તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:FOUR OF CUPS કાર્ડ પ્રમાણે બુધવારના દિવસે મેષ જાતકોને નવા અવસર મળી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

11 ઓગસ્ટ, બુધવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- FOUR OF CUPS

આજે તમને થોડાં નવા અવસર મળવાના યોગ છે. અવસરોનો સંપૂર્ણ લાભ ઉઠાવવા માટે તમે સાવધાન અને જાગરૂત રહો. વાહન ચલાવવામાં સાવધાની રાખવાનો દિવસ છે. તમારે તમારી દિનચર્યામાં થોડો બદલાવ કરતાં તમારા સાથીઓ માટે થોડો સમય પસાર કરો.

કરિયરઃ- થોડાં નવા અવસર તમારા કરિયરનો દરવાજો ખખડાવી શકે છે

લવઃ- તમને તમારા સાથીથી વધારે લગાવ, સ્નેહ અને સન્માન પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

-----------------------

વૃષભઃ- FIVE OF CUPS

જ્યારે વ્યક્તિ જવાબદારીઓ અને મુશ્કેલીઓથી ઘેરાયેલી હોય છે ત્યારે દમન થાય છે. તમારા અતિશ્વાસ અને અતિ ઉત્સાહ પર નિયંત્રણ રાખો. કેટલાક કામ તમારી ઉતાવળના કારણે બગડી શકે છે. આ માટે તમારે કામોને આયોજિત કરી તેનો નિકાલ કરવાની જરૂર છે.

કરિયરઃ- તમારા ઉત્સાહ અને ઓળખથી કારકિર્દીની બાબતો બગડે નહીં તેનું ધ્યાન રાખો.

લવઃ- તમે પ્રેમ માટે લગ્નેત્તર સંબંધોમાં જોડાઈ શકો છો. પરણિત અને સિંગલ્સ માટે પ્રેમ સંબંધ દર્શાવે છે.

સ્વાસ્થ્યઃ- તમારા જીવનમાં નકારાત્મકતાની સ્પષ્ટતા કરો. જે તમને સ્વાસ્થ્યપ્રદ બનાવી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

-----------------------

મિથુનઃ- PAGE OF SWORDS

આજનો દિવસ તમારી માટે થોડો અવ્યવસ્થિત રહેશે. યોજના પ્રમાણે કામ થવામાં સમસ્યા આવી શકે છે. થોડો તણાવ અને ચિંતા તમારો દિવસ ખરાબ કરવાની કોશિશ કરશે. એવામાં તમારે તમારું મન ક્યાં અન્ય દિશામાં લગાવવાની જરૂર છે.

કરિયરઃ- કરિયરમાં થોડી સમસ્યાઓ આવી શકે છે, જેને ટાળશો નહીં.

લવઃ- જીવનસાથી પાસેથી તમને સહયોગ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

-----------------------

કર્કઃ- KNIGHT OF SWORDS

જ્યારે તમે એક દિશામાં આગળ વધશો, ત્યારે સકારાત્મક પરિસ્થિતિઓ આપમેળે તમારી સામે આવશે. ભાગ્ય તેની પ્રક્રિયા નક્કી કરશે. તમારા પ્રયત્નોને હળવા ન કરો. તમારી સમક્ષ કેટલીક નવી તકો પણ આવી શકે છે. કોઈપણ અનપેક્ષિત ફેરફારો માટે તમારી જાતને તૈયાર રાખો.

કરિયરઃ- તમારા કાર્યક્ષેત્રમાં ફેરફાર કરવામાં અચકાશો નહીં. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે.

લવઃ- તમારા સંબંધોને આરામ આપો અને આત્મનિરીક્ષણ કરો. એક ઇચ્છા પૂર્ણ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ડિટોક્સ આહાર પર ધ્યાન આપો. આ તમારા માટે ખૂબ મહત્વનું છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7

-----------------------

સિંહઃ- ACE OF CUPS

આજે જેટલું કામ અથવા જવાબદારી લો તે તમે સરળતાથી પૂર્ણ કરી શકો છો. વધારાની જવાબદારીઓ લેવાનું ટાળો. કોઈ પણ પરિસ્થિતિમાં પોતાને તાણમાં ન આવવા દો. કેટલાક મિત્રો સાથે પણ મતભેદ અથવા સંબંધોમાં તફાવત આવી શકે છે. સંજોગો સ્વીકારીને આગળ વધો. પરિસ્થિતિઓ ધીમે ધીમે સુધરશે.

કરિયર:- કારકિર્દીના મોરચે તમે તાણ અથવા કંટાળાજનક અનુભવ કરશો. વધારાના કામના ભારથી પરેશાન થઈ શકો છો.

લવઃ- પ્રેમ સંબંધોમાં કંટાળો અનુભવી શકો છો. સંબંધોને લઈને આગળ વધવામાં તકલીફ થશે.

સ્વાસ્થ્ય:- તમારા નિત્યક્રમમાં નિયમિત વ્યાયામને શામેલ કરો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 3

-----------------------

કન્યાઃ- THREE OF PENTACLES

આ સમય તમારા મન, શરીર અને આત્માને કાયાકલ્પ કરવાનો છે. તમારા નિત્યક્રમમાંથી વિરામ લો અને બહાર જાઓ. તમારી પ્રસિદ્ધિ આજે તમારા માટે કામ કરશે. તમારી ગરિમા જાળવી રાખો. આજે તમને કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવાની સલાહ ગણેશજી આપી રહ્યા છે. તમારી પસંદગીના શબ્દો પર ધ્યાન આપો.

કરિયરઃ- તમે ખૂબ જ સખત અને પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છો. તમને ભવિષ્યમાં સારા પરિણામ મળશે.

લવઃ- તમારા જીવનસાથી અને પરિવાર સાથે સમય પસાર કરો, તમે તમારા અંગત જીવન પર પૂરતું ધ્યાન આપી નથી રહ્યા.

સ્વાસ્થ્યઃ- ભાવનાત્મક તણાવ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 1

-----------------------

તુલાઃ- KING OF CUPS

આજે તમને કોઈ મોટા પરિવર્તનનો સંકેત મળી શકે છે. આગામી દિવસોમાં નવી વસ્તુઓ શોધી શકાશે. તમારા અધૂરા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. કોઈ પણ બાબતે નિર્ણય લેવામાં એટલો સમય ન લગાવો કે તક ગુમાવવી પડે. તમારા નિર્ણય પર ધ્યાન આપો અને ઝડપી નિર્ણયો લેવા માનસિક તૈયારી કેળવો.

કરિયર:- કારકિર્દીના મોરચે તમને વિકાસ જોવા મળશે. તમે સકારાત્મક, બોલ્ડ અને યોગ્ય નિર્ણય લેશો, જેનાથી તમને ફાયદો થશે.

લવ:- તમારો સંબંધ કોઈ સુંદર પ્રેમ કથાથી ઓછો નહીં હોય જ્યાં બધું સંપૂર્ણ લાગે છે.

સ્વાસ્થ્ય:- તમે ખૂબ ઊંચી ઉર્જા સ્તરોનો અનુભવ કરશો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

-----------------------

વૃશ્ચિકઃ- ACE OF PENTACLES

આજનો દિવસ થોડો તણાવ અને ચિંતાનો વિષય બનશે. આ ટેન્શન તમને અંદરથી અસર કરશે. તમારે તમારા કાર્યોને પ્રાધાન્ય આપવું જોઈએ અને તે મુજબ તેના અમલની યોજના બનાવવી જોઈએ. કેટલાક લોકો સાથે તમને અબોલા થઈ શકે છે. તમારા નજીકના લોકો સાથે સંપર્કમાં રહો.

કરિયરઃ- કારકિર્દીના મોરચે તમે તાણ અથવા અતિશય થાક અનુભવશો. તમે વર્કલોડને પ્રાધાન્ય આપવશો.

લવઃ- તમારા જીવનસાથી સાથે સંપર્ક કરો. સંબંધોમાં વિચારોનું સંપૂર્ણ વિનિમય જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- વધારાના તાણથી આરોગ્યની ગંભીર સમસ્યાઓ આવી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

-----------------------

ધનઃ- TWO OF PENTACLES

નસીબ બદલવા માટે તૈયાર રહો. નવા અને ઉત્તેજક ફેરફારોનાં ચિહ્નો કાર્ડ્સ પર રહેલા છે. તમને કેટલીક સારી માહિતી સાથે કેટલીક નવી જવાબદારી મળવાના સંકેતો છે. તમે નવી વસ્તુઓની શોધમાં આક્રમક રીતે વ્યસ્ત રહેશો. કોઈ પણ સંજોગોમાં તમે કામમાં પીછેહઠ નહીં કરો.

કરિયર:- કોઈ નવો પ્રોજેક્ટ અથવા નવી નોકરી તમારી રાહ જોશે. તમે નવી જવાબદારીઓને પૂર્ણ કરશો.

લવ:- શુક્ર તમારા ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે. ઘણા બધા નવા સંબંધો અને નવો પ્રેમ આવશે. પ્રેમની દ્રષ્ટિએ દિવસ ખૂબ સારો રહેશે.

સ્વાસ્થ્ય:- ઊંઘના અભાવે તમને કંટાળો આવશે અને બળતરા અનુભવાશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 6

-----------------------

મકરઃ- SIX OF CUPS

આજનો દિવસ તમારા માટે આરામનો દિવસ બની શકે છે. તમારા અનુભવને સાચવો અને તેના આધારે તમારી ભાવિ યોજનાઓ બનાવો. આજનો દિવસ તમારા માટે આત્મનિરીક્ષણનો છે. તમારા ભૂતકાળ અને સંબંધો વિશે ઊંડો વિચાર કરો. તમને યોગ્ય સમાધાન મળશે. જીવનની રચનાત્મક બાજુઓ સાથે જોડાઓ.

કરિયરઃ- તમે ખૂબ જ સખત મહેનત કરી રહ્યા છો, હવે તમારા પ્રયત્નોને આરામ આપવાનો અને આત્મસાત કરવાનો સમય છે.

લવઃ- તમારે જવાબ તમારા દિલની અંદર જ શોધવો પડશે.

સ્વાસ્થ્યઃ- અનિંદ્રા તમને પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

-----------------------

કુંભઃ- THE HERMIT

તમે જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ, સગવડતાઓ, સંપત્તિ અને સારી વસ્તુઓ મેળવવાની અપેક્ષા રાખી શકો છો. આ સમય આગળ વધવાનો છે. તમારી યોજનાઓને સાકાર કરવાના પ્રયત્નો શરૂ કરવાનો છે. સફળતા અને પૈસા બંને કાર્ડ પર છે. પરંતુ, તમારા અહંકારને ક્યાંય વચ્ચે ન આવવા દો. તે તમને નુકસાન પહોંચાડી શકે છે.

કરિયર:- નોકરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો. તમે જીવન અને કારકિર્દીમાં ખૂબ જ ઝડપથી આગળ વધી શકો છો.

લવ:- તમારા સંબંધોને સંભાળવાનો અને આગળ ધપાવવાનો સમય છે. તમારા જીવનસાથીને સંપૂર્ણ સમય આપો.

સ્વાસ્થ્ય:- તમે થોડો થાક અનુભવી શકો છો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

-----------------------

મીનઃ- FOUR OF SWORDS

નસીબનું ચક્ર તમારા આત્મવિશ્વાસનું સ્તર વધારી રહ્યું છે. તમારી પાસે કનેક્ટ થવાની અને અંતિમ શાંતિ સુધી પહોંચવાની તક છે. સંજોગો પણ તમારી વિરુદ્ધ હોઈ શકે છે, પરંતુ તમારે હિંમત જાળવી રાખવાની છે.

કરિયરઃ- સ્ટાર્સ તમારી કારકિર્દીને મજબૂત બનાવે છે. તમે સકારાત્મક, બોલ્ડ અને યોગ્ય નિર્ણય લેશો.

લવઃ- સંબંધોમાં પરિવર્તનના સંકેત છે. જો કોઈ સંબંધ બોજ બની રહ્યો છે, તો તેને આ સમયે છોડી શકો છો.

સ્વાસ્થ્યઃ- પીઠનો દુખાવો થઈ શકે છે. ડૉક્ટરની સલાહ લો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1