સતાવતો હોય તો તેનું સમાધાન મળે, સેકન્ડ ઓપિનિયન લો.

-------------------------

કન્યાઃ- Justice
આજે દિવસ શુભાશુભ ફળદાયી રહેશે. બગડેલા સંબંધોમાં સુધારો થશે. નવા સંબંધોની શરૂાત થાય. કોઈ નવા રોમાન્ટિક સંબંધ આવે જેને લીધે મનમાં ખુશી વધસે. કામકાજને લઈને ફોકસ વધારવાની જરૂર છે. તમારા ધૈર્ય અને કુશલતાનો પ્રયોગ કરો, કોઈ કામ ન ચાલતું હોય તો તેને નવા દ્રષ્ટિકોણથી કરો.

કરિયર - બોસ પ્રશંસા કરશે. ઝડપથી ઉન્નતિ થસે. જો નોકરી શોધી રહ્યા હોવ તો આજે સફળતા મળશે.
લવઃ- લગ્નની વાત આગળ વધશે. પરિવારજનોનો સહયોગ મળશે. સંબંધોની વચ્ચે તમારા અસ્તિત્વની ઓળખ જાળવી રાખો.
સ્વાસ્થ્યઃ- જૂના રોગથી છુટકારો મળવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.

-------------------------

તુલાઃ- The High Priestess
આજનો દિવસ તમારી માટે સારો રહેશે અને ફળદાયક સાબિત થઈ શકે છે. જીવનમાં ઉન્નતિની નવી તકો મળસે. તેને અપનાવતા ખચકાશો નહીં. તમારી યોગ્યતા પર શંકા ન કરો. તમારામાં એ બધા ગુણો છે તમને સફળ બનવા જોઈએ. પોતાની પર ભરોસો કરો.

કરિયરઃ- કોઈ વડીલની સલાહથી કોઈ નવું કામ શરૂ કરો. આજે નવા વેપારની તકો મળી શકે.
લવઃ- કોઈની પર હંમેશાન નિર્ભર રહેવાથી સંબંધોમાં ક્યારેક-ક્યારેક તણાવ પેદા થઈ શકે છે. પોતાની માટે થોડો સમય કાઢો.
સ્વાસ્થ્યઃ- કોઈ રોગથી પરેશાન હોવ તો ચિંતા છો઼ડીને ડોક્ટરને મળો.

-------------------------

વૃશ્ચિકઃ- Knight of Pentacles
તમને અનેક તકો મળી શકે જેનાથી તમારા જીવનમાં ઉન્નતિ થશે અને આધ્યાત્મિક રીતે તમારી વૃદ્ધિ થશે. કોઈની વાતથી તમે નારાજ હોવ તો તેને માફ કરી દો. કોઈપણ કામ કે સંબંધમાં વધુ પ્રયાસ કરવાને બદલે સમયની સાથે સંભળવા માટે છોડી દો.

કરિયરઃ- તમારી જૂની ભૂલો પર ફોકસ ન કરો નહીં તો તમારું પર્ફોર્મન્સ પર ખરાબ અસર પડશે. નોકરી મળવાની આજે સારી તક છે. રિસ્ક લેતા ગબરાશો નહીં.
લવઃ- પરિજનોની સાથે સમય વિતાવો. જૂની વાતોને યાદ કરી દુઃખી થવામાં સમય બરબાદ ન કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈ જૂનો રોગ પરેશાન કરી શકે છે.

-------------------------

ધનઃ- Four of Cups
આજેનો દિવસ ઓફિસને લગતી બદલી તમારી માટે લાભદાયી રહેશે. નાની-મોટી પરેશાનીઓ આજે રહે, તેને લીધે ચિંતિત ન થસો. તેનાથી તમને નુકસાન નહીં થાય. અંગત અને વ્યવસાયી જીવનમાં આજે તાલમેળ બેસાડવામાં કેટલીક કઠણાઈઓ આવે. કોઈની સાથે નાનકડો ઝઘડો થઈ શકે, આજે ગુસ્સા પર કંટ્રોલ રાખો.

કરિયરઃ- ઓફિસમાં પરિવર્તન આવી શકે જેને લીધે તમારું સ્થાન પરિવર્તન થઈ શકે. આત્મવિશ્વાસની સાથે પગલું ભરો, સફળતા જરૂર મળશે.
લવઃ- સંબંધોમાં કોઈ નાનો-મોટો ઝઘડો થઈ શકે. ક્યારેક-ક્યારેક વાતોની અનદેખી ન કરો, શાંતિ રાખો.
સ્વાસ્થ્યઃ- કોઈ જૂનો રોગ હવે દૂર થઈ શકે.

-------------------------

મકરઃ- The Hermit
થોડા સમયથી ચાલતી પરેશાનીઓનો હલ મળે. સંસાધાનો અને સહાયતા મળી રહેશે. માત્ર પોતાના અહં પર નિયંત્રણ રાખો નહીં તો તેનાથી તમને નુકસાન થઈ શકે. બધા માટે મનમાં વિનમ્રતાની ભાવના રાખો. બદલાતા સમયમાં અસંમજસને લીધે મનમાં પરેશાનીઓ રહે. પરંતુ માત્ર એક ફેઝ છે જે ઝડપથી પૂરો થઈ જશે.

કરિયરઃ- ઓફિસમાં તમારા કામની પદ્ધતિમાં ફેરફાર કરો જો લાભદાયી રહેશે.
લવઃ- પ્રેમીની સાથે શાંતિ પૂર્વક કોઈ વાત કરો. જો તમે પ્રેમની શોધમાં હોવ તો ઝડપથી તમારા જીવનમાં સોલમેટનું આગમન થશે.
સ્વાસ્થ્યઃ- મોસમને લીધે કોઈ પરેશાની થઈ શકે, ઘરેલું ઈલાજથી લાભ મેળવો.

-------------------------

કુંભઃ- Four of Pentacles
સામાજિક મેળાપમાં સમય વિતશે. વ્યવસાયમાં નવી તકો મળશે. આત્મવિશ્વાસની ખોટ ન આવવા દો. વડીલની સલાહ જરૂર લો. ઉન્નતિ અને પ્રગતિના યોગ છે. આજે ઘનલાભની તકો મળે. ઓફિસમાં ફોકસની ખોટ રહેશે પરંતુ તમારી ઊર્જા વધુ સારી રહે. કોઈ એક્સપર્ટની સલાહથી ઊર્જાને યોગ્ય દિશામાં વાળો તો સારું ફળ મળશે.

કરિયરઃ- ઓફિસમાં આજે નવી તકો મળે. ઉન્નતિ અને પ્રગતિના યોગ છે. બોસ પ્રશંસા કરશે. નોકરીની શોધમાં હોવ તો આજે સફળતા જરૂર મળશે.
લવઃ- આજે કોઈ સામાજિક મેળાવડામાં નવા વ્યક્તિ સાથે મુલાકાત થશે જે આગળ ચાલીને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
સ્વાસ્થ્યઃ- કોઈ રોગથી પરેશાન હોવ તો અલ્ટરનેટિવ થેરાપીથી સારવાર લો.

-------------------------

મીનઃ- The Sun
જૂના અટવાયેલાં કામ પૂરાં થશે. આજે ફળદાયક દિવસ રહેશે. કોઈ ગુરુ કે સમજદાર વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમને આવનારા સમયમાં માર્ગદર્શન આપશે. આજે બાળકોની સાથે થોડો સમય વિતાવો, તેમને ભણાવો કે તેમની સાથે તમારું જ્ઞાન અને અનુભવ શેયર કરો.

કરિયરઃ- ઓફિસમાં તમારા આઇડિયા માટે તમને સહયોગ મળશે. પૂરાં વિશ્વાસ સાથે તેની પર કામ કરો.
લવઃ- પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહે. કોઈપણ નિર્ણય કોઈ વડીલની સલાહથી લેશો તો ભવિષ્ય માટે સારું રહેશે.
સ્વાસ્થ્યઃ- આજે મેડિટેશન કે પૂજા-પાઠમાં થોડો સમય વિતાવો, સ્વાસ્થ્ય સારું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો