ટેરો રાશિફળ:PAGE OF WANDS કાર્ડ પ્રમાણે, બુધવારના દિવસે તુલા જાતકો ઉપર કુબેર દેવ પ્રસન્ન રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 11 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- KING OF SWORDS

મુશ્કેલ કામને યોગ્ય અંજામ સુધી લઇ જવું આજે તમારું લક્ષ્ય બની રહેશે જેના માટે તમે તમારી બધી મહેનત અને ઉપલબ્ધ માર્ગ પસંદ કરશો. તમારો આત્મવિશ્વાસ અને ડેડિકેશન જળવાયેલું રહેશે.

કરિયરઃ- કામને મહેનત અને લગન સાથે કરવું જરૂરી છે.

લવઃ- પોતાની ભૂલ માટે કોઇ અન્યને જવાબદાર માનશો નહીં.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો તણાવનું કારણ રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

------------------------------

વૃષભઃ- QUEEN OF CUPS

બે અલગ વસ્તુઓમાં, બેલેન્સ રાખવું આજે અસંભવ રહેશે. એટલે જે કામ જલ્દી થશે અને જેમાં તમે નિષ્ણાત હશો તેની પસંદગી કરો. તમે કોઇપણ વ્યક્તિની તરફ તેના વિચાર અને વાત કરવાની રીતથી પ્રભાવિત થશો.

કરિયરઃ- વડીલો તમારી જોવાની નવી દૃષ્ટિ બદલશે.

લવઃ- પાર્ટનરના મનમાં તમારા માટે સ્નેહ અને આદર રહેશે.

સ્વાસ્થ્યઃ- યૂરિનને લગતી સમસ્યા થઇ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

------------------------------

મિથુનઃ- THE FOOL

પિતા સાથેના વિવાદ દૂર થશે. પરિવાર સાથે જોડાયેલાં નિર્ણય લેવામાં તમે સક્ષમ રહેશો અને પરિવારના સભ્ય તમારો સાથ આપશે. કામને લઇને તમારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારે ટકશે નહીં.

કરિયરઃ- તમને આપેલાં કામને તમે કઇ રીતે પૂર્ણ કરશો તેના ઉપર બધાની નજર રહેશે.

લવઃ- રિલેશનશિપને લઇને જે વિવાદ હતો તે હવે ઉકેલાઇ જશે.

સ્વાસ્થ્યઃ- ચીડિયાપણું અને પેટમાં બળતરા અનુભવ થશે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 3

------------------------------

કર્કઃ- THE MAGICIAN

આજે તમે આર્થિક અને લવ લાઇફને લઇને ગંભીર અને વધારે વિચાર કરશો. તમારા નેગેટિવ વિચારથી તમે આખો દિવસ ભયનો અનુભવ કરશો. આજે તમે કોઇ યોગ્ય વ્યક્તિની શોધ કરો જે તમારા મનની દુવિધાને દૂર કરે

કરિયરઃ- કામનો ભાર રહેશે.

લવઃ- જે વિતી ગયું છે તેને ભૂલી જાવ

સ્વાસ્થ્યઃ- શરીરના સોજા કસરત કરવાથી દૂર થશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

------------------------------

સિંહઃ- THE HIGH PRIESTESS

લીધેલા ઉધારને પાછું કરવા માટે વધારે ઉધાર લેશો નહીં. અન્યને આપેલાં વચનનું પાલન કરો. પરિવાર સાથે મોજ-મસ્તી માટે રૂપિયા ખર્ચ થશે. રૂપિયાનો ઉપયોગ સાચવીને કરો.

કરિયરઃ- નર્સ અને વેદ્ય ક્ષેત્રના લોકો સ્વાસ્થ્ય તરફ જાગરૂત રહેશે.

લવઃ- તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક સાંજ વિતાવી શકો છો.

સ્વાસ્થ્યઃ- કયા પદાર્થોથી તમને એલર્જી થાય છે તેના ઉપર ધ્યાન આપો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

------------------------------

કન્યાઃ- THE WORLD

નાના કામમાં મળેલી સફળતા તમે ખૂબ મોટા પાયે ઉજવશો જેમાં તમે જરૂરિયાત કરતાં વધારે સમય આપીને પછી પછતાઇ શકો છો. તમારા કામ સિવાય પણ તમે કોઇ હોબી અથવા અલગ કામથી રૂપિયા કમાઇ શકો છો.

કરિયરઃ- કામના બદલામાં મળતાં ધનથી તમે સંતુષ્ટ રહેશો નહીં.

લવઃ- પાર્ટનર સાથે મળીને કોઇ વિષય અંગે જ્ઞાન પ્રાપ્ત કરશે.

સ્વાસ્થ્યઃ- ગરમ પાણીથી બચવું.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 5

------------------------------

તુલાઃ- PAGE OF WANDS

આજે તમારી ઉપર કુબેર દેવ પ્રસન્ન રહેશે. કોઇ મિત્રને મુશ્કેલ સમયમાં આપેલો સાથ તમારા સંબંધને વધારે નિખારશે અને તમને પોઝિટિવ ઊર્જાની પ્રાપ્તિ થશે. પાર્ટનર સાથે ખુલીને કરેલી વાતથી ગેરસમજ દૂર થશે.

કરિયરઃ- મિત્રની મદદથી સ્ટોકમાં તમારું કામ શરૂ કરી શકો છો.

લવઃ- પાર્ટનરના કારણે તમે સુરક્ષિત અનુભવ કરશો.

સ્વાસ્થ્યઃ- કોઇ ઈજા ઠીક થઇ રહી નથી તો ડોક્ટરને બતાવો.

શુભ રંગઃ- ગ્રીન

શુભ અંકઃ- 8

------------------------------

વૃશ્ચિકઃ- DEATH

લગ્ન સાથે જોડાયેલો નિર્ણય તમારા માટે ભાગ્ય બદલે તેવો રહેશે. તમારો પાર્ટનર તમારો જીવનસાથી જ નહીં તમારા કામમાં પણ ભાગીદાર અને મદદગાર રહેશે. કોઇ વેપારમાં કરેલું રોકાણ ઝડપથી વધવા લાગશે.

કરિયરઃ- ઈ કોમર્સ સાથે જોડાયેલાં લોકોની ઉન્નતિ થશે.

લવઃ- આજનો દિવસ સુખી રહેશે.

સ્વાસ્થ્યઃ- ઊંઘ પૂરી ન થવાથી થાક લાગી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

------------------------------

ધનઃ- EIGHT OF CUPS

કામ અને તેની સાથે જોડાયેલી મુશ્કેલીઓનો તમે સંયમથી સામનો કર્યો છે. હવે તે સંયમને જાળવી રાખો. યાદ રાખો જે વિતી ગયું છે, તે તમારા સારા માટે જ હોય છે.

કરિયરઃ- કામની જગ્યામાં અને કામના સ્વરૂપમાં ફેરફાર થશે.

લવઃ- પાર્ટનર સાથે સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- પિત્તની સમસ્યા રહેશે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 1

------------------------------

મકરઃ- KNIGHT OF SWORDS

કામનું ફળ બેગણું મળશે. ઘરના સભ્યોને પેટ સાથે સંબંધિત તકલીફ થઇ શકે છે. નાનું-મોટું ઓપરેશન કરાવવાની જરૂરીયાત રહેશે. ઘરના દરવાજા ઉપર પીળા રંગનું કપડું લગાવવાથી મુશ્કેલીઓ દૂર થશે.

કરિયરઃ- ઘરની સમસ્યાઓ કામથી વિચલિત કરશે.

લવઃ- પાર્ટનર્સ પરિસ્થિતિનો સામનો મળીને કરશે.

સ્વાસ્થ્યઃ- ગોલબ્લેડર સાથે જોડાયેલી તકલીફમાં રાહત મળશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

------------------------------

કુંભઃ- FOUR OF CUPS

છેલ્લાં સમય સુધી કામ ટાળવાની આદત આજે ભારે પડી શકે છે. જો તમારું મન કામ કરવામાં નથી તો થોડીવાર આરામ કરવાનું શરૂ કરી દો. ઘર સાથે જોડાયેલાં વ્યક્તિ તમારા કામની ગતિ ઘટાડી શકે છે.

કરિયરઃ- ઇન્શ્યોરન્સ સાથે જોડાયેલાં વ્યક્તિઓનો કામથી રસ ઘટશે.

લવઃ- પાર્ટનરની મદદથી આધ્યાત્મિક પ્રગતિ થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

------------------------------

મીનઃ- ACE OF PENTACLES

તમારી આર્થિક વ્યવસ્થા અંગે ગંભીર રીતે વિચાર કરો. છેલ્લાં થોડાં દિવસોમાં થયેલાં નુકસાનથી બહાર આવવાની યોજના બનશે. રૂપિયા સાથે જોડાયેલો ભય અને માનસિકતાને બદલવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- નવા કામનો અવસર ફાયદો આપશે નહીં.

લવઃ- પાર્ટનરની મદદથી આર્થિક સમસ્યા દૂર થશે.

સ્વાસ્થ્યઃ- ગરમી સાથે જોડાયેલી બીમારી ઊંઘ ઉપર અસર કરશે

શુભ રંગઃ- ગ્રીન

શુભ અંકઃ- 5

આ પણ વાંચોઃ-

તુલસીદાસની દોહાવલી/ વિદ્યા, વિનય, વિવેક, સાહસ, સારા કામ, સત્ય આ બધા ખરાબ સમયના સાથી હોય છે, તેમની મદદથી દરેક વિપત્તિઓ દૂર થઇ શકે છે

12 નવેમ્બરથી દિવાળી શરૂ/ દિવાળીએ લક્ષ્મીજી સાથે જ યમરાજ અને પિતૃ દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે

દીપોત્સવનો પહેલો દિવસ/ 12 નવેમ્બરે ધનતેરસ, આ દિવસે યમરાજને દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે

ગાયની પૂજા જ લક્ષ્મી પૂજા/ દિવાળી પહેલાં સુખ અને સમૃદ્ધિની કામના સાથે ગોવત્સ બારસનું વ્રત કરવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...