તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મંગળવાર, 12 જાન્યુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- TEN OF CUPS
પરિવારના બધા વ્યક્તિઓમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે અને પરિવારના વ્યક્તિઓ સાથે જોડાયેલી ચિંતા ઓછી થવા લાગશે જેના કારણે તમે વ્યક્તિગત જીવન ઉપર ધ્યાન આપી શકશો.
કરિયરઃ- નવા કામની શરૂઆત કરવા માટે પરિવાર દ્વારા પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.
લવઃ- પાર્ટનર્સ મળીને ઘરની આર્થિક પરિસ્થિતિને સુધારવાની કોશિશ કરશે
સ્વાસ્થ્યઃ- કમરને લગતી તકલીફને દૂર કરવા માટે ખાનપાનમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 3
---------------------------
વૃષભઃ- KNIGHT OF PENTACLES
તમારા પિતાને તમારી મદદની જરૂરિયાત રહેશે. ભલે તે ખુલીને વાત ન કહી શકે અથવા મદદ માંગી ન શકે છતાંય તેમની પરિસ્થિતિને જાણવાની કોશિશ તમારે કરવી પડશે. રૂપિયાનું યોગ્ય રોકાણ કરી શકાય છે.
કરિયરઃ- કામમાં પ્રમોશન મળવામાં સમય લાગી શકે છે.
લવઃ- તમારા દ્વારા રાખવામાં આવેલ લગ્નના પ્રસ્તાવને સ્વીકાર કરવામા મોડું લાગી શકે છે.
સ્વાસ્થ્યઃ- છાતિ અને ગળાને લગતી તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 1
---------------------------
મિથુનઃ- EIGHT OF PENTACLES
એકાગ્રતા અને મહેનત દ્વારા કોઇ કઠોર પ્રશ્નનો જવાબ તમે શોધી શકશો. જેના કારણે તમારી પરિસ્થિતિમાં સુધાર જોવા મળશે અને મનની શાંતિ અનુભવ થવાના કારણે જીવન સાથે જોડાયેલી મુશ્કેલીઓ દૂર થશે.
કરિયરઃ- ધાતુને લગતાં વેપારમાં પ્રગતિ પ્રાપ્ત થશે.
લવઃ- કામ સાથે જોડાયેલા તમારા નિર્ણયને પાર્ટનર દ્વારા પૂર્ણ સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- ઍક્સિડન્ટ થવાની સંભાવના છે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 6
---------------------------
કર્કઃ- NINE OF PENTACLES
તમારે ભય અને તણાવનો સામનો કરવો પડશે. મેન્ટલી તમે જેટલાં તૈયાર રહેશો તેટલું જ પરિસ્થિતિ સાથે સમજોતો કરવું તમારા માટે સરળ રહેશે. દરેક વાત ઉપર ઝઘડો કરવો જરૂરી નથી.
કરિયરઃ- કામ અંગે વધારે ધ્યાન આપો.
લવઃ- જીવનમાં સ્થિરતા લાવવાનો ઉદેશ્ય બનાવો
સ્વાસ્થ્યઃ- ઇન્ફેક્શનના કારણે બેચેની રહેશે.
શુભ રંગઃ- મરૂન
શુભ અંકઃ- 2
---------------------------
સિંહઃ- EIGHT OF WANDS
તમારું વ્યક્તિત્વ તમારી રાશિ પ્રમાણે જ રહેશે. નિડર થઇને પરિસ્થિતિનો સામનો કરી શકશો. ભાવનાત્મક રૂપથી બધા સાથે જોડાયેલાં રહેવા છતાં પણ આજે તમે એકાંતમાં રહેવાનું પસંદ કરશો. નવી આશા સાથે કરેલાં કામને યશ મળશે.
કરિયરઃ- નોકરીમાં તમને ગમતું અઅને તમને એક્સપેટાઇઝથી જોડાયેલું કામ મળશે.
લવઃ- પાર્ટનરનો તમારા પ્રત્યે વિશ્વાસ અને આદર વધશે.
સ્વાસ્થ્યઃ- બાળકોની લાંબા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાનું સમાધાન મળશે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 5
---------------------------
કન્યાઃ- KING OF PENTACLES
આજે મૂડમાં સતત ફેરફાર જોવા મળી શકે છે. તમને નાની વાત ઉપર પણ ઝડપથી રિએક્શન આપવાનું મન થશે. તમારી વાતોથી અન્ય લોકોને દુઃખ પહોંચી શકે છે જેનો પછતાવો પણ તમને થશે.
કરિયરઃ- બોસ સાથે વિવાદ કરશો નહીં.
લવઃ- આપેલાં શબ્દોનું પાલન ન કરવાના કારણે પાર્ટનરથી નિરાશ રહેશો.
સ્વાસ્થ્યઃ- અપચાના કારણે નબળાઇ રહેશે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 8
---------------------------
તુલાઃ- THE LOVERS
જીવનમાં સંતુલન જળવાયેલું રહેશે. જેટલું પણ મળે તેમાં ખુશ રહેવાનું તમારે શીખવું પડશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે જે તમારો મૂડ સારો જાળવી રાખશે.
કરિયરઃ- માર્કેટિંગ સાથે જોડાયેલાં લોકો કામના લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.
લવઃ- પતિ-પત્નીમાં મધુર સંબંધ રહેશે.
સ્વાસ્થ્યઃ- પ્રાણાયમ અને મેડિટેશનથી સ્વાસ્થ્યમાં સુધાર આવશે.
શુભ રંગઃ- પર્પલ
શુભ અંકઃ- 7
---------------------------
વૃશ્ચિકઃ- ACE OF WANDS
વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે. અનેક દિવસોથી અટવાયેલાં કામ પૂર્ણ થશે. નિર્ણય તમારા પક્ષમાં હોવાના કારણે મન પ્રસન્ન રહેશે. લગભગ બધા કામમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે.
કરિયરઃ- કામને યોગ્ય રીતે સમજવા માટે અનુભવી વ્યક્તિનો સાથ મળશે.
લવઃ- લગ્ન સંબંધ નિર્ણય તમારી મરજીથી થશે.
સ્વાસ્થ્યઃ- આરામને મહત્ત્વ આપો.
શુભ રંગઃ- કથ્થઈ
શુભ અંકઃ- 3
---------------------------
ધનઃ- THE HIGH PRIESTESS
અચાનક ધનલાભ થવાની સંભાવના છે. કામ અથવા આર્થિક વાતોથી ક્લેરિટી આવશે જે આગળ શું પગલાં ભરવા છે તે નક્કી કરવા માટે સરળતાં રહેશે. ભવિષ્યમાં થનાર નુકસાનની આશંકા થવાથી તમે તેને ટાળવાનો નિર્ણય પણ લઇ શકશો.
કરિયરઃ- વિદેશમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થશે.
લવઃ- આર્થિક પરિસ્થિતિ રિલેશનશિપમાં તણાવ લાવી શકે છે.
સ્વાસ્થ્યઃ- આંખ સાથે જોડાયેલી કસરત કરો.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 3
---------------------------
મકરઃ- JUSTICE
ઘરની મહિલાઓ પોતાની મરજીથી નિર્ણય ન લઇ શકવાના કારણે નિરાશ થઇ શકે છે. સંયુક્ત પરિવારમાં મતભેદ થઇ શકે છે. પરિવારના વડીલો દ્વારા થયેલો ભેદભાવ મુખ્ય કારણ રહેશે.
કરિયરઃ- નોકરીમાં પ્રમોશન મળવાથી આર્થિક ફાયદો ખાસ થશે નહીં.
લવઃ- પત્નીનો સાથ મહત્ત્વપૂર્ણ રહેશે.
સ્વાસ્થ્યઃ- લોહી સાથે જોડાયેલાં વિકારને ઠીક કરવા અંગે ધ્યાન આપો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 6
---------------------------
કુંભઃ- THE EMPRESS
પરિવારથી અંતર તમને દુઃખી કરી શકે છે. તમે અને તમારા પરિવારમાં એકબીજા પ્રત્યે નિરાશા રહેશે. હાલ જે વાતો ઘટી રહી છે તેના ઉપર ધ્યાન આપશો નહીં. કોઇ સંબંધમાં સારો અને ખરાબ બંને અનુભવ મળી શકે છે.
કરિયરઃ- કરિયર ચોઇસને લઇને કન્ફ્યૂઝન રહેશે.
લવઃ- પાર્ટનરને તમારા વિરૂદ્ધ કોઇ ભડકાવી શકે છે.
સ્વાસ્થ્યઃ- પરિવારમાં કોઇનું સ્વાસ્થ્ય અચાનક ખરાબ થઇ શકે છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 9
---------------------------
મીનઃ- FOUR OF SWORDS
તમારું કામ સાથે અને નવા અર્થોર્જનનો માર્ગ ખુલી જશે. આપેલાં રૂપિયાનો હિસાબ રાખો. મોજ-મસ્તીમાં વધારે રસ રહેશે. મિત્રોને વાત જણાવતી સમયે તેમની તમારા પ્રત્યે નિષ્ઠાને ધ્યાનમાં રાખો.
કરિયરઃ- કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલાં લોકો નવો કોન્ટ્રેક્ટ મેળવી શકશે.
લવઃ- મિત્ર પરિવાર દ્વારા લગ્નનું પ્રપોઝલ આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક બીમારીનું નિદાન યોગ્ય ડોક્ટરની મદદથી થશે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 4
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.