ટેરો રાશિફળ:મંગળવારના દિવસે મિથુન જાતકોએ ભૂતકાળ ભૂલીને આગળ વધવું, શારીરિક બીમારી ઠીક થઇ જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 15 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- PAGE OF CUPS

કળા અને સાહિત્યમાં રસ વધારે રહેશે. રોજના જીવનમાં આજે કઇંક નવો ફેરફાર લાવવાની કોશિશ કરો. જો તમે લેખનમાં રસ ધરાવો છો તો તેને વધારે સારું જાળવી રાખવા માટે યોગ્ય શિક્ષણનો અવસર મળી શકે છે.

કરિયરઃ- કળા સાથે જોડાયેલાં લોકોને કામના કારણે સન્માન મળશે.

લવઃ- પાર્ટનર્સમાં રોમાન્સ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

શુભ રંગઃ-ગુલાબી

શુભ અંકઃ- 4

----------------------

વૃષભઃ- THE MAGICIAN

જ્ઞાન છે અને બધા સ્ત્રોતની ઉપલબ્ધિ પણ છે. તમારે વધારે 2 દિવસ સુધી મહેનત કરવી પડશે. તમારી હાલ કરેલી મહેનત તમને ભવિષ્યમાં સુખ અને તમારા પ્રત્યે આદર વધારી શકે છે.

કરિયરઃ- તમારું કરિયર સફળતા તરફ આગળ વધી રહ્યું છે.

લવઃ- પાર્ટનર પાસેથી સહયોગ અને પ્રોત્સાહન મળશે,

સ્વાસ્થ્યઃ- ગરમ વસ્તુઓથી બચવું.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 7

----------------------

મિથુનઃ- 5 OF CUPS

જે વિતી ગયું છે તેના અંગે અફસોસ કરવાથી કંઇ જ પ્રાપ્ત થશે નહીં. તેવી જ રીતે જે પ્રાપ્ત કરી લીધું છે તે પણ હવે ભૂતકાળ છે. જૂની વાતો ભલે જીતની હોય કે હારની તમારી આ વાતોને પાછળ મુકીને આગળ વધો.

કરિયરઃ- જમીન સાથે જોડાયેલો વ્યવહાર કરતાં લોકોને નુકસાન થઇ શકે છે.

લવઃ- રિલેશનશિપની અસફળતાથી બહાર આવવાનો પ્રયત્ન કરો

સ્વાસ્થ્યઃ- શારીરિક બીમારી ઠીક થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

----------------------

કર્કઃ- THE HIEROPHANT

શિક્ષણને લગતાં કાર્યો તમને ગમે છે અને તેમાં તમને ઉન્નતિ સરળતાથી મળશે. પરિવારના સભ્યો આજે પોતાની સમસ્યાનું સમાધાન તમારી મદદથી શોધી શકવાની કોશિશ કરશે.

કરિયરઃ- તમારા વિષય અંગે ઉચ્ચ શિક્ષણ માટે મહેનત કરો

લવઃ- મનગમતા વ્યક્તિ સાથે લગ્ન થવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ-5

----------------------

સિંહઃ- 5OF PENTACLES

આર્થિક સ્થિતિમાં આવેલી સ્થિરતા તમને રૂપિયાના વિષયમાં થોડી ચિંતા કરાવી શકે છે. પરિવાર ઉપર રૂપિયા ખર્ચ થશે, પરંતુ આ રૂપિયા યોગ્ય વાતો ઉપર ખર્ચ થશે. પરિવારના સભ્યો તમારો આર્થિક ભાર વહેંચવાની કોશિશ કરશે.

કરિયરઃ- નોકરી બદલવાની જરૂર છે.

લવઃ- પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય પાર્ટનરનો સહયોગ મળતો રહેશે.

સ્વાસ્થ્યઃ- ચામડીના રોગ ઠીક થવામાં સમય લાગશે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 1

----------------------

કન્યાઃ- 8 OF SWORDS

આજે પરિસ્થિતિનો સામનો તમારે એકલા હાથે જ કરવો પડશે. પરિવાર સાથે મુંજવણ વધી શકે છે. તમે ઇચ્છા હોવા છતાં પણ પોતાની વાત રાખી શકશો નહીં. આ વાતને લઇને સંબંધોમાં તણાવ વધશે.

કરિયરઃ- કામમાં ઉત્સાહ અને રસ ઓછો રહેશે.

લવઃ- એકબીજા સાથે મનમુટાવ દૂર કરવામાં સમય લાગશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો માઇગ્રેન દિવસની શરૂઆતમાં તકલીફ આપશે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 4

----------------------

તુલાઃ- THE WHEEL OF FORTUNE

ભૂતકાળમાં ગુમાવેલી તક ફરીથી મળી શકે છે. પારિવારિક જીવનમાં સુખ અને પ્રગતિ પ્રાપ્ત થશે. તમારી પત્નીના સહયોગથી અનેક વાતો જે પરિવાર સાથે જોડાયેલી છે, તે સરળતાથી ઉકેલાઇ જશે.

કરિયરઃ- ચાર્ટર્ડ એકાઉન્ટ્ડ લોકો માટે દિવસ અદભૂત રહેશે.

લવઃ- પ્રેમ સંબંધોમાં પ્રગતિ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- પેટની તકલીફ રાતે થશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 1

----------------------

વૃશ્ચિકઃ- 2 OF CUPS

આજે તમને પાર્ટનરશિપના વ્યવસાય માટે કોઇ સામેથી તક આપી શકે છે. આવા વ્યવસાયમાં તમે આર્થિક રોકાણ કામ કર્યા વિના સ્વીકાર કરશો. પરિવારથી અલગ થયેલાં વ્યક્તિ ફરીથી પરિવારની નજીક આવશે.

કરિયરઃ- વેપારીઓ માટે દિવસ સારો રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં ગમે તેટલો મોટો ઝઘડો હોય, વાત ડિવોર્સ સુધી જશે નહીં.

સ્વાસ્થ્યઃ- નેચરલ પદ્ધતિનો પ્રયોગ સ્વાસ્થ્યના સુધાર માટે મહત્ત્વપૂર્ણ રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

----------------------

ધનઃ- ACE OF CUPS

પુત્રની પ્રગતિથી આજે વિશેષ આનંદ પ્રાપ્ત થશે, આજે તમે આખો દિવસ પોતાના પુત્રની પ્રગતિનો આનંદ જાળવી રાખવામાં વ્યસ્ત રહેશો. તમારી મહેનત અને સંયમનું ફળ આજે તમને પ્રાપ્ત થશે.

કરિયરઃ- ઇરિગેશન અને એગ્રીકલ્ચર સાથે જોડાયેલાં લોકોને અવસર પ્રાપ્ત થશે.

લવઃ- સંબંધોમાં મિઠાસ વધશે.

સ્વાસ્થ્યઃ- યૂરિન સાથે જોડાયેલી તકલીફ રાતે વધી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

----------------------

મકરઃ- THE HIGH PRIESTESS

મનની સ્થિરતા અને અસ્થિરતા બંનેનો અનુભવ આજે તમને થશે. તમે તમારા નિર્ણયને લઇને તેના ઉપર કાયમ રહેશો. મનની સ્થિરતા તમને નિરાશ કરી દેશે. આજે તમારી ઉપર નકારાત્મક ઊર્જાનો પ્રભાવ સરળતાથી રહેશે.

કરિયરઃ- મોતી અને ઘરેણા સાથે જોડાયેલાં લોકોને આર્થિક લાભ થશે.

લવઃ- સ્ત્રી વર્ગ આજે પાર્ટનર સાથે તાલમેલ રાખી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- સોલ્ટ વોટર પગનો દુખાવો ઓછો કરવામાં મદદ કરશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 5

----------------------

કુંભઃ- 9 OF CUPS

રાશિના નામ જેમ તમે બધું જ સુરક્ષિત સમાઇ શકો છો. તમે કોઇપણ સીક્રેટ તમારી અંદર સુરક્ષિત રાખી શકો છો. તમારો મિત્ર પરિવાર તમારી સાથે જોડાઇ શકે છે.

કરિયરઃ- નોકરી અને વેપારની સ્થિરતા તમને સંતુષ્ટિ આપશે.

લવઃ- પાર્ટનર્સમાં સંબંધો સારા રહેશે.

સ્વાસ્થ્યઃ- વધતું વજન ચિંતાનો વિષય રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 6

----------------------

મીનઃ- JUDGEMENT

ઘણાં દિવસો પછી આજે તમને સારી ઊંઘ મળી શકશે. કામ અને પરિવાર બંનેમાં પોઝિટિવ ફેરફાર આવશે. આ ફેરફાર તમને રાહત આપશે. હાલ તમારું કામ પૂર્ણ થયું નથી.

કરિયરઃ- આ રાશિના લોકો તણાવનો સામનો કરી શકે છે.

લવઃ- રિલેશનશિપમાં પોઝિટિવ પરિવર્તન આવશે.

સ્વાસ્થ્યઃ- વાળ સાથે જોડાયેલી સમસ્યા રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9