તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:WHEEL OF FORTUNE કાર્ડ પ્રમાણે આજે વૃશ્ચિક રાશિના જાતકોને દિવસની શરૂઆતથી જ સમસ્યાનું સમાધાન મળી રહેશે

20 દિવસ પહેલા
 • કૉપી લિંક

શુક્રવાર, 12 ફેબ્રુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- KNIGHT OF PENTACLES

પૈસા સંબંધિત વ્યવહારને આજે તમારે સંભાળીને કરવા. કોઈના પ્રભાવમાં આવીને લેવામાં આવેલા નિર્ણયથી તમને પૈસા સંબંધિત મોટું નુકસાન થઈ શકે છે. સમજી વિચારીને આગળ વધવું. મિત્રોને આપેલ ઉધાર પાછું મળશે તેમ છતાં પણ તેના કારણથી તમારા અને તમારા મિત્રની વચ્ચે તણાવ રહેશે.

કરિયરઃ- નવું કામ અથવા ઉચ્ચ શિક્ષણ સંબંધિત વાતને આગળ વધારવા માટે આર્થિક મદદ કોઈ નજીકની વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પાર્ટનરના સહયોગ અને પ્રેરણા દ્વારા તમને જીવનમાં સ્થિરતા મહેસૂસ થશે.

સ્વાસ્થ્યઃ- શરદી જેવી સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

-----------------------------

વૃષભઃ- FOUR OF WANDS

જે કામ તમે ઘણા દિવસથી કરવા માગી રહ્યા હતો તે કામને ફરીથી શરૂ કરવા માટે આજનો દિવસ યોગ્ય રહેશે. મન પર કોઈની વાતનો વધતો બોજ ઓછો કરવા માટે તમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવશે. કામ પર ફોકસ જાળવી રાખવાની જરૂર રહેશે. પરિવારની વ્યક્તિની શૈક્ષણિક પ્રગતિના કારણે પરિવારમાં ખુશીનો વાતાવરણ જળવાઈ રહેશે.

કરિયરઃ- નવી મળેલી નોકરી તમને આર્થિક સ્થિરતાની સાથે માન સન્માન પણ પ્રદાન કરશે.

લવઃ- વિવાહિત જીવન સુખી રહેશે.

સ્વાસ્થ્યઃ- કફ સંબંધિત સમસ્યા થઈ શકે છે

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 2

-----------------------------

મિથુનઃ- PAGE OF WANDS

ઓછામાં ઓછા સમયમાં વધારે કામ કરવા માટે તમારે એકાગ્રતા અને મહેનત કરવાની જરૂર પડશે. આજનો દિવસ તમારા પક્ષમાં રહેવાથી લોકોની સાથે વાતચીતના કારણે નવી વાતો વિશે જાણકારી પણ મળશે અને કેટલીક મુશ્કેલીઓ પ્રત્યે તમારો દૃષ્ટિકોણ બદલાશે.

કરિયરઃ- કામ સંબંધિત વધતો તણાવ તમારી કાર્યક્ષમતાને ઘટાડી શકે છે તેથી પોતાને રિલેક્સ કરીને કામ કરવાનો પ્રયાસ કરો.

લવઃ- પાર્ટનર રિલેશનશિપ પ્રત્યે વધારે ગંભીર ન હોવાથી તમે ઈન સિક્યોર મહેસૂસ કરી શકો છો.

સ્વાસ્થ્યઃ- આંખનો દુખાવો તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ-3

-----------------------------

કર્કઃ- SIX OF SWORDS

જીવન સંબંધિત દરેક વાત પર ધ્યાન આપવું. રિલેશનશિપમાં ધ્યાન રાખવું અને પૈસાની લેવડ-દેવડમાં બેદરકારી ના કરવી.

કરિયરઃ- કામમાં આપેલો ટાર્ગેટ આજે જ પૂરો કરવાના પ્રયત્નો કરો નહિ તો આગળ જતા તકલીફ પડી શકે છે.

લવઃ- લવ લાઈફમાં કોઈ ચેન્જ ના આવતા તમને એકલતા લાગે.

સ્વાસ્થ્યઃ- ભોજનમાં ધ્યાન રાખવું.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ- 3

-----------------------------

સિંહઃ- QUEEN OF CUPS

વારંવાર એકની એક વસ્તુ વિચારવાથી પ્રગતિ નહિ દેખાય કે આગળ પણ વધી નહિ શકો. તમારી ભાવનાઓ કાબુમાં રાખો. લોકો સાથે વાતચીત કરવાનું ચાલુ રાખો.

કરિયરઃ- મહિલાઓને કામની જગ્યાએ વધારે સ્ટ્રેસ લાગી શકે છે.

લવઃ- પાર્ટનર સાથે વાત ના કરવાથી રિલેશન વધારે બગડી શકે છે.

સ્વાસ્થ્યઃ- માનસિક સ્ટ્રેસને લીધે પેટ સંબંધિત તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

-----------------------------
કન્યાઃ- THE MAGICIAN

અમુક વસ્તુઓને બદલવા પ્રયત્નો કરો. તમારામાં ઈનસિક્યોરિટી વધી શકે છે. ભાઈ-બહેન સાથે વાતચીત કરતી વખતે જૂની વાતો પર વધારે ચર્ચા ના કરો.

કરિયરઃ- કામને લગતી કોઈ નવી ટ્રેનિંગ મળી શકે છે.

લવઃ- પાર્ટનર સાથે વાતચીત કરી સમાધાન કરવાના પ્રયત્નો કરો.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

-------------------------
તુલાઃ- THE STAR

તમે ભલે ગમે તેટલા પ્રયત્નો કરો પરંતુ તમે અન્ય લોકોના દુ:ખને સંપૂર્ણ રીતે દૂર નહિ કરી શકો. તમારાં કામથી મન ભટકાવીને તમે બીજાનાં કામ પૂરા કરવાના પ્રયાસ ન કરો. તેનાથી તમને નુક્સાન થઈ શકે છે.

કરિયરઃ- જૂના સંબંધીઓ દ્વારા તમને કામ સંબંધિત નવા અવસર મળી શકે છે.

લવઃ- માત્ર પાર્ટનરની વાતો પર જ ધ્યાન આપવાથી તમને ભવિષ્યમાં તકલીફ પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે, પાણીનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

---------------------------

વૃશ્ચિકઃ- WHEEL OF FORTUNE

દિવસની શરૂઆતથી જ સમસ્યાનું સમાધાન મળી રહેશે. આજે તમને કાર્ય સંબંધિત ગતિ મળી રહેશે. તમારા ડર અને આળસને કારણે તમે મહત્ત્વપૂર્ણ અવસર ગુમાવી રહ્યા છો.

કરિયરઃ- વેપાર સંબંધિત કોઈ મોટો નિર્ણય આજે લેવાઈ શકે છે અથવા વેપાર શરૂ કરવા માટે આજે યોગ્ય પગલા લેવાશે.

લવઃ- તમારા અને પાર્ટનર વચ્ચે મધુરતા બની રહેશે.

સ્વાસ્થ્યઃ- કરોડરજ્જુ સંબંધિત તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

---------------------------

ધનઃ- EIGHT OF PENTACLES

તમારા દ્વારા થયેલી ભૂલોને ઓળખી તેનાથી કંઈક શીખવાનો પ્રયત્ન કરો. મિત્રો સાથે ફરી સંબંધ પહેલાં જેવા બની રહેશે. તમારા મનની વાતો યોગ્ય રીતે કહેવાનો પ્રયાસ કરો. તેનાથી સંબંધમાં મનભેદ દૂર થશે.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણ સંબંધિત પ્રયત્નોને વધુ વેગ આપવાની આવશ્યકતા રહેશે.

લવઃ- તમારા નિર્ણય પર પાર્ટનર સહમત ન હોવાથી તમને તકલીફ થઈ શકે છે. તો પણ તમે તમારો નિર્ણય બદલશો નહિ.

સ્વાસ્થ્યઃ- લિવર સંબંધિત સમસ્યાઓની અવગણના ન કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

--------------------------

મકર:- THE HANGEDMAN

કામ સંબંધિત વાતમાં ઓછો ઉત્સાહ ફીલ થવાને કારણે આવેલા અવસર પણ તમે જવા દઈ શકો છો. તમારે જીવનમાં શું મેળવવું છે તે ગોલ ફરી નક્કી કરવો પડશે કારણકે તમારા વિચાર બદલી રહ્યા છે જેને કારણે તમારા અત્યાર સુધી રાખેલા ગોલ પણ બદલી શકે છે.

કરિયરઃ- આયુર્વેદ કે નેચરોપેથી સંબંધિત લોકોને તેમના વિષયમાં વધુ ઊંડું જ્ઞાન પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનરને કારણે રિલેશનશિપ પ્રત્યેનો તમારો નજરીયો બદલી શકે છે.

સ્વાસ્થ્યઃ- છાતીના વિકાર સવારે તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 6

-----------

કુંભ:- FOUR OF CUPS

તમારા મનમાં રાખેલી બધી ઈચ્છાઓ આજે પૂરી થઇ શકે છે. ઘર સંબંધિત મોટી ખરીદી કરવાની યોજના તમે બનાવશો. તમારા જીવનને સુખમય બનાવવા તમે પ્રયાસ તો કરતા રહો છો પણ પ્રયાસ કાયમ રાખવા તમને અઘરા લાગશે. ઇમોશનલી વધુ બેલેન્સ થઈને જ કામની શરૂઆત કરો.

કરિયરઃ- તમારા સંબંધી તરફથી વેપાર રિલેટેડ ડીલ ઓફર થઇ શકે છે.

લવઃ- રિલેશનશિપ કે લગ્ન સંબંધિત વાતની ચિંતા સતાવશે.

સ્વાસ્થ્યઃ- વાહન ધ્યાનથી ચલાવવું.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

-----------

મીન:- QUEEN OF SWORDS

તમારા વિચારોમાં સ્પષ્ટતા દેખાઈ રહી છે તેમ છતાં તમારા વિચારને બીજા સામે રજૂ કરવામાં મુશ્કેલી થશે કારણકે તમે બીજાની લાગણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છો. હાલ તમારે તમારા ફાયદા વિશે વિચારવાનું રહેશે.

કરિયરઃ- ભાગીદારીમાં શરૂ કરેલું કામ વચ્ચે જ છોડવું પડી શકે છે માટે ભાગીદાર સાથે યોગ્ય સંવાદ બનાવી રાખો.

લવઃ- રિલેશનશિપ સંબંધિત જૂની ઘટનાઓને ભૂલીને આગળ વધવા પ્રયાસ કરો.

સ્વાસ્થ્યઃ- કામ કરવા સમયે ધ્યાન રાખવું પગમાં ઇજા થઇ શકે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો