ટેરો રાશિફળ:મંગળવારે KING OF CUPS કાર્ડ પ્રમાણે મેષ જાતકોએ તેમની ભાવનાઓ ઉપર કાબૂ રાખવો

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

12 ઓક્ટોબર, મંગળવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- KING OF CUPS

તમારી ભાવનાઓને કાબૂમાં રાખીને વિચાર કરવાની જરૂરિયાત રહેશે. માત્ર તમારી અંદર આત્મવિશ્વાસ ઘટવાના કારણે અનેક લોકો પ્રત્યે શંકાની ભાવના અનુભવ થઈ શકે છે.

કરિયરઃ- કામના લોકો સાથે થયેલી ગેરસમજ ઘટવા લાગશે

લવઃ- તમારા અહંકારને મહત્ત્વ આપવાના કારણે પાર્ટનરની પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવી મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને પેટને લગતી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4

--------------------

વૃષભઃ- ACE OF PENTACLES

રૂપિયાની આવક દિવસની શરૂઆતમાં વધતી જોવા મળી શકે છે. મહત્ત્વપૂર્ણ નિર્ણય તમારા દ્વારા યોગ્ય રીતે લેવાના કારણે આર્થિક લાભ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે.

કરિયરઃ- નોકરી અને વેપાર બંનેમાં રૂપિયાની આવક વધતી જોવા મળી શકે છે.

લવઃ- પાર્ટનરની ભાવનાઓને મહત્ત્વ આપવાના કારણે એકબીજા સાથે સંબંધ મધુર બની રહેશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટીની સમસ્યા રહી શકે છે,

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 8

--------------------

મિથુનઃ- THE MOON

જે વ્યક્તિનો સાથ તમને હંમેશાં મળ્યો હતો, તે વ્યક્તિ સાથે મનમુટાવ થવાની શક્યતા છે. ભાવનાત્મક રીતે તમે વધારે સેન્સેટિવ અનુભવ કરશો. તમારી અંદર વધતી નિરાશા અને દુવિધાના કારણે નાના-નાના વિવાદ પણ જટિલ બની શકે છે.

કરિયરઃ- કળા ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને કામને લગતી સ્પર્ધાના કારણે પોતાને સાબિત કરવા પડી શકે છે.

લવઃ- પાર્ટનર્સની વચ્ચે ઉત્પન્ન થઈ રહેલાં ઝઘડા ત્રીજા વ્યક્તિના કારણે છે.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેનની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6

--------------------

કર્કઃ- PAGE OF SWORDS

તમારો ઉદેશ્ય યોગ્ય હોવા છતાંય યોગ્ય સાથ ન મળવાના કારણે કોઈ યોજનાને અમલમાં તમે લાવી શકશો નહીં. મનમાં ઉત્પન્ન થયેલાં વિવિધ વિચાર માનસિક સ્થિતિને ખરાબ કરી શકે છે.

કરિયરઃ- રૂપિયાને લગતો તણાવ અનુભવ થવાના કારણે કરિયરમાં ફેરફાર લાવવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે.

લવઃ- પાર્ટનર સાથે યોગ્ય સંવાદ ન થવાના કારણે કમિટમેન્ટને લગતી સમસ્યા તમને અનુભવ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતું કોઈ ઇન્ફેક્શન તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7

--------------------

સિંહઃ- SIX OF CUPS

અચાનક જૂના મિત્ર સાથે થયેલી મુલાકાત તમારા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ મુલાકાત દરમિયાન તમને નવી સંધી પ્રાપ્ત થઈ શકે છે અથવા જૂની કોઈ તકલીફ દૂર થવાની શક્યતા છે.

કરિયરઃ- કરિયરને લગતી વાતોમાં સ્થિરતા પ્રાપ્ત થવાના કારણે ઉચ્ચ શિક્ષણ અંગે તમારા દ્વારા વિચારવામાં આવી શકે છે.

લવઃ- અપેક્ષિત વ્યક્તિ દ્વારા લવ રિલેટેડ કે લગ્નને લગતું પ્રપોઝલ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- લો બીપીને લગતી સમસ્યા બની રહેશે

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

--------------------

કન્યાઃ- KNIGHT OF PENTACLES

તમારા દ્વારા શરૂ કરવામાં આવતા પ્રોજેક્ટને ટાળવો પડી શકે છે. લોકો દ્વારા તમારી ઉપર રાખવામાં આવેલ દબાણ તમને નિરાશ કરશે. સાથે જ લોકો પ્રત્યે મનમાં ગુસ્સો ઉત્પન્ન થવાના કારણે સંબંધમાં ફેરફાર પણ જોવા મળી શકે છે.

કરિયરઃ- યુવાઓને કરિયરને લગતી તક શરૂઆતમાં નિરાશા આપશે.

લવઃ- પાર્ટનર સાથે કોઈપણ વાતની ચર્ચા કરતી સમયે ભૂતકાળને લગતી વાતોનો ઉલ્લેખ ન કરો

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો અને થાક અનુભવ થશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

--------------------

તુલાઃ- KING OF SWORDS

તમારા મનમાં ઉત્પન્ન થઈ રહેલી કટુતા તમારા માટે બેકારના વિવાદ ઊભા કરી શકે છે. કામ ઉપર સંપૂર્ણ ધ્યાન રાખવું તમારી જરૂરિયાત રહેશે. જેટલો બની શકે તેટલો ઓછો સંવાદ જાળવી રાખવો.

કરિયરઃ- કામને લગતી વાતોની ડેડલાઈન ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે

લવઃ- પાર્ટનર દ્વારા તમને સતત માફ કરવામાં આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- થાઈરોઇડને લગતી સમસ્યાને ઉકેલવા માટે ડોક્ટરની સલાહ લો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

--------------------

વૃશ્ચિકઃ- TWO OF CUPS

તમારા દ્વારા નક્કી કરેલાં કામ સરળતાથી પૂર્ણ થઈ શકે છે. પરંતુ કામની શરૂઆત કરવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જે લોકો સાથે સંવાદ ઓછા થયા હતાં તે લોકો સાથે યોગ્ય થવા લાગશે.

કરિયરઃ- મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

લવઃ- પરિવારના લોકો દ્વારા લગ્નને લગતો યોગ્ય સંબંધ તમને પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વધતું ડિહાઇડ્રેશન થાક અને નબળાઈના કારણે રહેશે

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 1

--------------------

ધનઃ- EIGHT OF PENTACLES

તમે તમારા જ દ્વારા થયેલી ભૂલથી બોધપાઠ મેળવવાની કોશિશ કરી રહ્યા છો, પરંતુ અનુભવી વ્યક્તિના માર્ગદર્શન દ્વારા આ ભૂલો ટાળવી શક્ય રહેશે અને વાતોને પણ તમે સરળતાથી શીખી શકશો.

કરિયરઃ- જે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશિપની જરૂરિયાત છે તેમને તેમની મહેનત અને ફોકસ વધારવાની જરૂરિયાત છે.

લવઃ- પાર્ટનર દ્વારા સતત પ્રાપ્ત થઈ રહેલ લવ રિલેશનશિપને લગતા મનમાં કટુતા ઊભી કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

--------------------

મકરઃ- TEN OF PENTACLES

પરિવારના લોકો એકબીજા સાથે જોડાયેલાં રહેશે છતાંય જે જરૂરી વાતોની ચર્ચા કરવાની હોય તે હાલ થઈ શકશે નહીં. તમારી સમસ્યાઓને ઇગ્નોર કરવી તમને માનસિક રીતે બેચેન કરી શકે છે.

કરિયરઃ- પારિવારિક વેપાર સાથે જોડાયેલાં લોકોને આર્થિક ફાયદો પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- લગ્નજીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

--------------------

કુંભઃ- THE DEVIL

જે મુશ્કેલ કાર્યોને અંજામ સુધી પહોંચાડવા માટે તમે મહેનત કરી રહ્યા હતાં તેને ઉકેલવાનો યોગ્ય અને સરળ માર્ગ તમને મળી શકે છે. સમાજમાં તમારું માન-સન્માન વધારવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે.

કરિયરઃ- પ્રોપર્ટીને લગતી ડીલ ફાયદો આપી શકે છે.

લવઃ- લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ આવવાના કારણે પાર્ટનર્સ એકબીજાને સમજવાની કોશિશ કરશે.

સ્વાસ્થ્યઃ- આંખને લગતી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

--------------------

મીનઃ- DEATH

અનેક તકલીફનો અંત થતો જોવા મળી શકે છે. મોટાભાગની વાતો તમારા મન પ્રમાણે થવા લાગશે, છતાંય તણાવ અને ચિંતા રહેશે. તમારા જીવન ઉપર ફોકસ જાળવી રાખવા માટે એક જ વાતને સમજવાની કોસિશ કરવાની જરૂરિયાત છે.

કરિયરઃ- જો કામને લગતી ભૂલો થઈ છે તો તેનો સ્વીકાર કરો

લવઃ- પૂર્વ પ્રેમી સાથે થઈ રહેલી મુલાકાત કે ભૂતકાળ અંગે થયેલી ચર્ચા તમારા માટે દુઃખનું કારણ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વિટામિનની ખામી રહી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4