શનિવાર, 12 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- TWO OF CUPS
મિત્રો દ્વારા તમારી સાથે મનમુટાવને દૂર કરવાની કોશિશ કરવામાં આવશે. તમારા અહંકારને દૂર રાખીને નજીકના વ્યક્તિને માફ કરતાં શીખો. પરિવાર અને કામ બંને જગ્યાએ પ્રગતિ પ્રાપ્ત થઇ શકે છે. સ્વાસ્થ્યમાં સુધાર દેખાવાના કારણે તમારો ઉત્સાહ વધશે.
કરિયરઃ- નોકરિયાત લોકોને કામ અંગે વધારે જાણકારી પ્રાપ્ત કરવાનો અવસર મળી શકે છે.
લવઃ- યુવાઓને લગ્ન યોગ્ય વ્યક્તિ મળવાના કારણે આનંદ પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- કિડનીને લગતી તકલીફને નજરઅંદાજ ન કરો.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 2
-------------------------
વૃષભઃ- SEVEN OF WANDS
આજે અનેક વાતો અંગે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે જેના કારણે મનમાં બેચેની રહેશે. થોડી વાતોને પાછળ છોડીને જ તમે આગળ વધી શકો છો, એટલે જૂની વાતોમાં વધારે ગુંચવાશો નહીં.
કરિયરઃ- કામ સાથે જોડાયેલી નવી જવાબદારીઓ મળવાના કારણે તણાવ રહેશે.
લવઃ- પાર્ટનર સાથે વાદ-વિવાદ ઊભો થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- ભાગદોડના કારણે શરીરમા નબળાઇ અનુભવ થઇ શકે છે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ-8
-------------------------
મિથુનઃ- FOUR OF SWORDS
કામ મનગમતા સમયે ન થવાના કારણે તમારી ઉપર તણાવ રહેશે પરંતુ કામ પૂર્ણ કરવા માટે તમે કોશિશ કરતાં રહો. તમને તમારી નિર્ણય ક્ષમતા વધારવાની કોશિશ કરવી પડશે. તમારા માટે માર્ગદર્શન કોઇ ન હોવાના કારણે એકલતાં અનુભવ થશે.
કરિયરઃ- શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને કામ દ્વારા નામ સાથે પ્રગતિ પણ પ્રાપ્ત થશે.
લવઃ- રિલેશનશિપમાં થઇ રહેલી તકલીફને દૂર કરવાની કોશિશ અસફળ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય તરફ વધારે ધ્યાન આપવું.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ-3
-------------------------
કર્કઃ- THE HANGEDMAN
કોઇપણ વિષયમાં નિર્ણય ન લેવાના કાણે એક જગ્યાએ અટકી રહેવાની ભાવનાઓ તમારી અંદર પેદા થઇ રહી છે. જો તમે પરિસ્થિતિમાં ફેરફાર ઇચ્છો છો તો તમારા વિચારોમાં પણ ફેરફાર તમારે કરવો પડશે.
કરિયરઃ- કામ પ્રત્યે આત્મવિશ્વાસ વધશે.
લવઃ- લવ લાઇફમાં થોડા ફેરફાર ન દેખાવાના કારણે તમારી ઉપર તણાવ વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- શરીરમાં વિટામિનની ખામી હોવાના કારણે કોઇને કોઇ તકલીફનો સામનો કરવો પડી શકે છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ-5
-------------------------
સિંહઃ- FOUR OF PENTACLES
જો તમે નવી પ્રોપર્ટી કે ઘર ખરીદવા માંગો છો તો તેના માટે રૂપિયા જોડવાનું શરૂ કરવું. તમારા દ્વારા આપવામાં આવેલી લોનની અરજીને નકારવામાં આવી શકે છે. રૂપિયા સાથે જોડાયેલી મદદ તમારા પરિવાર અને મિત્રો દ્વારા પ્રાપ્ત થશે.
કરિયરઃ- આર્થિક આવક વધારવાની કોશિશ કરવામાં આવશે.
લવઃ- રિલેશનશિપ પ્રત્યે થઇ રહેલો દુર્લક્ષ તમારા માટે ભવિષ્યમાં તકલીફદાયક રહેશે.
સ્વાસ્થ્યઃ- માથાના દુખાવાની તકલીફ રહેશે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 1
-------------------------
કન્યાઃ- KNIGHT OF CUPS
તમે તમારા લક્ષ્ય પ્રત્યે ધીમે-ધીમે વધી રહ્યા છો. તમારી ભાવનાઓને કાબૂમાં કરવું આજે તમારા માટે સરળ રહેશે. મોટાભાગનો સમય તમારા વિચારોમાં ખોવાયેલાં રહેવાના કારણે કોઇ જટિલ પ્રશ્નનો ઉત્તર પણ પ્રાપ્ત થઇ શકે છે.
કરિયરઃ- કામને લગતી વાતોમાં પ્રગતિ જોવા મળશે જેના કારણે બોસની તમારી ઉપર મરજી બની રહેશે.
લવઃ- તમારી ભાવનાઓને પાર્ટનર સામે પ્રકટ કરો
સ્વાસ્થ્યઃ- પગને લગતી તકલીફ વધી શકે છે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 3
-------------------------
તુલાઃ- KNIGHT OF SWORDS
આજે દિવસ ખૂબ જ ગતિમાન રહેશે. છેલ્લાં અટવાયેલાં કામ તો થશે જ અને નવા કામને ગતિ પ્રાપ્ત થશે. કુંવારા લોકો પોતાના લગ્ન સંબંધિત નિર્ણય ઝડપથી લેશે. તમારી કામ અને નિર્ણય લેવાની ગતિ તમને કેન્દ્રિત બનાવી શકે છે.
કરિયરઃ- સ્પોર્ટ્સ સાથે જોડાયેલાં લોકો ભવિષ્યની યોજના ઉપર કામ શરૂ કરશે.
લવઃ- લગ્ન સાથે જોડાયેલો નિર્ણય અચાનક થશે.
સ્વાસ્થ્યઃ- ગેસ અને વાત સંબંધિત બીમારીને અદેખી કરશો નહીં.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 5
---------------------------
વૃશ્ચિકઃ- 5 OF WANDS
આજે તમારા મનની મરજી થોડી વધારે જ ચાલશે. કોઇપણ વિષયમાં પ્રાપ્ત થયેલું જ્ઞાન કામ આવશે. તમારો આત્મવિશ્વાસ કામ માટે જળાવેયેલો રહેશે. કામને આજે ગંભીરતાથી લેવું જરૂરી છે.
કરિયરઃ- તમે તમારા કામમાં ચોક્કસ રહેશો
લવઃ- તમારી મનમરજી પાર્ટનરની પરેશાની રહેશે.
સ્વાસ્થ્યઃ- તમારી જીવનશૈલી સુધારવાની કોશિશ કરો.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 2
---------------------------
ધનઃ- THE MOON
જ્યાં સુધી તમને કામ અંગે તસલ્લી મળી જતી નથી અથવા જીવનના કોઇપણ વિષયમાં ગેરેન્ટી મળતી નથી તમે બેચેન થઇ જાવ છો. તમારો આ સ્વભાવ ભય પેદા કરી રહ્યો છે.
કરિયરઃ- નોકરી ન હોય તેવા લોકોને સારો અવસર પ્રાપ્ત થશે.
લવઃ- પતિ-પત્ની મળીને કામ અંગે કોઇ નિર્ણય લેશે.
સ્વાસ્થ્યઃ- માનસિક તણાવ તમારા વજનનું કારણ છે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 7
---------------------------
મકરઃ- 9 OF SWORDS
કામમાં ગતિ તમારા મન જેવી નથી. આ વાત આજે તમને પરેશાન કરશે. કોઇપણ પ્રકારના તણાવથી તમારી ઊંઘ ખરાબ થવા દેશો નહીં.
કરિયરઃ- કાર્યાલયની ચિંતા રહેશે.
લવઃ- પાર્ટનર સાથે નિરાશા રહેશે.
સ્વાસ્થ્યઃ- અનિદ્રા સ્વાસ્થ્ય ઉપર અસર કરશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 2
---------------------------
કુંભઃ- THE CHARIOT
તમારી ઇચ્છા તમારી જરૂરિયાત નથી. આ વાતને આજે સમજવી જરૂરી છે. જીવનના નિર્ણય થોડાં કર્તવ્ય સાથે જોડાયેલાં હોય છે અને તમારી ઇચ્છા આ વાતોમાં આજે તમને સંતુલન જાળવી રાખવું પડશે.
કરિયરઃ- તમારા લક્ષ્ય ઉપર કામ કરતાં રહો.
લવઃ- સંબંધો ઠીક કરવાની કોશિશ કરતાં રહો.
સ્વાસ્થ્યઃ- પેટ અને કમરની તકલીફ થશે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 7
---------------------------
મીનઃ- 5 OF PENTACLES
આજે તમને એકલતા અને જીવનથી નિરાશાનો સામનો કરવો પડશે. જીવનમાં જ્યારે પણ મુશ્કેલી આવે છે, ત્યારે વ્યક્તિ ભૂલી જાય છે કે લગભગ તમારા જ કોઇ નિર્ણયનું આ પરિણામ હોઇ શકે છે.
કરિયરઃ- રૂપિયા સાથે જોડાયેલાં વેપારનું પરિણામ ખરાબ આવી શકે છે.
લવઃ- દરેક પ્રકારની સમસ્યામાં પાર્ટનરનો સાથ મળશે.
સ્વાસ્થ્યઃ- ચામડી સાથે જોડાયેલી બીમારી તકલીફ આપી શકે છે.
શુભ રંગઃ- ગ્રીન
શુભ અંકઃ- 9
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.