ટેરો રાશિફળ:ગુરુવારે PAGE OF WANDS કાર્ડ પ્રમાણે મેષ જાતકોએ પોતાના નિર્ણય ઉપર અડગ રહેવાની જરૂરિયાત છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષઃ- PAGE OF WANDS

મુશ્કેલીઓ અનુભવ થવા છતાંય પણ તમે તમારા નિર્ણય ઉપર અડગ રહેશો. મનમાં ઊભા થઈ રહેલાં વિચારના કારણે નિર્ણય બદલવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે જે તમારા માટે પછતાવાનું કારણ બનશે.

કરિયરઃ- કામને લગતું ફોકસ વધારવાની જરૂરિયાત રહેશે

લવઃ- રિલેશનશિપને લઈને ઊભા થઈ રહેલાં વિચારોનું યોગ્ય રીતે અવલોકન કરો

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

-----------------------------

વૃષભઃ- TEN OF WANDS

કામનો ભાર અનુભવ થતો રહેશે. જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવવા સિવાય પણ તમને પ્રાપ્ત થઈ રહેલ શ્રેયના કારણે માનસિક રીતે નબળાઈ અનુભવ કરશો. હાલનો સમય તમારા માટે માનસિક રીતે મુશ્કેલ રહી શકે છે.

કરિયરઃ- નોકરી બદલવા માટે તમારે કોશિશ વધારવાની જરૂરિયાત રહેશે.

લવઃ- સંબંધોને લગતી વાતોને સમજવું તમારા માટે મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- પીઠમાં દુખાવાની તકલીફ દૂર કરવા માટે ફિઝિયોથેરાપીની મદદ લેવી પડી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

-----------------------------

મિથુનઃ- DEATH

જે વાતોમાં ફેરફાર જોવા મળી રહ્યો નથી તેને પાછળ છોડીને નવી વાતો માટે પોતાને તૈયાર રાખવાની કોશિશ કરો. જે વાતોના કારણે ભય અનુભવ થાય છે, તેનો સામનો કરો. મોટાભાગની વાતો તમારા પક્ષમાં આવતી જોવા મળી શકે છે.

કરિયરઃ- જે પણ પ્રકારની સંધિ પ્રાપ્ત થઈ રહી છે તેના ઉપર ધ્યાન આપવાનું શરૂ કરો.

લવઃ- નવો પાર્ટનર જીવનમાં આવવાના કારણે પોઝિટિવિટી જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો અને ઘૂંટણના દુખાવાને ઇગ્નોર ન કરશો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

-----------------------------

કર્કઃ- QUEEN OF CUPS

મનમાંથી નકારાત્મક વિચારોને દૂર કરવાની કોશિશ સફળ થશે. આર્થિક પક્ષ અને વ્યક્તિગત જીવનમાં ફેરફાર લાવવા માટે તમારા દ્વારા કોશિશ વધારવામાં આવી શકે છે. હાલના સમયમાં એકાંતમાં રહીને કામ કરવાનું પસંદ કરશો.

કરિયરઃ- કરિયરને ગંભીરતાથી લેવાના કારણે જલ્દી પ્રગતિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે.

લવઃ- રિલેશનશિપ સાથે જોડાયેલી વાતો અંગે હાલ ચર્ચા ન કરો

સ્વાસ્થ્યઃ- પેટને લગતા વિકારને ઇગ્નોર ન કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

-----------------------------

સિંહઃ- TEN OF PENTACLES

પરિવાર સાથે સમય વિતાવવાની જરૂરિયાત રહેશે અને તેમની સમસ્યાઓને જાણવી પણ શક્ય બની શકે છે. જે વાતોના કારણે વધારે ખર્ચ થઈ રહ્યો છે તેના ઉપર નિયંત્રણ જાળવી રાખવાની કોશિશ કરવી પડશે.

કરિયરઃ- વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને ફાયદો પ્રાપ્ત થશે.

લવઃ- પરિવાર અને પાર્ટનર વચ્ચે સમજોતો કરવા માટે તમારી મદદની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- વડીલોને શરદી-ઉધરસની તકલીફ વધારે રહી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

-----------------------------

કન્યાઃ- THREE OF WANDS

યાત્રાને લઈને લેવામાં આવતા નિર્ણયના કારણે વિચારોમાં પણ ફેરફાર થતો જોવા મળી શકે છે. તમારી આસપાસની ઊર્જા બદલાશે જે પોઝિટિવ જાળવવા માટે યોગ્ય સાબિત થઈ શકે છે. કોઈપણ પ્રકારના પરાજયના કારણે નિરાશ થશો નહીં.

કરિયરઃ- વિદેશને લગતા કાર્યોને વધારવા માટે કોશિશ કરતા રહો

લવઃ- લગ્નને લઇને નિર્ણય લેવા માટે થોડો સંયમ જાળવવો પડશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં દુખાવાની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 1

-----------------------------

તુલાઃ- NINE OF CUPS

તમને પ્રાપ્ત થઈ રહેલાં માર્ગદર્શનના કારણે મોટી ચિંતાને દૂર કરવી શક્ય બનશે. વ્યક્તિગત જીવનમાં પોઝિટિવિટી જળવાશે. જે વાતોનો નકારાત્મક પ્રભાવ જીવન ઉપર થઈ રહ્યો હતો તે ઓછો થવા લાગશે. સાવધાની રાખવી પડશે.

કરિયરઃ- સોના-ચાંદીના વેપાર સાથે જોડાયેલાં લોકોને મોટો ફાયદો પ્રાપ્ત થઈ શકે છે

લવઃ- પાર્ટનરના કારણે વ્યક્તિગત જીવનમાં અનુભવ થતી સમસ્યાનો પ્રભાવ ઘટવા લાગશે.

સ્વાસ્થ્યઃ- વધતા વજનને નિયંત્રણમાં લાવવાની કોશિશ કરો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

-----------------------------

વૃશ્ચિકઃ- KING OF WANDS

જે પ્રકારની પ્રગતિ તમે પ્રાપ્ત કરી છે તેને કાયમ રાખવા માટે કોશિશ કરવાની જરૂરિયાત રહેશે. જે લોકોની ઉપર તમે માનસિક રીતે નિર્ભર છો તેમના દ્વારા બોલવામાં આવતી વાતોના કારણે દુઃખ અનુભવ થઈ શકે છે.

કરિયરઃ- તમારી સાથે જોડાયેલાં લોકોને જે અનુભવ પ્રાપ્ત થઈ રહ્યા છે તેના દ્વારા પોતાના કામમાં ફેરફાર કરવો શક્ય બની શકે છે.

લવઃ- પરિવારના કોઈ વ્યક્તિ વિરૂદ્ધ જઈને રિલેશનશિપને લગતા નિર્ણય લેવા હાલ મુશ્કેલ લાગશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતો વિકાર વધે તેવી શક્યતા બની રહી છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

-----------------------------

ધનઃ- ACE OF WANDS

પ્રાપ્ત થયેલાં નવા અવસરના કારણે જીવનમાં ખૂબ જ ફેરફાર જોવા મળી રહ્યા છે. તમારા વિચારોમાં આવી રહેલું પરિવર્તન પણ જીવનને નવી દિશા આપી શકે છે. પરિવારના લોકો સાથે જે નિરાશા હતી, તે દૂર થઈ શકે છે.

કરિયરઃ- કામને લઈને રાખવામાં આવેલ ટાર્ગેટ જલ્દી જ પૂર્ણ થશે

લવઃ- પાર્ટનર્સમાં આકર્ષણ વધશે

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવાના કારણે બેચેની અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 5

-----------------------------

મકરઃ- SIX OF CUPS

પોતાની કાર્યક્ષમતાને વધારીને નવા કામને શીખવાની જરૂરિયાત રહેશે. સીમિત માત્રામાં જ કોશિશ કરવાના કારણે અપેક્ષા પ્રમાણે ફળ પ્રાપ્ત થઈ શકશે નહીં. પ્રોપર્ટીને લગતા નિર્ણયને સફળ બનાવવા માટે અન્ય લોકોની મદદ લેવાની જરૂરિયાત છે

કરિયરઃ- પાર્ટનરશિપમાં કાર્યનો વિસ્તાર કરવો શક્ય રહેશે.

લવઃ- પાર્ટનર દ્વારા સરપ્રાઇઝ પ્રાપ્ત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી અને ઉધરસ વધે નહીં તેનું ધ્યાન રાખવું

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

-----------------------------

કુંભઃ- SEVEN OF PENTACLES

તમારા દ્વારા દેખાડવામાં આવેલા સંયમને કારણે એવું લાગે છે કે મોટા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. કોઈ વ્યક્તિને ત્યાં જલ્દી જ ભેટ મળશે, જે તમારી આર્થિક સમસ્યાને દૂર કરવા માટે યોગ્ય સાબિત થશે. નવી લોન તમારા પર ન ચઢે તેનું ધ્યાન રાખવું પડશે.

કરિયરઃ- વ્યવસાય કે નોકરીનું એક જ ક્ષેત્ર પસંદ કરીને કામ કરવાની જરૂર છે.

લવઃ- તમારા દ્વારા મૂકવામાં આવેલ ઓફર ટૂંક સમયમાં સ્વીકારવામાં આવશે.

સ્વાસ્થ્યઃ- પગ પર સોજો આવી શકે છે, કારણ જાણવાનો પ્રયાસ કરો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 9

-----------------------------

મીનઃ- THE HERMIT

જૂના વ્યવહારને કારણે ઊભી થયેલી સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર પડશે. પૈસા સંબંધિત કોઈ પણ બાબતને નજરઅંદાજ ન થવા દો. મોટી ખરીદી કરવાનું વિચારવાથી વર્તમાન સમયમાં નુકસાન થઈ શકે છે. મહત્વની બાબતોનું પહેલા ધ્યાન રાખવું પડશે.

કરિયરઃ- વિદ્યાર્થીઓએ નિષ્ફળતાને ભૂલીને નવાથી તૈયારી શરૂ કરવી પડશે.

લવઃ- તમને અહેસાસ થશે કે તમારો સાથી તમારા મુદ્દાઓને સમજવા માટે સક્ષમ નથી.

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈને કારણે પરેશાની થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4