ટેરો રાશિફળ:ગુરુવારે TEN OF WANDS કાર્ડ પ્રમાણે સિંહ રાશિનો અહંકાર જ તેમના કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે

3 દિવસ પહેલા
  • કૉપી લિંક

14 ઓક્ટોબર, ગુરુવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- JUSTICE

છેલ્લાં થોડા દિવસોમાં કરવામાં આવતી મહેનતનું ફળ તમને મળી શકે છે. જે વાતોને તમે ઇગ્નોર કરી હતી તે વાતોને પણ સુધારવાનો યોગ્ય સમય છે. એકબીજા સાથે સંબંધોને ઠીક કરવાની કોશિશ કરો નહીંતર પરિવારનો કોઈપણ વ્યક્તિ હાલ તકલીફ વ્યક્ત કરશે નહીં.

કરિયરઃ- વ્યક્તિગત જવાબદારી વધવાના કારણે કામને ધ્યાનથી કરવા શક્ય રહેશે નહીં

લવઃ- પાર્ટનરને તમારા દ્વારા સહયોગની ઇચ્છા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- યોગ્ય રીતે ઊંઘ ન મળવાથી નબળાઈ અને થાક અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

-------------------------------

વૃષભઃ- EIGHT OF CUPS

અત્યાર સુધી પ્રાપ્ત થયેલ યશ અને અપયશ બંને અંગે વિચાર કરવામાં આવશે અને વાતોને પાછળ રાખીને આગળ વધીને સારી રીતે જીવનને સુધારવાની કોશિશ શરૂ કરશો.

કરિયરઃ- કામને લગતા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થવાના કારણે રિલોકેશન માટે તમારા દ્વારા કોશિશ કરવામાં આવી શકે છે.

લવઃ- પાર્ટનર એકબીજા સાથે ચર્ચા કરતી સમયે એકબીજાની ભાવનાઓને સમજવાની કોશિશ કરશે.

સ્વાસ્થ્યઃ- માથાના દુખાવાની સમસ્યા રહી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 9

-------------------------------

મિથુનઃ- QUEEN OF SWORDS

જે વાતોને લગતા બંધન તમને અનુભવ થઈ રહ્યા હતા તેને છોડીને તમે તમારા વિચાર પ્રમાણે કામ કરતા રહેવાની કોશિશ કરશો. હાલ તમારે નિર્ણય એકલા હાથે જ લેવા પડી શકે છે.

કરિયરઃ- કોઈપણ પ્રકારના કામને હા કહેતી સમયે કામ દ્વારા તમને કઈ રીતે ફાયદો થશે તેના અંગે વિચારવું,

લવઃ- ભૂતકાળના રિલેશનશિપની તકલીફથી બહાર આવીને નવા રિલેશનશિપ અંગે વિચારવું.

સ્વાસ્થ્યઃ- ધાતુની વસ્તુઓથી ઈજા પહોંચી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

-------------------------------

કર્કઃ- EIGHT OF SWORDS

નાની-મોટી માનસિક તકલીફના કારણે તમે જે કાર્યો અધૂરા છોડ્યા હતા તેના અંગે વિચાર કરીને કામ શરૂ કરી શકાય છે. વ્યક્તિગત જીવનને લગતી વાતને સુધારવા માટે તમારે ફોકસ વધારવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- કામની જગ્યાએ નવા લોકો સાથે જોડાવવું અને માત્ર કામને લગતી વાતોની ચર્ચા કરવી

લવઃ- લવ રિલેશનશિપને લગતી સ્થિરતા તમને સમાધાન આપશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને નબળાઈ દિવસભર અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 3

-------------------------------

સિંહઃ- TEN OF WANDS

માત્ર તમારા અહંકારને મહત્ત્વ આપવાના કારણે તમે લોકો સાથે યોગ્ય રીતે જોડાઈ શકશો નહીં અને આ કારણે તમને યોગ્ય પ્રકારે મદદ મળી શકશે નહીં. જેથી તમને તણાવ રહી શકે છે.

કરિયરઃ- કામને લગતી આવી રહેલી મુશ્કેલીઓના કારણે તમારો વિશ્વાસ અને ઉત્સાહ ઘટતો જોવા મળી શકે છે.

લવઃ- રિલેશનશિપને લગતી દરેક નકારાત્મક વાતો માટે આજે તમને જવાબદાર માનવામાં આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો અને પીઠમાં દુખાવો રહી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

-------------------------------

કન્યાઃ- KING OF WANDS

તમારી યોજનાઓમાં યોગ્ય પ્રકારે ફેરફાર કરીને તમે યોગ્ય લક્ષ્ય સુધી પહોંચી શકસો. જિદ્દી અને અડિયલ સ્વભાવ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. દરેક વાતને પોતાના નિયંત્રણમાં રાખવાની જિદ્દ બિલકુલ ન કરશો.

કરિયરઃ- જે લોકોને નોકરીમાં ફેરફાર કરવો હોય તેમણે નોકરી દ્વારા મોટી માત્રામાં રૂપિયાને લગતો લાભ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પાર્ટનર્સ પોતાના જ જીવનમાં વ્યસ્ત રહેવાના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને પાચનને લગતી સમસ્યા ઊભી થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

-------------------------------

તુલાઃ- THE EMPRESS

ઘર સાથે-સાથે કામને લગતી જવાબદારીઓને તમે યોગ્ય રીતે નિભાવી શકશો. મહેમાનોની અવર-જવર રહેશે. તમારા કારણે પરિવારમાં સુખમય વાતાવરણ રહી શકે છે. બાળકો સાથે વાતચીત વધારવાની કોશિશ કરો

કરિયરઃ- જે મહિલાઓ વેપારમાં છે તેમને મોટો ફાયદો પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પરિણિતા લોકો એકબીજાના સહયોગ દ્વારા પરિવારને લગતી તકલીફોને દૂર કરવાની કોશિશ કરશે

સ્વાસ્થ્યઃ- ચિંતાના કારણે ઊંઘને લગતી સમસ્યા ઊભી થઈ શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 7

-------------------------------

વૃશ્ચિકઃ- FIVE OF PENTACLES

લોકો દ્વારા પ્રાપ્ત થયેલ ઉધાર પાછા આપવા માટે તમારા દ્વારા કોશિશ વધારવામાં આવશે. લોકોને તમારા પ્રત્યે જે ગેરસમજ ઊભી થઈ છે તેના કારણે આજે મોટાભાગે ચિંતા અનુભવ થશે.

કરિયરઃ- વેપાર સાથે જોડાયેલાં લોકોએ રિસ્ક લેવું નુકસાનદાયી રહી શકે છે.

લવઃ- પાર્ટનર્સની એકબીજા પ્રત્યે નિરાશા વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીર ઉપરની ઈજાને ઠીક થવામાં સમય લાગશે

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 8

-------------------------------

ધનઃ- SIX OF PENTACLES

રૂપિયાની આવક અને ખર્ચ સંતુલિત માત્રામાં રહેશે. જૂના રોકાણ દ્વારા ફાયદો પ્રાપ્ત થઈ શકે છે. જમીનને લગતા વ્યવહારમાં અપેક્ષા પ્રમાણે રૂપિયા મળી શકે છે. તમને તમારા કર્મ અને વિચાર બંને ઉપર ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

કરિયરઃ- બેંકિંગ અને લોન ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોના કામ સરળ રહેશે.

લવઃ- પાર્ટનરનું કોઈ અન્ય વ્યક્તિ સાથે માનસિક રીતે જોડાયેલાં રહેવું તમને તકલીફ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરને ડિટોક્સની જરૂરિયાત રહેશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

-------------------------------

મકરઃ- FOUR OF PENTACLES

માતા-પિતા સાથે નિરાશા તમારા દુઃખનું કારણ રહેશે. મનમાં અહંકાર છે અથવા ભાવનાત્મક સ્તરે તમે દુઃખી રહો, તે સમજવું મુશ્કેલ રહેશે. વ્યક્તિ પોતાની પરિસ્થિતિને જ પોતાની દૃષ્ટિથી જોઇ શકે છે.

કરિયરઃ- નોકરી સાથે જોડાયેલો નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને કરો.

લવઃ- કુંવારા લોકોના લગ્ન સમસ્યાને લઇને પરેશાન રહેશે.

સ્વાસ્થ્યઃ- નકારાત્મક ભાવનાઓ તમને શારીરિક રીતે થકવી દેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

-------------------------------

કુંભઃ- THE HANGEDMAN

આજે તમે કામમાં વધારે વ્યસ્ત રહેશો. કામની વ્યસ્તતા તમારી ઊંઘ ઉપર અસર કરશે. છતાંય તમારો ઉત્સાહ જળવાયેલો રહેશે. રૂપિયાની ખોટ આજે તમને અનુભવ થશે.

કરિયરઃ- મહત્ત્વપૂર્ણ કામમાં સફળતા મળશે.

લવઃ- રિલેશનશિપમાં તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- અપચાની તકલીફ રહેશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

-------------------------------

મીનઃ- SEVEN OF PENTACLES

આજે તમે અધ્યાત્મિક સ્તરે કામ કરવાની કે અધ્યાત્મ સાથે જોડાઇને જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરશો. કામમાં મળેલી સફળતા અને અસફળતા બંનેને પારખીને આગળની યોજના બનાવો.

કરિયરઃ- ભાગીદારીના કામમાં સફળતા મળશે.

લવઃ- લવ લાઇફ સારી જાળવી રાખવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્યઃ- પાણીનો પ્રયોગ યોગ્ય માત્રામાં કરો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 2