ટેરો રાશિફળ:શુક્રવારે KNIGHT OF WANDS કાર્ડ પ્રમાણે મીન જાતકોની સ્ત્રીઓ તેમની ભાવના કરતાં લોજિકને વધારે મહત્ત્વ આપવું

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

14 જાન્યુઆરી, શુક્રવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- FIVE OF PENTACLES

આજે તમને તમારા નજીકના લોકોની મદદથી મોટી સમસ્યાનું સમાધાન મળશે. સમય મુશ્કેલ નથી, પરંતુ સરળ પરિસ્થિતિ પણ જટિલ બની શકે છે. પરિવાર સાથે થયેલો વિરોધ મનને દુઃખી કરી શકે છે.

કરિયરઃ- વધારે નફો દર્શાવવા છતાંય રકમ જલ્દી હાથમાં આવશે નહીં.

લવઃ- લોનને જલ્દી ચૂકાવવાની કોશિશમાં પાર્ટનરને તમે સમસ્યામાં મુકી શકો છો.

સ્વાસ્થ્યઃ- રોગ પ્રતિરોધક શક્તિને વધારવાની જરૂરિયાત છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

--------------------------

વૃષભઃ- THE SUN

આજે દિવસભર ઉત્સાહ જળવાયેલો રહેશે. પરિવારના લોકો સાથે મનમુટાવ દૂર થવાના કારણે મનનો ભાર હળવો થશે. પરિવારની પ્રગતિ આનંદ આપશે. જે વાત તમને ઘણાં દિવસોથી ભાવનાત્મક રીતે નબળી કરી રહી હતી તેને તમે માત આપવામાં સફળ રહેશો.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી સમસ્યાને સરળતાથી ઉકેલી શકશો.

લવઃ- પાર્ટનરના પોઝિટિવ વિચાર તમને પોઝિટિવ અનુભવ કરાવશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વિટામિનની ખામીને દૂર કરો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

--------------------------

મિથુનઃ- KING OF WANDS

પરિસ્થિતિ અને લોકો પ્રત્યે બનાવેલો દૃષ્ટિકોણ બદલવા માટે તમે તૈયાર રહેશો નહીં. બાળકોના નિર્ણયનો કરેલો વિરોધ પરિવારમાં અશાંતિ ફેલાવી શકે છે. નિર્ણય લેતાં પહેલાં અન્યના દૃષ્ટિકોણને જાણવાની કોશિશ કરો.

કરિયરઃ- વેપાર કરનાર લોકો પોતાની માર્કેટિંગ સ્ટ્રેટજી બદલે

લવઃ- પતિ-પત્ની એકબીજા ઉપર લગાવેલાં આરોપનું ખંડન કરી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- ઉધરસની તકલીફ થશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 3

--------------------------

કર્કઃ- JUDGEMENT

જેટલી મહેનત લેશો તેટલું જ ફળ તમને પ્રાપ્ત થશે. તમારી પ્રગતિ માટે યોગ્ય પગલાં અને જીવનશૈલીમાં ફેરફાર લાવવો જરૂરી રહેશે. આજે રૂપિયાનો ઉપયોગ સમજી-વિચારીને કરો. આર્થિક સમસ્યાનો ઉકેલ તમે મહેનત દ્વારા શોધી શકશો.

કરિયરઃ- માર્કેટિંગ સાથે જોડાયેલું જ્ઞાન વધશે જે તમારા કામને નવો ક્લાઇન્ટ અપાવી શકે છે.

લવઃ- લગ્ન સાથે જોડાયેલી નકારાત્મક ભાવનાઓને દૂર કરો

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે,

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

--------------------------

સિંહઃ- PAGE OF CUPS

કામની જગ્યાએ થઇ રહેલાં ફેરફાર સાથે એડજસ્ટ કરવું મુશ્કેલ રહેશે. સ્વભાવમાં લચીલાપણું લાવવાની કોશિશ કરો. અધૂરું જ્ઞાન હોવા છતાં પણ તમેને અવસર મળી શકે છે. મળેલાં અવસરને વધારે આત્મવિશ્વાસથી તમે ગુમાવી શકો છો.

કરિયરઃ- કામ અંગે તમને કોઇ ફસાવી શકે છે.

લવઃ- જૂના પ્રેમી સાથે મુલાકાત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટની તકલીફ રહેશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6

--------------------------

કન્યાઃ- SEVEN OF CUPS

સામે મળેલાં અવસરનો તમે તમારી મુંજવણના કારણે લાભ ઉઠાવી શકશો નહીં. આજે જીવનની બધી વાતોમાં કોઇને કોઇ તમારાથી પાછળ રહી શકે છે. મનમાં રહેલાં ભયને દૂર કરવાની કોશિશ કરો.

કરિયરઃ- પારિવારિક વેપાર સાથે જોડાયેલાં લોકો મન ઉપર બની રહેલાં દબાણના કારણે ઓછા પ્રોડક્ટિવ રહેશે.

લવઃ- પાર્ટનર પ્રત્યે બનેલી શંકાની હકીકત સામે આવશે.

સ્વાસ્થ્યઃ- વધારે ચિંતાની અસર સ્વાસ્થ્ય ઉપર થશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

--------------------------

તુલાઃ- NINE OF WANDS

પરિવારના સભ્યોથી થયેલી ભૂલને તમે સંભાળી લેશો. તમારા પ્રત્યે બનેલાં અવિશ્વાસ અને દરેકવાર પોતાને સાબિત કરવાની જરૂરિયાત તમારી અંદર ગુસ્સો પેદા કરી શકે છે. તમારી ભાવનાઓને યોગ્ય વ્યક્તિ સામે પ્રકટ કરો.

કરિયરઃ- મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ તમારી મદદ દ્વારા પૂર્ણ થશે.

લવઃ- પાર્ટનરને તમારું સંપૂર્ણ યોગદાન મળવાના કારણે રિલેશનશિપ સારી જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- નાની બીમારીની વધારે ચિંતા થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1

--------------------------

વૃશ્ચિકઃ- THE STAR

મનમાં રહેલી બધી જ ઇચ્છાઓને પૂર્ણ કરવાનો દિવસ છે. મન સાથે તમે અધ્યાત્મિક સ્તરે પણ કામ કરશો જે તમને જીવનમાં સંતુલન અને આનંદ આપશે. હ્લદય અને દિમાગમાં સંતુલન જાળવી રાખવાના કારણે તમારા નિર્ણય સફળ રહેશે.

કરિયરઃ- નોકરીમાં પરમનેન્ટ થવાની સંભાવના છે.

લવઃ- પાર્ટનર્સ એકબીજાને સમજવામાં સફળ રહેશે.

સ્વાસ્થ્યઃ- સારા સ્વાસ્થ્ય માટે જીવનશૈલીમાં શું ફેરફાર લાવવાનો છે તેની જાણ થશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

--------------------------

ધનઃ- EIGHT OF CUPS

આકરી મહેનત કરવા છતાંય જ્યાં સુધી યોગ્ય સમય આવતો નથી ત્યાં સુધી તમને કામનું ફળ મળી શકશે નહીં. કામ સાથે જોડાયેલી વાતો ઉપર ધ્યાન આપવું પડશે અને કઇ વાતોને છોડવી છે તે તમારે નક્કી કરવાનું રહેશે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી નવી વાત જાણવા મળશે.

લવઃ- પાર્ટનર પાસેથી મળેલો દગો તમને એકલાં કરી દેશે.

સ્વાસ્થ્યઃ- પેટ સાથે જોડાયેલા વિકાર ઠીક થવામાં સમય લાગશે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 5

--------------------------

મકરઃ- THE LOVERS

તમને કામમાં સફળતા મળી રહી છે પરંતુ તમારું ધ્યાન તમને જે મળી રહ્યું છે તેમાં રહેશે નહીં. પરિવારના સભ્યના વ્યવહારને માફ કરવો સરળ નથી. છતાંય થોડી વાતોને માફ કરીને આગળ વધવું તમારા માટે ઠીક રહેશે.

કરિયરઃ- કામની જગ્યાએ તમારા વ્યક્તિત્વનો પ્રભાવ જોવા મળશે.

લવઃ- નવા પરણિત લોકો વચ્ચે અહંકાર આવવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- એક્યૂપંક્ચર અને એક્યૂપ્રેશરથી થાક દૂર થશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 8

--------------------------

કુંભઃ- FIVE OF WANDS

દબાણ હોવા છતાં પણ તમે નિશ્ચિંત થઇને પરિસ્થિતિનો સામનો કરશો. તમને નક્કી કરેલી બધી વાતો ઉપર તમારું વર્ચસ્વ રહેશે. તમારે ભલે ગમે તેટલાં વિરોધનો સામનો કરવો પડે તમે નિર્ણયમાં ફેરફાર કરશો નહીં.

કરિયરઃ- કાર્યાલયમાં તમારી વર્ક સિસ્ટમ વિરૂદ્ધ સહકર્મી અવાજ ઉઠાવી શકે છે.

લવઃ- રિલેશનશિપ પ્રત્યે તમારું કન્ફ્યૂઝન વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- બપોરે અપચાની તકલીફ રહેશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

--------------------------

મીનઃ- KNIGHT OF WANDS

મીન રાશિની સ્ત્રીઓને આજે ભાવનાઓથી વધારે લોજિકને મહત્ત્વ આપવું પડશે. પોતાના વ્યક્તિત્વનો પ્રભાવ કોઇ તમારા ઉપર એવી રીતે રાખશે કે તે વ્યક્તિની હકીકત અને દેખાડામાં તમે ફરક સમજી શકશો નહીં.

કરિયરઃ- મહત્ત્વપૂર્ણ નિર્ણય ઉપર અમલ કરવો મુશ્કેલ રહેશે.

લવઃ- પાર્ટનર પ્રત્યે આદર વધશે.

સ્વાસ્થ્યઃ- ઘૂટણ સાથે જોડાયેલું ઓપરેશન થઇ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

અન્ય સમાચારો પણ છે...