તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શનિવાર, 14 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- 4 of pentacles
આજે તમે રૂપિયા અંગે વધારે જાગરૂત રહેશો. પોતાને થોડાં પ્રોત્સાહિત કરીને નવી વાતો શીખવાની કે અજમાવવાની કોશિશ કરશો જે તમને જ્ઞાન સાથે આર્થિક પ્રગતિ પણ આપશે.
કરિયરઃ- નવી તકને પ્રાપ્ત કરવાની કોશિશ કરો.
લવઃ- પતિ-પત્ની એકબીજાને સહયોગ આપશે.
સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગેસથી બચવું.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
---------------------------------
વૃષભઃ- Ace of swords
તમારી વાણીથી કોઇને દુઃખ પહોંચાડશો નહીં. આજે તમને વધારે ઊર્જા અને તાજગીનો અનુભવ થશે, જે બધા કામ જલ્દી પૂર્ણ કરવામાં મદદગાર સાબિત થશે. 4 વાગ્યા પછી તમે તમારા વ્યક્તિગત લક્ષ્ય અંગે વિચારવાનું શરૂ કરશો.
કરિયરઃ- તમારી મહેનત અને જ્ઞાનથી કોઇ સવાલનો ઉકેલ મેળવશો.
લવઃ- પાર્ટનરનો એકબીજા પ્રત્યે આદર વધશે.
સ્વાસ્થ્યઃ- ખાંડ અને કેન્સરથી કંટાળેલાં લોકોને રાહત મળશે,
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 1
---------------------------------
મિથુનઃ- THE HIEROPHANT
ભૂતકાળથી જોડાયેલી ઘટનાઓને અથવા તમારી ભૂલો અંગે ફરીથી અભ્યાસ કરવો જરૂરી છે. તમારી ઉન્નતિમાં સૌથી મોટી મુશ્કેલ તમારું સતત ભૂલોને કરતાં રહેવું બની શકે છે.
કરિયરઃ- તમારા કામને લગતી જાણકારી પ્રાપ્ત કરવી જરૂરી છે.
લવઃ- લવ મેરેજની કોશિશ અસફળ થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- ગેસ અને અપચાના દિવસે તકલીફ આપશે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 7
---------------------------------
કર્કઃ- KNIGHT OF SWORDS
જીવનમાં ગતિ ઇચ્છતા હોવ તો તમારે વધારે ગતિમાન થવું પડશે. આજથી તમારા કામ વધશે અને પ્રગતિ તરફ તમે આગળ વધશો. સમજવા અને વિચારવામાં વધારે સમય ગુમાવશો નહીં.
કરિયરઃ- નવા કામમાં મહેનત કરવાની જરૂરિયાત છે.
લવઃ- લવ લાઇફમાં પ્રગતિ થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 5
---------------------------------
સિંહઃ- 3 OF PENTACLES
ઘણાં દિવસોથી જે કામને તમે ટાળી રહ્યા હતાં, તે આજે શરૂ થશે. ઘરના ઇન્ટીરિયર કે સમારકામ સાથે જોડાયેલાં કામ કરવા યોગ્ય રહેશે. ઘરની ઊર્જામાં પણ ફેરફાર લાવવો જરૂરી છે.
કરિયરઃ- પ્રમોશન માટે પ્રયાસ કરતાં રહો.
લવઃ- લગ્નને લગતી ચર્ચા યોગ્ય દિશામાં આગળ વધશે.
સ્વાસ્થ્યઃ- વધારે કામનો ભાર તમને થકવી દેશે.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 9
---------------------------------
કન્યાઃ- DEATH
આજે તમને જીવનની બધી વાતોને લઇને નિરાશા રહી શકે છે. તે તમારી અધ્યાત્મિક પ્રગતિનો સંકેત નથી પરંતુ તમને તમારા માનસિક સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાનો સંદેશ છે.
કરિયરઃ- સહયોગિઓ સાથે તાલમેલ જાળવી રાખો.
લવઃ- પતિ-પત્નીમાં વિવાદ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- તાવ આજે પરેશાન કરી શકે છે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 6
---------------------------------
તુલાઃ- 7 OF CUPS
તમારે પોતાને પોઝિટિવ અને નકારાત્મક સ્તરે વિચાર અને વિશ્લેષણ કરવું જરૂરી છે. જ્યારે તમે પોતાને વધારે સારી રીતે ઓળખી શકશો ત્યારે તમે યોગ્ય નિર્ણય લઇ શકશો.
કરિયરઃ- નવું કામ મનમાં ભય પેદા કરી શકે છે.
લવઃ- ભૂતકાળની અસફળતાની અસર વર્તમાનમાં થવા દેશો નહીં.
સ્વાસ્થ્યઃ- શુગરના દર્દીઓએ ખાન-પાનમાં ધ્યાન આપવું જોઇએ.
શુભ રંગઃ- કાળો
શુભ અંકઃ- 4
---------------------------------
વૃશ્ચિકઃ- 2 OF PENTACLES
વેપાર સાથે જોડાયેલાં વ્યક્તિઓ પોતાના વેપાર સિવાય કોઇ અન્ય માર્ગમાં રૂપિયાનું રોકાણ કરવાની કોશિશ કરશે. બંને કામમાં તાલમેલ રાખવો મુશ્કેલ સાબિત થઇ શકે છે.
કરિયરઃ- કામમાં તાલમેલ જાળવી રાખો જરૂરી છે.
લવઃ- પાર્ટનર સાથે નિરાશા રહેશે.
સ્વાસ્થ્યઃ- પેટમાં બળતરા ચિંતાનું કારણ બની શકે છે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 5
---------------------------------
ધનઃ- TWO OF SWORDS
ભાવનાત્મક રીતે કામ કરવાનો કે નિર્ણય લેવાનો સમય નથી. આજે તમને તમારી ભાવનાઓ પ્રત્યે જાગરૂત રહેવું પડશે. રૂપિયા સાથે જોડાયેલાં વ્યવહારમાં ગડબડ થવાની સંભાવના છે.
કરિયરઃ- મનની ચંચળતાનો કામ ઉપર પ્રભાવ પડશે.
લવઃ- પાર્ટનરને પૂછ્યા વિના યોજના ઉપર કામ કરશો નહીં.
સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો કસરત કરવાથી ઓછો થશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 8
---------------------------------
મકરઃ- 4 OF CUPS
માતા-પિતા સાથે નિરાશા તમારા દુઃખનું કારણ રહેશે. મનમાં અહંકાર છે અથવા ભાવનાત્મક સ્તરે તમે દુઃખી રહો, તે સમજવું મુશ્કેલ રહેશે. વ્યક્તિ પોતાની પરિસ્થિતિને જ પોતાની દૃષ્ટિથી જોઇ શકે છે.
કરિયરઃ- નોકરી સાથે જોડાયેલો નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને કરો.
લવઃ- કુંવારા લોકોના લગ્ન સમસ્યાને લઇને પરેશાન રહેશે.
સ્વાસ્થ્યઃ- નકારાત્મક ભાવનાઓ તમને શારીરિક રીતે થકવી દેશે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 3
---------------------------------
કુંભઃ- 9 OF SWORDS
આજે તમે કામમાં વધારે વ્યસ્ત રહેશો. કામની વ્યસ્તતા તમારી ઊંઘ ઉપર અસર કરશે. છતાંય તમારો ઉત્સાહ જળવાયેલો રહેશે. રૂપિયાની ખોટ આજે તમને અનુભવ થશે.
કરિયરઃ- મહત્ત્વપૂર્ણ કામમાં સફળતા મળશે.
લવઃ- રિલેશનશિપમાં તણાવ રહેશે.
સ્વાસ્થ્યઃ- અપચાની તકલીફ રહેશે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 7
---------------------------------
મીનઃ- TEMPERANCE
આજે તમે અધ્યાત્મિક સ્તરે કામ કરવાની કે અધ્યાત્મ સાથે જોડાઇને જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરશો. કામમાં મળેલી સફળતા અને અસફળતા બંનેને પારખીને આગળની યોજના બનાવો.
કરિયરઃ- ભાગીદારીના કામમાં સફળતા મળશે.
લવઃ- લવ લાઇફ સારી જાળવી રાખવાનો પ્રયાસ કરો.
સ્વાસ્થ્યઃ- પાણીનો પ્રયોગ યોગ્ય માત્રામાં કરો.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 2
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.