ટેરો રાશિફળ:શુક્રવારે TEN OF PENTACLES કાર્ડ પ્રમાણે કન્યા રાશિના જાતકોના વ્યક્તિગત જીવન સાથે કાર્ય ક્ષેત્રે પ્રગતિ જોવા મળશે, મોટું રિસ્ક લેવાથી બચવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

13 ઓગસ્ટ, શુક્રવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- QUEEN OF PENTACLES

પૈસા સંબંધિત કામ કરતી વખતે આજે તમને એન્ઝાયટી જેવી તકલીફ થઈ શકે છે. અપેક્ષાથી વધારે ખર્ચ હોવાને કારણે થોડી ચિંતા વધી શકે છે, પરંતુ રૂપિયા કમાવાના અન્ય રસ્તાઓ તમારા માટે ખૂલી રહ્યા છે. હાલ તમારા પર જે જવાબદારી છે તેની પર વધારે ધ્યાન આપો.

કરિયરઃ- તમારા કામમાં ફેરફાર કરવાથી તમારા જીવનમાં પણ ચેન્જ આવશે. સમજી વિચારીને કામ કરવું.

લવઃ- તમારી જરૂર પ્રમાણે વ્યવહાર રાખવાને લીધે પાર્ટનર તમારાથી નાખુશ રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વધતી ગરમીથી તકલીફ થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

-------------------------

વૃષભઃ- JUDGEMENT

તમારી મહેનતનું ફળ આજે મળશે. જે લોકો પરિવારથી દૂર છે તેમનો ભેટો પરિવાર સાથે થઈ શકે છે. મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિ અને આનંદ મળશે.

કરિયરઃ- બાળકોની પ્રગતિ જોઇને માતા-પિતા ખુશ થશે.

લવઃ- નવપરિણીત લોકોના રિલેશનમાં ઉતાર-ચઢાવ આવશે.

સ્વાસ્થ્યઃ- માથું ભારે લાગશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ-1

-------------------------

મિથુનઃ-THE CHARIOT

જો તમે કોઈ પ્રવાસનું પ્લાનિંગ કરતા હો તો આ યાત્રા સફળ રહેશે અને મહત્ત્વપૂર્ણ લોકોને મળશો. વિદ્યાર્થીઓને તેમની ઈચ્છા પ્રમાણે યશ મળશે. અમુક લોકોથી નાખુશ હોવા છતાં તમે રિલેશન જાળવી રાખશો.

કરિયરઃ- કામને કારણે વિદેશયાત્રા થઈ શકે છે. નોકરી ઇચ્છતા લોકોને સારી તક મળશે.

લવઃ- પાર્ટનરે એકબીજા પ્રત્યે મનમાં વધી રહેલા ગુસ્સાને ઓછો કરવા પ્રયત્ન કરવા.

સ્વાસ્થ્યઃ- જે પદાર્થોને લીધે વજનમાં ફેરફાર લાગે તેવી વસ્તુઓથી દૂર રહો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ-9

-------------------------

કર્કઃ- STRENGTH

કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. મનમાં ભલે ગમે તેટલો ડર હોય પણ તેને અન્ય વ્યક્તિ સામે ઉજાગર ન કરો. ખાસ વ્યક્તિ તમારું મનોબળ વધારશે.

કરિયરઃ- કાર્ય સંબંધિત મહત્ત્વપૂર્ણ અને મુશ્કેલ કામ તમે પાર પાડશો.

લવઃ- જે વ્યક્તિ પ્રત્યે તમે આકર્ષણ ધરાવો છો તે વ્યક્તિ સામેથી તમારી સાથે વાતચીત કરશે.

સ્વાસ્થ્યઃ- શરીર ભારે લાગી શકે છે.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ- 3

-------------------------

સિંહઃ- FIVE OF PENTACLES

ખર્ચો અચાનક વધવાથી તમને ચિંતા થઈ શકે છે. મદદની અપેક્ષા હશે તેવા વ્યક્તિ પાસેથી મદદ નહીં મળે. ઉધારની ચિંતા રહેશે.

કરિયરઃ- ધાતુથી જોડાયેલા વેપારમાં ઉતાર-ચઢાવ રહેશે. તેથી કોઈ મોટું રિસ્ક લેવાથી બચો.

લવઃ- મુશ્કેલ સમયમાં પાર્ટનરની ટિપ્પણીઓથી તમે ઉદાસ રહેશો.

સ્વાસ્થ્યઃ- પગનો દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

-------------------------

કન્યાઃ- TEN OF PENTACLES

વ્યક્તિગત જીવન સાથે કાર્ય ક્ષેત્રે પ્રગતિ જોવા મળશે. આત્મવિશ્વાસ વધશે. વડીલો સાથે સંવાદ કરી તેમની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરો. આજે કોઈ મોટું રિસ્ક લેવાથી બચવું.

કરિયરઃ-IT અને ટેક્નિકલ ક્ષેત્રથી જોડાયેલા લોકો માટે આજે દિવસ અપેક્ષા પ્રમાણે ફળ આપશે.

લવઃ- પતિ પત્ની પરસ્પર સમજીને વિવાદ દૂર કરવાના પ્રયાસ કરશે.

સ્વાસ્થ્યઃ- વધારે ચિંતાને કારણે બીપી સંબંધિત તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7

-------------------------

તુલાઃ- PAGE OF PENTACLES

પરિવારમાં યુવાન વ્યક્તિના વર્તનને કારણે તમે બેચેની અનુભવી શકો છો. તેમની સાથે તમારા સંબંધો કેટલીક બાબતોમાં વણસેલા રહેશે. તેને તમારી મદદની જરૂર પડી શકે છે. પરંતુ તે તેના વિશે ખુલીને વાત કરી શકશે નહીં. તેથી તેમની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો અને તેમની સાથે વાતચીત પણ સુધારવાની પણ જરૂર રહેશે.

કરિયરઃ- વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ સાથે ઇન્ટર્નશિપ પણ મેળવી શકે છે, જેના કારણે થોડો આર્થિક લાભ મળવાની સંભાવના છે.

લવ: - પ્રેમ સંબંધોને કારણે તમારું ધ્યાન બિલકુલ ભટકવા ન દો.

સ્વાસ્થ્યઃ- ત્વચા સંબંધિત એલર્જીની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1
-------------------------
વૃશ્ચિકઃ- THE SUN

જે બાબતોથી તમે હેરાન થતા હતા તે બાબતો ઉકેલાવા લાગશે. તમારો ખોવાયેલો વિશ્વાસ ફરી અનુભવાશે કારણ કે, તમને તમારી મુશ્કેલીઓ દૂર કરવાનો માર્ગ મળ્યો છે. તમે જેટલો ઉત્સાહથી આયોજન કરો છો તેટલો જ ઉત્સાહ યોજનાને અમલમાં મૂકવામાં નથી. આને કારણે પણ તમને અપેક્ષા મુજબ પ્રગતિ નથી મળી રહી. તમારી ઇચ્છાશક્તિ અને શિસ્ત વધારવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- કાર્યને લગતા લક્ષ્યને રાખતી વખતે વ્યક્તિએ વાસ્તવિક પરિસ્થિતિનો પણ ખ્યાલ રાખવો પડે છે.

લવ:- પાર્ટનરને કારણે તમને ખુશ અને ઉત્સાહિત અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- શુગર સંબંધિત રોગને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરવો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 4
-------------------------
ધનઃ- PAGE OF WANDS

તમારા સ્વભાવ અને મૂડમાં વારંવાર ઉતાર -ચઢાવ આવવાને કારણે લોકો તમારી નજીક આવવાનું પસંદ કરતા નથી. તમારે લોકો સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરવો પડશે. નહિંતર, નજીકના લોકો પણ ખરાબ વર્તનને કારણે તમારાથી દૂર જઈ શકે છે. તમારી પોતાની વસ્તુઓને મહત્ત્વ આપતી વખતે તમારે તે વસ્તુઓ સંબંધિત લોકો વિશે પણ થોડું વિચારવું પડશે.

કરિયરઃ- સરકારી નોકરી મેળવવા માગતા લોકોએ વધુ મહેનત કરવી પડશે. તમારા જીવનમાં આવતી લાલચને કારણે તમે અભ્યાસ પરથી ધ્યાન ગુમાવી શકો છો.

લવ:- સંબંધને લગતી દરેક બાબતો પર કાબૂ રાખવાનો પ્રયાસ કરવાથી સંબંધમાં તણાવ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- યુરિન ઇન્ફેક્શન તકલીફ આપશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3
-------------------------
મકરઃ- THE DEVIL

અત્યારે તમારી પરિસ્થિતિ મુશ્કેલ નથી, પરંતુ કામમાં ધીમી પ્રગતિને કારણે તમને એવું મહેસૂસ થઈ શકે છે. તમારી જીવનશૈલીનું સ્તર વધારવા માટે તમારે વધારે પ્રયત્ન કરવા પડશે જેના માટે માત્ર પૈસા સંબંધિત વાતો પર જ તમારું ધ્યાન રહેશે. પરિવારના લોકોની કેટલીક જરૂરી વાતોને દૂર્લક્ષિત કરવાના કારણે એકબીજાની સાથેનો સંવાદ આજે ઓછો થઈ શકે છે.

કરિયરઃ- સ્ટોક માર્કેટ અને રિયલ એસ્ટેટ સાથે સંબંધિત લોકોને ફાયદો થશે.

લવઃ- રિલેશનશિપ સંબંધિત વાતો ઈચ્છા અનુસાર ન થવાને કારણે રિલેશનશિપનો ભાર મહેસૂસ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં ડિહાઈડ્રેશન તકલીફનું કારણ બનશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6
-------------------------
કુંભઃ- EIGHT OF PENTACLES

આજે તમારે તમારી ઈચ્છા વિરુદ્ધ નિર્ણય લેવા પડી શકે છે, આ નિર્ણય મુશ્કેલ છે પરંતુ જરૂરી પણ છે. એ વાતનો અહેસાસ થવાને કારણે તમે તમારી મનોસ્થિતિ કમજોર નહીં પડે પરંતુ મુશ્કેલ પરિસ્થિતિની તરફ વધુ સકારાત્મક બનીને સામનો કરશો.

કરિયરઃ- પૈસાના કારણે અટવાયેલા કામ શરૂ થશે પરંતુ અપેક્ષા અનુસાર આર્થિક મદદ અત્યારે પ્રાપ્ત નહીં થાય.

લવઃ- રિલેશનશિપ સંબંધિત કોઈપણ પ્રકારનો મોટો નિર્ણય લેતા પહેલા પાર્ટનરને સારી રીતે સમજવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્યઃ- પેટમાં દુખાવો અને ગેસ સંબંધિત તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5
-------------------------
મીનઃ- DEATH

જે જૂની વાતોના કારણે તમને વધારે તકલીફ થઈ રહી હતી, તેને જીવનમાંથી દૂર કરવાનો પ્રયાસ તમારો સફળ રહેશે. કેટલાક લોકોની સાથેના સંબંધોનો અંત આવી શકે છે, પરંતુ તે તમારી સારા માટે જ છે એટલા માટે વધારે ઉદાસ ન થવું અને જીવનમાં જે સકારાત્મક ઘટાનાઓ ઘટી રહી છે તેના પ્રત્યે ધ્યાન રાખવું.

કરિયરઃ- આજે કરવામાં આવેલા વ્યવહાર તમારી અપેક્ષા અનુસાર નહીં થાય. મોટા કામને આજે ટાળવું યોગ્ય રહેશે.

લવઃ- પાર્ટનરની ચિંતા આજે તમને વધારે રહેશે પરંતુ તેમની વાતોને સંભાળવા માટે તે સક્ષમ છે એ વાતને ધ્યાનમાં રાખો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં આવી રહેલા અસુંતલનના કારણે શરીરમાં સોજો મહેસૂસ થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8