ટેરો રાશિફળ:સોમવારે KNIGHT OF SWORDS કાર્ડ મુજબ ધન રાશિના જાતકોએ પાર્ટનર સાથે વાતચીત સમયે વાણી પર કાબુ રાખવો પડશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ : THE SUN
આજના દિવસે તમે જે લક્ષ્ય નક્કી કર્યું છે તેના કારણે ઉત્સાહ રહેશે. જૂની વાતને ભૂલીને નવું કામ કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે. તમે તમારી જવાબદારી બરાબર રીતે નિભાવી શકશો.

કરિયર : આજના દિવસે કામ પર ધ્યાન આપો.

લવ : રિલેશનશિપમાં આવતી ચિંતાઓ દૂર થશે.

હેલ્થ : પેટ સંબંધિત ચિંતા દૂર કરવા માટે ખાવા-પીવામાં ધ્યાન આપો.

લકી કલર : પીળો

લકી નંબર : 2
-------------
વૃષભ : PAGE OF WANDS
આજના દિવસે બહારના લોકો જે વાત બોલે છે તે વાતનું અવલોકન કરીને જ નિર્ણય લેશો. તમારું વ્યક્તિત્વ જવાબદાર માનવામાં આવે છે, જેનાથી અન્ય લોકો પ્રેરિત થઇ શકે છે.

કરિયર : શિક્ષણને લઈને કોઈપણ નિર્ણય સમજી-વિચારીને જ લો.

લવ : રિલેશનશિપ સંબંધિત કોઈ પણ જાણકારી સમજી-વિચારીને જ લો.

હેલ્થ : ગરદનના દુખાવાની સમસ્યા થઇ શકે છે.

લકી કલર : લાલ

લકી નંબર : 1
-------------
મિથુન : EIGHT OF CUPS
તમારા દ્વારા કરવામાં આવેલા ખોટા વર્તનનો અહેસાસ થતા તમારી ભૂલ સુધારવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે. માનસિક રીતે હજુ પણ તમે નબળા રહેશો. તમે જે સ્થિતિ વિશે વિચારી રહ્યાં છો તો તે વિચારને અમલમાં લાવવા માટે હિંમત દેખાડવી જરૂરી છે.

કરિયર : કરિયર સંબંધિત ચિંતા રહેશે.

લવ : રિલેશનશિપમાં દુવિધાઓ વધશે.

હેલ્થ : સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા થાય તો નજરઅંદાજ ન કરો.

લકી કલર : ઓરેન્જ

લકી નંબર : 5
-------------
કર્ક : KING OF WANDS
જીવનમાં કોઈ એક જ કામ પર ધ્યાન આપવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે. મનમાં જે ઉદાસીનતા વધી રહી છે તેને કંટ્રોલમાં લાવવું પડશે. આજના દિવસે કોઈ મહત્વના વ્યક્તિનો સાથ મળશે.

કરિયર : કામ સંબંધિત એકાગ્રતાનો ભંગ ન થાય તેનું ધ્યાન રાખો.

લવ : રિલેશનશિપમાં ઊંડા ઉતરી જશો.

હેલ્થ : શારીરિક નબળાઈને દુર કરવા માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

લકી કલર : લીલા

લકી નંબર : 3
-------------
સિંહ : THE WORLD
મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે પરંતુ મન ઉદાસ રહેવાને કારણે પ્રયત્નો વચ્ચેથી રોકવામાં આવી શકે છે. જેટલા વિચારોમાં જલ્દી બદલાવ આવશે તેટલી જ સરળ રીતે કામ કરી શકશો.

કરિયર : કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પોતાની કાબેલિયત સાબિત કરવાનો ચાન્સ મળશે.

લવ : પાર્ટનર વચ્ચે આકર્ષણ રહેશો.

હેલ્થ : યુરિન ઇન્ફેક્શનને કારણે મનમાં બેચેની રહેશે અને તેને વધવા ન દો.

લકી કલર : સફેદ

લકી નંબર : 4
-------------
કન્યા : TWO OF CUPS
પરિવારના લોકોના વિચારને બરાબર સમજવાને કારણે તમારી અને તેમની અપેક્ષામાં જે તિરાડ પડેલી છે તેને દૂર કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે. દરેક વ્યક્તિ સાથે બરાબર રીતે વાતચીત કરશો. હાલના સમયમાં પારદર્શિતા અને સ્પષ્ટતા રાખવી જરૂરી છે.

કરિયર : કામ સંબંધિત ઉતાર-ચઢાવ તમારી બેદરકારીને કારણે આવી શકે છે.

લવ : રિલેશનશિપ સંબંધિત તમારા વિચારોને બદલવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે.

હેલ્થ : વજનને કંટ્રોલમાં રાખો.

લકી કલર : પર્પલ

લકી નંબર : 7

-------------
તુલા : THE HERMIT
પૈસા સંબંધિત વાતને કારણે ચિંતા રહેશે. જે રીતે તમે મહેનત કરો છો તે મુજબ તમને ફળની પણ પ્રાપ્તિ થશે. કોઈ વાતને લઈને અત્યારના સમયમાં નિર્ણય ન લો. દરેક નાની જવાબદારી પણ તમારા માટે મહત્વપૂર્ણ છે. તે વાતનું ધ્યાન રાખો.

કરિયર : કામ સંબંધિત વાતમાં ફેરફાર થવામાં સમય લાગશે.

લવ : પાર્ટનરે કરેલી મદદને કારણે તમારી મોટામાં મોટી ચિંતા દૂર થઇ શકે છે.

હેલ્થ : વૃદ્ધ લોકોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

લકી કલર : લાલ

લકી નંબર : 6
-------------
વૃશ્ચિક : NINE OF PENTACLES
કામની ગતિ વધવાને કારણે આર્થિક સ્થિતિમાં ફેરફાર જોવા મળશે. આર્થિક રીતે મજબૂત રહેવાને કારણે ભવિષ્ય સંબંધિત યોજનાઓ પર કામની શરૂઆત થઇ શકે છે કોઈ પણ વ્યક્તિ સાથે કામની ચર્ચા કરતા સમયે જરૂરિયાતથી વધારે જાણકારી ન અપાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

કરિયર : તમારા ક્ષેત્રની જાણકારી મેળવવા માટે પ્રયત્નો વધારવા પડશે.

લવ : ખરાબ સમયમાં પાર્ટનરની સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે.

હેલ્થ : મહિલાઓને સ્વાસ્થ્યને લઈને ચિંતા થઇ શકે છે.

લકી કલર : ગુલાબી

લકી નંબર : 1
-------------
ધન : KNIGHT OF SWORDS
તમારી લાગણીઓને પ્રાધાન્ય આપીને લીધેલા નિર્ણયને કારણે તમારે માનસિક પરેશાનીમાંથી પસાર થવું પડી શકે છે. મિત્રો સાથે બદલાતા સંબંધોને સમજવાનો પ્રયાસ કરો .તમારા સ્વભાવમાં વધી રહેલી બેચેની અને ગુસ્સાને દૂર કરવા માટે ડોક્ટરની મદદ લેવી જરૂરી બનશે.

કરિયર : સંયમ રહેવાને કારણે જોખમ લઈને કામ કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે.

લવ : પાર્ટનર સાથે વાતચીત કરતા સમયે શબ્દોનો બરાબર રીતે ઉપયોગ કરો.

હેલ્થ : પેટમાં વધી રહેલા ગેસને કારણે સમસ્યા થઇ શકે છે.

લકી કલર : બ્લુ

લકી નંબર : 8
-------------
મકર : DEATH
દિવસની શરૂઆતમાં જ કોઈ મુશ્કેલ કાર્ય વિશે વિચારવાનું શરૂ થઈ જશે. આજે કામ અટકશે, પરંતુ જે કામ ચાલી રહ્યું છે તેના કારણે સમસ્યાઓનો ઉકેલ પણ મળશે. પરિસ્થિતિમાં જે પરિવર્તન આવી રહ્યું છે તેને સમજવાનો પ્રયાસ કરો.

કરિયર : સ્ટોક માર્કેટ સંબંધિત કામ હાલ ન કરો.

લવ : તમારા દ્વારા લેવામાં આવેલા રિલેશનશિપ સંબંધિત નિર્ણયને કારણે પરિવારના લોકો દુઃખી થશે.

હેલ્થ : બાળકને કોઈ શારીરિક સમસ્યા થઇ શકે છે.

લકી કલર : ગ્રે

લકી નંબર : 9
-------------
કુંભ : THE MAGICIAN
તમારી કાર્યક્ષમતાનો ઉપયોગ કરીને તમે દરેક જવાબદારી નિભાવવાનો પ્રયાસ તમારા દ્વારા કરવામાં આવશે. તમારા પ્રત્યે લોકોના વિચારોમાં ફેરફાર જોવા મળી શકે છે. તરત જ કોઈના પર વિશ્વાસ ન કરો.

કરિયર : તમારી ક્ષમતાથી વધારે કામની જવાબદારી લેવી તમારા માટે ખોટી સાબિત થઇ શકે છે.

લવ : જે શબ્દોનું પાલન તમે કરી શકો એમ છો તે જ વચન પાર્ટનરને આપો.

હેલ્થ : કમરના દુખાવાની સમસ્યા થઇ શકે છે.

લકી કલર : લીલો

લકી નંબર : 8
-------------
મીન : NINE OF SWORDS
દરેક પ્રકારના સ્તોત્ર પ્રાપ્ત કરવા છતાં તમે નકારાત્મક વિચારોના પ્રભાવ હેઠળ વધુ જોવામાં આવે છે. જે પણ પ્રકારની પ્રગતિ પ્રાપ્ત થઈ રહી છે તેના માટે તમારે ઉકેલ બતાવવો જરૂરી રહેશે. સમસ્યાઓ વિશે વિચારવાની ક્ષમતા આજે ઓછી લાગશે. આજે તમારી જાતને ખુશ રાખવાનો પ્રયાસ કરો.

કરિયર : પૈસા સંબંધિત કરવામાં આવેલા વ્યવહારને કારણે ઝઘડો થઇ શકે છે.

લવ : પાર્ટનર સાથે ખોટી વાત બિલકુલ ન કરો.

હેલ્થ : ચિંતાને કારણે ઊંઘની સમસ્યા થશે.

લકી કલર : સફેદ

લકી નંબર : 4

અન્ય સમાચારો પણ છે...