ટેરો રાશિફળ:શુક્રવારે FOUR OF WANDS કાર્ડ પ્રમાણે તુલા જાતકોએ સકારાત્મક બાબતો પર ધ્યાન આપવું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

15 એપ્રિલ, શુક્રવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- EIGHT OF SWORDS

મન પર વધી રહેલી ઉદાનસીનતાને દૂર કરવા માટે રોજિંદા જીવનમાં થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત હશે. તમારી ઈચ્છાશક્તિને યથાવત રાખવા માટે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડશે.

કરિયરઃ- કામ સંબંધિત ડિસિપ્લિન ન રાખવાના કારણે નાની મોટી તકલીફનો સામનો કરવો પડશે.

લવઃ- પાર્ટનર દ્વારા વાત સ્પષ્ટ ન કહેવાના કારણે તમારા રિલેશનશિપ પર નકારાત્મક અસર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- એસિડિટીની તકલીફ થવાની આશંકા છે.

શુભ રંગ:- ઓરેન્જ

શુભ અંકઃ-8

--------------------------
વૃષભઃ- KING OF WANDS

જીવનમાં જેટલી પણ સમસ્યાઓ મહેસૂસ થઈ રહી છે તેમાંથી કોઈ એક વાત પર પૂરું ધ્યાન આપતા તમારે કામ કરવાની જરૂરિયાત છે. જ્યાં સુધી તમારા વિચારોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી મોટા નિર્ણય લેવાથી બચવું.

કરિયરઃ-કામ સંબંધિત વાતોને તમારા દ્વારા અવગણવામાં આવી શકે છે.

લવઃ- પાર્ટનર હજી સુધી કોઈપણ પ્રકારના નિર્ણય સુધી પહોંચ્યા નથી તેથી તેમના પર વધારે દબાણ ન નાખો.

સ્વાસ્થ્યઃ- શારીરિક કમજોરી વિટામિનની ઊણપના કારણે થઈ શકે છે.

શુભ રંગ:- લાલ

શુભ અંકઃ- 1

--------------------------
મિથુનઃ-THE HIEROPHANT

તમારા વિચાર અને પરિવારના લોકોના વિચારોમાં જે અંતર છે તેને દૂર કરવાનો પ્રયાસ બંને પક્ષો દ્વારા કરવો. દરેક કોઈ વ્યક્તિ પોતાની જીદ પર અડગ રહેવાના કારણે અત્યાર સુધી જે નિર્ણય તમે નથી લઈ રહ્યા, તેના સંબંધિત ચર્ચા કરી શકાશે.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણ સંબંધિત વિચાર તમારા દ્વારા કરવામાં આવી શકે છે.

લવઃ- પરિવારના કોઈ વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહેલા સંબંધિત સૂચન પર વિચાર જરૂરથી કરો.

સ્વાસ્થ્યઃ- વાળ સંબંધિત સમસ્યા થઈ શકે છે.

શુભ રંગ:- વાદળી

શુભ અંકઃ- 2

--------------------------
કર્કઃ- THE LOVERS

તમે જે દિશામાં વિચાર કરી રહ્યા છો વર્તમાનની પરિસ્થિતિ તેનાથી ઘણી અલગ છે જેના વિશે વાત આજે સ્પષ્ટ થશે. યોગ્ય લોકો દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થશે.

કરિયરઃ- તમારા આર્થિક પક્ષને મજબૂત બનાવવા માટે તમારા કામને વિસ્તૃત કરો.

લવઃ- પરિચિત કોઈ વ્યક્તિ દ્વારા લવ પ્રપોઝલ પ્રાપ્ત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વધતી ગરમી તકલીફ આપી શકે છે.

શુભ રંગ:- સફેદ

શુભ અંકઃ- 7

--------------------------
સિંહઃ- FIVE OF SWORDS

જે વિષયો વિશે ચર્યા કર્યા પછી પરિવારના લોકોની સાથે વિવાદ ઉત્પન્ન થાય છે, એવી વાતોથી દૂર રહેવું તમારા માટે યોગ્ય રહેશે. તમારા દ્વારા ઉપયોગ કરવામાં આવેલા ખોટા શબ્દોના કારણે તમારું જ નુકસાન થશે.

કરિયરઃ- કામ સંબંધિત વધતી કોમ્પિટિશનની સાથે આગળ શીખતા રહેવું.

લવઃ-પાર્ટનર દ્વારા ખોટી વાતોને મહત્ત્વ આપવાથી રિલેશનશિપમાં વિવાદ સર્જાય શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક કમજોરી વધી શકે છે.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંકઃ-3

--------------------------
કન્યાઃ- SIX OF SWORDS

યાત્રા સંબંધિત લેવામાં આવેલા નિર્ણયના કારણે તમે આનંદિત મહેસૂસ કરશો. નવા લોકોની સાથે મળવાનું થશે અને જીવનમાં ફેરફાર આવશે.

કરિયરઃ- કામ સંબંધિત પ્રાપ્ત થઈ રહેલી ટ્રેનિંગના કારણે મોટા પ્રોજેક્ટની જવાબદારી તમને આપવામાં આવશે.

લવઃ- લગ્નજીવનમાં સુખશાંતિ રહેશે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો અને સોજો અનુભવાશે.

શુભ રંગ:- લીલો

શુભ અંકઃ- 5

--------------------------
તુલાઃ- FOUR OF WANDS

તમારી અંદરની ખામીઓ કરતા વધારે સકારાત્મક વાતો છે, તેના પર ધ્યાન આપવું અને જે ખામીઓ તમને મહેસૂસ થાય છે તેને નકારાત્મક રીતે ન જુઓ. જીવનમાં પ્રગતિ થશે.

કરિયરઃ- રિયલ ઈસ્ટેટ અથવા જમીન સાથે વ્યવહાર કરનારા લોકોને મોટો ફાયદો થશે.

લવઃ- વિવાહ સંબંધિત નિર્ણય નક્કી થશે.

સ્વાસ્થ્યઃ- ત્વચા સંબંધિત સમસ્યા પેદા થઈ શકે છે.

શુભ રંગ:- પીળો

શુભ અંકઃ- 6

--------------------------
વૃશ્ચિકઃ-TEN OF WANDS

નકારાત્મક વિચાર અને ડિસિપ્લિન ન જાળવી રાખવાના કારણે જીવન સંબંધિત મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. પોતાની જવાબદારીઓને યોગ્ય રીતે ન નિભાવવાના કારણે તમારા પર રાખવામાં આવેલો વિશ્વાસ ઓછો થઈ જશે.

કરિયરઃ- નેચરલ પ્રોડક્ટ અને એગ્રીકલ્ચર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને તણાવ મહેસૂસ થશે.

લવઃ- રિલેશનશિપને જાળવી રાખવા માટે બંને પક્ષે સમાન પ્રયત્ન કરવા પડશે.

સ્વાસ્થ્યઃ- પીઠનો દુખાવો વધી શકે છે.

શુભ રંગ:- પર્પલ

શુભ અંકઃ- 4

--------------------------
ધનઃ- PAGE OF WANDS

લોકોના દ્વારા પ્રાપ્ત થઈ રહેલા સહયોગ અને તમને પ્રાપ્ત થયેલા સ્રોત બંને મર્યાદિત માત્રામાં હોવાના કારણે તમને જે પ્રકારની તક પ્રાપ્ત થઈ રહી છે, તેમાંથી પસંદ કરવાની જરૂર છે.

કરિયરઃ- જે લોકો કોન્ટ્રાક્ટ બેસિસ પર અથવા જેમની નોકરી કાયમી નથી એવા લોકો માટે સ્થિતિ સ્વરૂપથી પૈસાની આવક આપતા સ્રોત જલ્દી પ્રાપ્ત થશે.

લવઃ- કોઈપણ પ્રકારવી ચર્ચા કરતા સમયે પાર્ટનરનું અપમાન ન થાય તેનું ધ્યાન રાખવું.

સ્વાસ્થ્યઃ- ઊંઘ સંબંધિત સમસ્યા હેરાન કરી શકે છે.

શુભ રંગ:- ગ્રે

શુભ અંકઃ- 9

--------------------------
મકરઃ- THE CHARIOT

તમારી ઉર્જામાં ફેરફાર આવવાના કારણે માનસિક સ્વરૂપે બેચેની મહેસૂસ થશે. જે તમારા સ્વભાવના સકારાત્મક અને નકારાત્મક પાસા છે. જે વાતમાં તમે તમારી જાતને કમજોર સમજો છો તેમાં ફેરફાર લાવવો.

કરિયરઃ- વિદેશમાં કામ કરવાની તક પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પાર્ટનર્સ એકબીજા સાથે ચર્ચા કરીને રિલેશનશિપની વાત પરિવારના લોકોને કરી શકશે.

સ્વાસ્થ્યઃ- પેટમાં અચાનક દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 7
----------
કુંભઃ- THE MOON

તમારી આસપાસનું વાતાવરણ અને થોડી પણ મનની વિરુદ્ધ ઘટતી ઘટનાઓ તમને માનસિક રીતે ઠેસ પહોંચાડી શકે છે. ભાવાત્મક રીતે પોતાની જાતને મજબૂત કરવાનો પ્રયાસ કરવો.

કરિયરઃ- વેપારી વર્ગને ભાગીદારીમાં કામ કરવાની તક પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પાર્ટનરનું આકર્ષણ કોઈ અન્ય વ્યક્તિ તરફ વધતું જોવા મળશે.

સ્વાસ્થ્યઃ- અપચાની સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

---------------------------
મીનઃ- THE EMPEROR

મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં પણ તમે તમારી હિંમતને યથાવત રાખી શકશો. જે વાત પર તમે અડગ છો તેને પ્રાપ્ત કરી શકશો પરંતુ આ વસ્તુને પ્રાપ્ત કરવા માટે તમે શું ગુમાવો છો તે વિશે પણ વિચાર કરવો.

કરિયરઃ- ક્લાઈન્ટની સાથે વાતચીત કરતા સમયે કોઈપણ પ્રકારનો વિવાદ ઉત્પન્ન ન થાય તે વાતનું ધ્યાન રાખવું.

લવઃ- માત્ર તમારા અહંકારને મહત્ત્વ આપતા પરિવારના લોકો અથવા પાર્ટનરને તમે દુઃખી કરી શકો છો.

સ્વાસ્થ્યઃ- જૂની બીમારી વારંવાર હેરાન કરી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

અન્ય સમાચારો પણ છે...