ટેરો રાશિફળ:શુક્રવારે WHEEL OF FORTUNE કાર્ડ મુજબ કુંભ રાશિના જાતકો કોઈ પણ પ્રકારનું જોખમ ના લો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ રાશિ : NINE OF CUPS
તમે જે જૂની વાતોનો અંત લાવવામાં નિષ્ફળ રહ્યા હતા તેમાં સંબંધિત પ્રગતિ આજે દેખાશે. જેના કારણે તમે માનસિક ઉકેલ મેળવી શકો છો. તમારી માનસિક સ્થિતિ સુધારવા માટે તમે જે પગલાં લીધાં છે તે તમારામાં પરિવર્તન બતાવશે.
કરિયર : કામને લઈને જે નિયમો જાળવવાથી પહેલા જે તણાવ અનુભવાયો હતો તેને સંપૂર્ણપણે દૂર કરી શકાશે.
લવ : લવ લાઈફને લઈને ફરી સકારાત્મકતા આવશે.
હેલ્થ : વજનને નિયંત્રણમાં રાખો.
લકી કલર : સફેદ
લકી નંબર : 5
-----------------------
વૃષભ રાશિ : THE MOON
આજના દિવસે આસપાસનાં વાતાવરણને કારણે તમારા માનસિક સ્થિતિ સારી રહેશે પરંતુ કમજોરી દુર કરવા માટે આજના દિવસે પ્રયત્નો કરવા પડશે.
કરિયર : કામને લઈને આજે લોકો પર તમારો પ્રભાવ રહેશે.
લવ : પાર્ટનર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને કારણે દુઃખ થઇ શકે છે.
હેલ્થ : શરીર ડીહાઇડ્રેટ થવાથી તબિયત ખરાબ થશે.
લકી કલર : લીલો
લકી નંબર : 7
-----------------------
મિથુન રાશિ : ACE OF SWORDS
પર્સનલ લાઈફમાં ભલે તમે આજના દિવસે પ્રગતિ ના કરી શકો પરંતુ પ્રોફેશનલ લાઈફમાં મળેલી પ્રગતિને કારણે આજે ખુશીનો માહોલ રહેશે. આજનો દિવસ આર્થિક રીતે સારો રહેશે.
કરિયર : કામનો ટાર્ગેટ પૂરો થવાને કારણે આત્મવિશ્વાસ વધશે.
લવ : પાર્ટનર સાથે ચર્ચા કરો પરંતુ કોઈ ખરાબ શબ્દનો ઉપયોગ ના કરો.
હેલ્થ : કબજીયાતની તકલીફ થઇ શકે છે.
લકી કલર : સ્કાય બ્લુ
લકી નંબર : 1
-----------------------
કર્ક રાશિ : PAGE OF CUPS
તમે લીધેલો નિર્ણય તમારા માટે યોગ્ય જ રહેશે આ વાત પર વિશ્વાસ રાખો. તમારી નિર્ણય ક્ષમતા કમજોર નથી તે વાતનું પણ ધ્યાન રાખો.
કરિયર : કામના સ્થળે થયેલી પ્રશંસાને કારણે તમે ધગશથી કામ કરવાની કોશિશ કરશો.
લવ : તમે જે રીતે કામ કરીને બદલાવ લાવી રહ્યા છો તે વાત પાર્ટનરને પ્રભાવિત કરશે.
હેલ્થ : શરદી અને ઉધરસની તકલીફ થઇ શકે છે.
લકી કલર : પર્પલ
લકી નંબર : 6
-----------------------
સિંહ રાશિ : EIGHT OF SWORDS
તમારા વિચારો અને વાતોને સ્પષ્ટ રીતે ના બોલવાને કારણે કોઈ વ્યક્તિ તમને નહીં સમજી શકે. અન્ય લોકોનો પ્રભાવ તમારા જીવન પર કેમ છે તે વાતનું અવલોકન કરો.
કરિયર : તમારી કાબેલિયત અને કાર્ય પર ઘ્યાન રાખવું જરુરી છે.
લવ : પાર્ટનર હાલ તમારી વાતને નહીં સમજી શકે પરંતુ તમે તમારી વાતમાં જ ખોવાયેલા રહેશો.
હેલ્થ : અચાનક પેટની તકલીફ થઇ શકે છે.
લકી કલર : લાલ
લકી નંબર : 9
-----------------------
કન્યા રાશિ : FOUR OF WANDS
જીવનમાં સકારાત્મક પરિસ્થિતિ બની રહી છે પરંતુ ભૂતકાળની અમુક અસર તમારા મનમાં રહેશે. જે કઇ પણ નિર્ણય લેવા માંગતા હોય તે નિર્ણય લેતા સમયે સમજી વિચારીને આગળ વધો.
કરિયર : કાર્યસ્થળ મળવાથી સ્થિરતાના કારણે કાર્ય તરફ ઉકેલ આવવા લાગશે.
લવ : પૂર્વ પ્રેમી અથવા પ્રેમિકા પરિચયમાં આવી શકે છે.
હેલ્થ : પેટ સંબંધિત ઇન્ફેક્શન થવાની શક્યતા છે. ખાવા-પીવામાં ધ્યાન રાખો.
લકી કલર : ગુલાબી
લકી નંબર : 2
-----------------------
તુલા : FIVE OF WANDS
તમે જે પ્રકારના વિચારો રાખો છો, તે જ રીતે તમે જીવનમાં પરિવર્તન જોઈ શકશો, આજે તમને તેનો અહેસાસ થશે. મનમાં ઉભી થતી નકારાત્મકતા સાથે લડશો નહીં.
કરિયર : તમારા દ્વારા બોલવામાં આવેલા શબ્દોને કારણે તમારા સહકર્મીઓ સાથે વિવાદ થઇ શકે છે.
લવ : લવલાઈફ સારી રહેશે. પરંતુ જે પ્રકારથી તમે સકારાત્મકતા જોવા માંગો છો તેમાં સમય લાગી શકે છે.
હેલ્થ : વજનમાં ઘટાડો-વધારો તમારા ચિંતાનું કારણ બની શકે છે.
લકી કલર : ઓરેન્જ
લકી નંબર : 3
-----------------------
વૃશ્ચિક રાશિ : EIGHT OF WANDS
તમે મોટાભાગે આજના સમયનો ઉપયોગ તમારા વિચારોને ઉકેલવા માટે કરશો. તમે તમારી પોતાની માનસિક અને આધ્યાત્મિક પ્રગતિ માટે પણ પ્રયત્નો વધારી શકો છો. જેના કારણે જીવન સાથે જોડાયેલો વિવાદ જે અત્યાર સુધી તમારો હતો તે ઘણી હદે દૂર થતો જોવા મળી રહ્યો છે.
કરિયર : કરિયર સંબંધિત મોટા લક્ષ્યોને પુરી કરવાની કોશિશ કરશો.
લવ : પાર્ટનર સાથે વિતાવેલા સમયથી આનંદ થશે.
હેલ્થ : જૂની બીમારી ઠીક થતા સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા ઓછી થશે.
લકી કલર : પીળો
લકી નંબર : 4
-----------------------
ધન રાશિ : NINE OF WANDS
તમારા મનમાં રહેલ ડરને તમારી વાસ્તવિકતા માન્યા વિના વર્તમાન પરિસ્થિતિમાંથી તમારે પૂરી તાકાતથી લડવું જરૂરી છે. જીવનમાં તમે જે પ્રકારનો તણાવ અનુભવો છો, તમારે ધ્યાન રાખવું પડશે કે એ તણાવને કારણે તમારા વ્યક્તિત્વમાં કડવાશ ન આવે.
કરિયર : તમારા કામ અને કાર્ય પ્રગતીની તુલના અન્ય લોકો સાથે કરવાથી મનમાં નકારાત્મકતા આવશે.
લવ : પાર્ટનરની દરેક વાત પર શક કરવાથી તમારા પર સમસ્યાનું નિર્માણ કરશે.
હેલ્થ : માથાનો દુખાવો થઇ શકે છે.
લકી કલર : સફેદ
લકી નંબર : 5
----------------------
મકર રાશિ : THE HERMIT
દિવસની શરૂઆતમાં જ તમારામાં ઉર્જાની કમી રહેશે. આજના દિવસે આરામ કરો. આરામ નહીં કરો તો મોટી જવાબદારી નહીં અનુભવી શકો.
કરિયર : કામને લઈને જે મુશ્કેલી આવી રહી છે તે વિશે જાણવાની કોશિશ કરો.
લવ : રિલેશનશિપ અને પાર્ટનરની અપેક્ષાઓને લઈનેથોડો બદલાવ લાવવાની કોશિશ કરો.
હેલ્થ : ગળામાં દુખાવો થઇ શકે છે.
લકી કલર :ગ્રે
લકી નંબર : 3
-----------------------
કુંભ રાશિ : WHEEL OF FORTUNE
પરિસ્થિતિ નકારાત્મક નથી પરંતુ જેટલી સકારાત્મકતા તમે મહેસુસ કરી રહ્યા છો તેટલી સકારાત્મકતા નથી તે વાતનું ખાસ ધ્યાન રાખો. આજના દિવસે કોઈપણ પ્રકારનું જોખમ બિલકુલ ના લો.
કરિયર : કામ અને કામ સંબંધિત જે ટ્રેનિંગ તમે પુરી કરવા માંગો છો તો વાત પર ધ્યાન આપવું જરૂરી છે.
લવ : પાર્ટનર તમારી ઘણી જવાબદારી ઉઠાવવાની કોશિશ કરશે પરંતુ સંયમની પરીક્ષા ના લો.
હેલ્થ : શરીરમાં લોહીની ઉણપ આવી શકે છે.
લકી કલર : પર્પલ
લકી નંબર : 8
-----------------------
મીન રાશિ : SEVEN OF CUPS
એકથી વધુ અવસર પ્રાપ્ત થવાના કારણે તમને દુવિધા થઇ શકે છે. જે નિર્ણય તમને આ સમયે સારો લાગતો હોય તે વિશે વિચાર કરો.
કરિયર : તમને વિદેશ સંબંધિત કામ જલ્દી મળશે. જેના કારણે તમારી પોતાની કારકિર્દી પ્રત્યે તમારી સકારાત્મકતા વધવા લાગશે.
લવ : પાર્ટનર અને રિલેશનશિપમાં જે અસમંજસ છે તે આવનારા દિવસોમાં દૂર થશે.
હેલ્થ : ઇમ્યુનીટી પર ધ્યાન રાખો. વાતાવરણની અસર સ્વાસ્થ્ય પર જોવા મળશે.
લકી કલર : ઓરેન્જ
લકી નંબર : 8