ટેરો રાશિફળ:રવિવારે તુલા જાતકોને તેમની સમસ્યાનું સમધાન મળી શકશે, આર્થિક દૃષ્ટિએ સ્થિરતા આવવાથી ભાર હળવો થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 13 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- SIX OF WANDS

તમારા કે તમારા પરિવારના સોશિયલ સર્કલનો ફાયદો આજે થશે. સરકારી કામમાં કોઇની મદદ મળવાથી કામ આગળ વધી શકે છે. તમારી પ્રગતિથી તમારી આસપાસના થોડાં લોકોમાં ઇર્ષ્યાની ભાવના જન્મી શકે છે.

કરિયરઃ- નેતૃત્વ ગુણ દર્શાવવાની આવડત પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- અહંકારના કારણે રિલેશનશિપ ખરાબ થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- કમર અને પગનો દુખાવો થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 2

-------------------------

વૃષભઃ- TWO OF SWORDS

ભવિષ્ય સાથે જોડાયેલાં નિર્ણય લેવામાં તમે હાલ સક્ષમ નથી. કોઇ વિષય અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરો. લોકોની વાત ઉપર અથવા આશ્વાસન ઉપર સંપૂર્ણ રીતે નિર્ભર રહેશો નહીં. અંગત સંબંધોને સંભાળવા મુશ્કેલ રહેશે.

કરિયરઃ- ઉચ્ચ પદના અધિકારી પોતાના પાવર, અધિકારનો યોગ્ય ઉપયોગ કરી શકશે નહીં.

લવઃ- પરિવાર અને પ્રેમની વચ્ચે પસંદગી કરવી મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- ANXIETYના કારણે સ્વાસ્થ્ય ઉપર અસર થઇ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

-------------------------

મિથુનઃ- THE HERMIT

તમારા કામ અને રોજિંદાના જીવનથી દૂર રહીને પોતાના ઉપર કામ કરવાની જરૂરિયાત છે. એક-બે દિવસનો બ્રેક પણ તમને રિલેક્સ કરી શકે છે. જેટલો સમય તમે એકલતામા વિતાવશો તેટલી જ પોઝિટિવ ઊર્જા તમને પ્રાપ્ત થઇ શકે છે.

કરિયરઃ- ટ્રેનિંગ અથવા શિક્ષણ સાથે જોડાયેલાં લોકો પોતાના વિષયોમાં નામ કમાઇ શકે છે.

લવઃ- પાર્ટનર સાથે આવેલાં અંતરને દૂર કરવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ- વડીલ વ્યક્તિ ખાનપાન ઉપર વિશેષ ધ્યાન આપે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

-------------------------

કર્કઃ- THE LOVERS

જીવન સાથે જોડાયેલાં દરેક વિષયમાં કોઇને કોઇ પ્રગતિનો પ્રયત્ન શરૂ રહેશે. તમારી યોજના યોગ્ય દિશામાં જવા માટે પ્રયત્ન કરતાં રહો. આર્થિક સફળતા અને કામના નવા અવસરથી સમાધાન થશે.

કરિયરઃ- પાર્ટનરશિપમાં નવા કામની શરૂઆત તમારો જન પરિચય વધારી શકે છે.

લવઃ- કુંવારા લોકો તેમને યોગ્ય વ્યક્તિને પસંદ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્ત્રીઓને પેટ સાથે જોડાયેલી સમસ્યા ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 4

-------------------------

સિંહઃ- TWO OF WANDS

પરિવાર પાસેથી મળેલી આર્થિક મદદ અને પ્રોપર્ટીનો યોગ્ય ઉપયોગ કરો. તમારા કામને વધારે વિસ્તારિત કરવાની યોજનાનો સંપૂર્ણ અભ્યાસ કરો. મોટા ફાયદા માટે નાના નુકસાનને નજરઅંદાજ કરશો નહીં.

કરિયરઃ- વેપારી વર્ગ પોતાના કામનો વિસ્તાર કરવામાં સફળ રહેશે.

લવઃ- સ્ટેબલ રિલેશનશિપ હોવા છતાં પણ તમે કોઇ અન્ય તરફ આકર્ષિત થઇ શકો છો.

સ્વાસ્થ્યઃ- ચામડી સાથે જોડાયેલી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 8

-------------------------

કન્યાઃ- THREEOF WANDS

જીવનમાં મળી રહેલાં અનુભવ તમારી ઊર્જા અને વિચારોની એકલયતા દર્શાવે છે. જો તમે તમારી એનર્જી બદલવાની કોશિશ કરશો તો વિચારોમાં પણ ફેરફાર જોવા મળશે અતવા વિચારો સાથે આસપાસની ઊર્જા બદલાઇ શકે છે.

કરિયરઃ- વિદેશમાં કામ કરવાનો અવસર મળ્યાં બાદ પણ તેનો ફાયદો થશે નહીં.

લવઃ- કામના કારણે પરિવારથી દૂર રહેવું પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- ફ્રેક્ચરને ઠીક થવામાં સમય લાગી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

-------------------------

તુલાઃ- KNIGHT OF WANDS

ઉંમરમાં તમારાથી નાના લોકો પણ જાણ્યા-અજાણ્યામાં તમારી સમસ્યાનું સમાધાન આપી શકે છે. આર્થિક સ્થિરતાથી ભાર હળવો થઇ શકે છે. વધારે ખર્ચ ઘટાડવાનો પ્રયાસ સફળ રહેશે.

કરિયરઃ- તમારા વક્તૃત્વ કૌશલ્યથી ન થવાની ડીલ પણ તમારા પક્ષમાં થઇ શકે છે.

લવઃ- રિલેશનશિપને આગળ વધારવાનો પ્રયાસ સફળ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે ધ્યાન રાખો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

-------------------------

વૃશ્ચિકઃ- EIGHT OF SWORDS

ઘણાં દિવસોથી મળી રહેલી અસફળતા તમારી નિર્ણય ક્ષમતાને હાનિ પહોંચાડી શકે છે. ભાવનાત્મક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમારે થેરાપીની જરૂરિયાત રહેશે. માતા-પિતા પાસેથી સાંભળેલી નકારાત્મક વાતોની અસર તમારી વિચાર શક્તિ ઉપર પણ થઇ છે જે તમને કોઇપણ વાત ઉપર વિશ્વાસ મેળવવા માટે જરૂરિયાત કરતાં વધારે સમય લગાવી છે અને તમારા નજીકના લોકોથી તમને દૂર રાખશે.

કરિયરઃ- કરિયરમાં ફેરફાર લાવવા માટે થોડો રિસ્ક લેવો પડશે.

લવઃ- પાર્ટનર અંગે તમારી શંકા સાચી સાબિત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- કરોડરજ્જુની તકલીફમાં રાહત મળશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 1

-------------------------

ધનઃ- EIGHT OF PENTACLES

આર્થિક સ્વરૂપમાં તમને સંપૂર્ણ પ્રકારે આત્મનિર્ભર રહેવું પડશે. પરિવારથી આર્થિક મદદની અપેક્ષા ન રાખો. ભાઇ સાથે વાદ-વિવાદને કોઇ નવો વળાંક લઇ શકે છે. પરિવારની ચિંતા તમારી પ્રગતિમાં વિઘ્ન લાવી શકે છે.

કરિયરઃ- સ્પર્ધા પરીક્ષા માટે self-study યોગ્ય રહેશે.

લવઃ- કામના કારણે લવ લાઇફમાં રસ ઓછો રહેશે.

સ્વાસ્થ્યઃ- યોગ અને સ્ટ્રેચિંગથી શરીરના સોજામાં રાહત મળશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 3

-------------------------

મકરઃ- TWO OF PENTACLES

મોટા પાયે આપેલું ઉધાર વસૂલ કરવામાં સમય લાગી શકે છે. ક્લાઇન્ટ દ્વારા મળેલાં આશ્વાસન પૂર્ણ ન થવાના કારણે ચિંતા અને ચીડિયાપણું થઇ શકે છે. લીગલ એક્શન લેતાં પહેલાં વિચારીને પગલાં ભરવાં.

કરિયરઃ- લોન ડિપાર્ટમેન્ટને લગતાં વ્યક્તિ ઉપર કામનો સ્ટ્રેસ વધી શકે છે.

લવઃ- નાના વિવાદને ખેંચવાના કારણે રિલેશનશિપ તૂટી શકે છે.

સ્વાસ્થ્યઃ- યોગ્ય ડોક્ટરની સલાહ ન માનવાના કારણે સ્વાસ્થ્યની ચિંતા વધશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1

-------------------------

કુંભઃ- THREE OF PENTACLES

ક્રિએટિવ ફિલ્ડ સાથે જોડાયેલાં કામને આગળ વધારવાનો પ્રયાસ કરી શકો છો. ઓછામાં ઓછા પ્રયત્નથી વધારે લોકો સુધી પહોંચવાનો માર્ગ પ્રાપ્ત થશે. તમારા મિત્રની મદદથી તમે કામને નવું સ્વરૂપ આપી શકો છો.

કરિયરઃ- આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ અભ્યાસમાં રસ લેશે.

લવઃ- તમારા રિલેશનશિપને પરિવારથી માન્યતા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- હોમ્યોપેથીથી એલર્જી ઠીક થશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6

-------------------------

મીનઃ- STRENGTH

પરિસ્થિતિ સામે લડવાની શક્તિ તમારામાં બાળપણથી છે. સાહસનો પ્રયોગ સંકટના સમયે કરવો અને તમારા સાહસીવૃત્તી સાથે પડકાર ઊભો કરવો આ બંને વાતોને ભેદ સમજો.

કરિયરઃ- ગાર્ડનિંગ અને ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં લોકો વિવાદમાં ફસાઇ શકે છે.

લવઃ- સારા રિલેશનશિપ માટે સ્વભાવમાં ફેરફાર લાવો.

સ્વાસ્થ્યઃ- શરીર શુદ્ધિ માટે ડિટોક્સ ડાયટનો ફાયદો થશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8