ટેરો રાશિફળ:બુધવારે THREE OF WANDS કાર્ડ પ્રમાણે મિથુન રાશિના લોકોનો મુશ્કેલ સમય લગભગ પૂર્ણ થવા આવ્યો છે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

13 ઓક્ટોબર, બુધવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- TEN OF PENTACLES

પરિવાર સાથે ખરાબ સંબંધોને ઠીક કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે. ખાસ કરીને ભાઈ-બહેનો સાથે થયેલાં વિવાદને ઠીક કરવાની કોશિશ કરો. પ્રોપર્ટીને લગતા નિર્ણય લેતી સમયે અન્ય લોકોની સલાહ અને તેમના વિચારોને જાણવા માટે કોશિશ કરો

કરિયરઃ- નોકરિયાત લોકો માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે

લવઃ- પરિવારના સંબંધોમાં સ્થિરતા આવવાના કારણે પાર્ટનર્સના રિલેશન પણ સુધરવા લાગશે.

સ્વાસ્થ્યઃ- બાળકોના સ્વાસ્થ્ય અંગે ધ્યાન આપવાની કોશિશ કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

--------------------------------

વૃષભઃ- PAGE OF PENTACLES

તમારા વિચારોમાં મુંજવણ વધવાના કારણે તમને દિશાહીન અનુભવ થઈ શકે છે. આ મુંજવણ થોડીવારમાં ઠીક થઈ શકે છે. સમય સાથે વાતોની જાણકારી પ્રાપ્ત થવાના કારણે તમે યોગ્ય દિશામાં કામ કરશો.

કરિયરઃ- નવેથી નોકરી કે કામની શરૂઆત જે જાતકોએ કરી હોય તેમણે ખર્ચમાં સંતુલન જાળવી રાખવું

લવઃ- જે લોકોની લવ રિલેશનશિપ શરૂ થઈ છે તે પાર્ટનરને સમજવાની કોશિશ કરશે.

સ્વાસ્થ્યઃ- શરદી થઈ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 7

--------------------------------

મિથુનઃ- THREE OF WANDS

તમારો મુશ્કેલ સમય લગભગ પૂર્ણ થવા આવ્યો છે પરંતુ સંયમ ન રાખવાના કારણે તમારા દ્વારા વધારે કોશિશ કરવી વાતને ખરાબ કરી શકે છે. સરકારી કાર્યોને લગતી વાતોને આગળ વધારવા માટે જાણકારી વ્યક્તિની મદદ લેવી યોગ્ય રહેશે.

કરિયરઃ- જો વિદેશને લગતું કોઈ કામ અટવાયેલું છે તો આગળ વધશે.

લવઃ- તૂટેલાં રિલેશનશિપને જોડવાની કોશિશ ન કરો

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને તણાવ તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

--------------------------------

કર્કઃ- THE WORLD

તમારા ધ્યેય તરફ ફોકસ જાળવી રાખવાના કારણે અને કોશિશમાં સાતત્ય જાળવી રાખવાના કારણે મનગમતી પ્રગતિ પ્રાપ્ત થઈ શકે છે. જ્યાં સુધી તમારું લક્ષ્ય પૂર્ણ રીતે પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી કોશિશ શરૂ રાખો.

કરિયરઃ- કરિયરને લગતી મોટી જવાબદારી અને અવસર તમને પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનર્સને એકબીજા પ્રત્યે પ્રેમનો અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક થાક અને નાના-મોટું ઇન્ફેક્શન તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

--------------------------------

સિંહઃ- STRENGTH

લોકો તમારા પ્રત્યે શું વિચાર ધરાવે છે, તે વાતને વધારે મહત્ત્વ ન આપીને કામ કરવાની જરૂરિયાત છે. લોકો દ્વારા પ્રાપ્ત થઈ રહેલી આલોચના તમને તમારા માર્ગથી ભટકાવી શકે છે.

કરિયરઃ- વિદેશમાં કામ કરનાર લોકોને તેમના દેશમાં યોગ્ય અવસર પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પાર્ટનર્સમાં વાતચીત ઘટી શકે છે.

સ્વાસ્થ્યઃ- કમર અને સાંધામાં દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 6

--------------------------------

કન્યાઃ- TEMPERANCE

મનમાં ઉત્પન્ન થયેલી નકારાત્મકતા તમારી પ્રગતિને જોઈને તરત દૂર થવા લાગશે અને તમારા વિચારોમાં સ્પષ્ટતા જોવા મળી શકે છે. પરિવારમાંથી કોઈ એક વ્યક્તિનો સાથ તમને પ્રાપ્ત થઈ શકે છે.

કરિયરઃ- નોકરિયાત લોકોએ લોકોની નિરાશાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- તમારા અહંકારના કારણે પાર્ટનરને દુઃખ ન પહોંચે તે વાતનું ધ્યાન રાખો.

સ્વાસ્થ્યઃ- હોરમોન અસંતુલન રહી શકે છે

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

--------------------------------

તુલાઃ- THE HIGH PRIESTESS

અલગ-અલગ સ્તરે સંતુલન જાળવી રાખવું તમને આવડે છે. આજે પણ તમે એવું સંતુલન જાળવી રાખો. મોટાભાગના કામોમાં તમને આજે રસ રહેશે નહીં. છતાંય તમે કામને ટાળશો નહીં.

કરિયરઃ- એચ આર. અને કમ્યુનિકેશન સાથે જોડાયેલાં લોકો પોતાનું કાર્ય મન પ્રમાણે કરી શકશે નહીં.

લવઃ- પાર્ટનરની નકારાત્મક વાતોને તમે સહજતાથી સ્વીકાર કરો.

સ્વાસ્થ્યઃ- પેટ સાથે જોડાયેલી બીમારી વધારે દિવસ પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 1

----------------------------------

વૃશ્ચિકઃ- 10 OF WANDS

જીવનની માત્ર મુશ્કેલીઓ જોવાથી જીવનમાં માત્ર મુશ્કેલીઓ જ જોવા મળશે. તે આજે તમારી સાથે બની રહ્યું છે. તમે બધા કામ કે જીવન સાથે જોડાયેલી વાતોને એકઠી કરીને જોઇ રહ્યા છો.

કરિયરઃ- અભ્યાસ અને નોકરી બંનેમાં સંતુલન જાળવી રાખો.

લવઃ- કોઇપણ સંબંધ ધીમે-ધીમે આગળ વધે છે.

સ્વાસ્થ્યઃ- કરોડરજ્જુનો દુખાવો તમને પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 4

----------------------------------

ધનઃ- TWO OF SWORDS

જીવનસાથી જોડાયેલી કોઇપણ વાત અંગે સમય ઉપર અમલ ન કરવાથી તમે તક ગુમાવી શકો છો. આજે ગમે તેટલો ભય તમારા ઉપર હાવી થાય તમારે તમારું કામ બંધ કરવું નહીં.

કરિયરઃ- નોકરીમાં મનગમતી તક મળવું મુશ્કેલ રહેશે.

લવઃ- પાર્ટનરની સલાહ યોગ્ય રહેશે

સ્વાસ્થ્યઃ- હોર્મોનલ ઇન્બેલેન્સ તમને નકારાત્મક વિચાર આપશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

----------------------------------

મકરઃ- THE EMPRESS

વ્યક્તિગત જીવનને વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ આજે પણ શરૂ રાખો. ઘરની સજાવટમાં કરો. આ ફેરફાર તમને પોઝિટિવ ઊર્જા આપશે. કામથી વધારે પારિવારિક જીવન તમને આનંદ આપશે.

કરિયરઃ- મહિલાઓ માટે પ્રગતિનો દિવસ છે.

લવઃ- પાર્ટનર પાસેથી વધારે પ્રેમ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

શુભ રંગઃ- ગ્રીન

શુભ અંકઃ- 9

----------------------------------

કુંભઃ- 6 OF WANDS

તમારા અધિકાર પ્રત્યે તમે જાગરૂત રહેશો. કોઇના દબાણમાં આવીને તમે કામ કરશો નહીં. આજનો દિવસ ભાવનાત્મક રૂપે થોડો મુશ્કેલ રહેશે. પરંતુ તમારે તમારો નિર્ણય બદલવો નહીં.

કરિયરઃ- આજે તમારે કામને ન્યાય આપવા માટે લડવું પડશે.

લવઃ- તમારા રિલેશનશિપ માટે પરિવાર સામે લડવું પડશે.

સ્વાસ્થ્યઃ- તીખું અને મસાલેદાર ભોજન ન કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

----------------------------------

મીનઃ- 4 OF SWORDS

જીવનની પરેશાનીઓની અસર આજે સ્વાસ્થ્ય ઉપર પડશે. તમારા સ્વાસ્થ્ય અંગે બેદરકારી કરશો નહીં. તે તમને માનસિક રૂપે અસ્વસ્થ બનાવશે. કોઇ નવું કામ પણ તમારી બેદરકારીના કારણે ખરાબ થઇ શકે છે.

કરિયરઃ- કામમાં મળેલી અસફળતા બેચેની વધારી શકે છે.

લવઃ- લવ લાઇફમાં વધારે ગુંચવાશો નહીં.

સ્વાસ્થ્યઃ- આજે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7