ટેરો રાશિફળ:રવિવારે NINE OF SWORDS કાર્ડ પ્રમાણે મકર જાતકો તેમની ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરી શકશે નહીં

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

14 નવેમ્બર, રવિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- SEVEN OF WANDS

દિવસની શરૂઆતથી જ આજે તમારા મનમાં બેચેની અનુભવ થઇ શકે છે, પરંતુ આ બેચેનીનું કારણ જાણવું તમારા માટે મુશ્કેલ રહેશે. થોડા લોકોના પરિચયમાં આવવાના કારણે તમારી અંદર નકારાત્મક ઊર્જા વધી રહી છે.

કરિયરઃ- ભૂતકાળમાં મળી રહેલાં અપયશ અંગે સતત ઉલ્લેખ કરવો તમારા માટે માનસિક તકલીફનું કારણ રહેશે.

લવઃ- પાર્ટનર સામે તમારી ભાવનાઓને પ્રકટ કરી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- લીલા શાકભાજીનું સેવન વધારવાની જરૂરિયાત છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

--------------------------------

વૃષભઃ- SEVEN OF SWORDS

તમારી આસપાસ વધી રહેલી લાલચથી દૂર રહીને તમારે તમારામ કામ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. જે મિત્રો સાથે તમે વધારે સમય પસાર કરો છો તેના અંગે જાણકારી પ્રાપ્ત કરો.

કરિયરઃ- કામને લઇને તમારી મહેનત પ્રમાણે તમને શ્રેય પ્રાપ્ત ન થવો તમને નિરાશ કરી શકે છે.

લવઃ- રિલેશનશિપમાં પાર્ટનરની વાતોને સમજતાં શીખો.

સ્વાસ્થ્યઃ- પેટને લગતું ઇન્ફેક્શન થઇ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 7

--------------------------------

મિથુનઃ- SEVEN OF CUPS

જે નવા કામની શરૂઆત તમે કરી છે તેના અંગે માત્ર નકારાત્મક વાતોને જ સાંભળવી તમારા માટે અંદર એકલતા અને આત્મવિશ્વાસની ખામી જળવાયેલી રહેશે. લોકો પાસેથી વધારે અપેક્ષાઓ ન રાખો.

કરિયરઃ- સ્ટોક માર્કેટ સાથે જોડાયેલાં લોકોને તેમની ક્ષમતા કરતાં વધારે રિસ્ક લેવો નિરાશા અપાવી શકે છે.

લવઃ- તમારા સ્વભાવના કારણે થોડી વાતો પાર્ટનર દ્વારા છુપાવાવમાં આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- માનસિક તકલીફ હોવાના કારણે તમારી શારીરિક તકલીફ પણ વધી રહી છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

--------------------------------

કર્કઃ- THREE OF WANDS

હાલ તમારે દરેક વાતમાં માત્ર રાહ જ જોવી પડી રહી છે જેના કારણે તમારી અંદર બની રહેલો સંયમ પણ ઓછો થઇ રહ્યો છે અને લોકો પ્રત્યે પણ નકારાત્મક ભાવનાઓ પેદા થઇ રહી છે.

કરિયરઃ- કામને લગતો નવો પ્રોજેક્ટ જલ્દી શરૂ થશે.

લવઃ- તમારી લવ લાઇફમાં અચાનક પોઝિટિવ ફેરફાર આવશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં સંતુલન જાળવી રાખવા માટે શારીરિક કસરત અને યોગ લાભદાયી રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4

--------------------------------

સિંહઃ- NINE OF CUPS

આજે તમારી સ્વાસ્થ્યને લઇને ચિંતા વધી શકે છે. લોકો દ્વારા બોલવામાં આવેલી નકારાત્મક વાતો જાણ થવાથી તમારા થોડા નજીકના સંબંધો ઉપર પણ અવિશ્વાસની ભાવના પેદા થઇ શકે છે.

કરિયરઃ- હાલ આર્થિક પરિસ્થિતિ જેવી છે, તેવી જ જળવાયેલી રહેશે.

લવઃ- તમારી દરેક તકલીફનો સામનો તમને પાર્ટનર દ્વારા પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- વધતાં વજનને નિયંત્રણમાં લાવવાની કોશિશ કરો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

--------------------------------

કન્યાઃ- SIX OF CUPS

હાલ ઘરથી દૂર જવાનું વિચારીને જ તમને તકલીફ થઇ રહી છે પરંતુ થોડી વાતોને પાછળ રાખીને આગળ વધી શકાય છે. આ વાતનું ધ્યાન રાખવું પડશે. થોડા સંબંધોમાં તમને અંતર વધતું જોવા મળી શકે છે, પરંતુ તેમાં ફેરફાર લાવવાનો સમય યોગ્ય નથી.

કરિયરઃ- નોકરીને લઇને મળેલાં અવસરના કારણે યાત્રાની તક પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનર દ્વારા સરપ્રાઇસ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- યૂરિનને લગતું ઇન્ફેક્શન સાંજ પછી તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

--------------------------------

તુલાઃ- THE EMPEROR

તમારી શારીરિક અને માનસિક ક્ષમતાથી વધારે તમે મહેનત લઇ રહ્યા છો જેના કારણે તમને પ્રગતિ મળવા છતાં પણ તમે તેનો આનંદ પ્રાપ્ત કરી શકશો નહીં. પોતાના પ્રત્યે વધારે કઠોર બનશો નહીં.

કરિયરઃ- લોકોની તમારા પ્રત્યે શું અપેક્ષા છે, તેનાથી વધારે તમારી પોતાની પોતાના પ્રત્યે અને કરિયર પ્રત્યે શું અપેક્ષા છે તેના ઉપર વધારે ધ્યાન આપો

લવઃ- તમારા દ્વારા બોલવામાં આવેલાં અપશબ્દના કારણે પાર્ટનર સાથે વિવાદ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- વડીલોને શ્વાસને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 6

--------------------------------

વૃશ્ચિકઃ- THE HERMIT

પરિવારના બાળકોને તમારા માર્ગદર્શન અને સહયોગની જરૂરિયાત રહેશે. જેને તેઓ ખુલીને તો બોલી શકશે નહીં પરંતુ જ્યારે પણ આ વાતનો અંદાજો આવશે તમે તમારી અંદરના ઈગોને ઓછો કરીને તેમની મદદ કરવાની કોશિશ કરશો.

કરિયરઃ- કામને લગતું જ્ઞાન વધારવા માટે તમારે વધારે કોશિશ કરવાની જરૂરિયાત છે.

લવઃ- રિલેશનશિપ પ્રત્યે તમારા દ્વારા શું ભૂલ થઇ છે તેનો આજે તમને ખ્યાલ આવશે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

--------------------------------

ધનઃ- FOUR OF SWORDS

બદલાતી પરિસ્થિતિ અને વાતાવરણ બંનેનું પરિણામ તમારા સ્વાસ્થ્ય ઉપર જોવા મળી રહ્યું છે. એટલે આજનો દિવસ થોડો આરામ કરવામાં ધ્યાન આપો. તમારી ક્ષમતાથી વધારે જવાબદારીઓ લેવાના કારણે માત્ર નિરાશા જ તમને પ્રાપ્ત થશે.

કરિયરઃ- કામને લઇને થયેલી ભૂલ તમારું મોટું નુકસાન કરાવી શકે છે.

લવઃ- ખરાબ વ્યક્તિઓ સાથે પ્રેમ સંબંધ તમારા માટે માનહાનિનું કારણ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતું ઇન્ફેક્શન થઇ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

--------------------------------

મકરઃ- NINE OF SWORDS

કામને લગતી માત્ર યોજના જ તમે બનાવી રહ્યા છો પરંતુ આ યોજનાને શરૂ કરવા માટે તમારે તમારા માનસિક બળને પણ વધારવાની જરૂરિયાત રહેશે. તમારી અંદર ક્ષમતા છે, પરંતુ તેનો સંપૂર્ણ ઉપયોગ તમે કરી શકશો નહીં.

કરિયરઃ- કામની જગ્યાએ થઇ રહેલી ખરાબ બાબતો માટે લોકોનો સાથ આપવો તમારા માટે માનહાનિનું કારણ બની શકે છે.

લવઃ- પાર્ટનરનો તમારા પ્રત્યે વ્યવહાર સમજાઇ શકશે નહીં જેથી રિલેશનશિપ પ્રત્યે નિરાશા રહેશે.

સ્વાસ્થ્યઃ- ઊંઘ પૂર્ણ કરવાની જરૂરિયાત છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6

--------------------------------

કુંભઃ- FIVE OF PENTACLES

રૂપિયાને લગતી તકલીફ દૂર કરવા માટે આજે તમારા દ્વારા કોશિશ કરવામાં આવશે પરંતુ તેને દૂર કરવા માટે તમે ખોટા રસ્તાને પસંદ કરી શકો છો. જે હાલ તમને ફાયદો આપશે પરંતુ ભવિષ્યમાં મોટું નુકસાન કરાવી શકે છે.

કરિયરઃ- સહકર્મીઓ દ્વારા તમને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થવાના કારણે નવા પ્રોજેક્ટને પૂર્ણ કરવો શક્ય રહેશે.

લવઃ- પાર્ટનર સાથે આજે યોગ્ય વાતચીત થઇ શકશે નહીં છતાંય તેનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવો થઇ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 5

--------------------------------

મીનઃ- TWO OF WANDS

જે પણ લક્ષ્ય કે વાત આજે તમે નક્કી કરશો તેને પૂર્ણ કરવા માટે તમે કોશિશ પણ વધારશો. જેના કારણે તમને પ્રગતિ તો પ્રાપ્ત થશે અને કરિયર અંગે એક નવી દિશા પણ મળી શકે છે.

કરિયરઃ- કામને લગતી વાતોને વધારવા માટે વિદેશ સાથે જોડાયેલાં કોઇ વ્યક્તિની મદદ તમને મળી શકશે.

લવઃ- હાલ પ્રેમ સંબંધોમાં વધારે સમય બગાડશો નહીં.

સ્વાસ્થ્યઃ- શરીરમાં દુખાવા અને શારીરિક થાકનો અનુભવ થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1