ટેરો રાશિફળ:શુક્રવારે QUEEN OF WANDS કાર્ડ પ્રમાણે વૃષભ જાતકો એકાગ્રતા સાથે લક્ષ્ય પ્રાપ્ત કરશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

15 જુલાઈ, શુક્રવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષ:- THE CHARIOT યાત્રા સંબંધિત યોજનામાં ફેરફાર થઈ શકે છે. તેઓ જે રીતે જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેમને સફળતા જોવા મળશે. આર્થિક સ્થિતિ બદલાઈ રહી છે, પરંતુ તમારે તમારી મહેનત વધારવાની પણ જરૂર રહેશે. જૂનાં કરજને ખત્મ કરવા માટે નાણાં સંબંધિત યોજનાઓ યોગ્ય રીતે બનાવો જેથી રોકાણ અને કરજ બંનેનું પણ ધ્યાન રાખવામાં આવશે. કરિયરઃ તમારા કામ સંબંધિત ઉત્સાહમાં વધારો થતો જોવા મળશે, જેના કારણે તમે જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતાં રહેશો. લવઃ સંબંધોને લગતી બાબતોમાં તમે જે પ્રકારનો ફેરફારની અપેક્ષા રાખી હતી તે આગામી કેટલાક દિવસોમાં જોવા મળી શકે છે. હેલ્થઃ પેટ સંબંધિત સમસ્યાઓ ઓછી થતી જોવા મળશે. શુભ રંગ: વાદળી શુભ અંક: 2 -------------------------

વૃષભ:- QUEEN OF WANDS મનમાં દ્રઢ નિશ્ચયના કારણે તમે યોજના પ્રમાણે મહેનત કરવાનો પ્રયાસ કરશો. અન્ય લોકો પર જે નિર્ભરતા છે, તેને દૂર કરવાનો પ્રયાસ તમારો વધુ હશે. વર્તમાન સમયમાં તમે લોકો સાથે ઓછો સંપર્ક કરવાની સાથે-સાથે તમારાં કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. તમારી એકાગ્રતા વધશે અને જે લક્ષ્ય પ્રાપ્ત કરવું મુશ્કેલ લાગતું હતું, તેની સિદ્ધિ પણ ઝડપી બનશે. કરિયરઃ કામ સંબંધિત કોઈપણ બાબતમાં જોખમ ન લેવું. તમારાં માટે નવા લોકોથી પરિચિત થવું મહત્વપૂર્ણ રહેશે. લવઃ તમારાં માટે સંબંધો સાથે જોડાયેલા સીમિત વિચારોને દૂર કરવા જરૂરી રહેશે. સ્વાસ્થ્યઃ પરિવારનાં કોઈ સભ્યને સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાનો અનુભવ થઈ શકે છે. શુભ રંગ: નારંગી શુભ અંક: 5 -------------------------

મિથુન:- KING OF WANDS જીવન સંબંધિત વસ્તુઓને સમાન દ્રષ્ટિકોણથી જોવાનાં કારણે તકો પણ મર્યાદિત જોવા મળશે. નવી વ્યક્તિ સાથેનો પરિચય તમારાં વ્યક્તિત્વ અને વિચારોમાં પરિવર્તન લાવતો જણાય. આ વ્યક્તિનાં પરિચયને કારણે ઘણું બધું બદલાઈ જશે. વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થતી પ્રેરણાને કારણે જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરી શકાય છે. કરિયરઃ વર્તમાન સમયમાં કામ સંબંધિત મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવાની કોઈ તક નહીં મળે, પરંતુ જે તકો મળી રહી છે તેના પર ધ્યાન આપો. લવઃ જીવનસાથીને મળેલાં સહયોગના કારણે પરિવાર સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર થઈ શકશે. હેલ્થઃ શરદી-ઉધરસ જેવી સમસ્યા વધી શકે છે. શુભ રંગ: લાલ શુભ અંક: 6 -------------------------

કર્ક:- PAGE OF CUPS તમે જે વિષય વિશે હજુ પણ નકારાત્મકતા અનુભવી રહ્યા છો, તે વિષયની ફરી મુલાકાત લઈને યોગ્ય ફેરફાર કરવાનો પ્રયાસ કરો. તમારી ઉર્જા અને વ્યક્તિત્વને સુધારવા માટે તમને અનુભવી લોકોનો ટેકો મળતો રહેશે. આધ્યાત્મિક વસ્તુઓ તરફ વધતો ઝોક તમારી આસ્થા વધારવા માટે યોગ્ય સાબિત થશે. કરિયરઃ કોઈપણ વ્યક્તિ સાથે કામ સંબંધિત યોજના અંગે ચર્ચા ન કરવાને કારણે કામ સંબંધિત વફાદારી અંગે સવાલ ઉઠી શકે છે. લવઃ લવ લાઈફમાં અચાનક બદલાવ આવશે. હેલ્થઃ બીપી સંબંધિત સમસ્યાઓ વધે નહીં તેની કાળજી રાખવી પડશે. શુભ રંગ: પીળો શુભ અંક: 1 -------------------------

સિંહ:- THREE OF CUPS મન પરનો તણાવ ઓછો થતો લાગે. પરિવારનાં સભ્યો સાથે સમય વિતાવવાના કારણે તમારી અંદર રહેલી એકલતા દૂર થઈ જશે, પરંતુ આ તમારી સમસ્યાનો ઉકેલ નથી. તમારે આ વાત સમજવી પડશે. તમારી જાત પ્રત્યેની જવાબદારીઓને સમજીને તમારી જીવનશૈલીને સુધારવાનો પ્રયાસ કરો. કરિયરઃ ધન સંબંધિત વર્તન લાભદાયક જોવા મળશે, પરંતુ કોઈપણ પ્રકારનાં વ્યવહારને કારણે એ વાતનું ધ્યાન રાખો કે વ્યક્તિ સાથે સંબંધ ખરાબ ન થાય. લવઃ પાર્ટનર્સ માત્ર મસ્તી પર જ ફોકસ કરતાં હોય છે. મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવી જરૂરી રહેશે. હેલ્થઃ વાળને લગતી સમસ્યા દૂર કરવા માટે શરીરનાં વિટામિન્સની તપાસ કરાવો. શુભ રંગ: સફેદ શુભ અંક: 3 -------------------------

કન્યા:- ACE OF WANDS જીવનમાં જે સ્થિતિ બની રહી છે, તેને ઉકેલવાનો રસ્તો અચાનક મળી જશે. વર્તમાન સંબંધિત બાબતોની સમજ અને તમારી અપેક્ષાઓ બંનેને સંતુલિત કરતાં. તમે ફક્ત ઉકેલો શોધવા માટે પ્રાધાન્ય આપતાં જોવા મળશે. આ ક્ષણે તમે અન્ય લોકો વિશે જે ચિંતા અનુભવી રહ્યા છો તેના વિશે વિચારશો નહીં. કરિયરઃ કરિયરને લગતી બાબતોમાં પ્રગતિ જોવા મળશે તેમછતાં કોઈપણ વસ્તુ અજાણતાં ભૂલવા ન દેવી. લવઃ નવા લોકો સાથે મૈત્રીપૂર્ણ સ્વભાવ વધારવાનો પ્રયાસ કરો, કોઈ પરિચિત દ્વારા તમને જીવનસાથી મળી શકે છે. હેલ્થઃ અપચો સંબંધિત સમસ્યાઓનું ધ્યાન રાખવું પડશે. શુભ રંગ: લીલો શુભ અંક: 4 -------------------------

તુલા:- TWO OF WANDS જીવનમાં પ્રાપ્ત થયેલી ખ્યાતિ અને તમારા લક્ષ્ય બંને વિશે પણ આજે વિચારી શકાય છે. આગળ વધવા માટે, ખાતરી કરો કે કઈ વસ્તુઓ તમને અટકાવી રહી છે અને કયા લોકોને પ્રાધાન્ય આપીને તમે તમારી જાતને નાખુશ કરી રહ્યા છો. કરિયરઃ નોકરી શોધનારાંઓને વિદેશમાં કામ કરવાની તક મળી શકે છે. લવઃ સંબંધો સ્થિર લાગવાને કારણે લગ્ન સંબંધિત ચર્ચા થશે. હેલ્થઃ સ્વાસ્થ્ય સારું રહેશે. શુભ રંગ: જાંબલી શુભ અંક: 8 -------------------------

વૃશ્ચિક:- KING OF CUPS લાગણીઓને મહત્વ આપીને આજે કેટલાક નિર્ણયો તમે લઈ શકો છો. પરિવારનાં સભ્યોની અપેક્ષાઓને વધુ પડતી મહત્વ આપવાથી તમને નુકસાન થશે. પરિવારનાં સભ્યો દ્વારા કરવામાં આવતાં દબાણને કારણે ચીડિયાપણું અને એકલતા વધતી જણાય છે, પરંતુ તમારાં જીવન સાથે જોડાયેલી વાતોને બિલકુલ બદલાવા દેશો નહીં. કરિયરઃ વેપારી વર્ગને તેના કાર્યનો વિસ્તાર કરવાની જરૂર રહેશે. નવા ક્લાયન્ટ સાથે કરવામાં આવેલી વર્તણૂકો સફળ સાબિત થશે. લવઃ સંબંધને લઈને જે ડર લાગે છે, તેને દૂર કરવા માટે પોતાના પર કામ કરવું જરૂરી રહેશે. હેલ્થઃ સ્વાસ્થ્યને લગતાં વિવાદો અંગે થોડી પરેશાની થઈ શકે છે. શુભ રંગ: ગુલાબી શુભ અંક: 7 -------------------------

ધન:- JUSTICE જો તમને તમારી કાર્યક્ષમતાનો ખ્યાલ હોય તો પણ તમે તમારી શ્રેષ્ઠ ક્ષમતાનો પ્રયાસ કરી રહ્યા નથી. આળસને દૂર રાખવી, તમારાં માટે ફક્ત તમારાં લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ રહેશે. તમે પરિવારની દરેક વ્યક્તિની સમસ્યાઓ હલ કરવામાં તમારી ઉર્જાનો વ્યય કરી રહ્યા છો. તેમને કેટલીક વસ્તુઓ પર નિર્ભર રહેવાની જરૂર છે. આજે જાતે કોઈની મદદ ન કરો. કરિયરઃ કાર્યક્ષેત્રમાં ઉદ્ભવતા વિવાદોને દૂર કરવા માટે તમારાં દ્વારા પ્રયત્નો કરવામાં આવશે. લવઃ પાર્ટનરને પોતાની ભૂલોનો અહેસાસ થવાના કારણે સંબંધોમાં તિરાડ ઓછી થતી જોવા મળશે. હેલ્થઃ ગળામાં દુખાવો અને ઉધરસ વધી શકે છે. શુભ રંગ: સફેદ શુભ અંક: 3 -------------------------

મકર:- THE EMPRESS બીજાનાં જીવનમાં શું ચાલી રહ્યું છે અને તેઓ પોતાનાં નિર્ણયો કેવી રીતે લઈ રહ્યા છે? આ બાબતો પર વધુ ધ્યાન રહેશે, જેના કારણે પોતાના પ્રત્યે નારાજગીની લાગણી રહેશે. તમારી જાતને અન્ય લોકો સાથે બિલકુલ સરખાવશો નહીં. તમે જેટલાં વધારે ઊંડા ઉતરશો તેટલો તમારો વિશ્વાસ તૂટશે અને તમે જે કામ પર કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે કામ પણ અધૂરું રહી શકે છે. કરિયર: મહિલાઓને કામના બદલે મહત્વનાં નિર્ણયો લેવા પડી શકે છે, જેનાં કારણે ઘણાં લોકોને વિરોધનો સામનો કરવો પડશે. લવઃ સંબંધો સાથે જોડાયેલી મોટી જવાબદારી તમારાથી પૂરી થશે. હેલ્થઃ ઉલટી અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. શુભ રંગ: ગ્રે શુભ અંક: 9 -------------------------

કુંભ:- THE HIGH PRIESTESS જીવનમાં સંતુલનની અનુભૂતિ થવા છતાં નકામી ચિંતાઓ તમને સતાવતી જોવા મળે છે. ભૂતકાળ વિશે વધુ વિચારવાને કારણે તમારી જાત પરનો વિશ્વાસ તૂટતો જોવા મળશે. પ્રકૃતિ અને મૂડમાં જે રીતે પરિવર્તન આવી રહ્યું છે તેના પર નિયંત્રણ જાળવવું જરૂરી રહેશે. કરિયરઃ કામ સંબંધિત કોઈ નિર્ણય લેતાં પહેલાં તેના પરિણામનો ખ્યાલ મેળવવાનો પ્રયાસ કરવો પડશે. લવઃ પાર્ટનરની કિસ્મત અને વફાદારીની વારંવારની કસોટીને કારણે એકબીજા પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે. હેલ્થઃ મહિલાઓને એલર્જી કે ઇન્ફેક્શનને લગતી સમસ્યાઓ વધુ રહેશે. શુભ રંગ: વાદળી શુભ અંક: 7 -------------------------

મીન:- TWO OF CUPS જે રીતે તમારી એનર્જી બદલાઈ રહી છે, તેના કારણે અનેક લોકો તમારી તરફ આકર્ષિત થતાં જોવા મળશે. કોઈપણ વ્યક્તિને મદદ કરતાં પહેલાં પોતાના શબ્દોને પ્રાથમિકતા આપવી જરૂરી રહેશે. લોકો સાથે જોડાયેલા રહો, પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે લોકોના શબ્દો અને વિચારોની અસર પોતાને ન થાય. કરિયરઃ કોઈ વ્યક્તિ સાથે ભાગીદારીમાં કામ કરવાની તક મળી શકે છે. લવઃ પાર્ટનર્સને એકબીજા સાથે સમય વિતાવવાની તક મળશે. હેલ્થઃ કાન સંબંધિત ઇન્ફેક્શન કે કાનની બીમારી ઠીક થવામાં સમય લાગી શકે છે. શુભ રંગ: લાલ શુભ અંક: 6