તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:મંગળવારે મેષ જાતકો મોટું રિસ્ક લઈ સફળતા મેળવશે, મકર રાશિના લોકો કલ્પનાની ઉડાન ભરશે

10 મહિનો પહેલા
 • કૉપી લિંક

મંગળવાર, 12 મેના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- The Tower
આજનો દિવસ નવી ઊર્જા શક્તિ અને ઉત્સાહની સાથે શરૂ થશે. કોઈ મામલામાં તમે મોટું રિસ્ક લેવા માટે તૈયાર રહેશો. જો કે તમે કોઈની ઉપર આંખો મીચીને ભરોસો કરશો તો નુકસાન થઈ શકે. આજે બધા કામ આપમેળે જ પૂરાં થતાં જશે.

કરિયરઃ- કરિયરના મામલે આજે મોટા જોખમ ઊઠાવી શકો. જેનો તમને ફાયદો મળી શકે.
લવઃ- તમે પોતાની ભાવનાઓ વિશે અડગ છો. પોતાના પ્રિયતમની સાથે ખુલ્લી રીતે વાત કરીને સંબંધોને ફરી જીવિત કરો.
સ્વાસ્થ્યઃ- શારીરિક રીતે તમે સ્વસ્થ્ય રહેશો. માનસિક થાક રહી શકે.

----------------------

વૃષભઃ- Eight of Swords
આજે તમે પોતાને મોટિવેટ કરી શકો, પરંતુ તમે જેટલી મહેનત કરી રહ્યાં છો તેની સરખામણીમાં ઉત્પાદનમાં લાભ નહીં જણાય. કેટલાક મામલાઓમાં તમે નવી જવાબદારીઓ મળી શકે. જે ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે.

કરિયરઃ- તમે પોતાની જવાબદારીઓથી પાછળ નહીં હટો.
લવઃ- લવ લાઈફમાં તમે કંઈક નવું કરવા માંગશો પરંતુ શક્યતઃ તમે પોતાની જવાબદારીઓને લીધે પાછળ હટી જવું પડશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

----------------------

મિથુનઃ- Ten of Pentacles
લગાતાર ધ્યાન અને એકાગ્રતા ટકાવી રાખવાની સલાહ છે આજે. કેટલીક બાબતો પર સતત નજર રાખવી પડશે. તેને લીધે રોજિંદા કામને અસર થઈ શકે. તમે કોઈ વાતને લઈને લાંબા સમયથી તણાવમાં છો કે પરેશાન છો તો તેને લઈને લોકો સાથે આજે વાત કરશો.

કરિયરઃ- કરિયરની સ્થિતિમાં સુધારો જણાશે.
લવઃ- તમે પોતાના ભાવુક સ્વભાવના નવા પહેલૂને ઓળખી શકો. જો પ્રેમમાં હોવ તો પ્રેમ રજૂ કરવાનો સમય છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતા મુદ્દાઓથી તણાવ રહેશે.

----------------------

કર્કઃ- Seven of Wands
ઘર, પરિવાર અને હાલની સ્થિતિ પર ધ્યાન આપો. કામ અને પારિવારિક જીવન વચ્ચે સંઘર્ષ થશે. કંઈ પણ આયોજન પ્રમાણે થશે તેવી આશા ન રાખશો. આજે ઘણું તમારા ધાર્યાથી વિરુદ્ધ થઈ શકે. જો કોઈ આજે પોતાનો નિર્ણય લેવા માંગતા હોય તો તે ટાળી દો.

કરિયરઃ- આજે કરિયર કે જોબને લઈને તમને કોઈ સારી ખબર મળે. તમે પોતાને ભાગ્યશાળી સમજશો.
લવઃ- જીવનસાથી સાથે કોઈ મામલે તણાવ રહી શકે.
સ્વાસ્થ્યઃ- ભોજનનું ધ્યાન રાખો.

----------------------

સિંહઃ- Five of Cups
દિવસ હકારાત્મક અને આશાવાદી છે. તમે આખો દિવસ આસાનીથી ચાલતા મૂડમાં રહેશો. દિનચર્યા સારી રહે અને તમે નાણાકીય સ્થિતિઓમાં સુધારો કરવા પ્રયાસ કરશો. સામાજિક રીતે તમે સન્માન અને પ્રતિષ્ઠા મેળવી શકો.

કરિયરઃ- કાર્ય કે વ્યવસાયને લગતી યાત્રા સારી રીતે પૂરી થઈ શકે. તમને ભરપૂર લાભ મળી શકે.
લવઃ- પોતાના પ્રિયજન સાથે સમય વિતાવો. કોઈની અનદેખી થઈ શકે, જે તમારો મૂડ ખરાબ કરી શકે.
સ્વાસ્થ્યઃ- આજે રમત કે એક્સરસાઈઝના કામમાં સમય વિતાવો, સ્વાસ્થ્ય લાભ થશે.

----------------------

કન્યાઃ- The Fool
તમારે નકામી અને આત્મગ્લાનિની પ્રવૃત્તિથી બચવું જોઈએ. તમે પોતાના ઘર અને ઓફિસ માટે વસ્તુઓ ખરીદી શકો. જો યોગ્ય ઉપયોગ કરશો તો તમારી રચનાત્મક પ્રતિભા આકર્ષક સાબિત થશે. દિવસ તમારી માટે સારો સાબિત થશે. કેટલીક સારી તકો તમારી સામે આવી શકે.

કરિયરઃ- કરિયરમાં તમારી કોઈ ભૂલ થઈ શકે, જેનાથી તમારો આખો દિવસ અપરાધ-બોધ મહેસૂસ થશે. સંભાળીને રહેવું.
લવઃ- રોમાન્ટિક સંબંધ સ્થિર થશે. સાથી સાથે લોંગ ડ્રાઈવ પર જઈ શકો.
સ્વાસ્થ્યઃ- આજે આળસ અને અતિનિદ્રાથી બચવા પ્રયાસ કરો.

----------------------

તુલાઃ- The High Priestess
આ મહત્વાકાંક્ષા અને જવાબદારીઓનો સમય છે. પોતાને સ્થિર રાખવા અને તેજીથી કામ કરવાનો સમય છે, કારણ કે તમે લાંબા સમયથી ખૂબ જ મહેનત કરી રહ્યા છો. આજે તમારી માટે દરેક પ્રકારે ફેવરવાળો દિવસ છે. તમારી આસપાસના લોકો પણ તમારી સાથે આજે ઘણી આત્મિયતા અને સહજતાથી વર્તશે.

કરિયરઃ- આજે ટાર્ગેટ તરફ ઝડપથી આગળ વધવાનો દિવસ છે. સફળતા નજીક છે. સહકર્મિઓનો સાથ મળશે.
લવઃ- તમારા પાર્ટનર દરેક એ વસ્તુ પર શંકા કરી રહ્યા છે જે તમે કરો છો, દરેક પગલું જે તમે ભરો છો.
સ્વાસ્થ્યઃ- ખાટા ભોજનથી બચો. શાકભાજીનું સેવન કરો અને વોકિંગની ટેવ પાડો.

----------------------

વૃશ્ચિકઃ- Judgement
મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આજે સારો સમય નથી, જે તમારા જીવનની પરિસ્થિતિઓને અસર કરી શકે. બીજા તમારા વિચારો અને અધિકારોનો પડકાર આપી શકે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ કે અધિકારી તમારા વિચારોનો વિરોધ કરી શકે. જૂના સંપર્કોને ફરી જીવંત કરો.

કરિયરઃ- બોસ કે તેમની સમકક્ષની સાથે વિવાદ થઈ શકે. સાવધાન રહો.
લવઃ- કોઈ જૂના વ્યક્તિ સાથે મળવાથી તમે ખુશ થશો. કોઈ નવા સંબંધની શરૂઆત થાય.
સ્વાસ્થ્યઃ- અનહેલ્દી હેબિટ્સથી બચો. સ્વાસ્થ્ય પર ખરાબ અસર થશે.

----------------------

ધનઃ- Two of Cups
કેટલાક લક્ષ્ય નક્કી કરશો અને પછી તેને પૂરાં કરવા માટે પોતાનું તમામ મેનેજમેન્ટ અને એફિશિયન્સીની સાથે કામ કરશો. એક મજેદાર દિવસ રહેશે. કેટલીક વસ્તુઓ તમારી માટે પૂરી રીતે ફેવરેબલ રહી શકે. તેનો તમને લાભ મળશે.

કરિયરઃ- ઓફિસમાં માહોલ સારો રહેશે. તમારા કલિગ્ઝ અને અધિકારીઓનો સહયોગ મળશે.
લવઃ- જીવનસાથી સાથે સંબંધ સુધારશે. પોતાના માતા-પિતાની સાથે સમય વિતારો તેમની સાથે વાતો કરો.
સ્વાસ્થ્યઃ- માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. લાગણીઓને કંટ્રોલ કરો.

----------------------

મકરઃ- Two of Swords
તમને તમારા કામમાં પોતાની કલ્પનાનો ઉપયોગ કરવાની ક્ષમતાથી ઘણો સંતોષ મળશે. યાત્રાના યોગ છે. એક મિશન કે કામ આજે બીજાને કઠોર મહેનત જેવી લાગશે, પરંતુ તે તમારી માટે સુખદ પડકારપૂર્ણ રહી શકે.

કરિયરઃ- પોતાની મહેનતના બળે તમે કેટલીક એવી ઉપલબ્ધિઓ મળી શકે છે, જે બીજાની માટે માત્ર કલ્પના જ હોય.
લવઃ- સપ્તાહના અંતે યાત્રાની યોજના બનાવો અને પોતાના પરિવારને સરપ્રાઇઝ આપી શકો. લવલાઈફ સુખદ રહે.
સ્વાસ્થ્યઃ- શરીરમાં થાક અને સ્ટ્રેસ બંને વધુ રહેશે. તમારી ઊંઘની જરૂર છે.

----------------------

કુંભઃ- Four of Wands
આજનો દિવસ તણાવ અને દબાણ સાથે પસાર થશે. કોઈપણ સ્થિતિમાં તમે આ બંને મોર્ચે એકી સાથે કામ કરી શકો. તમારી માટે પોતાની ઈમેજ સુધારવાની જરૂર છે. કેટલાક મામલે દિવસ આજે તમારી ફેવરમાં છે. સિંગલ કે અવિવાહિત લોકો માટે દિવસ સારો સંકેત આપે છે.

કરિયરઃ- તમારી માટે બે સ્તરે તણાવ રહી શકે. એક પોતાના કામથી આગળ વધવા માટે અને બીજી કેટલીક બગડેલી વાતોને સુધારવાનો.
લવઃ- પ્રેમીની સાથે દિલચસ્પ વાત આજે તમને એક નવી દિશા તરફ લઈ જશે. જીવનસાથીની સાથે સારો સમય વિતશે.
સ્વાસ્થ્યઃ- શરીરમાં નબળાઈ લાગશે. પૌષ્ટિક આહાર લો અને એક્સરસાઈઝ કરો.

----------------------

મીનઃ- The Tower
આજે પારિવારિક જવાબદારીઓનો દિવસ છે. ઘરના વડીલો અને બાળકો વધુ ધ્યાન આપવાની માંગણી કરી રહ્યા છે. તમને થાક અને તણાવને લીધે કામ કરવાનું મન નહીં થાય. કોઈ મામલાને ટાળવાનો પ્રયાસ કરશો. જો શક્ય હોય તો જવાબદારીઓ એટલી ન લો, જેટલી તમે પૂરી ન કરી શકો.

કરિયરઃ- હવે તમે લાંબા સમયથી કઠોર મહેનત કરી રહ્યા છો, એટલા માટે જો શક્ય હોય તો થોડો આરામ કરો.
લવઃ- તમારે કોઈ ખાસ વ્યક્તિ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાની તક મળશે.
સ્વાસ્થ્યઃ- યોગ કરવા માટે સમય ફાળવવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો