તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:સોમવારે THE SUN કાર્ડ પ્રમાણે તુલા રાશિના લોકો ઉપર માનસિક તણાવ ઓછો રહી શકે છે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

13 સપ્ટેમ્બર, સોમવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- SEVEN OF SWORDS

કોઈ વ્યક્તિ તમારી વધારે નજીક આવવાની કોશિશ કરી શકે છે જેના કારણે તમારા મનમાં વ્યક્તિ પ્રત્યે શંકા નિર્માણ થઈ શકે છે. હાલ તમને મહત્ત્વપૂર્ણ વાતોને લગતી વધારે જાગરૂતતા દર્શાવવાની જરૂરિયાત છે.

કરિયરઃ- તમારા પ્રતિસ્પર્ધીને કામને લગતી વધારે જાણકારી આપવી તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા થોડી વાતો છુપાવવાની કોશિશ કરવામાં આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

-----------------------------------

વૃષભઃ- THE EMPRESS

વધારે કામના કારણે તમને થાક અનુભવ થઈ શકે છે. તમારા ઉપર વધતી જવાબદારીનો ભાર પણ તમને માનસિક રીતે થોડા નબળા કરશે. તમે તમારી કાર્યક્ષમતાને વધારવાની કોશિશ કરી શકો છો.

કરિયરઃ- કામને લગતા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થવાના કારણે તમને નવા કામની શરૂઆત અંગે વિચાર કરવા માટે સમય મળશે.

લવઃ- લવ રિલેશનશિપ અને પાર્ટનરની સંપૂર્ણ જવાબદારી તમારે ઉઠાવવી પડશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈ અને ઊંઘને લગતી તકલીફ વધ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

-----------------------------------

મિથુનઃ- THREE OF WANDS

તમારા ઉપર બનેલાં દેવાના કારણે તમને બેચેની અને અસ્વસ્થતા અનુભવ થશે. હાલ આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે સમય લાગશે અને તમારી કોશિશને તરત યશ પ્રાપ્ત ન થવાના કારણે પણ તમને થોડી નિરાશા અનુભવ થઈ શકે છે.

કરિયરઃ- કામને લગતી ભૂલ સુધારવાની તક તમને પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- રિલેશનશિપને લગતા નિર્ણય લેતી સમયે વધારે મુંજવણ અનુભવ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- પીઠમાં દુખાવો રહી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

-----------------------------------

કર્કઃ- TEN OF WANDS

માનસિક તણાવ અને નિરાશા વધારે હાવી થવાના કારણે તમને દરેક વાતને લગતો ભાર અનુભવ થશે જે કોઈની સામે તમે વ્યક્ત કરી શકશો નહીં કે તમે જાતે આ વાતનો ઉકેલ મેળવી શકશો નહીં.

કરિયરઃ- કામને લગતી મુશ્કેલીઓ વધી શકે છે.

લવઃ- જે વ્યક્તિ પ્રત્યે આકર્ષણ અનુભવ થઈ રહ્યું છે તે વ્યક્તિ તમારા માટે યોગ્ય છે કે નહીં તે વાત જાણવા માટે વધારે સમય લાગશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક સમસ્યા ધીમે-ધીમે ઠીક થવા લાગશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

-----------------------------------

સિંહઃ- THE EMPEROR

પરિવારના વ્યક્તિ દ્વારા બોલવામાં આવેલાં ખોટા વચનોથી તમે સરળતાથી પકડાઈ જશો. જે ફળની પ્રાપ્તિ માટે તમે મહેનત કરી રહ્યા છો તેને પ્રાપ્ત કરવી શક્ય છે. લોકોનો સાથ તમને જોઈએ એવો મળશે નહીં.

કરિયરઃ- કામની જગ્યાએ નાના ફેરફારના કારણે તમને તણાવ અનુભવ થશે.

લવઃ- પાર્ટનર અને તમે માત્ર એકબીજાને જ દોષ આપશો.

સ્વાસ્થ્યઃ- વડીલ વ્યક્તિને બીપીને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

-----------------------------------

કન્યાઃ- JUDGEMENT

જે પ્રકારે મહેનત તમે લઈ રહ્યા છો તે પ્રકારે ફળ પણ તમને પ્રાપ્ત થશે. અધ્યાત્મિક વાતોને લગતું જ્ઞાન પ્રાપ્ત કરવાની તમારી ઇચ્છા જલ્દી જ પૂર્ણ થશે. મોટો આર્થિક લાભ પ્રાપ્ત થવાના કારણે રૂપિયાને લગતા જે નિર્ણયને તમે ઘણાં દિવસોથી ટાળી રહ્યા હતાં, તે નિર્ણય લેવો તમારા માટે શક્ય બનશે.

કરિયરઃ- નોકરીમાં ફેરફાર લાવવા માટે થોડો સમય લાગી શકે છે.

લવઃ- લગ્નને લગતી વાતોને આગળ વધારવા માટે પરિવારના લોકો દ્વારા કોશિશ વધારવામાં આવશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી સાથે જોડાયેલી સમસ્યા ઓછી થવા લાગશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

-----------------------------------

તુલાઃ- THE SUN

તમારી ઉપર બની રહેલો માનસિક તણાવ ઓછો થતો જોવા મળી રહ્યો છે. યોગ્ય લોકો સાથે જોડાયેલાં રહેવાના કારણે તમારા વ્યક્તિત્વને પણ નિખારવાની તક તમને મળી શકે છે.

કરિયરઃ- યુવાઓને યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના કરિયરને યોગ્ય દિશા મળી શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા પ્રાપ્ત થયેલ સરપ્રાઇઝ તમને સુખ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- બાળકોને પેટને લગતું ઇન્ફેક્શન થવાની શક્યતા છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 4

-----------------------------------

વૃશ્ચિકઃ- THE MOON

જે વાતોમાં તમે મુશ્કેલી અનુભવ થઈ રહી છે તે વાતોનો ઉકેલવા માટે યોગ્ય માર્ગદર્શન તમને પ્રાપ્ત થશે પરંતુ આ માર્ગદર્શન અન્ય વાતો માટે યોગ્ય સાબિત થઈ શકે છે.

કરિયરઃ- પાર્ટનરશિપમાં ચાલી રહેલાં વેપારમાં થોડું નુકસાન થવાની શક્યતા છે.

લવઃ- રિલેશનશિપને લગતી થોડી ચિંતા અનુભવ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- યૂરિનને લગતું ઇન્ફેક્શન થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

-----------------------------------

ધનઃ- DEATH

તમારી ઇચ્છા શક્તિ વધવાના કારણે તમે જીવનમાં શું ફેરફાર કરવા ઇચ્છો છો તેના ઉપર ધ્યાન આપો. જેના કારણે થોડા વ્યક્તિ તમારા પ્રત્યે નિરાશા દર્શાવી શકે છે.

કરિયરઃ- વિદેશમાં કામ કરનાર લોકોને હાલ નોકરીમાં ફેરફાર જોવો મુશ્કેલ થશે.

લવઃ- લવ રિલેશનમાં પોતાને વધારે મુંજવીને અન્ય વાતોને ઇગ્નોર ન કરો

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો તણાવનું કારણ બની શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

-----------------------------------

મકરઃ- STRENGTH

તમારાથી જેટલું બની શકે તેટલી મદદ તમે આસપાસના લોકોની કરવાની કોશિશ કરશો જેના કારણે લોકોને તમારા પ્રત્યે આત્મીયતા અને આદર બંને ઉત્પન્ન થઈ શકે છે.

કરિયરઃ- સોશિયલ વર્ક કે રાજકારણ સાથે જોડાયેલાં વ્યક્તિને પોતાના કામના કારણે સન્માન પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનરની અપેક્ષાઓને પૂર્ણ કરતી સમયે કોઈપણ વાતમાં પોતાનું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું.

સ્વાસ્થ્યઃ- પેટમાં બળતરા રહી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 2

-----------------------------------

કુંભઃ- THE CHARIOT

તમારી ઇચ્છા શક્તિ અને વિશ્વાસ દ્વારા જ તમે હાથમાં આવેલાં કામને અંજામ સુધી પહોંચાડી શકશો. તમારા વિશ્વાસમાં ઉતારચઢાવ તમને અનુભવ થઈ શકે છે.

કરિયરઃ- તમારા કરિયરમાં ફેરફાર આવતો જોવા મળી શકે છે.

લવઃ- પરિવારને લગતા નિર્ણય લેતી સમયે પાર્ટનર્સમાં મતભેદ ઊભો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- કિડની અને યૂરિનને લગતી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

-----------------------------------

મીનઃ- PAGE OF CUPS

કોઈ વ્યક્તિનો તમારા ઉપર વધારે પ્રભાવ હોવાના કારણે તેમના દ્વારા બોલવામાં આવેલી વાતોને જ તમે હકીકત માનીને પોતાને નબળા સમજી શકો છો. થોડી વાતોમાં આ વ્યક્તિ દ્વારા તમને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે છે.

કરિયરઃ- તમારા કાર્ય દ્વારા લોકોમાં ઓળખ વધશે.

લવઃ- પાર્ટનર અને પરિવાર બંને દ્વારા તમે સુખ પ્રાપ્ત કરશો.

સ્વાસ્થ્યઃ- શરદીની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

અન્ય સમાચારો પણ છે...