ટેરો રાશિફળ:PAGE OF WANDS કાર્ડ પ્રમાણે શુક્રવારનો દિવસ મેષ જાતકો માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 13 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- PAGE OF WANDS

નવા વિષય અંગે જિજ્ઞાસા અને જાતે પ્રાપ્ત કરેલું જ્ઞાન તમારા સ્વભાવની દૃષ્ટિએ આજે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. પરિવારના બાળકોની જિજ્ઞાસાને યોગ્ય પ્રોત્સાહન આપો.

કરિયરઃ- એગ્રીકલ્ચર સાથે જોડાયેલાં વ્યક્તિ પોતાના પ્રયોગમાં સફળતા મેળવશે.

લવઃ- પાર્ટનર્સને એકબીજા પ્રત્યે નવી વાત જાણવા મળશે.

સ્વાસ્થ્યઃ- 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પેટમાં પરેશાની રહેશે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 8

----------------------------------

વૃષભઃ- 5 OF SWORDS

આજનો દિવસ મુંજવણભર્યો રહેશે. કોઇ વાતનો ઉત્સાહ હશે નહીં. તમે મોટાભાગનો સમય ખુલ્લા વાતાવરણમાં વિતાવો. સૂર્યાસ્ત પછી તમે સારું અનુભવ કરશો અને થોડાં મહત્ત્વપૂર્ણ કામ પણ થશે.

કરિયરઃ- મહત્ત્વપૂર્ણ કામ કે નિર્ણય આજે લેશો નહીં.

લવઃ- લવ લાઇફથી નિરાશ રહેશો.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

----------------------------------

મિથુનઃ- JUDGEMENT

આજે તમે અને પરિવાર અધ્યાત્મિક કાર્ય સાથે જોડાયેલાં રહેશે. મેડિટેશનથી આજે લાભ થશે. પરિવારમાં સુખ-શાંતિ અને આનંદ જળવાયેલો રહેશે. લગભગ બધા ઘરના લોકોની પ્રગતિ થશે.

કરિયરઃ- વૈદ્ય ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો પોઝિટિવ પરિવર્તનનો અનુભવ લેશે.

લવઃ- પાર્ટનર્સમાં સારા સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- પગ સાથે જોડાયેલી બીમારીનો ઉકેલ મળશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

----------------------------------

કર્કઃ- 8 OF PENTACLES

પરિવાર પાસેથી સહયોગ અને આનંદ પ્રાપ્ત થશે. ખાસ કરીને નાના ભાઇ-બહેન પાસેથી. તમારી પ્રગતિ તેમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપશે. જો તમે શિક્ષણ સાથે જોડાયેલાં કામ કરો છો તો તમને આર્થિક લાભ પણ થશે.

કરિયરઃ- વિદ્યાર્થીઓ સાથે જોડાયેલાં કામમાં આર્થિક પ્રગતિ થશે.

લવઃ- કામની વ્યસ્તતા તમને લવ લાઇફથી દૂર કરશે.

સ્વાસ્થ્યઃ- પીઠ અને ગળા સાથે જોડાયેલો દુખાવો થઇ શકે છે.

શુભ રંગઃ- કાળો

શુભ અંકઃ- 7

----------------------------------

સિંહઃ- THE TOWER

તમારી ભાવનાઓને નજરઅંદાજ કરશો નહીં. ખાસ કરીને જે ભાવનાઓથી તમે તકલીફ છે, નકારાત્મક ભાવનાઓનો સામનો કરવો જ પરિસ્થિતિનો ઉકેલ મેળવવાનો એકમાત્ર ઇલાજ છે.

કરિયરઃ- નોકરી તમારા માટે ચિંતાનો વિષય રહેશે.

લવઃ- પૂર્વ પ્રેમીથી અંતર જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- નાનું એક્સીડન્ટ પગ સંબંધિત તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

----------------------------------

કન્યાઃ- THE DEVIL

ભવિષ્ય સાથે જોડાયેલી ચિંતા તમારા તણાવનું કારણ છે જે ઊંઘ ઉપર અસર કરશે. ભૂતકાળથી મળેલી અસફળતાની અસર ઊંડી થશે. જો તમને વધારે તકલીફ છે તો હીલિંગ લેવું જરૂરી છે.

કરિયરઃ- નવી નોકરીમાં પ્રોફાઇલ તમને મનગમતી મળશે નહીં.

લવઃ- લગ્ન સાથે જોડાયેલાં નિર્ણયમાં આત્મવિશ્વાસ રહેશે નહીં.

સ્વાસ્થ્યઃ- લો બીપીના કારણે ચક્કર અનુભવ થશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 3

----------------------------------

તુલાઃ- THE HIGH PRIESTESS

અલગ-અલગ સ્તરે સંતુલન જાળવી રાખવું તમને આવડે છે. આજે પણ તમે એવું સંતુલન જાળવી રાખો. મોટાભાગના કામોમાં તમને આજે રસ રહેશે નહીં. છતાંય તમે કામને ટાળશો નહીં.

કરિયરઃ- એચ આર. અને કમ્યુનિકેશન સાથે જોડાયેલાં લોકો પોતાનું કાર્ય મન પ્રમાણે કરી શકશે નહીં.

લવઃ- પાર્ટનરની નકારાત્મક વાતોને તમે સહજતાથી સ્વીકાર કરો.

સ્વાસ્થ્યઃ- પેટ સાથે જોડાયેલી બીમારી વધારે દિવસ પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 1

----------------------------------

વૃશ્ચિકઃ- 10 OF WANDS

જીવનની માત્ર મુશ્કેલીઓ જોવાથી જીવનમાં માત્ર મુશ્કેલીઓ જ જોવા મળશે. તે આજે તમારી સાથે બની રહ્યું છે. તમે બધા કામ કે જીવન સાથે જોડાયેલી વાતોને એકઠી કરીને જોઇ રહ્યા છો.

કરિયરઃ- અભ્યાસ અને નોકરી બંનેમાં સંતુલન જાળવી રાખો.

લવઃ- કોઇપણ સંબંધ ધીમે-ધીમે આગળ વધે છે.

સ્વાસ્થ્યઃ- કરોડરજ્જુનો દુખાવો તમને પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 4

----------------------------------

ધનઃ- TWO OF SWORDS

જીવનસાથી જોડાયેલી કોઇપણ વાત અંગે સમય ઉપર અમલ ન કરવાથી તમે તક ગુમાવી શકો છો. આજે ગમે તેટલો ભય તમારા ઉપર હાવી થાય તમારે તમારું કામ બંધ કરવું નહીં.

કરિયરઃ- નોકરીમાં મનગમતી તક મળવું મુશ્કેલ રહેશે.

લવઃ- પાર્ટનરની સલાહ યોગ્ય રહેશે

સ્વાસ્થ્યઃ- હોર્મોનલ ઇન્બેલેન્સ તમને નકારાત્મક વિચાર આપશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

----------------------------------

મકરઃ- THE EMPRESS

વ્યક્તિગત જીવનને વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ આજે પણ શરૂ રાખો. ઘરની સજાવટમાં કરો. આ ફેરફાર તમને પોઝિટિવ ઊર્જા આપશે. કામથી વધારે પારિવારિક જીવન તમને આનંદ આપશે.

કરિયરઃ- મહિલાઓ માટે પ્રગતિનો દિવસ છે.

લવઃ- પાર્ટનર પાસેથી વધારે પ્રેમ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

શુભ રંગઃ- ગ્રીન

શુભ અંકઃ- 9

----------------------------------

કુંભઃ- 6 OF WANDS

તમારા અધિકાર પ્રત્યે તમે જાગરૂત રહેશો. કોઇના દબાણમાં આવીને તમે કામ કરશો નહીં. આજનો દિવસ ભાવનાત્મક રૂપે થોડો મુશ્કેલ રહેશે. પરંતુ તમારે તમારો નિર્ણય બદલવો નહીં.

કરિયરઃ- આજે તમારે કામને ન્યાય આપવા માટે લડવું પડશે.

લવઃ- તમારા રિલેશનશિપ માટે પરિવાર સામે લડવું પડશે.

સ્વાસ્થ્યઃ- તીખું અને મસાલેદાર ભોજન ન કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

----------------------------------

મીનઃ- 4 OF SWORDS

જીવનની પરેશાનીઓની અસર આજે સ્વાસ્થ્ય ઉપર પડશે. તમારા સ્વાસ્થ્ય અંગે બેદરકારી કરશો નહીં. તે તમને માનસિક રૂપે અસ્વસ્થ બનાવશે. કોઇ નવું કામ પણ તમારી બેદરકારીના કારણે ખરાબ થઇ શકે છે.

કરિયરઃ- કામમાં મળેલી અસફળતા બેચેની વધારી શકે છે.

લવઃ- લવ લાઇફમાં વધારે ગુંચવાશો નહીં.

સ્વાસ્થ્યઃ- આજે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7

આ પણ વાંચોઃ-

ધનતેરસની પૂજા અને ખરીદારી:સોના-ચાંદી અને તાંબા-પીત્તળના વાસણ ખરીદી શકાય છે, સાંજે યમદેવ માટે દીપદાન કરવું

ચાણક્ય નીતિ/ પુત્ર જે પિતાનો ભક્ત છે, પિતા તે જે પાલન-પોષણ કરે છે, મિત્ર તે જેના ઉપર વિશ્વાસ છે

તુલસીદાસની દોહાવલી/ વિદ્યા, વિનય, વિવેક, સાહસ, સારા કામ, સત્ય આ બધા ખરાબ સમયના સાથી હોય છે, તેમની મદદથી દરેક વિપત્તિઓ દૂર થઇ શકે છે

12 નવેમ્બરથી દિવાળી શરૂ/ દિવાળીએ લક્ષ્મીજી સાથે જ યમરાજ અને પિતૃ દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે

દીપોત્સવનો પહેલો દિવસ/ 12 નવેમ્બરે ધનતેરસ, આ દિવસે યમરાજને દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે

ગાયની પૂજા જ લક્ષ્મી પૂજા/ દિવાળી પહેલાં સુખ અને સમૃદ્ધિની કામના સાથે ગોવત્સ બારસનું વ્રત કરવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...