તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:મંગળવારે THE TOWER કાર્ડ પ્રમાણે મિથુન રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

3 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષઃ- EIGHT OF PENTACLES

જીવન સંબંધિત ઘણી બધી વાતોમાં ચેન્જ લાવવાના પ્રયત્નો કરો. રૂપિયા સંબંધિત લીધેલા નિર્ણયથી તમને ફાયદો થશે. લાંબા સમય સુધી આર્થિક ફાયદો આપતા સ્ત્રોત પર વધારે ધ્યાન આપવું.

કરિયરઃ- તમારા પ્રયત્નોથી જ નોલેજ વધારવાના પ્રયત્નો કરો. તેનાથી તમને નવા અવસરો મળશે.

લવઃ- રિલેશનશિપમાં સામેની વ્યક્તિ વિશે બધી માહિતી ભેગી કર્યા પછી જ વિશ્વાસ કરવો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં પોઝિટિવ ફેરફાર આવશે. મસાલાવાળું અને તળેલું ખાવાથી બચવું.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

-----------------------------------

વૃષભઃ- FOUR OF WANDS

કામમાં ઈચ્છા પ્રમાણેની પ્રગતિથી માનસિક શાંતિ અને ખુશી મળશે. કરિયરમાં મોટી તક મળશે તેનો ફાયદો લેવા પ્રયત્નો કરવા. તમારા કામમાંથી તમને સમાજમાં માન-સન્માન મળશે. હાલ લોકો સાથે જોડાયેલા રહો.

કરિયરઃ- નોકરી કરનારા લોકોને મનગમતો પ્રોજેક્ટ મળશે. ધંધાદારીને મોટો કોન્ટ્રાકટ મળવાની શક્યતા છે.

લવઃ-લગ્નનો નિર્ણય તમારી ઈચ્છા પ્રમાણે લેવાથી ખુશ રહેશો.

સ્વાસ્થ્યઃ- વાળની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ-લાલ

શુભ અંકઃ- 4

-----------------------------------

મિથુનઃ- THE TOWER

ખરાબ થઈ રહેલા કામમાં પ્રગતિ દેખાશે. પરિવારમાં ગેરસમજણ થઈ શકે છે આથી એકબીજા સાથે બોલવાનું રાખો. અચાનક મોટો ખર્ચ આવી શકે છે, પરંતુ જરૂર પડ્યે આર્થિક મદદ મળશે.

કરિયરઃ- વર્કપ્લેસ પર અન્ય લોકોની પ્રગતિ જોઈને તમને ઈર્ષા થશે.

લવઃ- જે વ્યક્તિ પ્રત્યે તમને આકર્ષણ હોય તેની નેગેટિવ વાતો ખરાબ પડવાથી ઉદાસ થશો.

સ્વાસ્થ્યઃ- વાહન ધીમે ચલાવવું. આજે અકસ્માત થવાની શક્યતા છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

-----------------------------------

કર્કઃ- SEVEN OF WANDS

તમે પ્રયત્નો કર્યા હોવા છતાં તમને ગમે તેવું પરિણામ નહીં મળે. મિત્રો સાથે અંતર અનુભવશો અને પરિવારના લોકોના બિહેવિયરથી તમને તકલીફ થશે. મહત્ત્વપૂર્ણ કામને કારણે અન્ય કામ પર ધ્યાન નહીં આપી શકો. આજના દિવસે અધૂરા કામ પૂરા કરી દેવા.

કરિયરઃ- કામને લગતી મુશ્કેલીઓ વધી શકે છે.

લવઃ- જે વ્યક્તિ પ્રત્યે આકર્ષણ અનુભવ થઈ રહ્યું છે તે વ્યક્તિ તમારા માટે યોગ્ય છે કે નહીં તે વાત જાણવા માટે વધારે સમય લાગશે.

સ્વાસ્થ્યઃ- હેલ્થ સંબંધિત નાની-મોટી તકલીફ થશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 7

-----------------------------------

સિંહઃ- QUEEN OF WANDS

પોતાની ઈચ્છા શક્તિથી કાર્યો કરવાનો પ્રયાસ કરો, પરંતુ આ ઈચ્છા શક્તિને કારણે તમે લોકો પર વર્ચસ્વ રાખવાની ઈચ્છા રાખી શકો છો. અન્ય લોકોના વ્યક્તિગત જીવનમાં વધારે દખલ ન

કરો. આમ કરવાથી વાદ વિવાદ વધી શકે છે. વધારે અભિમાન રાખવાથી તમને નુક્સાન થઈ શકે છે.

કરિયરઃ- કાર્યક્ષેત્રે પોતાના નેતૃત્ત્વ ગુણોનો ઉપયોગ કરવાની આવશ્યકતા રહેશે.

લવઃ- પાર્ટનરની વ્યક્તિગત તકલીફ દૂર કરવા માટે તમે કોઈ કઠોર નિર્ણય લઈ શકો છો.

સ્વાસ્થ્યઃ- ગળાં અને ખભાની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

-----------------------------------

કન્યાઃ- EIGHT OF SWORDS

પરિવારની બાધા સામે રોકાઈ જવું છે કે કેમ તે તમારે નક્કી કરવું પડશે. દરેક વ્યક્તિને ખુશ કરવાના ચક્કરમાં તમે કોઈ પણ વાતને પ્રાધાન્ય આપી શકતા નથી. તેને લીધે તમારા પ્રત્યે લોકોના

મનમાં નકારાત્મક ભાવ ઉદભવે છે.

કરિયરઃ- નોકરી ફેરફારનો નિર્ણય વડીલો સાથે ચર્ચા કર્યા બાદ જ કરો. તેમની સલાહથી સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પાર્ટનર અને પારિવારિક વાતોમાં વધારે ધ્યાન આપવાથી તમારે આજે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધેલું વજન નિયંત્રણ કરવાનો પ્રયાસ કરો.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ- 8

-----------------------------------

તુલાઃ- ACE OF SWORDS

પરિવારજનનું કામ આજે તમે આગળ ધપાવશો. પરિવારમાં જૂના વિવાદોનો અંત આવી શકે છે. તમે માત્ર સત્યનો સાથ આપશો. તેથી પરિસ્થિતિ સ્પષ્ટ રીતે જોઈ શકશો.

કરિયરઃ- તમે સહકર્મીઓની તકલીફ દૂર કરવાના પ્રયાસ કરશો. તમારા માર્ગદર્શન અને સહયોગનાં માધ્યમથી અટવાયેલા પ્રોજેક્ટ સફળતા તરફ દોરાશે.

લવઃ- ઘણા પ્રયાસો બાદ અંતે તમે પ્રેમ લગ્ન માટે પરિવારને મનાવી લેશો.

સ્વાસ્થ્યઃ- અયોગ્ય ડાયટને લીધે પેટમાં દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

-----------------------------------

વૃશ્ચિકઃ- NINE OF CUPS

વિચારેલી વાતોમાં અપેક્ષા પ્રમાણે પ્રગતિ થવાથી સમાધાન મહેસૂસ થશે. હાલ કોઈ ફેરફાર ન ઈચ્છતા હોવાથી તમે નવાં લક્ષ્ય વિશે નહિ વિચારો.

કરિયરઃ- મળી રહેલી આર્થિક સફળતામાં જ સમાધાન માની તેને જાળવી રાખવાના પ્રયાસ કરો.

લવઃ- આજે તમે પાર્ટનરનો વ્યવહાર અને તેની માનસિકતાનું માત્ર નિરીક્ષણ કરશો. હાલ પાર્ટનર સાથે અંતર રાખવું તમે પસંદ કરશો.

સ્વાસ્થ્યઃ- મેદસ્વિતાને કારણે શરીરમાં સોજા અને કોલેસ્ટેરોલ જેવી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

-----------------------------------

ધનઃ- FIVE OF PENTACLES

કઠણ પરિસ્થિતિમાં તમને તરત જ મદદ મળે છે અને આ જ કારણોસર તમે વારંવાર રિસ્ક લેવાનું પસંદ કરો છો. અત્યારે તમારે મોટું રિસ્ક લેવાની જરૂર નથી અને ન તો તમે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છો. તેથી, આર્થિક મુશ્કેલી પડે એવાં કોઈ કાર્યો ન કરશો.

કરિયરઃ- એક જ જગ્યાએ ઘણા સમયથી કામ કરવાને કારણે તમને સ્થિરતા તો પ્રાપ્ત થઈ રહી છે. પરંતુ પ્રગતિ ન જોવા મળવાને કારણે તમને ભવિષ્ય સંબંધિત ચિંતા થઈ સકે છે.

લવઃ- તમારી મુશ્કેલભરી સ્થિતિમાં પાર્ટનર કેવી રીતે તમને સપોર્ટ કરે છે એ બાબત ધ્યાનમાં રાખીને રિલેશનશિપ સંબંધિત નિર્ણય આગળ વધારો.

હેલ્થઃ- બેદરકારીને કારણે શરીર ઇજાગ્રસ્ત થવાની સંભાવના છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

-----------------------------------

મકરઃ- FIVE OF CUPS

જૂની વાતોને વારંવાર યાદ કરવાથી તમને નકારાત્મક અનુભવ થશે. તમે કરેલી ભૂલોને સમજીને તમારી જાતને માફ કરવાનું શીખો. તો જ તમે તમારા અનુભવનો સારો ઉપયોગ કરી શકશો અને આગળ વધી શકશો. પરિસ્થિતિ તમને લાગે તેટલી નકારાત્મક નથી.

કરિયરઃ- કાર્યમાં નવીનતા લાવવાની જરૂર રહેશે, તો જ કામ સાથે સંબંધિત રસ અને ઉત્સાહ ફરી જાગૃત થશે.

લવ:- પાર્ટનર સાથે થોડી તણાવપૂર્ણ સ્થિતિ બનેલી રહેશે. ખોટી બાબતો માટે તમને પાર્ટનર દ્વારા જવાબદાર માનવામાં આવી શકે છે.
હેલ્થઃ- શરીરમાં વધતા ડિહાઈડ્રેશનને કારણે પાચન સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

-----------------------------------

કુંભઃ- KING OF SWORDS

તમારી ઇચ્છા અને કર્તવ્ય બંને માટે તમારે જાગૃત થવાને કારણે તમે જીવનમાં યોગ્ય સંતુલન બનાવીને બંને વસ્તુને પ્રાથમિકતા આપતાં આગળ વધશો. કોઈ વ્યક્તિ દ્વારા મળેલી ટિપ્પણીને કારણે તમને દુઃખ થશે. પરંતુ તેનાથી તમે પ્રેરણા મેળવીને આગળ સફળતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશો.

કરિયરઃ- પૈસા સંબંધિત પેદા થઈ રહેલા તણાવને કારણે નવા આર્થિક સ્રોતની શોધ ચાલુ રહેશે. ફાયદાનું વિચારીને જ કામ કરવું.

લવઃ- તમારા મહેનતુ સ્વભાવને કારણે પાર્ટનર તમારી કદર અને આદર કરે છે. તમારા સ્વભાવનું સૌમ્ય પાસું પણ પાર્ટનરને બતાવવું પડશે.

હેલ્થઃ- ઘુંટણ અને સ્નાયુઓ સંબંધિત દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- નારંગી

શુંભ અંકઃ- 1

-----------------------------------
મીનઃ- FIVE OF WANDS

જો કોઈ કામની શરૂઆત કરવામાં યોગ્ય લોકોનો સાથ ન મળે તો કાર્ય જટિલ બની શકે છે. પરંતુ તમે હાર ન માનશો, પ્રયત્ન ચાલુ રાખજો અને દરેક વાત પર સંપૂર્ણ રીતે નિયંત્ર મેળવવાનો પ્રયત્ન કરજો. પારવારિક બાબતો પર લોકોનો એકમત ન હોવાને કારણે કોઈ નિર્ણય લેવો શક્ય નહીં બને.

કરિયરઃ- કાર્યસ્થળે વધતી જતી કોમ્પિટીશનને કારણે સહકર્મચારીઓ એકબીજા પ્રત્યે ઇર્ષા અને નફરતની ભાવના અનુભવી શકે છે. જેના કારણે કામની જગ્યાનું વાતાવરણ નકારાત્મક બનશે.

લવઃ- પાર્ટનર દ્વારા વારંવાર નિર્ણય બદલાવાને કારણે અંદરોઅંદર વિવાદ વધતા રહેશે.

હેલ્થઃ- એન્ઝાયટી અને લો બ્લડ પ્રેશરની સમસ્યા વધુ રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- સફેદ

અન્ય સમાચારો પણ છે...