ટેરો રાશિફળ:ગુરુવારે THE SUN કાર્ડ મુજબ મકર રાશિના યુવા વર્ગને મોટી સફળતા મળશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ રાશિ : TWO OF SWORDS
આજના દિવસે તમે લીધેલા નિર્ણયને લઈને માનસિક તકલીફ થઇ શકે છે. તમારા મનમાં દુવિધાનો અનુભવ થયા છતાં તમે કોઈપણ એક નિર્ણય પર નક્કી કરીને તેના તરફ કામ કરવાનું શરૂ કરશો.
કરિયર : પર્સનલ લાઈફમાં આવતા ઉતાર-ચડાવને કારણે કામમાં મન નહીં રહે. ધૈર્ય અને વિશ્વાસ રાખીને કોઈપણ કામ કરશો.
લવ : રિલેશનશિપ સંબંધિત કોઈ વાત પર તમારું હાલમાં કોઈ નિયંત્રણ નથી તેથી ચિંતા ના કરો.
હેલ્થ : આંખ સંબંધિત થનારી તકલીફ ઓછી થશે.
લકી કલર : પીળો
લકી નંબર : 6
--------------------
વૃષભ રાશિ : TEN OF CUPS
પરિવારમાં સંતુલન અને શાંતિ ઈચ્છો છો, પરંતુ અન્ય લોકોના મનમાં જે વિચાર આવી રહ્યા છે અને જે તકલીફનો સામનો કરી રહ્યા છે તે વાત પર સમજવાની કોશિશ કરશો.
કરિયર : કામની જગ્યાએ વરિષ્ઠ અધિકારીઓ સાથે સંબંધ સુધરશે.
લવ : પતિ-પત્ની ભેગા મળીને પરિવારમાં સુખ અને શાંતિ રહે તે માટે પ્રયત્ન કરશે.
હેલ્થ :શરીરની ઇમ્યુનીટી વધશે.
લકી કલર : સ્કાય બ્લુ
લકી નંબર : 2
--------------------
મિથુન રાશિ : SEVEN OF WANDS
દરેક પ્રશ્નનો જવાબ તુરંત શોધવાની જીદ્દને કારણે તમને નુકસાન થઇ શકે છે. તમારી ઊર્જામાં પરિવર્તન લાવવા માટે તમારે જીવનમાં નવીનતા લાવવાનો પ્રયાસ કરવો પડશે.
કરિયર :કામની જગ્યાએ તમારી કોઈ નિજી વ્યક્તિ સાથે તુલના કરવામાં આવશે જેના કારણે તમારું ધ્યાન ભટકશે.
લવ : ભવિષ્યમાં અને પોતાના પ્રત્યે નકારાત્મક વિચારને કારણે વર્તમાન સંબંધિત પરિસ્થિતિમાં નેગેટિવિટી અસર થશે.
હેલ્થ : સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
લકી કલર : ગ્રે
લકી નંબર :9
--------------------
કર્ક રાશિ : SIX OF WANDS
આજના દિવસે તમારા સારા જીવન માટે પ્રયત્નો કરવામાં આવશે. તમે જે પ્રકારના જીવનની અપેક્ષા કરી રહ્યા છો તે જલ્દી જ પ્રાપ્ત થશે.
કરિયર : કામને કારણે લોકો સાથે મળવાનું થશે જેના કારણે નવી વાતો શીખવા મળશે.
લવ : રિલેશનશિપ લઈને જે પ્રશ્ન થઇ રહ્યા છે તેને દૂર કરવા માટે તમને માર્ગ મળશે.
હેલ્થ : ગળામાં દુખાવો થઇ શકે છે.
લકી કલર : લીલો
લકી નંબર : 1
--------------------
સિંહ રાશિ : SEVEN OF PENTACLES
તમે કરેલા પ્રયત્નોનું ફળ અચૂક મળશે. આગામી 2થી 3 દિવસ સુધી નવા કામની શરૂઆત ના કરો.
કરિયર : ક્લાયન્ટનું અટકેલું પેમેન્ટ મળશે.
લવ : જે લોકોને કારણે તમારા અને જીવનસાથી વચ્ચે વિવાદ થાય છે તે લોકો સાથે ક્યાં પ્રકારનું વર્તન કરવું તે સ્પષ્ટ થશે.
હેલ્થ : શરદીની તકલીફ થઇ શકે છે.
લકી કલર : ગુલાબી
લકી નંબર : 3
--------------------
કન્યા રાશિ : THREE OF CUPS
તમે જે પ્રગતિ કરી છે તેના કારણે લોકોના મનમાં તમારા પ્રત્યે ઈર્ષ્યા જોવા મળે છે. દરેક વ્યક્તિ સાથે અંગત બાબતોની સંપૂર્ણ ચર્ચા કરો. તમે જે સપના સાકાર કરવા માંગો છો તેના વિશે કોઈની સાથે ચર્ચા કરવાને કારણે તમે આત્મવિશ્વાસની કમી અનુભવશો.
કરિયર : કામને લઈને તણાવ રહેશે. પરંતુ કોઈ કામ અઘરું નહીં હોય પ્રયત્નો કરશો તો કામ પૂરું થશે.
લવ : રિલેશનશિપને લઈને મનમાં જે વિચારો હતા તે દૂર થશે.
હેલ્થ : શરીરમાં વિટામિન્સની ઉણપને દૂર કરવા માટે પ્રયત્નો શરૂ કરો.
લકી કલર : ઓરેન્જ
લકી નંબર : 4
--------------------
તુલા રાશિ : THE DEVIL
અત્યાર સુધી તમને જે વાતને લઈને નિરાશ થયા છો તે કામ ફરીથી શરૂ કરી શકો છો. આજના દિવસે તમને મનમાં લાલચ અને ભૌતિક સુવિધા વધતી જોવા મળશે. તમારા અહંકારને કારણે નિયમ અને સિદ્ધાંતોપર ધ્યાન આપવાની કોશિશ કરો
કરિયર : કામની જગ્યાએ કોઈ વ્યક્તિ સાથે મળીને મોટા પ્રોજેક્ટ પર કામ કરશો.
લવ :પાર્ટનરનો નિર્ણય બદલાઈ શકે છે.
હેલ્થ : યુરિન સંબંધિત તકલીફ થઇ શકે છે.
લકી કલર : લાલ
લકી નંબર : 5
--------------------
વૃશ્ચિક રાશિ : QUEEN OF WANDS
આજના દિવસે અસંભવ વાતો પણ સંભવ થશે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો અને તમારા વ્યક્તિત્વમાં આવી રહેલા બદલાવને કારણે અન્ય લોકો તમારાથી પ્રભાવિત થશે.
કરિયર : કામની જગ્યાએ આજના દિવસે તમે કોઈ કઠોર નિર્ણય લઇ શકો છો જેના કારણે નારાજગીનો સામનો કરવો પડશે.
લવ : રિલેશનશિપને લઈને કોઈ મોટા નિર્ણય લઇ શકો છો.
હેલ્થ : ગળા સંબંધિત કોઈ તકલીફ થઇ શકે છે.
લકી કલર : પર્પલ
લકી નંબર : 7
--------------------
ધન રાશિ : TEN OF WANDS
આજના દિવસે તમારી જીદ અને અહંકારને તમે કેમ મહત્વ આપો છો તે જાણવાની કોશિશ કરશો. જીવનમાં અનુભવાતી થોડી મુશ્કેલી તમારા વિશ્વાસને સંપૂર્ણ રીતે તોડી નાખે છે. તમારી માનસિક સ્થિતિને સુધારવાનો પ્રયાસ કરો, તમારા મન પ્રમાણે થઈ રહેલી બાબતો પર ધ્યાન આપો.
કરિયર : કામની જગ્યાએ પ્રાપ્ત થતી નવી જવાબદારી માટે તમે પુરી રીતે તૈયાર નહીં હોય.
લવ : દરેક વાત માટે પાર્ટનરને જવાબદાર ના ઠેરવો નહીં તો સંબંધમાં તિરસ આવી શકે છે.
હેલ્થ : ચિંતા અને ઊંઘની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે.
લકી કલર : લાલ
લકી નંબર : 8
--------------------
મકર રાશિ : THE SUN
જૂના પ્રશ્નનો ઉકેલ જોઈને તમે આનંદ અનુભવી શકો છો. તમે આ વાતથી સંપૂર્ણપણે વાકેફ હશો કે પરિવારના સભ્યોમાં શાંતિ રહે અને વાતાવરણ પણ આનંદમય રહે.
કરિયર :યુવા વર્ગની મોટી સફળતા મળવાની સંભાવના છે.
લવ :રિલેશનશિપ સાથે જોડાયેલી કોઈપણ બાબતને તમારી માનસિક સ્થિતિ પર જરાય અસર ન થવા દો.
હેલ્થ : બાળકોને અપચા જેવી તકલીફ થઇ શકે છે.
લકી કલર : ગુલાબી
લકી નંબર :6
--------------------
કુંભ રાશિ : JUDGEMENT
અનેક પ્રયત્નો બાદ આજે સફળતા મળશે. સરકારી કામ સંબંધિત અટકેલી વાત અચાનક આગળ વધશે. આજના દિવસે પરિવારના અન્ય લોકોની તકલીફ પણ ઓછી થશે.
કરિયર :કાર્યક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરતી વખતે કામને વિસ્તૃત કરવા માટે ધ્યાન આપવું પડશે.
લવ :પાર્ટનરના સહયોગની જરૂર છે, પરંતુ આ વાત તમે ખુલીને નહીં બોલી શકો.
હેલ્થ : એક જ જગ્યા પર વધુ સમય સુધી બેસવાથી ગરદનનો દુખાવો અને સાંધાનો દુખાવો થઇ શકે છે.
લકી કલર : સફેદ
લકી નંબર : 4
--------------------
મીન રાશિ : ACE OF CUPS
આજના દિવસે ભવિષ્યને લગતી કોઈપણ બાબત વિશે વિચારવું શક્ય નથી. વર્તમાન સાથે જોડાયેલા રહેતી વખતે તમારે ફક્ત વર્તમાન સાથે જોડાયેલી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી રહેશે.
કરિયર : આજના દિવસે કરિયર સંબંધિત પ્રાપ્ત થઇ રહેલા અવસરને કારણે આર્થિક રીતે મજબૂત થશો.
લવ :પાર્ટનર સાથે સમય પસાર કરવાથી રિલેશનશિપની જે ચિંતા હતી તે દૂર થશે.
હેલ્થ : શરીર પર થયેલી ઇજાને નજર અંદાજ ના કરો.
લકી કલર : પીળો
લકી નંબર : 5