તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:સોમવારે THE EMPRESS કાર્ડ પ્રમાણે મિથુન જાતકોને ભવિષ્ય સાથે જોડાયેલી ચિંતા રહેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

14 જૂન, સોમવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- SEVEN OF SWORDS

મેષ રાશિના વ્યક્તિ આજે દરેક કામમાં પોતાનો ફાયદો જોશે. પરિવાર સાથે જોડાયેલી વાતોને તમે તમારી ક્ષમતા પ્રમાણે પૂર્ણ કરી લેશો. આજે તમારું ધ્યાન તમારા પોતાના ઉપર વધારે રહેશે.

કરિયરઃ- તમારા માર્ગદર્શન અથવા આઇડિયાનો ફાયદો કોઇ અન્ય લેશે.

લવઃ- પાર્ટનરની વધતી અપેક્ષાઓ તમને અસ્થિર બનાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- ફરસાણ અને ગળ્યા ભોજનનું સેવન કરશો નહીં.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

---------------------------------

વૃષભઃ- NINE OF SWORDS

શરીરની તકલીફની અસર માનસિક અવસ્થા ઉપર રહી શકે છે. તમને મોટી શારીરિક પીડા થશે નહીં. છતાંય નાની વાતોની અસર પણ ઊંડી થઇ શકે છે. કોઇ વાતને વધારે મહત્ત્વ આપશો નહીં.

કરિયરઃ- કામની શરૂઆતમાં મોડું થશે પરંતુ કામની ગતિ તમારો ઉત્સાહ વધારી શકે છે.

લવઃ- અલગ થયેલાં લોકો પોતાના નિર્ણયથી દુઃખી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સારી ઊંઘ માટે અરોમાથેરાપી મદદગાર સાબિત થશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

---------------------------------

મિથુનઃ- THE EMPRESS

કામમાં મન ન લગાવવું અને કામ અંગે ચિંતા બંને વિષયો તમને વ્યસ્ત કરી શકે છે. કામને ધીમે-ધીમે શરૂ કરો, તમને પ્રેરણા મળશે. જીવનમાં આવી રહેલાં ફેરફાર તમને પોઝિટિવ બનાવી રહ્યા છે. છતાંય ભવિષ્ય સાથે જોડાયેલી ચિંતા રહેશે.

કરિયરઃ- મહિલા અધિકારી પોતાની ટીમનું નેતૃત્વ કરી શકશે.

લવઃ- પરિવારનું આર્થિક નિયોજન સહમતિ અને એક વિચારથી પાર્ટનર સાથે કરી શકાશે.

સ્વાસ્થ્યઃ- લો બીપી ગભરામણ અનુભવ થઇ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

---------------------------------

કર્કઃ- NINE OF WANDS

તમારે ભય અને તણાવનો સામનો કરવો પડશે. મેન્ટલી તમે જેટલાં તૈયાર રહેશો તેટલું જ પરિસ્થિતિ સાથે સમજોતો કરવું તમારા માટે સરળ રહેશે. દરેક વાત ઉપર ઝઘડો કરવો જરૂરી નથી.

કરિયરઃ- કામ અંગે વધારે ધ્યાન આપો.

લવઃ- જીવનમાં સ્થિરતા લાવવાનો ઉદેશ્ય બનાવો

સ્વાસ્થ્યઃ- ઇન્ફેક્શનના કારણે બેચેની રહેશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 5

---------------------------------

સિંહઃ- THE SUN

તમારું વ્યક્તિત્વ તમારી રાશિ પ્રમાણે જ રહેશે. નિડર થઇને પરિસ્થિતિનો સામનો કરી શકશો. ભાવનાત્મક રૂપથી બધા સાથે જોડાયેલાં રહેવા છતાં પણ આજે તમે એકાંતમાં રહેવાનું પસંદ કરશો. નવી આશા સાથે કરેલાં કામને યશ મળશે.

કરિયરઃ- નોકરીમાં તમને ગમતું અઅને તમને એક્સપેટાઇઝથી જોડાયેલું કામ મળશે.

લવઃ- પાર્ટનરનો તમારા પ્રત્યે વિશ્વાસ અને આદર વધશે.

સ્વાસ્થ્યઃ- બાળકોની લાંબા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાનું સમાધાન મળશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 4

---------------------------------

કન્યાઃ- THE MOON

આજે મૂડમાં સતત ફેરફાર જોવા મળી શકે છે. તમને નાની વાત ઉપર પણ ઝડપથી રિએક્શન આપવાનું મન થશે. તમારી વાતોથી અન્ય લોકોને દુઃખ પહોંચી શકે છે જેનો પછતાવો પણ તમને થશે.

કરિયરઃ- બોસ સાથે વિવાદ કરશો નહીં.

લવઃ- આપેલાં શબ્દોનું પાલન ન કરવાના કારણે પાર્ટનરથી નિરાશ રહેશો.

સ્વાસ્થ્યઃ- અપચાના કારણે નબળાઇ રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

---------------------------------

તુલાઃ- THE WORLD

જીવનમાં સંતુલન જળવાયેલું રહેશે. જેટલું પણ મળે તેમાં ખુશ રહેવાનું તમારે શીખવું પડશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે જે તમારો મૂડ સારો જાળવી રાખશે.

કરિયરઃ- માર્કેટિંગ સાથે જોડાયેલાં લોકો કામના લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં મધુર સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- પ્રાણાયમ અને મેડિટેશનથી સ્વાસ્થ્યમાં સુધાર આવશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

---------------------------------

વૃશ્ચિકઃ- JUDGEMENT

વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે. અનેક દિવસોથી અટવાયેલાં કામ પૂર્ણ થશે. નિર્ણય તમારા પક્ષમાં હોવાના કારણે મન પ્રસન્ન રહેશે. લગભગ બધા કામમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

કરિયરઃ- કામને યોગ્ય રીતે સમજવા માટે અનુભવી વ્યક્તિનો સાથ મળશે.

લવઃ- લગ્ન સંબંધ નિર્ણય તમારી મરજીથી થશે.

સ્વાસ્થ્યઃ- આરામને મહત્ત્વ આપો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 5

---------------------------------

ધનઃ- WHEEL OF FORTUNE

અચાનક ધનલાભ થવાની સંભાવના છે. કામ અથવા આર્થિક વાતોથી ક્લેરિટી આવશે જે આગળ શું પગલાં ભરવા છે તે નક્કી કરવા માટે સરળતાં રહેશે. ભવિષ્યમાં થનાર નુકસાનની આશંકા થવાથી તમે તેને ટાળવાનો નિર્ણય પણ લઇ શકશો.

કરિયરઃ- વિદેશમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થશે.

લવઃ- આર્થિક પરિસ્થિતિ રિલેશનશિપમાં તણાવ લાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- આંખ સાથે જોડાયેલી કસરત કરો.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

---------------------------------

મકરઃ- QUEEN OF PENTACLES

ઘરની મહિલાઓ પોતાની મરજીથી નિર્ણય ન લઇ શકવાના કારણે નિરાશ થઇ શકે છે. સંયુક્ત પરિવારમાં મતભેદ થઇ શકે છે. પરિવારના વડીલો દ્વારા થયેલો ભેદભાવ મુખ્ય કારણ રહેશે.

કરિયરઃ- નોકરીમાં પ્રમોશન મળવાથી આર્થિક ફાયદો ખાસ થશે નહીં.

લવઃ- પત્નીનો સાથ મહત્ત્વપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- લોહી સાથે જોડાયેલાં વિકારને ઠીક કરવા અંગે ધ્યાન આપો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

---------------------------------

કુંભઃ- EIGHT OF CUPS

પરિવારથી અંતર તમને દુઃખી કરી શકે છે. તમે અને તમારા પરિવારમાં એકબીજા પ્રત્યે નિરાશા રહેશે. હાલ જે વાતો ઘટી રહી છે તેના ઉપર ધ્યાન આપશો નહીં. કોઇ સંબંધમાં સારો અને ખરાબ બંને અનુભવ મળી શકે છે.

કરિયરઃ- કરિયર ચોઇસને લઇને કન્ફ્યૂઝન રહેશે.

લવઃ- પાર્ટનરને તમારા વિરૂદ્ધ કોઇ ભડકાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- પરિવારમાં કોઇનું સ્વાસ્થ્ય અચાનક ખરાબ થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

---------------------------------

મીનઃ- PAGE OF CUPS

તમારું કામ સાથે અને નવા અર્થોર્જનનો માર્ગ ખુલી જશે. આપેલાં રૂપિયાનો હિસાબ રાખો. મોજ-મસ્તીમાં વધારે રસ રહેશે. મિત્રોને વાત જણાવતી સમયે તેમની તમારા પ્રત્યે નિષ્ઠાને ધ્યાનમાં રાખો.

કરિયરઃ- કંસ્ટ્રક્શન સાથે જોડાયેલાં લોકો નવો કોન્ટ્રેક્ટ મેળવી શકશે.

લવઃ- મિત્ર પરિવાર દ્વારા લગ્નનું પ્રપોઝલ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક બીમારીનું નિદાન યોગ્ય ડોક્ટરની મદદથી થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1