ટેરો રાશિફળ:ગુરુવારે QUEEN OF SWORDS કાર્ડ પ્રમાણે ધન જાતકોએ પોતાની જિદ્દ ઉપર અડગ રહેવું નહીં

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

14 એપ્રિલ, ગુરુવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- JUDGEMENT

અત્યાર સુધી જે વાત અંગે તમે દુવિધા અનુભવ થઈ રહી હતી તેના અંગે સ્પષ્ટતા અનુભવ થવા લાગશે. જે વાતોને તમે જીવનમાં સતત વાગોળતા રહેતા હતા તેને દૂર કરવાનો માર્ગ પણ મળી શકે છે.

કરિયરઃ- કરિયર પ્રત્યે વધતી ગંભીરતાના કારણે કોઈ એક જ કામ ઉપર સંપૂર્ણ ધ્યાન આપવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે.

લવઃ- પાર્ટનરના વિચારોને સમજવાની કોશિશ કરો

સ્વાસ્થ્યઃ- શારીરિક થાક અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

---------------------------

વૃષભઃ- THREE OF SWORDS

જે વાતોમાં તમને પ્રગતિની અપેક્ષા હતી તેને લગતા થોડા વિઘ્નનો સામનો આજે તમે કરી શકો છો. આ વિઘ્ન જે પ્રકારે આવ્યું છે, તે પ્રકારે દૂર પણ થઈ જશે.

કરિયરઃ- વિદેશમાં કામ કરવાની ઇચ્છા રાખવાનાર લોકોએ વધારે કોશિશની જરૂરિયાત રહેશે.

લવઃ- પાર્ટનર સાથે થઇ રહેલાં વિવાદોના કારણે તમે નકારાત્મક અનુભવ કરી શકો છો.

સ્વાસ્થ્યઃ- લો બીપીની સમસ્યા વધારે રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

---------------------------

મિથુનઃ- KING OF PENTACLES

અપેક્ષા પ્રમાણે મોટી ધનરાશિ તમને મળી શકે છે જેના માટે કોશિશ પણ કરવી પડશે. હાલના સમયમાં સંપૂર્ણ રીતે આર્થિક પક્ષને મજબૂત કરવા માટે કોશિશ કરવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- વેપારી વર્ગને મોટી માત્રામાં લાભ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પાર્ટનર પોતાની જ વાતો ઉપર અડગ રહેવાના કારણે તમને માનસિક તકલીફ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો કે શરીરમાં દુખાવાની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

---------------------------

કર્કઃ- THE WORLD

અનેક પ્રકારની કોશિશ અને વિચારો પછી તમે તમારા લક્ષ્યને નક્કી કરી શકશો. જેના કારણે તમને આનંદ તો પ્રાપ્ત થશે પરંતુ આ લક્ષ્યને પ્રાપ્ત કરવું સરળ રહેશે નહીં.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી વાતો ઉપર જ ધ્યાન આપીને તેને સારું કરવાની કોશિશ કરશો.

લવઃ- નવા વ્યક્તિ સાથે રિલેશનશિપ બનાવવાના કારણે જીવન સુખમય બની શકશે.

સ્વાસ્થ્યઃ- યૂરિન ઇન્ફેક્શનની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

---------------------------

સિંહઃ- TWO OF PENTACLES

મનમાં દુવિધા હોવાના કારણે પણ દરેક પ્રકારના નિશ્ચયને પૂર્ણ કરવાની તમારી જિદ્દ રહેશે. જીવનમાં આવી રહેલાં ઉતાર-ચઢાવના કારણે ભલે જ નિરાશ અનુભવ થઈ રહ્યું હોય પરંતુ તમારું ધ્યાન સંપૂર્ણ રીતે છેલ્લાં લક્ષ્ય ઉપર બની રહેવાના કારણે પોતાને પ્રેરિત રાખવું શક્ય હશે.

કરિયરઃ- કરિયરને લગતા નિર્ણય તમને સફળતા આપશે.

લવઃ- ભૌગોલિક રીતે પાર્ટનરની વચ્ચે અંતર રહેવાના કારણે એકલતા અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- કમરમાં દુખાવો થશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1

---------------------------

કન્યાઃ- THREE OF PENTACLES

તમારી વાતોને લોકોના દ્વારા મનાવવાની કોશિશ સફળ રહેશે. હાલની પરિસ્થિતિ સંપૂર્ણ રીતે તમારા નિયંત્રણમાં રહેશે. પરિવારના લોકો પણ તમારા દ્વારા મળેલી સલાહ અને તમારા વિચારોની કદર કરશે.

કરિયરઃ- રૂપિયાની આવક વધવાના કારણે કામ પ્રત્યે ઉત્સાહ વધતો જોવા મળશે.

લવઃ- રિલેશનશિપને લગતા નિર્ણય લેતી સમયે માત્ર નજીકના વ્યક્તિની સલાહ લો.

સ્વાસ્થ્યઃ- ગળા અને ખભામાં દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 5

---------------------------

તુલાઃ- FOUR OF PENTACLES

પરિસ્થિતિ જટિલ ન રહીને માત્ર વિચારોના કારણે તમને નકારાત્મક અનુભવ થતું રહેશે. તમારા વિચારોમાં ફેરફાર લાવવા માટે પોઝિટિવ લોકો સાથે સમય વિતાવવાની કોશિશ કરો.

કરિયરઃ- તમારા પ્રતિસ્પર્ધી દ્વારા તમને પ્રેરણા મળી શકે છે.

લવઃ- પાર્ટનરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- આંખની બળતરા તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

---------------------------

વૃશ્ચિકઃ- EIGHT OF CUPS

જૂની વાતોને પાછળ રાખીને નવા વિચારોને અપનાવવાની કોશિશ રહેશે. દિવસભર પોઝિટિવ અને નેગેટિવ બંને વાતોનો અનુભવ તમને પ્રાપ્ત થઈ શકે છે. હાલ તમારું ધ્યાન માત્ર વર્તમાન અને ભવિષ્યને લગતી વાતો ઉપર જ રાખો.

કરિયરઃ- વેપારી વર્ગને કોઇ વેપાર બંધ કરીને નવા વેપારની તરફ ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.

લવઃ- રિલેશનશિપને ઠીક થવાની સતત તક આપવા છતાં સંબંધ નોર્મલ થઈ શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- પગમાં સોજા થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7

---------------------------

ધનઃ- QUEEN OF SWORDS

તમે તમારી જિદ્દ અને વાત ઉપર અડગ રહેશો પરંતુ શું તમારી જિદ્દ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે કે નવી સમસ્યાઓ ઊભી કરી રહી છે તેના અંગે વિચાર કરો

કરિયરઃ- કામની જગ્યાએ કોઈપણ પ્રકારની ખોટી વાતો માટે લોકોનો સહયોગ ન કરો

લવઃ- પાર્ટનર દ્વારા પ્રાપ્ત થઇ રહેલાં માર્ગદર્શનના કારણે તમને સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણનો દુખાવો અથવા સાંધામાં સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 8

---------------------------

મકરઃ- KING OF SWORDS

તમારા સ્વભાવને યોગ્ય રીતે સમજીને કઈ વાતોમાં ફેરફાર લાવવો છે, તે નક્કી કરવું તમારા માટે ખૂબ જ જરૂરી રહેશે. દરેક નાની વાતોના કારણે પોતાને દુઃખી કરવાથી જીવનને લગતી પોઝિટિવિટી નષ્ટ થઈ શકે છે.

કરિયરઃ- કામને લગતું કોઈપણ પ્રકારનું રિસ્ક ન લઈને યોજના પ્રમાણે આગળ વધવાની કોશિશ કરો.

લવઃ- પરિવાર દ્વારા પ્રાપ્ત થઈ રહેલાં વિરોધનું કારણ યોગ્ય રીતે જાણો.

સ્વાસ્થ્યઃ- શરદી અને કફ જેવી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6

---------------------------

કુંભઃ- THREE OF CUPS

તમારા કારણે પરિવાર અને આસપાસના લોકોમાં આનંદિત વાતાવરણ રહેશે. લોકોના જીવનમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટે તમે પ્રેરિત કરતા રહેવાની કોશિશ કરશો.

કરિયરઃ- સ્ટોક માર્કેટ સાથે જોડાયેલાં લોકોને ફાયદો થઈ શકે છે.

લવઃ- અનેક કોશિશ દ્વારા પરિવારના લોકો તમારા રિલેશનશિપને માન્યતા આપશે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણની અસર સ્વાસ્થ્ય ઉપર જોવા મળી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

---------------------------

મીનઃ- SEVEN OF SWORDS

તમારા જીવનને લઇને લેવામાં આવેલ ખોટા નિર્ણય અને તેનું પરિણામ બંનેની જવાબદારી લઇને તમે પોતાની અંદર ફેરફાર કરવાની કોશિશ કરી રહ્યા છો.

કરિયરઃ- કામની જગ્યાએ માત્ર તમારી જવાબદારીઓ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પાર્ટનર અને રિલેશનશિપથી તમારી શું અપેક્ષા છે તેને યોગ્ય રીતે જાણો.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવો અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

અન્ય સમાચારો પણ છે...