12 એપ્રિલ, મંગળવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- THE HIGH PRIESTESS
જીવનમાં જે ફેરફાર મહેસૂસ થઈ રહ્યા છે, તેનો સામનો કરવો. જે પણ મુશ્કેલીઓમાંથી તમે પસાર થઈ રહ્યા છો તેને તમે દૂર કરી શકો છો. તમારા દ્વારા કરવામાં આવેલી ભૂલ તમને દેખાશે.
કરિયરઃ- કામ સંબંધિત કરવામાં આવેલી યોજનાઓ જ્યાં સુધી અમલમાં ન આવે ત્યાં સુધી લોકોની સાથે નકામી ચર્ચાથી દૂર રહેવું.
લવઃ- રિલેશનશિપ સંબંધિત નિર્ણય લેતા પહેલા તમારે વ્યક્તિગત જવાબદારી નિભાવવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- શરદી, તાવ જેવી સમસ્યા રહી શકે છે.
શુભ રંગ:- ગુલાબી
શુભ અંકઃ- 4
-------------------------
વૃષભઃ- THE DEVIL
જીવન સંબંધિત વધી રહેલી જવાબદારીઓના કારણે તમને માનસિક થાક મહેસૂસ થઈ શકે છે. પોતાની અપેક્ષાઓને પૂરી કરતા સમયે તમારી જવાબદારીઓને પણ નિભાવવાનો પ્રયાસ કરો. પૈસા સંબંધિત કરવામાં આવેલી દરેક યોજના પર યોગ્ય રીતે ધ્યાન આપવાની જરૂર છે.
કરિયરઃ- કામ સંબંધિત માર્કેટિંગને વધારવાની જરૂર છે.
લવઃ- પાર્ટનર્સ પોતાની જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવવાનો પ્રયાસ કરશે.
સ્વાસ્થ્યઃ- પેટની બળતરા વધી શકે છે.
શુભ રંગ:- પીળો
શુભ અંકઃ- 1
-------------------------
મિથુનઃ- NINE OF SWORDS
જૂની વાતોને યાદ કરવાને કારણે માનસિક તણાવ ઉત્પન્ન થશે. જે વાતનો પસ્તાવ થઈ રહ્યો હોય તે વાતનું આખો દિવસ પુનરાવર્તન ન કરવું. ચિંતા મહેસૂસ થશે. પરિવારની સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરવો.
કરિયરઃ- કામ સંબંધિત જે સ્કિલ્સ તમે પ્રાપ્ત કરી છે તેનો ઉપયોગ કરવો.
લવઃ- રિલેશનશિપમાં મહેસૂસ થઈ રહેલી નકારાત્મકતા પોતાના પર હાવી ન થવા દો.
સ્વાસ્થ્યઃ- અપચાની સમસ્યા થઈ શકે છે.
શુભ રંગ:- લાલ
શુભ અંકઃ- 2
-------------------------
કર્કઃ- KNIGHT OF PENTACLES
જો તમે કોઈ વાત પર અડગ છો તો તેને પૂરી કરવાની જીદ પણ રાખો છો તે વાત પણ ધ્યાન રાખવી. નાની-મોટી તકલીફોથી ડરવું નહીં અને નિશ્ચિત થઈને તેનો સામનો કરવો.
કરિયરઃ- કામ સંબંધિત ઉત્સાહ ઓછો થતો જોવા મળશે.
લવઃ- એકબીજા સાથે વાત વધારવાનો પ્રયાસ કરો.
સ્વાસ્થ્યઃ- પગમાં સોજો અનુભવાઈ શકે છે.
શુભ રંગ:- ઓરેન્જ
શુભ અંકઃ- 7
-------------------------
સિંહઃ- PAGE OF CUPS
દિવસની શરૂઆતથી જ થોડી નકારાત્મકતા મહેસૂસ થશે પરંતુ પરિસ્થિતિમાં અચાનક ફેરફાર આવી શકે છે. નજીકની વ્યક્તિ દ્વારા ખુશખબરી પ્રાપ્ત થશે જેના કારણે મનનો ઉત્સાહ વધશે.
કરિયરઃ- વેપારી વર્ગને થોડો ફાયદો પ્રાપ્ત થઈ શકે છે.
લવઃ- પાર્ટનર દ્વારા આપવામાં આવેલા સૂચનો પર ધ્યાન આપો.
સ્વાસ્થ્યઃ- બદલાતી સિઝનની અસર સ્વાસ્થ્ય પર જોવા મળી શકે છે.
શુભ રંગ:- સફેદ
શુભ અંકઃ- 3
-------------------------
કન્યાઃ- TEMPERANCE
પરિવાર અને વ્યક્તિગત જવાબદારીઓ બંને વિશે વિચાર કરતા જીવનમાં યોગ્ય રીતે સંતુલન જાળવી રાખવું તમારા માટે શક્ય રહેશે. અપેક્ષા મુજબ ઘટનાઓ ઘટતી રહેશે. સકારાત્મક બાબતો પર ધ્યાન આપવું.
કરિયરઃ- પોતાની મહેનત દ્વારા કામ સંબંધિત મોટા પ્રોજેક્ટ તમે પૂરા કરી શકશો.
લવઃ- રિલેશનશિપના કારણે જીવનમાં ઉતાર-ચઢાવ રહેશે.
સ્વાસ્થ્યઃ- સુગર સંબંધિત તકલીફ થવાની આશંકા છે.
શુભ રંગ:- વાદળી
શુભ અંકઃ- 5
-------------------------
તુલાઃ- FIVE OF WANDS
તમારા મનમાં ઉત્પન્ન થઈ રહેલા વિચારોના કારણે અન્ય લોકોને તકલીફ ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જેટલી દુવિધા તમને મહેસૂસ થઈ રહી છે એટલો વધારે સમય નિર્ણય લેવામાં લાગી શકે છે.
કરિયરઃ- કામની જગ્યાએ લોકોની સાથે થઈ રહેલા વિવાદના કારણે કામ સંબંધિત તકલીફ વધી શકે છે.
લવઃ - વ્યક્તિગત જીવનમાં આવી રહેલા ઉતાર-ચઢાવની અસર રિલેશનશિપ પર જોવા મળશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક કમજોરી અને ચક્કર જેવી તકલીફ થઈ શકે છે.
શુભ રંગ:- ગુલાબી
શુભ અંકઃ- 6
-------------------------
વૃશ્ચિકઃ- DEATH
યાત્રા અથવા વિદેશ સંબંધિત કાર્ય કરવાની જે યોજના તમે બનાવી છે તેને આગળ વધારતા સમયે અનેક પ્રકારની અડચણનો સામનો કરવો પડી શકે છે. કામ સંબંધિત ભાગદોડ વધશે, જેના કારણે વ્યક્તિગત જીવન અને પારિવારિક જવાબદારીઓને નિભાવવી મુશ્કેલ હશે.
કરિયરઃ- કામની જગ્યાએ આવી રહેલા ફેરફારથી થોડી ચિંતા મહેસૂસ થઈ શકે છે.
લવઃ- પાર્ટનરનો સાથ આપતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યામાં ન પડવું.
સ્વાસ્થ્યઃ- શરીરની વધતી ગરમી તકલીફનું કારણ હોઈ શકે છે.
શુભ રંગ:- લાલ
શુભ અંકઃ- 2
-------------------------
ધનઃ- TWO OF CUPS
પરિવારના લોકોની સાથે મળવું આજે તમારા માટે જરૂરી છે. હૃદયમાં જે વાત તમે દબાવી રાખી છે તેનો ઉલ્લેખ ખુલીને કરવાની જરૂર છે. ત્યારે પરિવારના લોકો અને જીવનસાથી તમારી યોગ્ય રીતે મદદ કરી શકશે.
કરિયરઃ- તબીબી ક્ષેત્ર સંબંધિત લોકોને પોતાની જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવવાની જરૂરિયા છે.
લવઃ- પાર્ટનર પોતાની જવાબદારીને યોગ્ય રીતે નિભાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
સ્વાસ્થ્યઃ- માથામાં દુખાવો મહેસૂસ થશે.
શુભ રંગ:- લીલો
શુભ અંકઃ- 8
-------------------------
મકરઃ- STRENGTH
પરિસ્થિતિ તમારા માટે મુશ્કેલ છે પરંતુ ઈચ્છા શક્તિ મજબૂત હશે તો તેનો રસ્તો પણ તમને તરત મળી જશે. મોડી સમસ્યાને નાના ભાગમાં વહેંચીને કામ કરવાનો પ્રયાસ કરો.
કરિયરઃ- અનુભવી વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહેલા માર્ગદર્શનના કારણે કરિયરની શરૂઆત નવેસરથી કરી શકશો.
લવઃ- પાર્ટનરને માનસિક રીતે તમારા સહયોગની અપેક્ષા રહેશે.
સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત બીમારીને અવગણશો નહીં.
શુભ રંગ:- ગ્રે
શુભ અંકઃ- 9
-------------------------
કુંભઃ- TWO OF SWORDS
લોકોનું તમારા પ્રત્યે વર્તણ અને તેમના દ્વારા કહેવામાં આવેલી વાતોની અસર તમારા મન પર જોવા મળી રહી છે જેના કારણે નિર્ણયમાં બદલાવ લાવશો.
કરિયરઃ- કોન્ટ્રાક્ટ બેસિસ પર કામ કરતા લોકોને નવું કામ શોધવાની જરૂર છે.
લવઃ- જેટલું મહત્ત્વ તમે રિલેશનશિપને આપી રહ્યો છે એટલું જ મહત્ત્વ પાર્ટનરને આપો.
સ્વાસ્થ્યઃ- માઈગ્રેનની તકલીફના કારણે સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જોવા મળશે.
શુભ રંગ:- વાદળી
શુભ અંકઃ- 7
-------------------------
મીનઃ- TEN OF PENTACLES
પરિવારના લોકોની સાથે સમય પસાર કરવાની તક તમને પ્રાપ્ત થઈ શકે છે. જૂના વાદ-વિવાદને દૂર કરીને નવેસરથી સંબંધો સુધારવાનો પ્રયાસ કરવો. નકારાત્મકતાની અસર તમારા પારિવારિક વાતાવરણ પર ન થાય તેનું ધ્યાન રાખવું.
કરિયરઃ- કામ સંબંધિત ઉત્પન્ન થઈ રહેલી તકલીફ દૂર કરવા માટે જીવનમાં ડિસિપ્લિન જરૂર છે.
લવઃ- તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયની અસર પાર્ટનર પર થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- વૃદ્ધોએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
શુભ રંગ:- પર્પલ
શુભ અંકઃ- 5
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.