ટેરો રાશિફળ:5 OF PENTACLES કાર્ડ પ્રમાણે ગુરુવારે મીન જાતકો એકલતાનો અનુભવ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 12 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- The sun

જો કોઇ વાતને આગળ વધારવી હોય તો તે વાત સુધી પહોંચવાની તાકાત અને પોતાના ઉપર વિશ્વાસ જરૂરી છે. તમારા કામ અને લગ્ન ઉપર એટલો વિશ્વાસ રાખો કે, જેટલો કોઇ નાના બાળક તેની માતા ઉપર રાખે છે.

કરિયરઃ- કામ અંગે લીધેલો નિર્ણય હાલ મુશ્કેલ લાગશે, પરંતુ તે જ તમારા માટે શ્રેષ્ઠ રહેશે.

લવઃ- નવા લોકો સાથે મેલજોલ વધારો.

સ્વાસ્થ્યઃ- કોઇ શારીરિક તકલીફથી રાહત મળશે અને ઉત્સાહ પણ વધશે

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

---------------------------

વૃષભઃ- THE high priestess

માતાઓને બાળકો અંગે ખોટી ચિંતા પરેશાન કરશે. આજે એકલતાનો અનુભવ થશે. મનમાં જ તમે કોઇની કહેવી વાતો ઉપર વધારે વિચાર કરીને દુઃખી થઇ શકો છો. રાજકારણ સાથે જોડાયેલાં લોકો શાંત રહીને આસપાસના લોકોને જાણવાની કોશિશ કરે.

કરિયરઃ- નવા એગ્રીમેન્ટને ધ્યાનથી વાંચો

લવઃ- પાર્ટનરની ઇચ્છાની અદેખાઇ ન કરો

સ્વાસ્થ્યઃ- મનની ચંચળતા અસ્વસ્થ બનાવશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

---------------------------

મિથુનઃ- THE FOOL

તમારો મિત્ર પરિવાર તમારી સૌથી મોટી તાકાત છે. તમારા કોઇપણ નિર્ણયમાં મિત્રોનો સાથ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. જો તમે નવા વેપાર કે વિદેશમાં જવાનું વિચારી રહ્યા છો તો કોઇ મિત્ર દ્વારા તમને યોગ્ય માર્ગદર્શન મળી શકે છે.

કરિયરઃ- વિદેશમાં ઉચ્ચ શિક્ષણના અવસર પ્રાપ્ત થશે.

લવઃ- તમારા મિત્ર પરિવારમાંથી કોઇ મનમાં જ તમને ગમશે.

સ્વાસ્થ્યઃ- નાની-મોટી ઈજા બેદરકારીનું કારણ હોઇ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

---------------------------

કર્કઃ- JUDGEMENT

તમારા લક્ષ્યને મેળવવા માટે આકરી મહેનત કરવી પડશે અને મહેનત કરવા માટે શરીરને તંદુરસ્ત રાખવું ખૂબ જ જરૂરી છે. આજે તમને તમારા શરીરના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું પડશે.

કરિયરઃ- કામ માટે કોઇ અન્ય ઉપર નિર્ભર રહેશો નહીં.

લવઃ- કુંવારા લોકો માટે જલ્દી સારા સમાચાર મળશે.

સ્વાસ્થ્યઃ- જીવનશૈલીમાં ફેરફાર લાવવો જરૂરી છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

---------------------------

સિંહઃ- 3 OF PENTACLES

તમારી પોતાનું ઘર લેવાની ઇચ્છા જલ્દી પૂર્ણ થશે. ઘર બનાવવાની કોશિશ અને વિચાર બંને સરખા રહેશે. ઘર અને રૂપિયા સાથે જોડાયેલાં નિર્ણય તમે સરખી રીતે લઇ શકશો. આજે સમયનું પાલન યોગ્ય રીતે કરો.

કરિયરઃ- સોના-ચાંદીના વેપાસ સાથે જોડાયેલાં લોકો પોતાના કામને નવી રીતે જાહેર કરે.

લવઃ- લગ્ન સાથે જોડાયેલી વાતોમાં પ્રગતિ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરેલું નુસખાઓ અજમાવશો નહીં.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 3

---------------------------

કન્યાઃ- STRENGTH

ક્યારેક વ્યક્તિ લક્ષ્ય તરફ કામ નથી કરતાં અથવા પોતાન કામથી મન ભટકી શકે છે. આ તમારા અંગે ગેર જવાબદારી નથી દર્શાવતું પરંતુ તમને રોજના જીવનથી થોડું અલગ કામ કરવું જોઇએ.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી કોઇ ખાસ ટેક્નોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કરશો.

લવઃ- તમારા સ્વભામાં ફેરફાર કરવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને સજાગ રહો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

---------------------------

તુલાઃ- KNIGHT OF SWORDS

આજે દિવસ ખૂબ જ ગતિમાન રહેશે. છેલ્લાં અટવાયેલાં કામ તો થશે જ અને નવા કામને ગતિ પ્રાપ્ત થશે. કુંવારા લોકો પોતાના લગ્ન સંબંધિત નિર્ણય ઝડપથી લેશે. તમારી કામ અને નિર્ણય લેવાની ગતિ તમને કેન્દ્રિત બનાવી શકે છે.

કરિયરઃ- સ્પોર્ટ્સ સાથે જોડાયેલાં લોકો ભવિષ્યની યોજના ઉપર કામ શરૂ કરશે.

લવઃ- લગ્ન સાથે જોડાયેલો નિર્ણય અચાનક થશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને વાત સંબંધિત બીમારીને અદેખી કરશો નહીં.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 5

---------------------------

વૃશ્ચિકઃ- 5 OF WANDS

આજે તમારા મનની મરજી થોડી વધારે જ ચાલશે. કોઇપણ વિષયમાં પ્રાપ્ત થયેલું જ્ઞાન કામ આવશે. તમારો આત્મવિશ્વાસ કામ માટે જળાવેયેલો રહેશે. કામને આજે ગંભીરતાથી લેવું જરૂરી છે.

કરિયરઃ- તમે તમારા કામમાં ચોક્કસ રહેશો

લવઃ- તમારી મનમરજી પાર્ટનરની પરેશાની રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી જીવનશૈલી સુધારવાની કોશિશ કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

---------------------------

ધનઃ- THE MOON

જ્યાં સુધી તમને કામ અંગે તસલ્લી મળી જતી નથી અથવા જીવનના કોઇપણ વિષયમાં ગેરેન્ટી મળતી નથી તમે બેચેન થઇ જાવ છો. તમારો આ સ્વભાવ ભય પેદા કરી રહ્યો છે.

કરિયરઃ- નોકરી ન હોય તેવા લોકોને સારો અવસર પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્ની મળીને કામ અંગે કોઇ નિર્ણય લેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક તણાવ તમારા વજનનું કારણ છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 7

---------------------------

મકરઃ- 9 OF SWORDS

કામમાં ગતિ તમારા મન જેવી નથી. આ વાત આજે તમને પરેશાન કરશે. કોઇપણ પ્રકારના તણાવથી તમારી ઊંઘ ખરાબ થવા દેશો નહીં.

કરિયરઃ- કાર્યાલયની ચિંતા રહેશે.

લવઃ- પાર્ટનર સાથે નિરાશા રહેશે.

સ્વાસ્થ્યઃ- અનિદ્રા સ્વાસ્થ્ય ઉપર અસર કરશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

---------------------------

કુંભઃ- THE CHARIOT

તમારી ઇચ્છા તમારી જરૂરિયાત નથી. આ વાતને આજે સમજવી જરૂરી છે. જીવનના નિર્ણય થોડાં કર્તવ્ય સાથે જોડાયેલાં હોય છે અને તમારી ઇચ્છા આ વાતોમાં આજે તમને સંતુલન જાળવી રાખવું પડશે.

કરિયરઃ- તમારા લક્ષ્ય ઉપર કામ કરતાં રહો.

લવઃ- સંબંધો ઠીક કરવાની કોશિશ કરતાં રહો.

સ્વાસ્થ્યઃ- પેટ અને કમરની તકલીફ થશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

---------------------------

મીનઃ- 5 OF PENTACLES

આજે તમને એકલતા અને જીવનથી નિરાશાનો સામનો કરવો પડશે. જીવનમાં જ્યારે પણ મુશ્કેલી આવે છે, ત્યારે વ્યક્તિ ભૂલી જાય છે કે લગભગ તમારા જ કોઇ નિર્ણયનું આ પરિણામ હોઇ શકે છે.

કરિયરઃ- રૂપિયા સાથે જોડાયેલાં વેપારનું પરિણામ ખરાબ આવી શકે છે.

લવઃ- દરેક પ્રકારની સમસ્યામાં પાર્ટનરનો સાથ મળશે.

સ્વાસ્થ્યઃ- ચામડી સાથે જોડાયેલી બીમારી તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- ગ્રીન

શુભ અંકઃ- 9

આ પણ વાંચોઃ-

ધનતેરસની પૂજા અને ખરીદારી:સોના-ચાંદી અને તાંબા-પીત્તળના વાસણ ખરીદી શકાય છે, સાંજે યમદેવ માટે દીપદાન કરવું

ચાણક્ય નીતિ/ પુત્ર જે પિતાનો ભક્ત છે, પિતા તે જે પાલન-પોષણ કરે છે, મિત્ર તે જેના ઉપર વિશ્વાસ છે

તુલસીદાસની દોહાવલી/ વિદ્યા, વિનય, વિવેક, સાહસ, સારા કામ, સત્ય આ બધા ખરાબ સમયના સાથી હોય છે, તેમની મદદથી દરેક વિપત્તિઓ દૂર થઇ શકે છે

12 નવેમ્બરથી દિવાળી શરૂ/ દિવાળીએ લક્ષ્મીજી સાથે જ યમરાજ અને પિતૃ દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે

દીપોત્સવનો પહેલો દિવસ/ 12 નવેમ્બરે ધનતેરસ, આ દિવસે યમરાજને દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે

ગાયની પૂજા જ લક્ષ્મી પૂજા/ દિવાળી પહેલાં સુખ અને સમૃદ્ધિની કામના સાથે ગોવત્સ બારસનું વ્રત કરવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...