ટેરો રાશિફળ:મંગળવારનો દિવસ DEATH કાર્ડ પ્રમાણે વૃષભ જાતકો માટે અશુભ રહેશે, માનસિક કે આર્થિક તણાવ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 10 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- QUEEN OF PENTACLES

મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂત રહેવાની જરૂરિયાત છે. થોડાં મહિલાઓને સ્ત્રી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમે તમારી ધીરજ ગુમાવી શકો છો. દિવસની શરૂઆતમાં રૂપિયા સંબંધિત કોઇ વાત ચિંતાનો વિષય બની શકે છે.

કરિયરઃ- બેંકના કામ સાથે જોડાયેલી મહિલાઓ આર્થિક વ્યવહાર સાવધાની સાથે કરે.

લવઃ- પાર્ટનરની નિરાશા તમને પણ નિરાશ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્ત્રીઓએ પિરિયડ્સને લઇને કોઇ તકલીફ નજરઅંદાજ કરવી નહીં.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

-----------------------------

વૃષભઃ- DEATH

ઘરના બાળકો અને વડીલ વ્યક્તિને તમારી મદદની જરૂરિયાત રહેશે. બાળકો સાથે માનસિક અને ભાવનાત્મક રીતે જોડાવાની કોશિશ કરો. તમને કોઇ માનસિક કે આર્થિક સ્વરૂપે બ્લેક મેઇલ કરવાની કોશિશ કરશે.

કરિયરઃ- લોન કે ઉધાર રૂપિયા કાયદાને ધ્યાનમાં રાખીને લેવાં.

લવઃ- જૂનો પ્રેમી તમારા લગ્નજીવનમાં વિવાદ ઊભો કરવાની કોશિશ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈ અનુભવ થશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

-----------------------------

મિથુનઃ- STRENGTH

જો તમે પ્રાણી મિત્ર છો અથવા તેની સાથે સંબંધિત કોઇ સંસ્થા ચલાવી રહ્યા છો તો તમારા કાર્યને આગળ વધારવા માટે લોકો તમારી સાથે જોડાશે. ઘર-પરિવારની મુંજવણનો તમારે ઉકેલ લાવવો પડશે.

કરિયરઃ- એકલા હાથે કરેલું કામ સફળ થશે.

લવઃ- લગ્નજીવન સુખી રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સમસ્યા દૂર થશે.

શુભ રંગઃ- ગ્રીન

શુભ અંકઃ- 4

-----------------------------

કર્કઃ- 5OF WANDS

આજે તમને રૂપિયા કમાવાના અનેક અવસર પ્રાપ્ત થશે. નવું શરૂ કરેલું કામ અને પહેલાંના કાં બનેમાં મેળ બેસાડવો મુશ્કેલ રહેશે. મિત્ર પરિવાર સાથે તમારા અંગત જીવન વિશે વાત કરશો નહીં.

કરિયરઃ- અવસરનો લાભ ઉઠાવી કામ કરવાની યોજના બનાવો અને આળસને દૂર કરો

લવઃ- લવ લાઇફને લઇને નેગેટિવ વિચારો રહેશે.

સ્વાસ્થ્યઃ- ભાગદોડ અને માનસિક તણાવ તમને થકવી દેશે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 3

-----------------------------

સિંહઃ- ACE OF CUPS

પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. આજે તમે માનસિક શાંતિ અને આત્મિક શાંતિનો અનુભવ કરશો. કામ સાથે જોડાયેલી નવી જવાબદારી આનંદ આપશે. અધ્યાત્મ સાથે જોડાયેલાં લોકોને યોગ્ય માર્ગદર્શક અને અનુયાઈ મળશે જે તમારી પ્રગતિ કરવામાં ભાગીદાર રહેશે.

કરિયરઃ- આશ્ચર્યજનક ઉન્નતિ થશે.

લવઃ- પાર્ટનર સાથે આજે તમે ખૂબ જ ખુશ રહેશો.

સ્વાસ્થ્યઃ- શુગરના દર્દીઓને રાહત મળશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1

-----------------------------

કન્યાઃ- THE SUN

તમને વિજય પ્રાપ્ત થવાથી તમે ખુશ થશો અને સ્વ-કેન્દ્રિત પણ રહેશો. કામ સાથે-સાથે જીવનના અન્ય સ્તરે પણ કામ કરવા માટે ખૂબ જ સારો સમય છે. તમારા મિત્ર સાથે પાર્ટનરશિપનો વ્યવસાય શરૂ કરી શકો છો.

કરિયરઃ- વિદેશમાં ટ્રાન્સફર મળી શકે છે.

લવઃ- પાર્ટનર સાથે સ્નેહ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- મૂડ સ્વિંગનો સામનો કરવો પડશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 7

-----------------------------

તુલાઃ- THE EMPEROR

સાસરિયા પક્ષથી નિરાશા અને કોઇ વાતને લઇને ઝઘડો થઇ શકે છે. વાત કરતી સમયે તમારો સંયમ ગુમાવશો નહીં. વડીલ વ્યક્તિની જિદ્દ આગળ તમારે નમવું પડી શકે છે. અહંકાર તમારો સૌથી મોટો દુશ્મન હોઇ શકે છે.

કરિયરઃ- વડીલ અધિકારીનો ગુસ્સો અને અહંકાર તમારું નુકસાન કરાવી શકે છે.

લવઃ- ઘરના લોકો તમારી રિલેશનશિપ વિરૂદ્ધ રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણનો દુખાવો તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 5

-----------------------------

વૃશ્ચિકઃ- 3 OF PENTACLES

મળેલી ધનરાશિનું યોગ્ય રોકાણ કેવી રીતે કરવું. આ અંગે બે-ત્રણ જાણકારો પાસેથી સલાહ લઇને જ તમારો નિર્ણય લેવો. રૂપિયાનું રોકાણ કરવાથી પૈસા કઇ રીતે વધી શકે છે. આ જ આજનો તમારો ઉદેશ્ય રહેશે.

કરિયરઃ- કામનો વિસ્તાર કરવાની કોશિશ શરૂ રહેશે.

લવઃ- નવા પરણિતા લોકો એકબીજાને સમજવાની કોશિશ કરશે.

સ્વાસ્થ્યઃ- નખની બીમારીનો ઉકેલ મળશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

-----------------------------

ધનઃ- QUEEN OF CUPS

જ્યારે આપણને કોઇ વાતની સંપૂર્ણ જાણકારી હોય નહીં ત્યારે આપણે તે વાત પોતાની અંદર જ રાખવી જોઇએ. એવી કોઇપણ વાત ફરીથી સામે આવી શકે છે. આજે તમારે આ વાતનો સામનો કરવો પડશે.

કરિયરઃ- મહિલાઓ કામમાં આજે માનસિક તણાવ અનુભવશે.

લવઃ- પાર્ટનરનો ભૂતકાળ આજે તમારી પરેશાની બનશે.

સ્વાસ્થ્યઃ- ડસ્ટ એલર્જી તમને બીમાર બનાવી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

-----------------------------

મકરઃ- THE HERMIT

કામ સાથે જોડાયેલી સમસ્યાનું સર્વેક્ષણ અને જાણકારી તમે જાતે કરીને તેને યોગ્ય પરિણામ સુધી પહોંચાડી શકો છો. આ દરમિયાન તમને તમારી નબળાઇનો અહેસાસ પણ થશે જે તમને નિરાશ કરી શકે છે.

કરિયરઃ- ટીમ લીડર કે સંસ્થાના ઉચ્ચ અધિકારી પોતાના કાર્યમાં સફળ રહેશે.

લવઃ- તમારી સમસ્યા પાર્ટનરની સમસ્યા બનાવશો નહીં.

સ્વાસ્થ્યઃ- વડીલ વ્યક્તિને શ્વાસ સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 4

-----------------------------

કુંભઃ- 8 OF SWORDS

કોઇ અન્ય દ્વારા કરવામાં આવેલાં બંધનમાં આજે તમે રહેશો. ઇચ્છા હોવા છતાં તમે આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશો નહીં. કોઇપણ વાતની અસર માનસિક સ્વાસ્થ્ય ઉપર પડશે. મદદ માંગવાથી ગભરાશો નહીં.

કરિયરઃ- કામને લઇને માનસિક રીતે અસ્વસ્થ અનુભવ કરી રહ્યા છો તો અધિકારીને તરત જાણકારી આપો.

લવઃ- પાર્ટનરનું તમારા પ્રત્યે પઝેસિવ થવું તમને તકલીફ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- ફ્રોઝન શોલ્ડર કે સાંધાનો દુખાવો પરેશાન કરશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 5

-----------------------------

મીનઃ- JUDGEMENT

તમારા જીવનમાં આવેલાં દુઃખ દૂર થઇ રહ્યા છે. સાથે જ, તમને મળેલાં વિશ્વાસ અને બુદ્ધિમતા દ્વારા તમે જીવનમાં સારું કરવાની કોશિશ કરશો. આજે તમારા અનેક કાર્યોને લઇને પરેશાની દૂર થઇ જશે.

કરિયરઃ- પ્રમોશનના સમાચાર જલ્દી જ મળશે.

લવઃ- પ્રેમ સંબંધમાં પ્રગતિ થશે.

સ્વાસ્થ્યઃ- ડિહાઇડ્રેશન સમસ્યા ઊભી કરી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

આ પણ વાંચોઃ-

ગ્રહ દશા:19 નવેમ્બર સુધી વિશાખા નક્ષત્રમાં સૂર્ય રહેશે, 3 રાશિના લોકો માટે શુભ સમય, ચોખા અને ચાંદીની કિંમત વધવાની સંભાવના છે

દિવાળીએ ગ્રહ સંયોગ:14 નવેમ્બરની સાંજે મંગળ માર્ગી બનશે; 32 વર્ષ પછી સૂર્ય, ચંદ્ર સહિત 5 ગ્રહોનો દુર્લભ યોગ બનશે

ખરીદીનો તહેવાર:શનિવારે સવારે 8:05 વાગ્યાથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે અને રવિવારે સવારે 8:46 સુધી રહેશે, શનિવારે ખરીદી માટેનાં 7 મુહૂર્ત છે

પુષ્પ નક્ષત્ર:પુષ્પનો અર્થ પોષણ કરવું થાય છે, ઋગ્વેદમાં તેને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનાર તારો કહેવાયું છે

લાઈફ મેનેજમેન્ટ:જે વ્યક્તિનો અંતિમ સમય સુખી રહે છે, તેનું જ જીવન સુખી માનવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...